विवेचन सारांश
સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકાર ?

ID: 1944
गुजराती - ગુજરાતી
શનિવાર, 26 નવેમ્બર 2022
પ્રકરણ 12: ભક્તિ યોગ
1/2 (શ્લોક 1-11)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


 પ્રારમ્ભિક સુંદર પાવન પ્રાર્થના પછી વિવેચનનો પ્રારમ્ભ થયો. પ્રાર્થના અંતરમનને શુદ્ધ કરી દે છે. 
"શ્રદ્ધામય રહે યહ જીવન હમારા" દિવ્ય દીપ પ્રજ્વલિત થયો. પ્રત્યેકના મનના અંધકારને આ દીપની પ્રજ્વલન જ્યોતિ હરી લે છે. 
ગુરુવંદના પછી વિવેચનનો પ્રારમ્ભ થયો. આ ભક્તિયોગ છે. અલ્પમતિ બાળક માને અતિપ્રિય હોય છે. બાળક જ્યારે પોતાના નાના નાના ડગલા ભરી મા તરફ જાય છે, ત્યારે મા અતિ પ્રસન્ન થઈ, વ્હાલથી બાળકને ઉંચકી લે છે. એવી જ રીતે વિવેચનકાર કહે છે કે, "હું અલ્પમતિ બાળક છું. માતા ગીતા આવી જ રીતે મને વ્હાલથી ઉંચકી લે છે." ભગવદ્ગીતા યોગ શાસ્ત્રનો મહાન ગ્રંથ છે. તેવી જ રીતે વ્યવસ્થાપનના મૂળ મંત્રો પણ ગીતામાં છુપાયેલા છે. આ સર્વોત્તમ માનસ શાસ્ત્રોનો ગ્રંથ છે, બ્રહ્મ વિદ્યા શાસ્ત્ર પણ છે. 

બધા જ યોગોનું ભગવદ્ ગીતામાં પ્રતિપાદન થયેલું છે. બીજા અધ્યાયમાં ભગવાન સાંખ્ય યોગ કહે છે, ત્રીજા તેમાં કર્મયોગ છે અને બારમા અધ્યાયમાં ભક્તિ યોગ છે. આ બધા જ અધ્યાયો મેં છોડીને આપણે સીધા 12 મા અધ્યાય થી જ ભગવદગીતા કેમ શીખવાની ચાલુ કરીએ છીએ તેનો જવાબ પણ ભગવાન અહીં જ આપે છે.

દરેકને પોતાની પાત્રતા પ્રમાણેનું જ્ઞાન ગીતા આપે છે. એક મિત્ર જે ગંગા કિનારે ઉભો છે તેને પ્રશ્ન કર્યો કે, ગંગા પાર કરવા માટે કયો નાવિક અને કઇ હોડી ઉત્તમ છે? તો તેને કહેવું પડે કે "ભાઇ, તું ગંગાના કયા કિનારા પર ઉભો છે?" તેવી જ રીતે આપણી યોગ્યતા પ્રમાણે નક્કી કરવું પડે કે આપણે જ્ઞાનયોગની  હોડીમાં બેસવું છે કે ભક્તિ યોગની. આપાણા અધિકારત્વ પ્રમાણે નક્કી કરવું પડશે કે આપણે કયો માર્ગ લેવો છે. એક વાત નિશ્ચિત છે કે કોઈપણ એક નાવ ઉપર આપણે આપણી આ યોગની જીવનયાત્રા પ્રારંભ કરવી જોઈએ કારણ કે, બે નાવ ઉપર એક સાથે યાત્રા કરી શકાતી નથી.


12.1

અર્જુન ઉવાચ
એવં(મ્) સતતયુક્તા યે, ભક્તાસ્ત્વાં(મ્) પર્યુપાસતે।
યેચાપ્યક્ષરમવ્યક્તં(ન્), તેષાં(ઙ્) કે યોગવિત્તમાઃ॥૧૨.૧॥

જે અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપનાં ભજન-ધ્યાનમાં રચ્યા- પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો, જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે- એ બન્ને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે ?

