विवेचन सारांश
દાન દ્વારા શ્રદ્ધાનું મહત્વ
શ્રીકૃષ્ણ વંદના, ગુરુ વંદના અને દીપ પ્રજવલનની સાથે આજના સત્ર નો આરંભ થયો. ભગવાનની કૃપા આપણા ઉપર ખૂબ જ રહી છે એટલે ગીતાજીના મહાયજ્ઞમાં આપણે સંમેલિત થયા છીએ, ગીતાજીને કંઠસ્થ પણ કરી રહ્યા છે. ગીતાજીને આપણા જીવનમાં પણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આ જન્મમાં કે પાછલા જન્મમાં કંઈક પુણ્ય કર્યા હશે કે કોઈ સંત મહાત્માની કૃપા આપણા ઉપર રહી હશે એટલે આપણે ગીતાજીને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પાછળના ભાગમાં અર્જુનનો પ્રશ્ન હતો કે કોઈ વ્યક્તિ શાસ્ત્ર વિધિયુક્ત અને શ્રદ્ધાયુકત થઈ થઈ દેવપૂજન કરે છે તે સ્થિતિ સાત્ત્વિક,રાજસી કે તામસી માંથી કઈ છે? શ્રી ભગવાને ત્યારબાદ પોતાનો જ્ઞાનનો પીટારો ખોલી દીધો શ્રી ભગવાને કહ્યું કે શ્રદ્ધા ત્રણ પ્રકારની છે તે સાત્ત્વિક,રાજસી અને તામસી હોઈ શકે છે.
શ્રદ્ધા શું છે? જેમ રંગને સમજવું હોય તો રંગની માત્ર કલ્પના ન કરી શકીએ તેના માટે વસ્તુ સાથે અધિરૂપ થવું પડશે, લાલ, જેમ માત્ર લાલ રંગનું જ ચિંતન ન કરાય આપણે લાલ વસ્તુનું ચિંતન કરવું પડે, લીલો તો તે કલરની વસ્તુનું ચિંતન કરવું પડે વસ્તુ વગર કલરનું અધિરોપણ શક્ય નથી તેમ જ ક્રિયા વગર કોઈ ગુણનું નિરૂપણ ન થાય, માત્ર શ્રદ્ધા કહેવી તે વાત સમજવી કઠિન છે, શ્રદ્ધા કઈ વાત પર છે તે કહેવાથી સમજાય છે,આપણે રંગ દેખવા માટે કોઈને કોઈ માધ્યમનો આશ્રય લેવો પડે છે, જેમ એકાકાર વગર કોઈ રંગ દેખી શકતા નથી, તેમ જ શ્રદ્ધા પણ વિશિષ્ટ છે, તેને કર્મની સાથે જોડીને તેને દેખી નથી શકતા, કોઈની શ્રદ્ધા પૂજા કરવામાં હોય છે, કોઈની યજ્ઞમાં, કોઈની દાનમાં તો કોઈની ધ્યાનમાં કોઈ ની મહાપુરુષોમાં તથા કોઈની પુસ્તક વાંચવામાં હોય છે, જેવી જેની શ્રદ્ધા તેવું તેનું ચરિત્ર હોય છે, એટલે શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં આના વિષયમાં સમજાવ્યું છે, શ્રદ્ધાથી ભરપૂર અત્યંત પવિત્ર શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો અધ્યાય વિવેચનનો પ્રારંભ થયો જેની જેવી શ્રદ્ધા હશે તેને તેવી જ મુરત દેખાશે.

17.20
દાતવ્યમિતિ યદ્દાનં(ન્), દીયતેऽનુપકારિણે।
દેશે કાલે ચ પાત્રે ચ, તદ્દાનં(મ્) સાત્ત્વિકં(મ્) સ્મૃતમ્॥૧૭.૨૦॥
દાન આપવું એ જ કર્તવ્ય છે' એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો, એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતાં, નિઃસ્વાર્થભાવે જે આપવામાં આવે છે, તે દાન સાત્ત્વિક કહેવાયું છે.
