विवेचन सारांश
દિવ્ય વિભૂતિઓની પ્રંધાનતા

ID: 2371
गुजराती - ગુજરાતી
રવિવાર, 29 જાન્યુઆરી 2023
પ્રકરણ 10: વિભૂતિ-વિસ્તાર યોગ
2/3 (શ્લોક 6-21)
વિવેચન: ગીતા વિશારદ ડૉ. આશુ ગોયલજી


     ગીતા પરિવાર થકી ખૂબ જ સરસ પ્રાર્થના કરી, શ્રી મધુરાષ્ટકમ ખૂબ જ મધુર સ્વરમાં ગાવામાં આવ્યું, લર્ન ગીતા દ્વારા સમૂહમાં ગીતા, સ્કૂલમાં ગીતા  ગ્રુપમાં ગીતા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની ટૂંકમાં ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી, ખૂબ જ સરસ 'ગીતા દ્વારા ભગવાન કેવી રીતે મળ્યા?  તેની માહિતી આપવામાં આવી. આપણે ભગવદ્ગીતા નો આરંભ કરીએ, ત્યારે આપણને શરૂઆતમાં એમ જ લાગે કે, આ એક ધાર્મિક પુસ્તક માત્ર છે. આપણે હિન્દુ છે, તો ગીતા વાંચવી જ જોઈએ! અને આપણને ગીતાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે! તેવું લાગે તેથી આપણે વાંચતા થયા, પણ જેમ જેમ વાંચતા ગયા તેમતેમ તેમાં ઊંડા ઉતરતા ગયા, અને અંદરથી આપણામાં બદલાવ આવતો ગયો, કોઈ કહે આમ ભગવાન મળશે? તો કહેવાય કે મને તો ભગવાન મળી જ ગયા છે તો ભગવાન ક્યાં છે? ભગવાન એ ગીતા સ્વયં જ છે તે એક અંશ માત્રમાં છે ખૂબ જ અભ્યાસ કરવામાં આવે છે ત્યારે, જ્યારે દેહને શુદ્ધ કરવામાં આવે ત્યારે, નિત્ય યોગ કરવામાં આવે ત્યારે, ભગવાનનું ચિંતન મનન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે.  મન અને બુદ્ધિથી જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે તેમની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
   ગુરુજીના ચરણોમાં વંદન, ભારતમાતાને વંદન, ગીતા માતાને વંદન. પ્રારંભિક પ્રાર્થના, ખૂબ જ સુંદર દીપ પ્રાગટ્ય સાથે શરુઆત કરવામાં આવી. દિપકના પ્રકાશ દ્વારા આપણે જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરીશું. આ જ્ઞાનના પ્રકાશ તરફ આપણને આ વિવેચન દ્વારા લઈ જવામાં આવશે. ભગવાનની અતિશય કૃપાથી આપણા સૌનું ભાગ્યોદય થયું છે કે આપણા સૌનું જીવન સાર્થક કરવા માટે, આપણા જીવનમાં અને મનુષ્ય જીવનને સાર્થક કરી શકીએ, તે માટે ગીતાજીના સ્વાધ્યાય ચિંતન મનન દ્વારા જીવનમાં લાવવાનો પ્રયાસ કરીએ, આપણા પૂર્વ જન્મના પરિણામ કે પૂર્વજના આશીર્વાદ કે સંતોની કૃપાદ્રષ્ટિ છે કે તેના દ્વારા આપણે ગીતાજીના પાઠ કરતા થયા છે. આ અધ્યાયમાં ભગવાન તેમની વિભૂતિઓનું વર્ણન કરે છે.

10.6

મહર્ષયઃ(સ્) સપ્ત પૂર્વે, ચત્વારો મનવસ્તથા।
મદ્ભાવા માનસા જાતા, યેષાં(લ્ઁ) લોક ઇમાઃ(ફ્) પ્રજાઃ॥૧૦.૬॥

સાત મહર્ષિજનો, ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વાયંભૂવ આદિ ચૌદ મનુઓ- મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે.