 અહીંં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે સગુણ ઉપાસના કરવા વાળા ભકત શ્રેષ્ઠ છે કે નિર્ગુણ ઉપાસના વાળા ભક્ત શ્રેષ્ઠ છે.? 

કોઇ માને જો પ્રશ્ન કરવામાં આવે કે તમારા બે દીકરામાં તમને કયો વ્હાલો છે. ? તમારા કયા દીકરાને હું લઈ જાઉ.? તો મા તરત જવાબ આપશે કે મોટા દીકરાને લઈ જાઓ. એનો અર્થ એવો નથી કે માને મોટો દીકરો વ્હાલો નથી. પરંતુ માને ખબર છે નાનો દીકરો હજુ મારા વગર રહી શક્તો નથી. માટે તે નાના દીકરાને પોતાની પાસે રાખવા ઇચ્છે છે. તેવી જ રીતે ભગવાન કહે છે કે, "મને બન્ને પ્રકારના ભકત પ્રિય છે."

12.2

શ્રીભગવાનુવાચ
મય્યાવેશ્ય મનો યે માં(ન્), નિત્યયુક્તા ઉપાસતે।
શ્રદ્ધયા પરયોપેતાઃ(સ્), તે મે યુક્તતમા મતાઃ॥૧૨.૨॥

મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન- ધ્યાનમાં રચ્યા- પચ્યા રહેનાર જે ભકતજનો, અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને, મુજ સગુણસ્વરૂપને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૂપે માન્ય છે.

ભગવાન કહે છે, "મારામાં શ્રદ્ધાથી નિત્ય મારામાં મન લગાવનાર ભક્ત મને અતિપ્રિય છે."

જેવી રીતે નાનું બાલક ઉઠે કે તરત માને જ ગોતે છે, તેનો ભરોસો માત્ર તેની મા ઉપર જ હોય છે. બાળકની જો કદરૂપી મા હોય ત્યારે જો કોઈ રૂપવાન સ્ત્રી એ નાના બાળકને ઊંચકી લેશે તો તે બાળક ગભરાઈ જશે અને રડવા લાગશે. તે તેની મા પાસે જ જવા માટે આનાકાની કરશે કારણ કે, તેને તેની મા ઉપર જ અત્યંત ભરોસો છે. તેવી જ રીતે સગુણ ઉપાસક પૂર્ણ શ્રદ્ધાથી મને ભજે છે. 

સર્વશ્રેષ્ઠ યોગી તે છે જે પ્રતિપળ, પ્રતિક્ષણ, પ્રતિદિન નિત્ય શ્રદ્ધાથી પ્રભુનું ભજન કરે છે. તેવા ભક્ત સર્વોત્તમ યોગી છે. ભગવાને આ શ્લોકમાં કેવો ભક્ત ભગવાનને પ્રિય છે તે સ્પષ્ટ કહ્યું છે. અહીં નિત્ય યુક્ત શબ્દ ભગવાને વાપર્યો છે, નિત્ય યુક્ત એટલે કે દર ક્ષણ જે ભગવાનમાં યુક્ત રહે છે એવો શ્રદ્ધાવાન મનુષ્ય ભગવાનને પ્રિય છે. આપણને એમ લાગે કે, આપણે ભગવાનના ભક્ત છીએ ત્યારે ભગવાને આપેલી આ શરત આપણે આત્મ મંથન દ્વારા વિચારી લેવી જોઈએ. ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા આ શરત નો બીજો અને મુખ્ય ભાગ છે. ઈશ્વરનું નિત્ય સ્મરણ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણી શ્રદ્ધા અતૂટ હોય.

હવે આગળના શ્લોકમાં ભગવાન તેના મોટા દીકરા એટલે કે જ્ઞાનયોગીની તરફેણ કરે છે. નિર્ગુણ નિરાકાર યોગી ભગવાનને પ્રિય નથી તેવું નથી. તે માટે આપણે આગળના શ્લોક જોઈએ.