ભગવાને કહ્યું; અર્જુન યજ્ઞ, દાન અને તપ ત્રણ પ્રકારના હોય છે, સાત્ત્વિક, રાજસિક અને તામસિક
દાન પણ ત્રણ પ્રકારના હોય છે, સાત્ત્વિક રાજસિક અને તામસિક
જે દાન દેશ, કાળ અને પાત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો તે દાન સાત્ત્વિક હોય છે, દેશ, કાળ અને પાત્રના વિચાર કરીને જ દાન કરવું જોઈએ, મે દાન કર્યું છે તો કોઈ મારો ઉપકાર માને કે પછી મને માન સન્માન પણ મળે, આ પ્રવૃત્તિથી દાન કરવું ન જોઈએ, ભગવાને મને આપ્યું છે અને તેને જ પાછું સમર્પણ કરી રહ્યો છું, જેમ ભાગવત કથા હોય છે, તેમાં કેટલાક કાર્યકર્તાઓ પ્રસાદ વિતરણના કાર્યમાં જોડાયેલા હોય છે, તે પ્રસાદ વિતરણ કરી કોઈના ઉપર ઉપકાર નથી કરતા, તે તેમના કર્તવ્યનું પાલન કરી રહ્યા હોય છે, તે પોતાનું કર્તવ્ય સમજીને કરતા હોય છે, તે જ પ્રકારે ભગવાને આપણને જે કાંઈ પણ આપ્યું છે બળ, બુદ્ધિ અને ધન આપ્યું છે, કર્તવ્ય સમજીને આપણે બીજાની સેવા કરવી જોઈએ ભગવાનને દાન દેવું મનુષ્યનું કર્તવ્ય છે, બ્રહસ્પતિ નીતિમાં આપણી જે કંઈ આવક હોય તેનો 10 મો ભાગ દાન કરવો જોઈએ અને શુક્રનીતિમાં પોતાની આવકમાંથી 20 મો ભાગ આપવો જોઈએ.
તમારી આવકની ટકાવારી પ્રમાણે દાનનું વિધાન છે માત્ર દાન જ મહત્વપૂર્ણ નથી.
એક પ્રસંગ છે, એક રાજ્યમાં દુકાળ પડ્યો, રાજા અને રાજ્યના પ્રમુખ પુરોહિત ખૂબ જ સાત્ત્વિક અને કર્તવ્ય નિષ્ઠ હતા, તેમણે અકાળની શરૂઆતમાં જ રાજાને યજ્ઞ કરવાની સલાહ આપી રાજા એ પણ ખૂબ જ નિષ્ઠા અને કર્તવ્ય ભાવથી યજ્ઞનું આયોજન કરાવ્યું, ત્યાંની પ્રજા પણ ખૂબ જ શ્રદ્ધાવાન હતી, દરેકે કર્તવ્ય ભાવથી આગળ આવીને ભાગ લીધો અને યજ્ઞને ખૂબ જ સારી રીતે સંપન્ન કરાવ્યો, ઇન્દ્ર દેવ ખુશ થઈને વરસાદ કરાવ્યો અને અકાળ ખતમ થઈ ગયો, યજ્ઞની પૂર્ણાહુતિ પછી દરેક જણા પોત પોતાના ઘરે જઈ રહ્યા હતા, રસ્તામાં આજુબાજુ ખૂબ જ તાપ હતો, પરંતુ સમૂહ ની ઉપર વાદળે પોતાની કૃપાદ્રષ્ટિ બનાવેલી હતી. તે સમૂહમાં સાધુ, શેઠ,આમજન,માણસ અને એક ખૂબ જ ગરીબ વૃદ્ધ સ્ત્રી પણ હતી, દરેકે પોતાના રીતે જાણવાની કોશિશ કરી કે આપણા લોકોમાં કોણ પુણ્ય આત્મા છે, આ જાણવા માટે દરેક લોકો એક એક કરીને અલગ થતા ગયા, અંતમાં સાધુ અને તે ઘરડી સ્ત્રી જ બચી ગયા, સાધુ બોલ્યા તમે જ પુણ્યાત્મ છો તમારા કારણે જ આ સંભવ થયું છે, ત્યારે તે ઘરડી સ્ત્રી બોલી હું કેવી રીતે હોઈ શકું અને તે ભાગવા લાગી વાદળા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા મહાત્મા તેને નતમસ્તક થયા, અને પૂછ્યું કે માતા તમે એવું ક્યુ કાર્ય કર્યું? ઘરડી સ્ત્રીએ કહ્યું હું ખૂબ જ ગરીબ છું, યજ્ઞમાં દાન આપવા માટે મારી પાસે કઈ ન હતું. પરંતુ ખૂબ જ શોધવા ઉપર એક સિક્કો મને મળ્યો તે યજ્ઞમાં મેં અર્પિત કર્યો અને પ્રસાદ સ્વરૂપે જે મને મળ્યું તેમાંથી મેં એક પૂરી ખાઈ લીધી હતી અને બાકીની ભૂખ્યા કૂતરાઓને ખવડાવી હતી, વૃદ્ધ સ્ત્રી સિક્કાના રૂપમાં પોતાનું સર્વસ્વ અર્પિત કર્યું અને પ્રસાદ સ્વરૂપે જે મળ્યું તેમાંથી પણ તેણે દાન કરવાની કોશિશ કરી તેથી ભગવાન કહે છે આ સાત્ત્વિક દાન છે.