    ભગવાન કહે છે, હે અર્જુન!  જે કંઈ પણ છે તે મારા દ્વારા ઉત્પન્ન થયું છે. જેને તમે આ સંસારમાં ઉત્પન્ન થયેલ છે એમ સમજો છો કે તે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયા છે પણ બધા જ 14 મનુઓ સહિત મારા દ્વારા ઉત્પન્ન થયેલ છે.  સનક, સનંદન, સનાતન ,સુનદકુમાર આ ચારેય સનકઋષિ કહેવાય છે. તે પણ મારાથી જ ઉત્પન્ન થયા છે.સૌથી પહેલા બ્રહ્માજીએ આ ઋષિની ઉત્પત્તિ કરી, અને કહ્યું: તમે પૃથ્વી પર જાવ અને તમારા વંશની વૃદ્ધિ કરો તેમણે કહ્યું: અમારી તો કોઈ વૃતિ નથી, અમે કોઈ ગૃહસ્થ જીવન જીવવા નથી માંગતા, અમને ભગવાનની કથા કહેવામાં અને સાંભળવામાં જ અમને રસ છે.  અમે તો તે જ કરીશું બ્રહ્માજી કહે; અરે આવી રીતે કરશે તો મારા સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ચાલશે? તેમણે આવું ન કરવું જોઈએ, ચારેય ઋષિ ગણ બ્રહ્માજી ને યાદ કર્યા, અને તેમની સ્તુતિ કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું બોલો. શું કહેવા માંગો છો, તો સનકઋષિ કહે; તમારા આજ્ઞાનું પાલન નહીં કરીએ તો અમે દોષના ભાગીદાર થઈશું, તમે અમને આશીર્વાદ આપો કે અમે હંમેશા પાંચ વર્ષના જ રહીએ, તો ભગવાને કહ્યું તથાસ્તુ! ઋષિ ગણને લાગે છે કે આપણે હંમેશા પાંચ વર્ષના જ રહીશું તો બધી જ ઝંઝાળમાંથી છુટકારો થશે, આ ચારે ઋષિ પાંચ વર્ષના જ રહી ગયા તેમની વિશેષતા એ હતી કે તેમને કોઈ શ્રોતા મળે તો ભગવાનની કથા સંભળાવે છે, અને શ્રોતા ન મળે તો ચાર ઋષિમાંથી એક વક્તા બને છે, અને ત્રણ શ્રોતા બની જાય છે. અનંત કાળથી સનકાદિક ઋષિ ભગવાનની કથા સાંભળનાર અને ભગવાનની કથા કહેનાર થઈ ગયા છે.  આમાંજ એમની રુચિ થઈ ગઈ હતી.               
ભગવાને સપ્તઋષિની રચના કરી, સપ્તઋષિના નામ આ પ્રમાણે છે : વશિષ્ઠ, કશ્યપ ,અત્રી ,જમદગ્નિ ,ગૌતમ ,વિશ્વામિત્ર અને ભારદ્વાજ. આ ઋષિઓ દ્વારા સંસારની ઉત્પત્તિ થઈ અને આપણે દરેક આ ઋષિઓના સંતાન છીએ. ભગવાન કહે છે આ બધા જ ઋષિ મારા દ્વારા જ ઉત્પન્ન થયા છે.

10.7

એતાં(વ્ઁ) વિભૂતિં(ય્ઁ) યોગં(ઞ્) ચ, મમ યો વેત્તિ તત્ત્વતઃ।
સોઽવિકમ્પેન યોગેન, યુજ્યતે નાત્ર સંશયઃ॥૧૦.૭॥

જે માણસ મારી આ પરંમ ઐશ્વર્યસ્વરૂપ વિભૂતિને અને યોગશક્તિને તત્ત્વથી જાણે છે એ નિશ્ચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે - એમાં લેશમાત્ર પણ સંશય નથી.