12.3

યે ત્વક્ષરમનિર્દેશ્યમ્, અવ્યક્તં(મ્) પર્યુપાસતે।
સર્વત્રગમચિન્ત્યં(ઞ્) ચ, કૂટસ્થમચલં(ન્) ધ્રુવમ્॥૧૨.૩॥

પરંતુ જે ભક્તો અક્ષર, અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વગત, અચિન્ત્ય, કૂટસ્થ, અચલ, અને ધ્રુવ ની ઉપાસના કરે છે.અનિર્દેશ્ય - જેનો નિર્દેશ ન થઈ શકે.અવ્યક્ત - જેનું વર્ણન ન કરી શકાય.કૂટસ્થ - નિર્વિકાર બ્રહ્મ.

12.3 writeup

12.4

સન્નિયમ્યેન્દ્રિયગ્રામં(મ્), સર્વત્ર સમબુદ્ધયઃ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ, સર્વભૂતહિતે રતાઃ॥૧૨.૪॥

ઇન્દ્રિયો ના સમુદાય ને સારી રીતે વશમાં કરી ને સૌ માં સમાન ભાવ રાખનારા તથા સઘળાં ભુતોના હિતમાં રત રહેનારા ભક્ત મને જ પામે છે.

આગળ ભગવાન કહે છે કે અવ્યક્તની ઉપાસના પણ શ્રેષ્ઠ છે. અવ્યક્ત પણ વ્યક્ત જ થાય છે. જે સર્વ ભૂતમાત્ર પ્રત્યે હિતની ભાવના રાખે છે, જેની ઇંદ્રિયો તેમના નિયંત્રણમાં છે, જેમની બુદ્ધી સમ થઈ ગઈ છે. તેઓ મને જ પામે છે.
ભૂત માત્ર એટલે કે, ભૂત-પ્રેત નહીં. સર્વ ભૂતમાત્ર નો અર્થ થાય બધા જ જીવો.

બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું છે,”સમત્વં(મ્) યોગ ઉચ્યતે” સમત્વને જ યોગ સમજવો જોઈએ.

એક વાર્તા જોઈએ,

એક બ્રાહ્મણએ એક પગ પર ઉભા રહી કઠોર તપસ્યા કરી. તેની તપસ્યા સફળ રહી તેને અનેક સિદ્ધિયોની પ્રાપ્તિ થઈ. તે જ્યારે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે તેના પર એક પક્ષીએ વિષ્ટા કરી. તપસ્વીએ ક્રોધથી પક્ષી તરફ જોયુ. તેની સિદ્ધિયોના કારણે પક્ષી ભસ્મ થઈ ગયો. તપસ્વીને પોતાની સિદ્ધિ પર ગર્વ થયો.
તપસ્વી ભિક્ષા લેવા નિકળ્યો. એક ઘર પાસે આવી ઉભો રહ્યો 'ભિક્ષાન્ન દેહી' અંદરથી અવાજ આવ્યો, 'થોડી વાર ઉભા રહો.' તપસ્વી ઉભા રહ્યા. ઘણી વાર થઈ, પછી તેમણે બીજી વાર બૂમ પાડી,"ભિક્ષાન્ન દેહી" ફરી અંદરથી અવાજ આવ્યો, "મહારાજ, થોડી વાર રાહ જુઓ, હું હમણા આવી." પાછો ઘણો સમય ગયો, હવે તપસ્વીને ક્રોધ આવતો હતો. તેમને જરા ઉંચા અવાજમાં કહ્યું, "ભિક્ષાન્ન દેહી."
થોડી વાર પછી ગૃહિણી ભિક્ષા લઈને આવી. "ક્ષમા કરજો મહારાજ, મારા પતિ બહું બિમાર છે, હું તેમની સેવા કરતી હતી."
મહારાજે તેના તરફ ક્રોધથી જોયું. ગૃહિણી બોલી, "મહારાજ, મારા તરફ ક્રોધ કરશો તો હું પેલા પક્ષીની જેમ ભસ્મ નહીં થઈ જાઊ." મહારાજને આશ્ચર્ય થયું, આને કેવીરીતે ખબર પડી કે મારી ક્રોધ દૃષ્ટિથી પક્ષી ભસ્મ થઈ ગયુંં!
મહારાજે એ સ્ત્રીને પૂછ્યું, "તમને કેવી રીતે ખબર પડી?" સ્ત્રીએ કહ્યું, "મહારાજ, મને મારા પતિની સેવા માટે મોડું થાય છે, તમારે જે જાણવું હોય તે સામે વાળા વજબ કરનારા વૈશ્યને પૂછો."
મહારાજને નવાઇ લાગી. અરે, પેલા વૈશ્યને પણ આ વાતની ખબર છે? તેઓ વૈશ્ય પાસે ગયા. તુલાભાર કરનાર વૈશ્યને ત્યાં બહું ગીરદી હતી. ઘરાકોની મોટી લાઇન લાગી હતી. તેને મહારાજને જોઇ કહ્યું. 'મહારાજ, ક્ષમા કરજો. આજે તમારા પાવન પગલાને કારણે મારે ત્યાં બહું ઘરાકી છે. જો તમને તમારા પ્રશ્નના ઉત્તર સામ્ભળવાની ઉતાવળ હોય, તો સામેની દુકાનના કસાઇને પૂછી જુઓ."
નવાઇ પામતા મહારાજ પેલા સૃજન કસાઇને ત્યાં ગયા. કસાઇ માંસ કાપતો હતો. તેને મહારાજને આવકાર આપ્યો. મહારાજ કહે, "મારો એક પ્રશ્ન છે. તમારી પાસે એવી કઈ સિદ્ધી છે જેથી તમને બધાને મારી સિદ્ધિઓ વિશે જાણ થઈ?'
કસાઇએ કહ્યું, "મહારાજ, અમારી પાસે કોઇ સિદ્ધિ નથી. અમે તો બસ અમારું કામ નિષ્ઠાથી કરીએ છીએ, હું મારા માતાપિતાની સેવા મન દઈને કરું છું, મારા ગ્રાહકોને ઠગતો નથી. મારું કામ નૈતિકતાથી કરું છું. મારા ઘરાકોમાં ઇશ્વરના દર્શન કરું છું."