યત્તુ પ્રત્યુપકારાર્થં(મ્), ફલમુદ્દિશ્ય વા પુનઃ।
દીયતે ચ પરિક્લિષ્ટં(ન્), તદ્દાનં(મ્) રાજસં(મ્) સ્મૃતમ્॥૧૭.૨૧॥
પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દૃષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે, તે દાન રાજસ કહેવાયું છે.
જે દાન ફળ પ્રાપ્તિની ઈચ્છાથી કે તકરાર કે ગુસ્સો કરીને કરવામાં આવે છે તે દાન રાજસિક દાન કહેવાય છે, જેમ કે ઘરમાં કોઈ આવ્યું નવરાત્રી કે ગણેશજી ના માટે દાન લેવા આવ્યા અને આપણે તેને કહીએ 50₹ રૂપિયા લઇ લો,100₹ રૂપિયા લઇ લો કે200₹ કે ₹500 લઈ લો આ ભાવ એ મોલ ભાવ કરીને દાન આપીએ છીએ અને દાન દીધા બાદ પણ આપણું મન દુઃખી થઈ જાય છે તેનાથી પુણ્ય મળતું નથી,ફોટા ખેંચવા માટે કે માન સન્માન લેવા માટે કરેલું દાન તે ઉચિત નથી, પરંતુ ભૂખ્યા માટે તે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે,મધ્યમ શ્રેણીનું દાન કહેવાય છે, રાજસિક દાન ને ખરાબ કહી ન શકાય તે રૂપે તમે સારું કાર્ય તો કરી જ રહ્યા છો.
આપણા ગીતા સેવી ખૂબ જ શ્રદ્ધાથી સમયનું દાન કરી રહ્યા છે અને પોતાની પસંદગીને દરેક માટે વહેચી રહ્યા છે.

અદેશકાલે યદ્દાનમ્, અપાત્રેભ્યશ્ચ દીયતે।
અસત્કૃતમવજ્ઞાતં(ન્), તત્તામસમુદાહૃતમ્॥૧૭.૨૨॥
જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે, એ દાન તામસ કહેવાયું છે.
જે દાન અ પાત્રને સમ આવે છે તથા તિરસ્કારની ભાવનાથી આપવામાં આવે છે તે દાન તામસીક કહેવાય છે જેમ કે આપણા ઘરમાં કામ કરવાવાળી બાઈને એક સાડી આપી અને ચાર દિવસ પછી તેને રજા માની તો આપણે તેને કહી દઈએ છે કે અરે અમે તો તમને સાડી આપી હતી અને તેમ છતાં પણ તું રજા માંગી રહી છે આ રીતે અપેક્ષા થી કરેલું દાન તામસીક કહેવાય છે.
ક્યાંક ને ક્યાંક આપણે તે બાઇને નીચુ દેખાડીએ છીએ, તેથી સારું તો આપણે દાન જ ન આપતા તો વધુ સારું હતું, પ્રત્યુપકારની ભાવના ન હોવી તથા કુપાત્ર જેમ કે બીડી, સિગરેટ, દારૂ પીવાવાળા ને વ્યસન હેતુ દાન કરવાથી બચવું જોઈએ કારણકે તે તેનો ઉપયોગ ખોટા રસ્તા ઉપર કરે છે હંમેશા દાન સુપાત્રને જ કરવું જોઈએ.
એક પ્રસંગ છે, ભગવાન બુદ્ધ,ભિક્ષા માટે બાજુના ગામ માં જતા હતા, તેમના કાકાના દીકરા તેમના ભાઈ આનંદ પણ તેમની સાથે હતા. એક ઘરડીસ્ત્રી અત્યંત કઠોર અને નિષ્ઠુર સ્વભાવની હતી, જ્યારે પણ તે ઘરડી સ્ત્રી પાસે ભીક્ષા માટે જતાં તો ખૂબ જ ખરાબ વાક્યો સંભળાવતી હતી પરંતુ ભગવાન બુદ્ધ દરરોજ તેની પાસે જતા આનંદ એ પૂછ્યું કે તે ભીક્ષા પણ આપતી નથી અને ગાળો પણ આપે છે, તેમ છતાં તમે દરરોજ તેની પાસે જાવ છો, તો તેમણે જવાબ આપ્યો કે જ્યારે ગરીબ સ્ત્રી પોતાના સ્વભાવનો ત્યાગ નથી કરી શકતી, તો હું મારો સ્વભાવ કેમ છોડી દઉં.