     ભગવાન આ શ્લોકમાં એક વિશિષ્ટ વાત જણાવે છે. ભગવાન આ દ્વારા નવા એક યોગની વાત કહે છે, ક્યાંય પણ આ યોગ વિશે વાત કરવામાં આવી નથી. ભગવાન કહે છે "સોવિકમ્પેનયોગ"( એક્સક્લુઝિવ ગીતા) જે પુરુષ મારી આ પરમેશ્વરી વિભૂતિને અને યોગ શક્તિને તત્ત્વથી જાણે છે તે નિશ્ચલ ભક્તિ યોગથી તૃપ્ત થઈ જાય છે. આપણને દરેકને જરા પણ મનની અનુકૂળ વાત ન હોય, તો આપણા મનમાં ઉથલપાથલ થઈ જાય છે, કોઈ આપણી વાત ન માને અથવા આપણી ઉપેક્ષા કરે, સારો વ્યવહાર ન કરે કે સમયસર ઘરમાં ચાનો કપ પણ ન મળે, આમ સામાન્ય વાત પર બીજાને દોષ દેવાનું ચાલુ કરી દઈએ છીએ થોડી અસુવિધા થાય તો મોદીજી એટલે કે વડાપ્રધાન સુધી ગાળો દેતા કે અપશબ્દ બોલતા આપણે વિચાર કરતા નથી.  ભગવાન કહે છે મારી વિભૂતિઓને જે જાણે છે કે મારી શક્તિઓને જે જાણી લે છે, તેનું મન નિશ્ચલ થઈ જાય છે.

10.8

અહં(મ્) સર્વસ્ય પ્રભવો, મત્તઃ(સ્) સર્વં(મ્) પ્રવર્તતે।
ઇતિ મત્વા ભજન્તે માં(મ્), બુધા ભાવસમન્વિતાઃ॥૧૦.૮॥

હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે ,આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે.

    ભગવાને અહીં 'અહમ્' કહ્યું છે. અહમ્ એટલે શું? અહમ્ એટલે રામ પણ કહી શકાય, વિષ્ણુ પણ, દુર્ગા પણ અને કૃષ્ણ પણ જેના જે પણ ઈષ્ટ હોય તેનું નામ લઈ શકાય,  ભગવાને ફક્ત" મેં" કહ્યું છે,  દરેક મને અલગ નામથી બોલાવી શકે છે, શક્તિ તો તે એક જ છે, આપણે તેને અલગ નામથી ઓળખીએ છીએ, તમારે જે નામથી બોલાવવું હોય તે નામથી બોલાવી શકો છો, બધું જ ભગવાનની મરજીથી થાય છે ભગવાનની મરજી નો મતલબ થાય છે, ભગવાનનો 'પાવર', ઘરમાં એક બલ્બ લગાવેલો છે, પણ વીજળી ન હોય તો બલ્બમાં પ્રકાશ નથી થતો, તેથી કહી શકાય કે વીજળીના લીધે પ્રકાશ છે બલ્બમાં નથી, તેમ સંસારમાં જે પણ ઘટનાઓ બને છે, તેમાં જે શક્તિ છે તે પરમાત્મા ની શક્તિ છે, તેવું કહી શકાય ભગવાન પાંદડા હલાવવા બેસતા નથી પરંતુ જે કંઈ થાય છે તેમ કહી શકાય કે ભગવાનની શક્તિ વગર કંઈ થતું નથી.

10.9

મચ્ચિત્તા મદ્ગતપ્રાણા, બોધયન્તઃ(ફ્) પરસ્પરમ્।
કથયન્તશ્ચ માં(ન્) નિત્યં(ન્), તુષ્યન્તિ ચ રમન્તિ ચ॥૧૦.૯॥

નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો, મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવસહિત મારું કથન કરતા જ નિત્ય-નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે.

    ભગવાન કહે છે, તું તારા મનને મારામાં લગાવ તારા નિરંતર ચિત્ત ને મારી સાથે જોડી દે, ભગવાન કહે છે, જેનું ચિત્ત મારામાં લગાડેલું છે, જે મને સમજી જાય છે, જે મારી ઉપાસના કરે છે, મારા ભજન અને કીર્તન કરે છે, મારી પૂજા કરે છે, મારી ભક્તિની ચર્ચા પરસ્પર કરે છે, મારા પ્રવાહને જાણીને નિત્ય નિરંતર સંતોષી રહે છે તે નિરંતર મારામાં રમ્યા કરે છે. 