तू ही है सर्वत्र व्याप्त हरि ! तुझमें यह सारा संसार ।
इसी भावना से अंतर भर, मिलूँ सभी से तुझे निहार ।।

આવી સમબુદ્ધી બહું મહત્વની છે. જે ઇંદ્રિયોને વશમાં કરી સમબુદ્ધીથી ઈશ્વરને ભજે છે, સર્વત્ર ઈશ્વરના જ દર્શન કરે છે, બધાયના હિતના કાર્ય કરે છે, તેઓ ઈશ્વરને જ પામે છે.

12.5

ક્લેશોऽધિકતરસ્તેષામ્, અવ્યક્તાસક્તચેતસામ્।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં(ન્), દેહવદ્ભિરવાપ્યતે॥૧૨.૫॥

પણ સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે; કારણકે દેહાભિમાનીઓ વડે અવ્યક્તવિષયક ગતિ ઘણું દુ:ખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે.

ભગવાન કહે છે, "આમ તો મને બન્ને પ્રકારના ભકત પ્રિય છે, પણ અવ્યક્તની ઉપાસના અત્યંત અઘરી છે."

અવ્યક્તની સાધનામાં પોતાના જ્ઞાન પર ભરોસો રાખવો પડે, જ્યારે સગુણ  ઉપાસક બધી જવાબદારી ઇશ્વર પર નાખી દે છે. 

अब सौंप दिया इस जीवन का,
सब भार तुम्हारे हाथों में,
है जीत तुम्हारे हाथों में,
और हार तुम्हारे हाथों में ॥

"હે ઇશ્વર, હું તો તારી હોડીમાં બેસી ગયો છું, હવે તારે પાર લાગડવું હોય ત્યારે લગાડજે. હું તારા ખોળામાં બેઠો છું."
उपासना એટલે ઉપ-આસનનો અર્થ થાય બાજુમાં બેસી જવું. 
વ્યક્તની ઉપાસના સરળ છે જ્યારે અવ્યક્તની ઉપાસના કઠીન છે.   

12.6

યે તુ સર્વાણિ કર્માણિ, મયિ સન્ન્યસ્ય મત્પરાઃ।
અનન્યેનૈવ યોગેન, માં(ન્) ધ્યાયન્ત ઉપાસતે॥૧૨.૬॥

પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો, સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને, મુજ સગુણસ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતાં ભજે છે.