ગાંધીજી દરરોજ પ્રાર્થના કરવા પ્રાર્થના સભામાં જતા હતા, પ્રાર્થના સભામાં ભજનથી પ્રભાવિત થઈ સામે બેઠેલા મજુરની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં તેની ચર્ચા લોકો કરવા લાગ્યા જવાબ મળ્યો કે તે તો બહાર બીડી ફુક્તો રહે છે, આપણે પાછળના કાર્યની તુલના કરીને નિષ્કર્ષ કાઢીએ છીએ, વર્તમાનમાં જે ઘટના થઈ રહ્યુ છે તેની આવહેલના કરતા રહીએ છીએ.
ભૂખ્યા અને રોગીને દાન દેતા પહેલા કોઈ પાત્રતા ન જોવી જોઈએ કોઈ અપાત્ર છે, છતાં પણ આપણે તેને ભોજન આપવું એ આપણું કર્તવ્ય છે, કોઈ રોગીને ઈલાજ માટે ઔષધી આપવી એ પણ આપણું કર્તવ્ય છે.
ચાર ચરણ સત્ય દયા તપ અને દાન સમજાવ્યા છે.

प्रगट चारि पद धर्म के कलि महुँ एक प्रधान।
जेन केन बिधि दीन्हें दान करइ कल्यान॥
મહાપુરુષો દ્વારા દાન માટે ખૂબ જ સુંદર વ્યાખ્યા આપેલી છે
मरूँ पर माँगू नहीं, अपने तन के काज।
परमारथ के कारज में, मोहे न आवे लाज।।
આપણા માટે માંગવા માટે આપણને શરમ આવવી જોઈએ પરંતુ કોઈના ઉપકાર માટે માંગવા માટે આપણને કોઈ જ રીતે શરમ ન આવવી જોઈએ.
चिड़ी चोंच भर ले गई, नदी न घटियो नीर।
दान दिए धन न घटे, कह गए दास कबीर।।
दान दिए धन न घटे, कह गए दास कबीर।।
જ્યારે આપણે દાન આપીએ છીએ તો ક્યારેય પણ આપણા ધનના ભંડારમાં કોઈપણ રીતે કમી પરમ પિતા પરમાત્મા આવવા દેતા નથી.
कद ऊँचा तो कर लिया, ऊँचे रखो विचार।
दान धर्म जो न किया, जीवन है बेकार।।
અર્થાત જીવનમાં દાનનું ખૂબ જ મહત્વ છે દાન વગર જીવન વ્યર્થ થઈ જાય છે.
ૐ તત્સદિતિ નિર્દેશો, બ્રહ્મણસ્ત્રિવિધઃ(સ્) સ્મૃતઃ।
બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ, યજ્ઞાશ્ચ વિહિતાઃ(ફ્) પુરા॥૧૭.૨૩॥
ૐ, તત, સત્ - આ ત્રણ પ્રકારનું સચ્ચિદાનંદઘન બ્રહ્મનું નામ કહેવાયું છે, તેનાથી જ સૃષ્ટિનાં આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા.
ૐ.....ઓમ્ તત્ સત્ કહેવામાં આવે છે તે સૌથી મહત્વપૂર્ણ છે, ભગવાન કહે છે હે અર્જુન સૃષ્ટિ કાળથી બ્રાહ્મણ, વેદ વગેરેની રચના થઈ છે
ઓમ્ ની મહત્વતા ઓમ ત્રણ અક્ષરોથી બનેલ છે અ+ઉ+મ્ અ ને સ્થૂળ સ્વરૂપ અને ઉ ને સૂક્ષ્મ સ્વરૂપ મ ને કારણ અને હલન્ત ને નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે, એટલે સંસ્કૃતિ માં ઓમને માન્યતા આપી છે, ઓમ્ તત્ સત્ એ ત્રણ પ્રકારના સચ્ચિદાનંદ ઘનબ્રહ્મનું નામ કહ્યું છે તેનાથી સૃષ્ટિને આદિકાળમાં બ્રાહ્મણ અને વેદ તથા યજ્ઞની રચના થઈ છે, કોઈપણ અનુષ્ઠાન નું સમાપન ઓમ તત્ત્વથી થાય છે આ ભાવ એ દર્શાવે છે કે આપણાથી કઈ ભૂલ થઈ હોય તો પરમાત્મા અને પૂર્ણ માની લે છે.