10.10

તેષાં(મ્) સતતયુક્તાનાં(મ્), ભજતાં(મ્) પ્રીતિપૂર્વકમ્।
દદામિ બુદ્ધિયોગં(ન્) તં(ય્ઁ), યેન મામુપયાન્તિ તે॥૧૦.૧૦॥

નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્ત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે.

    આ શ્લોકમાં ભગવાન ત્રણ વાત તરફ ધ્યાન દોરે છે,  સંત અને સાધકોનું સાનિધ્ય, ભગવાનમાં મન કેવી રીતે લગાવવું અને પૂજામાં મન કેવી રીતે પરોવું.  તેના માટે ભગવાન કહે છે, જ્યારે સત્સંગ, સારા સાધુ સંતનો સંઘ, મહાપુરુષોનું સાનિધ્ય, તેમની સાથે નિકટતા, તેમનો સહવાસ, તેમના વચનોનું શ્રવણ, તેમના દર્શન કરવા, જે ભક્તિ કરે તેની સાથે રહેવું, આ બધામાં રહેલા દૈવી ગુણોના ભાવથી આપણામાં ભગવાન પ્રત્યેની પ્રગાઢતા વધે છે. લેવલ-4 માં આવ્યા એટલે તમે લગભગ 10 થી 11 મહિના જેટલો સમય ગીતાજી સાથે વિતાવ્યો તો તમે કંઈ પણ ન કરો છતાં પણ તમે ઘણું બધું કરો છો, કારણ કે તમે એક વર્ષ પહેલા જે હતા અને ગીતાના શ્લોક શીખ્યા પછી તમારામાં જે બદલાવ  આવ્યો તમે નોંધી શક્યા હશો. કેમ કે આ એક પ્રભાવ છે, સારા લોકો ના સાનિધ્યનો, જેમની સાથે રહીએ છીએ, તેમની દૈવી શક્તિનો પ્રભાવ આપણા ઉપર પણ પડે છે. સાધના કરવી પડે છે, બેસી રહેવાથી કંઈ જ થતું નથી જેનું મન જ્યાં લાગે તે કાર્ય કરવુ જોઈએ જેમકે ગીતા પાઠ કરી શકાય, ધ્યાન કરી શકાય, પૂજાપાઠ કરી શકાય, ઉપાસના કરી શકાય, સેવા કરી શકાય, કોઈ એક સાધનને ધ્યાનમાં રાખીને સાધના કરી શકાય છે, જ્યાં સુધી આપણી સુખ બુદ્ધિ પદાર્થોમાં છે, જેમ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ આ ત્રણમાં સુખ બુદ્ધિ હોય છે. માણસને લાગે છે કે દુઃખ તો લાંબો સમય ટકે છે ,પણ સુખ થોડાક સમય પૂરતું જ હોય છે ,પરંતુ જ્યાં સુધી સુખ બુદ્ધિ પદાર્થોમાં રહેશે ત્યાં સુધી દુઃખ જતું નથી, જ્યારે સંતુષ્ટી -સંતોષ તમારા અંદરથી આવશે, ત્યારે જ સુખ આવશે. સાધુ-સંતો અંદરથી સંતોષી હોય છે. તેથી તેમને સૂકો રોટલો હોય કે ગાજરનો હલવો દરેકમાં સંતોષ તેમને થાય છે, તેમની બુદ્ધિ બંનેમાં સમ છે, મનની તરંગો અહીંતહી ભટક્યા કરે છે, તેને ભગવાનમાં લગાવો.
    ઘણી વખત આપણે નક્કી કરીએ કે હવેથી ચા પીવી જ નથી, પરંતુ થોડીવાર પછી પાછી ચા યાદ આવે, ફરી પાછા તરંગોને વાળી દઈએ હમણાં નથી જ પીવી તેમ છતાં પાછી યાદ આવી જાય છે, એટલે કહેવાય છે કે આદતોને તમે વાળી દો અને જે મન ભટક્યા કરે છે, તેને ભગવાનમાં લગાવી દો.
બ્રહ્માનંદજીનું ખૂબ સુંદર ભજન: 
"મન કી તરંગ માર લો બસ હો ગયા ભજન આદત બુરી સવાર લો બસ હો ગયા ભજન "   https://drive.google.com/file/d/1KfBAc5554I84rSHet1ibcxsOvUio0G0W/view?usp=drivesdk

10.11

તેષામેવાનુકમ્પાર્થમ્, અહમજ્ઞાનજં(ન્) તમઃ।
નાશયામ્યાત્મભાવસ્થો, જ્ઞાનદીપેન ભાસ્વતા॥૧૦.૧૧॥

હે અર્જુન! એમના ઉપર અનુગ્રહ કરવા માટે, એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ, એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્ત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું.