ભગવાન કહે છે..અને જે ભક્તો સર્વ કર્મોને મને અર્પણ કરી, અનન્ય ભક્તિ વડે મને ભજતા રહે છે. મારું જ ચિંતન, મનન કરતા રહે છે, તે મને અતિ પ્રિય છે.

12.7

તેષામહં(મ્) સમુદ્ધર્તા, મૃત્યુસંસારસાગરાત્।
ભવામિ નચિરાત્પાર્થ, મય્યાવેશિતચેતસામ્॥૧૨.૭॥

મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોનો હે પાર્થ! હું સત્વરે મૃત્યુરૂપી સંસાર-સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું.

મારામાં પૂર્ણ નિષ્ઠા રાખનાર, પૂર્ણ શ્રદ્ધાથી મને ભજનાર તેવા ભક્તોનો ઉદ્ધાર હું કરું છું.

12.8

મય્યેવ મન આધત્સ્વ, મયિ બુદ્ધિં(ન્) નિવેશય।
નિવસિષ્યસિ મય્યેવ, અત ઊર્ધ્વં(ન્) ન સંશયઃ॥૧૨.૮॥

મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ; એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.

આગળ ભગવાન કહે છે.. મારામાં મન અને બુદ્ધી અર્પણ કરનારની ઉર્ધ્વગતિનું કારણ હું જ બનું છું. 
 વૃંદાવનમાં સ્વામી શરણાનંદ મહારાજ પ્રજ્ઞાચક્ષુ હતા. તેમના શિષ્ય રામશરણ મહારાજે તેમની પૂર્ણ સમર્પણ બુદ્ધીની એક વાત કરી હતી.
 એક વાર ગુરુ શિષ્ય ફરવા નીકળ્યા. ગુરુ એક જગ્યા પર બેસી ગયા.અને નજીક પડેલા એક પત્થરને ઉપાડી તેના પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા, તેની સાથે વાત કરવા લાગ્યા. જતા જતા બોલ્યા,..' કાલે હું પાછો આવીશ.' શિષ્યને નવાઇ લાગી. ગુરુદેવ પત્થર સાથે વાત કરે છે.? પાછા કાલે આવવાનું વચન પણ આપે છે..? 
 બીજે દિવસે શિષ્ય શંકાયુક્ત બુદ્ધી સાથે ગુરુદેવ સાથે આવ્યો. સ્વામી શરણાનંદ તો એ જ જગ્યા પર ઉભા રહ્યાં અને એજ પત્થર ઉપાડી કહેવા લાગ્યા..' મેં કાલે કહ્યું હતું ને હું આવીશ. જો આજે આવી ગયો.' અને તે વ્હાલથી પત્થર પર હાથ ફેરવવા લાગ્યા.
 શિષ્યને બહું નવાઇ લાગી. આવું કેવી રીતે બની શકે.!  તેની બુદ્ધીમાં અનેક સંશયો ઉત્પન્ન થયા. જતા જતા ગુરુદેવ બોલ્યા..'હું કાલે પાછો આવીશ.' 
 હવે શિષ્યે ગુરુદેવથી છુપી રીતે પેલો પત્થર ઉપાડી દૂર ફેંકી દીધો. બીજે દિવસે ગુરુદેવ ચાલતા ચાલતા તે જ પત્થર પાસે આવી ઉભા રહી ગયા.કહે..'અરે , તને પગ કેવી રીતે આવી ગયા.? તું ચાલતા ચાલતા અહીં કેવીરીતે આવી ગયો.?' 
  શિષ્યના અહંકારનું મર્દન થઈ ગયું. તે ગુરુદેવના ચરણોમાં પડી ગયો. ' ગુરુદેવ ભૂલ મારી છે.મારા મનમાં સંશય હતો. મને ક્ષમા કરો.'
 ગુરુદેવ હસી પડ્યા..' વત્સ, કણ કણમાં ભગવાન છે. આ પત્થરની ચેતના મને સ્પર્શી ગઈ. મને આમાં ચેતનતત્વના દર્શન થયા.'
  માટે ભગવાન કહે છે..મન અને બુદ્ધી મને અર્પણ કર. સગુણ ઉપાસનામાં શ્રદ્ધાનું બહું મહત્વ છે. 
 શબરીએ શ્રદ્ધાથી શ્રી રામની રાહ જોઇ હતી. તે નવધા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે..
    શ્રવણ,
    કીર્તન
    સ્મરણ
   પાદસેવનમ
   અર્ચન
  વંદન
   દાસ્ય
  સખ્ય
  આત્મમનિવેદન 