ઓમ શું છે ઓમની દ્રષ્ટિ શું છે જળ ગંધર્વ તથા પૃથ્વીને બ્રહ્મ કહેવાનું નથી પરંતુ શબ્દને બ્રહ્મ કહેવાનું છે આ બધા તત્વોમાં સૌથી પહેલાં નિર્માણ થયું આકાશ અને આકાશથી પહેલા જે નિર્માણ થયું તે શબ્દ
બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે
“there was only the word and lord, then word converted into the world and lord in God”
Lord એલને કાઢીને word ની વચમાં છુપાય તો World બની ગયા,
આકાશ નિરાકાર પરમાત્મા ની નજીક છે તેને અડી નથી શકાતું દેખી નથી શકાતું આજકાલના વૈજ્ઞાનિક વિજ્ઞાન થિયરીથી કહે છે કે યુનિવર્સિટી ને દેખી શકાય છે પરંતુ અહીં થી તે ખૂબ જ દૂર છે આ એક અનંત યાત્રા છે.
સ્લાઇડ
બ્રહ્મા, નિરાકાર, ઈશ્વર, માયા, ઓમકાર આ બધા ઓમના પર્યાયવાચી છે. પરંતુ આમાં ઓમ પ્રણવનાદ છે મંદિરમાં ઘંટ વગાડીએ છીએ તો તેની ગુંજ કેટલીક સેકન્ડ સુધી રહે છે, આપણી ક્ષમતા 20 થી 80 ડેસીબલની (Decible) છે. પરંતુ હાથી આ ગુંજ 20 મિનિટ પછી પણ સાંભળી શકે છે આ એક ધ્વનિ છે, ઓમકાર માત્ર એક ધ્વનિ છે કોઈ શબ્દ નથી.
આપણે કોઈ સંગીતજ્ઞ સાથે વાત કરીએ તો ખબર પડે કે ત્રણ સ્વર હોય છે, મંદ, તાર અને તીવ્ર આ આરોહ તથા અવરોહ અનુસાર બને છે તેની વચ્ચેનો ધ્વનિને શબ્દ કહેવાય છે, જ્યાં સુધી ઘર્ષણ હોય છે ત્યાં સુધી ટકરાઈને ધ્વનિ બહાર આવે છે.
સૃષ્ટિમાં સૌથી પહેલા શબ્દની ઉત્પત્તિ થઈ, જ્યારે શબ્દનું સ્વરૂપ મોટું થયું તો વાયુની ઉત્પત્તિ થઈ, વાયુ વગર કોઈ શબ્દ હોય જ ન શકે, શબ્દ અને વાયુનું મંથન થયું તે મળી ગયા અને આકાશ શબ્દ બન્યો વાયુના મંથનથી અગ્નિની ઉત્પત્તિ થઈ અને એક એક કરીને બધા તત્વો ની ઉત્પત્તિ થઈ ઓમકાર ત્રણ શબ્દો મળીને બનેલ છે, અકાર, ઉકાર, મકાર અને હલન્ત તેના અનુસાર સૃષ્ટિનું ચક્ર ચાલે છે.
અકાર - આમાં જે કંઈ બોલાય છે તથા સંભળાય છે તે સ્થૂળ છે તેનો અનુભવ કરી શકાય છે તથા તે કંઠ થી નીકળે છે
બીજું માધ્યમ ઉકાર - જે હૃદયથી ઉત્પન્ન થાય છે પ્રેમી પ્રેમીકાના પ્રેમ, માં નો પુત્ર પ્રતિ વાત્સલ્ય દેખીને સમજાઈ જાય છે, આ સૂક્ષ્મ રૂપ થઈ ગયું વાણી, શબ્દોની આવશ્યકતા નથી, કામના, લોભ, પ્રેમ, આદિ જોઈને જ ખબર પડી જાય કે આનું સ્થાન હૃદય છે.
ત્રીજુ માધ્યમ મકાર -આનુ સ્થાન નાંભી છે સંકલ્પ માત્ર થી જ કાર્ય થઈ જાય છે.
અંતિમ છે પરા -આનું વર્ણન કરી ન શકાય આ અનુભવ છે અનુરૂપ શૂન્ય હોય છે જ્ઞાનેશ્વર મહારાજજીની ઘટના છે.. કે ચાંગદેવજી વાઘ પર બેસીને તેમની પાસે આવ્યા ૧૪૦૦વર્ષ સુધી તેમણે તપસ્યા કરી હતી, જ્યારે જ્ઞાનેશ્વરજી મહારાજ દીવાલને કહ્યું થોડા આગે ચલો અને દિવાલ પોતાની રીતે ચાલવા લાગી ત્યારે ચાંગદેવજીએ નો અહંકાર તૂટી ગયો 14 વર્ષના બાળકના કહેવા પર દિવાલ ચાલવા લાગી મે શું તપ કર્યું સંસાર જળ સુધી પહોંચી ગયું ત્યાં પરા છે પરંતુ કઈ રહેતું નથી
અકારના દેવતા બ્રહ્મા છે, અવસ્થા જાગૃત છે અને કર્મેન્દ્રિયો દ્વારા તેનું કાર્ય થાય છે.