     ભગવાન કહે છે જે મારા ભજન ધ્યાન કરે છે, તેના પર હું કૃપા કરું છું.  સાધનાથી ભગવાનની કૃપા થાય છે જેમ ઝૂમમાં દેખીએ તો તેના ટ્રાન્સમિશન તો અનંત છે પરંતુ તેને કેચ કરવા માટે આપણી પાસે લિંક જોઈએ.  એ લિંક મળી જાય તેના પર ક્લિક કરીએ તો જ તે દેખી શકાય, લિંક વગર તે સ્ક્રીન પર આવતું નથી લિંક મેળવવા માટે બધું જ કરવું પડે છે તેમ ભગવાન સુધી પહોંચવા માટે સાધના કરવી જરૂરી છે. દિવસમાં એકવાર ભગવાન સમક્ષ બેસવું જોઈએ અથવા ભગવાન સાથે સતત જોડાયેલ કેવી રીતે રહેવું  તે જાણવું જોઈએ. કોઈ સ્ત્રી રસોઈ કરતા શ્લોક સાંભળે અને યાદ કરી લે છે તે સાધના છે. ઘણી વખત આપણે ક્રિયાત્મક થઈ જઈએ છીએ, ભાવાત્મક નથી થતા જેમ કે યંત્ર દ્વારા કે માળા દ્વારા જાપની ગણતરી કરવી તે ક્રિયાત્મક છે પરંતુ તેની સાથે પ્રીતિને પણ જોડાઈ,  પ્રેમ પૂર્વક કરેલું કાર્ય સફળ થાય છે અને ભગવાન આપણને મળે છે,  તેમની કૃપા થાય છે.

10.12

અર્જુન ઉવાચ
પરં(મ્) બ્રહ્મ પરં(ન્) ધામ, પવિત્રં(મ્) પરમં(મ્) ભવાન્।
પુરુષં(મ્) શાશ્વતં(ન્) દિવ્યમ્, આદિદેવમજં(વ્ઁ) વિભુમ્॥૧૦.૧૨॥

અર્જુન બોલ્યા : આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો; કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન, દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે, એવું જ દેવર્ષિ નારદ ,અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે ; અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો.