12.9

અથ ચિત્તં(મ્) સમાધાતું(ન્), ન શક્નોષિ મયિ સ્થિરમ્।
અભ્યાસયોગેન તતો, મામિચ્છાપ્તું(ન્) ધનઞ્જય॥૧૨.૯॥

જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય, તો હે ધનંજય! અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર.

ભગવાન કહે છે..હે અર્જુન, જો તું તારા મન અને બુદ્ધી મને અર્પણ કરવામાં અસમર્થ છે તો એ પ્રકારનો અભ્યાસ કર. 
 છઠ્ઠા અધ્યાયમાં પણ અર્જુનનો પ્રશ્ન હતો..
 ચંચલ હિ મનઃ કૃષ્ણ, પ્રમાથિ બલવદૃઢમ..આ મન બહું ચંચલ છે, પ્રમાથિ છે..તેને વશમાં કેવી રીતે કરું?
 ત્યારે ભગવાન કહે છે.
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्।
भ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।।
અભ્યાસેન તુ કૌંતેય, વૈરાગ્યેણચ ગૃહ્યતે.. હે અર્જુન અભ્યાસ વડે તું આ મનને વશમાં કરી શકીશ.
 અહીં પણ ભગવાન અભ્યાસની વાત કરે છે. બધા ભૂતમાત્રમાં ઇશ્વરને જોવાનો અભ્યાસ કરવાનો છે.


12.10

અભ્યાસેऽપ્યસમર્થોऽસિ, મત્કર્મપરમો ભવ।
મદર્થમપિ કર્માણિ, કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ॥૧૨.૧૦॥

જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ અસમર્થ છે, તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પારાયણ થા; મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ.

આગળ ભગવાન કહે છે..જો તું અભ્યાસ કરવામાં પણ અસમર્થ છે, તો મારા માટે કર્મ કર. તને જે પણ કર્મ આવ્યું છે તે મારા માટે કર. માતા પિતાની સેવા, દેશસેવા. જે ભી તારે ભાગે કામ આવ્યું છે તે નિસ્વાર્થ ભાવે કાર.
 પંઢરપૂરની જાત્રા માટે લોકો પંદર દિવસ પહેલા વારી કરવા માટે નીકળે છે. પણ જેમના ઘરમાં વૃદ્ધ, અશક્ત લોકો છે તેઓ નીકળી શકતા નથી ભગવાન કહે છે.. ઘરનાની સેવા પણ પૂજા જ છે. તેવા લોકો માટે ભગવાન વિઠોબા અઠ્ઠ્યાવીસ યુગોથી ઇંટ પર ઉભેલા છે. ભગવાન સ્વયમ તેમના દ્વાર પર આવે છે. 
  મનની ભાવના શુદ્ધ હોવી જોઇએ. હું માલિક નથી પણ હું ટ્રસ્ટી છું. મારું કઈ નથી. જે કઈ પણ હું કરું છું તે ભગવાનની સેવા છે. તેવો ભાવ મનમાં રાખવો જોઇએ. 
  પ્રતિપલ ઇંદ્રિય સમૂહસે, જો કુછ ભી આહાર કરું,
  કેવલ ઉસે નિભાને કો તેરા હી વ્યવહાર કરું.
  ભગવાન કહેછે.જે કઈ પણ કર્મ કરે , મને અર્પણ કર. રસોઇ કરે તો ભગવાનના ભોગ માટે છે તેવી ભાવના કર. વ્યાપાર કરે તો મારા ગ્રાહકો મારા ભગવાન છે તેવી દૃષ્ટિ રાખ. મારું ખાવું, પીવું સૂવુ બધું ભગવાનને સમર્પિત છે.
  શિવમાનસ પૂજામાં શંકરાચાર્ય કહે છે..પૂજા તે વિષયોપભોગરચના, નિદ્રાસમાધિસ્થિતિ.હું જે કઈ પણ કરું..મારા પરમાત્માની પૂજા બની જાય. હું ચાલું તો તે પ્રદિક્ષણા બની જાય, મારી નિદ્રા સમાધી બની જાય, મારા મોઢામાંથી જે પણ શબ્દ નીકળે, તે તારા સ્ત્રોત્ર બની જાય. મારું જે કંઈ પણ છે, ઇશ્વર, તારું જ છે.. એવી ભાવના કરવાની છે.