ઉકારના દેવતા વિષ્ણુજી છે, સ્વપ્ન અવસ્થામાં તેમની પુષ્ટિ થાય છે આપણે સુઈ જઈએ છે તો પણ જ્ઞાનેન્દ્રિય ચાલતી રહે છે તેનો ગુણ સત્વ ગુણ છે.
પરા અને હલંત -ચર અને અચળ આમાં અનુભવ કરી શકાય છે આ ગુણાતીત છે સત્તા અને અસ્તિત્વના ભાવથી અધિક યોગી પરમ આનંદ તત્ત્વમાં પહોંચી જાય છે
ઓમકારનું કોઈ ધર્મથી લેવા દેવા નથી ઓમનો કોઈ ઓમને કોઈ આઘાતની આવશ્યકતા હોતી નથી જ્યારે બ્રહ્માંડ યા અંતરિક્ષમાં કોઈપણ ન હતું ત્યારે ઓમ વ્યાપ્ત હતો સૂરજની આસપાસ પણ ઓમ્ જ છે.
કોઈપણ કાર્યના અંતમાં ઓમ્, તત્, સત્, ઇતિ કહેવામાં આવે છે.
તત્ એટલે સંપૂર્ણ બ્રહ્મ.સત્, સાકાર અને નિરાકાર રૂપ છે વિષ્ણુજી ના રૂપમાં, દુર્ગાજીના રૂપમાં, શિવજીના રૂપમાં જે રૂપમાં જોઈશું તે બધા એક જ છે.
કોઈપણ શાસ્ત્ર વાંચ્યા બાદ કે ગીતાજીને વાંચ્યા બાદ ઓમ્ -તત્ -સત્ -ઇતિ કહેવામાં આવે છે. આપણી બધી નબળાઈઓ, ક્ષતીઓ ઈશ્વરના ચરણમાં અર્પિત થઈ ગઈ તથા તેના પર બ્રહ્મને સમર્પિત થઈ ગઈ અતઃ ઓમ્ તત્ સત્ ઈતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તસ્માદોમિત્યુદાહૃત્ય, યજ્ઞદાનતપઃ(ખ્) ક્રિયાઃ।
પ્રવર્તન્તે વિધાનોક્તાઃ(સ્), સતતં(મ્) બ્રહ્મવાદિનામ્॥૧૭.૨૪॥
માટે વેદમંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની, શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ‘ૐ’ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે.
શાસ્ત્રોમાં ઓમ્ થી જ વેદ મંત્રોની શરૂઆત થાય છે તથા શાસ્ત્ર વિધિથી નિત્ય યજ્ઞ, દાન અને તપની ક્રિયાઓ ઓમના ઉચ્ચારણ કરવાથી જ પ્રારંભ થાય છે.
તદિત્યનભિસન્ધાય, ફલં(ય્ઁ) યજ્ઞતપઃ(ખ્) ક્રિયાઃ।
દાનક્રિયાશ્ચ વિવિધાઃ(ખ્), ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ॥૧૭.૨૫॥
તત્ એટલે ‘તત્’ નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે – એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતાં અનેક પ્રકારની યજ્ઞ - તપરૂપી ક્રિયાઓ, તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે.
પરમાત્મા ના માટે જ સર્વ કાર્ય છે તથા પરમાત્માને પ્રસન્ન કરવા માટે જ મારા દ્વારા આ કાર્ય થઈ રહ્યા છે, પરમાત્મા જ મારા થકી આ બધા કાર્ય કરાવી રહ્યા છે, હું તો એક માત્ર નિમિત્ત છું.
સદ્ભાવે સાધુભાવે ચ, સદિત્યેતત્પ્રયુજ્યતે।
પ્રશસ્તે કર્મણિ તથા, સચ્છબ્દઃ(ફ્) પાર્થ યુજ્યતે॥૧૭.૨૬॥
સત્ – એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્યભાવમાં અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ થાય છે. તથા હે પાર્થ ! ઉત્તમ કર્મોમાં પણ સત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
સત્ પરમાત્માનું નામ છે તથા શ્રેષ્ઠ કાર્ય કરવા માટે સત્ તત્ત્વની સાથે જોડવામાં આવે છે, જેમ કે સદ્ભાવના, સદાચાર, સત્સંગ વગેરે, ઓમ સંજ્ઞા, તત્ સર્વનામ તથા સત્ વિશેષણ ના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે, સતત શોધવાથી બધું જ પવિત્ર તથા સદ્ગુરુ થઈ જાય છે, સત્સંગ તથા પવિત્ર કાર્ય કરવા માટે પણ સત્યને જ શોધવામાં આવે છે.