હિરણ્ય કશ્યપુ અને પ્રહલાદજી નો પ્રસંગ પ્રહલાદને ભગવાન પર અસીમ શ્રદ્ધા હતી હિરણ્ય કશ્યપને તેમને પહાડ પરથી ફેંકી દીધા, હાથીના પગ નીચે કચરાવી નાખ્યા,હોળીમાં સળગાવી નાખ્યા છેવટે.. થાંભલામાં બાંધીને થાંભલાની સાથે સળગાવ્યો અને કહ્યું અહીં તારા વિષ્ણુ છે.અહીં તારા ભગવાન છે તો પ્રહલાદ એ કહ્યું સમગ્ર વિશ્વમાં મારા ભગવાન છે તો હિરણ્ય કશું તો એ કહ્યું તો પછી આ થાંભલાને આગ લગાડી અને પ્રહલાદ ને કહ્યું કે આને અડ પ્રહલાદને થોડીક વાર માટે શંકા ગઈ કારણ કે તે ખૂબ નાના બાળ છે પણ ભગવાનને થયું કે તેમની શંકા હવે દૂર કરવી જ પડશે તો તેમને સળગતા થાંભલામાં નાનકડી કીડી ચડતી દેખાય અને તરત જ તેમને થયું કે હા ભગવાન તો છે જ અને તેમણે ઉચ્ચ અવાજે બોલ્યા આમાં પણ ભગવાન નારાયણ છે જ અને હિરણ્યકશ્યપ થાંભલામાં ગદા મારી અને ભગવાન પ્રગટ થયા ઋષિ અવતાર સ્વરૂપે ભગવાન દેખાયા એક ક્ષણ સંસય થયો અને ભગવાને એક પળમાં તેનું છેદન કરી નાખ્યું ભગવાનની જે ભક્તિ કરે છે તેના મનમાં થોડા સમય માટે પણ સમજાય થાય તો ભગવાન તેને સંભાળી લે છે અને ભગવાન તેની ઉપાય પણ બતાવી દે છે ભગવાન બતાવે છે કે હવે તારે આગળ કેવી રીતે વધવાનું છે વેદાંતોમાં કહેલું છે જ્ઞાન કોઈને આપી નથી શકાતું જ્ઞાન બે પ્રકારના છે લૌકિકજ્ઞાન અને અલૌકિકજ્ઞાન લૌકિક જ્ઞાન આપી શકાય છે જેમ કે મોબાઈલ ચલાવતા શીખવવું ,ગાયન ગાતા શીખવવું  તે લૌકીક જ્ઞાન છે અલૌકિક જ્ઞાન કોઈને નથી આપી શકાતું અજ્ઞાનનું નિવારણ થાય અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય છે ધ્રુવને સાત વર્ષની નાની વયે વિષ્ણુ ભગવાનની કઠોળ તપસ્યા કરી હતી ભગવાનનો સાક્ષાતકાર થયો તો તે રડવા લાગી ગયા. પહેલા તો ઘણું બધું વિચાર્યું હતું કે ભગવાન પાસે આ માગીશ વરદાન માંગીશ રાજ્ય માંગીશ રાજા બનીશ પરંતુ ભગવાનને જોઈને તે થોડીવાર રડે છે.થોડીવાર હશે છે. આ બધું ભગવાન જોઈ રહ્યા છે અને તે તેમની સામે પ્રેમ ભરી નજરે જોઈએ જોવે છે ભગવાને તેમને પોતાનો શંખનો સ્પર્શ કરાવે છે તો તેમણે ભગવાનની સ્તુતિનો આરંભ કર્યો તેમને સ્તુતિ આવડતી ન હતી પણ ભગવાન એવી અનુકંપાનો આરંભ કર્યો કે સ્તુતિ આપમેળે તેમને આવડી ગઈ ક્યારેક પ્રહલાદને કીડીના સ્વરૂપમાં દેખાય છે તો ક્યારેક ધ્રુવને શંખનો સ્પર્શ કરાવીને સ્તુતિ બોલાવે છે. શબરીને એમ જ છે કે પોતે એક અબૂત અને અજ્ઞાની છે,પરંતુ ભગવાન રામે તેની અંદર રહેલી નવધા ભક્તિને ઉજાગર કરી તેને તેની અંદર રહેલી ભક્તિ ભગવાનને ઉપદેશ દ્વારા સમજાવી એક પણ ભક્તિ હોય માણસમાં તો પણ તેનું જીવન સફળ થઈ જાય છે ભગવાને કહ્યું કે તારામાં તો નવ જાતની ભક્તિ રહેલી છે આમ શબરીને નવધા ભક્તિ ભગવાને સમજાવી હતી. ભગવતની એક કથા છે નારદજી એક વખત જઈ રહ્યા છે એક યુવતી છે અને બે વૃદ્ધો છે અને એ ત્રણેય જણા જઈ રહ્યા છે ચાલતા ચાલતા વૃદ્ધ થાકી જાય છે બંને અને અચેતન અવસ્થામાં પડી જાય છે અને તે સ્ત્રી તેની પાસે બેસી અને રડી રહી છે અને મારા પુત્રો એમ સંબોધન કરી રહી છે તો નારદજીને આશ્ચર્ય થાય છે આ વૃદ્ધ પુત્ર છે અને યુવાન સ્ત્રી એ માતા છે નારદજીએ તેમના પરિચય માંગ્યો તો યુવતીએ નારદજીને જવાબ આપ્યો. હું ભક્તિ આ મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે કળિયુગમાં તેમનો ક્ષય થઈ ગયો. હું તો હજી યુવાન જ છું પણ આ બંને વૃદ્ધ થઈ ગયા ભગવાન કહે છે હું તેમના અંધકારમય અજ્ઞાનને તત્ત્વજ્ઞાન થી પુષ્ટ કરું છું