12.11

અથૈતદપ્યશક્તોऽસિ, કર્તું(મ્) મદ્યોગમાશ્રિતઃ।
સર્વકર્મફલત્યાગં(ન્), તતઃ(ખ્) કુરુ યતાત્મવાન્॥૧૨.૧૧॥

જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઊપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે, તો મન-બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોનાં ફળનો ત્યાગ કર.

હે અર્જુન, જો તારાથી આ પણ ન થાય, તો તું કઈ પણ કર્મ કર તે મને અર્પણ કરી દે. દરેક કર્મના ફળનો ત્યાગ કરી દે. કર્મ ફળનો ત્યાગ તે અતિશ્રેષ્ઠ છે. તારું મન તેનાથી શાંત થશે અને કર્મ કર્યાનો ભાર લાગશે નહીં. 
 બીજા અધ્યાયમાં ભગવાને કહ્યુ છે..'હતોવા પ્રાપ્સ્યસિ સ્વર્ગ. હે અર્જુન, જો તું યુદ્ધમાં હારીશ તો તને સ્વર્ગ મળશે, અને જો જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ.
  દરેક વાતનો સહજ સ્વીકાર કરો તો મન, બુદ્ધી શાંત થવા લાગશે. 
 ગીતા કર્મયોગની શિક્ષા આપે છે. અન્યાય સામે લડવાની શિક્ષા આપે છે. સાથે સાથે નિર્વેર રહેવું, તે પણ કહે છે. કોઇના માટે મનમાં દ્વેષ રાખવો નહીં.
  દીપ પ્રજ્વલન સમયે પ્રાર્થના કરીએ છીએ..'શત્રુબુદ્ધી વિનાશાય' - હે ઇશ્વર, મારા મનમાં રહેલ શત્રુ બુદ્ધીનો નાશ કરો. કોઇ માટે મારા મનમાં દ્વેષ ન રહે.
  ભગવદ્ગીતાનો રસ જીવનમાં આવવા લાગે ત્યારે દરેકમાં ઇશ્વરના દર્શન થાય છે.જીવનની ઉર્ધ્વગતિ માટે આવો અભ્યાસ આવશ્યક છે. 

આ પછી સવાલ-જવાબનો દોર શરૂ થયો.
સુનિલ ભાઈ
સવાલ: ગીતજીને સંસ્કૃતમાં જ વાંચવું શા માટે જરૂરી છે?
જવાબ: ગીતજી ભગવાનના મુખેથી સંસ્કૃતમાં બોલવામાં આવ્યું છે અને તે જ રીતે પાઠ કરવાથી તે મંત્ર બની જાય છે, જે બમણો લાભ આપે છે.

કિરણબેન
 સવાલ:નિર્મમોનો અર્થ શું છે?
 જવાબ:મમ એટલે મારી લાગણી એટલે અહંકાર. નિર્મમો એટલે અહંકારથી દૂર રહેવું.

 રિંકુ બેન
 સવાલ:શા માટે બારમું પ્રકરણ પ્રથમ વાંચવામાં આવે છે?
 જવાબ: આ ભક્તિ યોગ છે. આ એક અધ્યાયનું નિયમિત પઠન કરવામાં આવે તો પણ તે પૂરતું છે. તેમજ તે ટૂંકું અને ઉચ્ચારવામાં સરળ છે.

 આ સાથે સત્ર સમાપ્ત થયું
શ્રીકૃષ્ણઅર્પણમસ્તુ