યજ્ઞે તપસિ દાને ચ, સ્થિતિઃ(સ્) સદિતિ ચોચ્યતે।
કર્મ ચૈવ તદર્થીયં(મ્), સદિત્યેવાભિધીયતે॥૧૭.૨૭॥
તથા યજ્ઞ, તપ અને દાનમાં જે સ્થિતિ (નિષ્ઠા) છે, તે પણ 'સત્' કહેવાય છે. એ પરમાત્માને નિમિત્ત કરવામાં આવેલું કર્મ તો નિશ્ચિતપણે 'સત્’ કહેવાય છે.
જપ, તપ અને દાન, ક્રિયાના રૂપમાં પરમાત્મા માટે નિયમિત કરવા વાળું કર્મ છે, અને જ્યારે આ કર્મ પરમાત્માને નિમિત્ત માનીને કરવામાં આવે છે તે સત્કર્મ કહેવાય છે.
અશ્રદ્ધયા હુતં(ન્) દત્તં(ન્), તપસ્તપ્તં(ઙ્) કૃતં(ઞ્) ચ યત્।
અસદિત્યુચ્યતે પાર્થ, ન ચ તત્પ્રેત્ય નો ઇહ॥૧૭.૨૮॥
હે પાર્થ! વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે - એ સઘળું 'અસત્’ કહેવાય છે, માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી.
હે અર્જુન સર્વ કર્મોમાં શ્રદ્ધા મહત્વપૂર્ણ છે, અશ્રદ્ધાથી કરેલું હવન, દાન, તપ કંઈ પણ કરવામાં આવે તેનું કોઈ જ ફળ મળતું નથી તે ફળ અત્યારે પણ મળતું નથી અને મર્યા બાદ પણ મળતું નથી અર્થાત તેનું ફળ ક્યારેય મળતું નથી જે પણ કાર્ય કરવામાં આવે તે પૂર્ણ શ્રદ્ધા તથા વિશ્વાસ સાથે કરવામાં આવે ત્યારે જ ભગવદ્ પ્રાપ્તિ થઈ શકે છે તથા મનમાં પ્રસન્નતા તથા શાંતિ થઈ શકે છે.
આ રીતે આ મહત્વપૂર્ણ પ્રકરણની ચર્ચા પૂર્ણ થઈ.
મંથન (પ્રશ્ન અને જવાબ):-
સુમિત જી
પ્રશ્ન: આ શ્લોકમાં
अनन्याश्चिन्तयन्तो मां(य्ँ), ये जनाः(फ्) पर्युपासते।

तेषां(न्) नित्याभियुक्तानां(य्ँ), योगक्षेमं(व्ँ) वहाम्यहम्॥९.२२॥"
योगक्षेमનો અર્થ સમજાવો?
જવાબ: અપ્રાપ્યની પ્રાપ્તિને યોગ કહેવાય છે અને પ્રાપ્તિની સુરક્ષાને ક્ષેમ કહેવાય છે. ઈશ્વરે તમારી જરૂરિયાતોની જવાબદારી લીધી છે પણ તમારી ઈચ્છાઓની નહીં. જો વ્યક્તિ પૂર્ણ ભક્તિભાવથી પોતાનું મન ભગવાનના ચિંતનમાં સમર્પિત કરે તો ભગવાન પોતે જ તેના યોગ કલ્યાણની કાળજી લે છે. આ માટે, ધન્ના જાટની વાર્તામાં અને ગજેન્દ્રને મોક્ષ આપવા માટે ભગવાન ગરુડ પર બેસીને કેવી રીતે સ્વરૂપમાં દેખાયા તે ઉદાહરણો જોઈ શકાય છે.
સુજાતા જી
સુજાતા જી
પ્રશ્ન: જેમ તમે ઓમના ઉચ્ચારણ માટે ગળા, હૃદય અને નાભિનો ક્રમ જણાવ્યો હતો, પરંતુ હું ગળામાંથી 'ॐ' ઉચ્ચારતો હતો, તો હું શું ખોટું કરી રહ્યો હતો?
જવાબ: M નો ઉચ્ચાર ગળામાંથી નથી આવી શકતો, તમે જાતે જ અજમાવી જુઓ, તે નાભિમાંથી જ આવે છે.
રાકેશચંદ્ર શર્મા જી
પ્રશ્ન: યોગનો ખરો અર્થ શું છે? આ દિવસોમાં શું વલણમાં છે?
જવાબ: યોગનો ખરો અર્થ છે જોડાવવો, એટલે કે યોગ એટલે પરમાત્મા સાથે આત્માનું જોડાવું. આ દિવસોમાં જે પ્રચલિત છે તે યોગાસન છે. જેમ કે મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગ વિશે કહ્યું છે. જેના આઠ ભાગો
છે -
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે. તેથી આ દિવસોમાં જે પ્રચલિત છે તે આસન છે. શ્રીમદ ભગવદ્ ગીતા એક સંપૂર્ણ યોગ ગ્રંથ છે.