10.13

આહુસ્ત્વામૃષયઃ(સ્) સર્વે, દેવર્ષિર્નારદસ્તથા।
અસિતો દેવલો વ્યાસઃ(સ્), સ્વયં(ઞ્) ચૈવ બ્રવીષિ મે॥૧૦.૧૩॥

ભગવાન હું તમારા પ્રભાવથી  મને વિશ્વાસ થઈ ગયો છે તમે જે વાતો કહો છો તે મારે માનવું પડે છે તમે મારા ગુરુ સમાન છો શાસ્ત્રોમાં પણ કહ્યું છે.અને ઋષિઓ પણ કહે છે. તેથી આ ત્રણેય વાતો એકબીજાને મળતી આવે છે.આ વાતમાં મારો પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે.

10.14

સર્વમેતદૃતં(મ્) મન્યે, યન્માં(વ્ઁ) વદસિ કેશવ।
ન હિ તે ભગવન્વ્યક્તિં(વ્ઁ) વિદુર્દેવા ન દાનવાઃ॥૧૦.૧૪॥

હે કેશવ ! જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો , એ સઘળું હું સત્ય માનું છું ; હે ભગવન્ આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા.

તમારા લીલામય સ્વરૂપોને નતો દાનવ જાણે છે,ન તો દેવતા જાણે છે. રાવણ તમને સમજી નહોતા શક્યા કે ન તો દુર્યોધન તમને ઓળખી શક્યો હતો? કંસને પણ દેવતાઓને પણ તમે સમજાતાં નથી.ઇન્દ્ર જે દેવતાઓના રાજા છે,તે જ્યારે ભગવાનના ગોકુળમાં હતા ત્યારે સંવર્ધક મેઘ તેમણે મોકલ્યા હતા અને ગોકુળનો નાશ કરી દો એમ કહ્યું હતું અને ગોકુળને ડુબાડીદો તે વખતે ભગવાનને ટચલી આંગળી પર ગોવર્ધનને ઉઠાવ્યો અને તેમના મેઘવર્ષાના તોફાનનો પ્રભાવને ઓછું કરી દીધું. આમ દેવતાઓ પણ ભગવાનને ઓળખી નથી શક્યા બ્રહ્માજી પણ પરીક્ષા લેવા ગયા હતા. બધા ગોપ-ગોપી,ગોપાલક,ગાયો બધાને એક ગુફામાં બંધ કરી દીધા નારદને તકલીફ થઈ ગઈ તે પણ પરીક્ષા લેવા પહોંચી ગયા ભગવાને કહ્યું અત્યારે મારે થોડું કામ છે મારે મહેલમાં જવું પડશે અને નારદજી પણ તેમને જતા જોઈ અને તેમની પાછળ પાછળ મહેલમાં ગયા. 16000 પ્રાણીઓના રૂમો તરફ વળ્યા અને તેમણે દરેક જગ્યાએ કનૈયો દેખાય તો નારદજીને બ્રહ્માજીને અને ઈન્દ્રને પણ સંદેહ થઈ જાય છે દુર્યોધનની સામે તો ભગવાન સ્વયં પ્રગટ થયા હતા તો પણ તે સમજી નથી શક્યા ભગવાને તેને પાંચ કામ આપવા વિનંતી કરી અને સંદેશો પહોંચાડવા ગયા હતા ત્યારે દુર્યોધન તેના સૈનિકોને આદેશ આપ્યો કે આને બંદી બનાવી લો ભગવાને કહ્યું ત્યારે પૂરી સેના લગાવી દે મને બાંધીદે ને બતાવો તે વખતે વિરાટ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હતા. અર્જુનને તો ભગવાનને યુદ્ધ સમયે અને ગીતાના જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા ત્યારે વિરાટ સ્વરૂપનાં તેમને દર્શન કરાવ્યા. પરંતુ યુધિષ્ઠિરને તો તેમના પહેલા દર્શન આપ્યા હતા તે આ વિરાટ સ્વરૂપના દર્શન ફક્ત બે જણને થાય છે ભીષ્મજી અને વિદુરજી બાકી બધાની આંખો તેજથી બંધ થઈ ગઈ અને કોઈને ભગવાનના દર્શન ન થયા આ થવા છતાં દુર્યોધન ઓળખી ન શક્યો અને શંકુનિને કહે છે આ તો બહુ માયાવી છે,કેવી માયા કરી આણેતો તેને પ્રભાવ નથી દેખાતો તેને તેમાં માયા દેખાય છે.કંસને રાવણને અને દુર્યોધન વગેરેને ભગવાન નથી દેખાતા અર્જુન કહે છે તમારી લીલાને દાનવ કે દેવતા નથી જાણતા. તમારી દરેક લીલાને તેવો મનુષ્ય રૂપ જ માને છે. 