દિવાકર જી
પ્રશ્ન: દાન કરતી વખતે પરિણામની ઈચ્છા નથી હોતી, પણ એવી લાગણી થાય છે કે આવતી કાલે આપણે આવી પરિસ્થિતિમાં હોઈએ તો આપણને કેવું લાગશે, આ લાગણીને કારણે દાન કરવાનું મન થાય તો તે કેટલું યોગ્ય છે?
ઉત્તર : આવું દાન પણ રાજસિક બન્યું. આ ખોટું છે એમ માનશો નહીં. લાંબા સમય સુધી આપણે જે રીતે વર્તીએ છીએ અને તેની સાથે આપણા કરોડો જન્મોના સંસ્કારો ચાલે છે, તો આપણી વૃત્તિ રાજસિક થઈ ગઈ છે, તેમાં કંઈ ખોટું નથી. આપણે માત્ર એટલું સમજવું જોઈએ કે અત્યારે આપણે બીજા ક્રમે છીએ અને અમારું લક્ષ્ય ટોચ પર પહોંચવાનું હોવું જોઈએ.
નેહા જૈન જી
પ્રશ્ન: તમે કહ્યું હતું કે એકલા ઓમનો જાપ ન કરવો જોઈએ, પરંતુ ધ્યાન સમયે હું ઓમને એક બિંદુ પર રાખીને આવું કરું છું. શું આ ખોટું છે?
જવાબ: મેં કહ્યું હતું કે એકલા ઓમનો જાપ ન કરો, પરંતુ તમે ધ્યાન દરમિયાન જે કરો છો તે એકદમ યોગ્ય છે.
વિદ્યા જી
વિદ્યા જી
પ્રશ્ન: તમે કહ્યું કે શ્રદ્ધાના વિવિધ પ્રકાર હોય છે, પરંતુ તીર્થસ્થળ પર અરાજકતા જોઈને પણ શ્રદ્ધા ડગી જાય છે, તેનાથી બચવાનો ઉપાય શું છે?
જવાબ: શ્રાદ્ધનો સંબંધ પૂજા સ્થળના મહત્વ સાથે છે, વ્યવસ્થા સાથે નહીં. અંધાધૂંધી જોઈને એ તીર્થસ્થાનનું મહત્ત્વ ઓછું આંકીએ તો એ યોગ્ય નથી. જેમ કોઈ પણ મોટી હોસ્પિટલમાં અવ્યવસ્થાના કારણે સારવાર શ્રેષ્ઠ ગુણવત્તાની હોય તો પણ કોઈપણ કારણોસર આપણે આપણી કે આપણા પરિવારના સભ્યોની સારવાર માટે આવી હોસ્પિટલ છોડતા નથી. બરાબર એ જ તીર્થસ્થાનો માટે સાચું છે. જો આજે વ્યવસ્થા સારી નથી તો કાલે આવી શકે છે, પરંતુ કોઈ પણ કારણસર તે દેવભૂમિ, દેવસ્થાન પરની આપણી શ્રદ્ધા ડગમગવી ન જોઈએ.
પ્રભાજી
પ્રશ્ન: 1. આ યુગમાં ભગવાનનો કયો અવતાર અને કેટલા સમય પછી થશે?
2. શા માટે આપણે મંદિરમાં માત્ર ભગવાનના દર્શન કરવા જ જઈએ છીએ?
જવાબ: કલયુગમાં ભગવાનનો કલ્કી અવતાર હશે અને તેના માટે હજુ ઘણો સમય છે કારણ કે કલયુગની ઉંમર ચાર લાખ બત્રીસ હજાર વર્ષ કહેવાય છે. મંદિરમાં ભગવાનની સારી સેવાને કારણે ભગવાનની મૂર્તિ જાગ્રત થાય છે અને તે ભગવાનની મૂર્તિની સ્થાપના કોઈક મહાપુરુષ દ્વારા કરવામાં આવી હોવાથી અને મોટી સંખ્યામાં સાત્વિક પ્રકૃતિના લોકો મંદિરમાં આવતા હોવાથી આપણને લાભ મળે છે. મંદિરમાં જઈને આ એકંદર ઊર્જા મળે છે.
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે શ્રદ્ધાત્રયવિભાગયોગો નામ સપ્તદશોऽધ્યાયઃ॥૧૭॥
આ રીતે ૐ, તત્, સત્-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “શ્રદ્ધાત્રયવિભાગયોગ" નામનો સત્તરમો અધ્યાય પૂરો થયો. ॥૧૭॥