10.15

સ્વયમેવાત્મનાત્માનં(વ્ઁ) વેત્થ ત્વં(મ્) પુરુષોત્તમ।
ભૂતભાવન ભૂતેશ, દેવદેવ જગત્પતે॥૧૦.૧૫॥

હે સઘળા ભૂતોના સર્જનહાર ! હે સઘળાભૂતોના ઈશ્વર ! હે દેવોના દેવ ! હે જગતના સ્વામી ! હે પુરૂષોત્તમ ! આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો.

અર્જુન ,આ શ્લોકમાં ખુબ સુંદર વાત કરે છે, હે! પરમેશ્વર ભૂતોને ઉત્પન્ન કરનાર, હે! ભૂતોના ઈશ્વર, હે! દેવોના દેવ, હે !જગતના સ્વામી, હે! પુરૂષોત્તમ આપ સ્વયમ જ પોતાને પોતાનાથી જ જાણો છો, સ્વયં ને સ્વયં માં જાણો છો એ જ જાણી શકે છે, જે મને તમે જણાવવા માંગો છો! કેમ કે તમે સ્વયં તમને જાણો છો! અર્જુનને આ બધું તમે સમજાવો સમજમાં તો ધીરે ધીરે આવે છે, તેમ છતાં થોડી સમસ્યા છે મનમાં, તે વિશે ભગવાનને પૂછે છે.

10.16

વક્તુમર્હસ્યશેષેણ, દિવ્યા હ્યાત્મવિભૂતયઃ।
યાભિર્વિભૂતિભિર્લોકાન્, ઇમાંસ્ત્વં(વ્ઁ) વ્યાપ્ય તિષ્ઠસિ॥૧૦.૧૬॥

માટે આપ જ પોતાની દિવ્ય વિભૂતિઓ ને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જેવી વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો.

અર્જુન કહે છે: હે !ભગવાન તમારી વિભૂતિઓને તમારા સિવાય કોઈ જાણી શકતું નથી, જ્યારે તમને કોઈ જાણી જ નથી શકતું, તો તે તમારી વિભૂતિઓને સંપૂર્ણ કોઈ જાણી જ ન શકે! તમારા સિવાય કોઈનામાં સામર્થ્ય નથી.

10.17

કથં(વ્ઁ) વિદ્યામહં(ય્ઁ) યોગિંસ્, ત્વાં(મ્) સદા પરિચિન્તયન્।
કેષુ કેષુ ચ ભાવેષુ, ચિન્ત્યોઽસિ ભગવન્મયા॥૧૦.૧૭॥

હે યોગેશ્વર! હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું? અને હે ભગવાન! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો?

આ શ્લોકમાં અર્જુન ભગવાન પાસે કંઈક માંગે છે, એ કહે છે હે! યોગેશ્વર; હું કયા કયા ભાવોમાં મારા દ્વારા ચિંતન કરવા યોગ્ય છું? ભગવાન તમે આગળ કહ્યું 'મચિત્તો'તો; હું કેવી રીતે મારા ચિત્તમાં ચિંતન કરતો રહી અને કયા કયા ભાવ દ્વારા તમને ઓળખું. તમે કયા કયા ભાવો દ્વારા ચિંતન કરવા યોગ્ય છો?

10.18

વિસ્તરેણાત્મનો યોગં(વ્ઁ) વિભૂતિં(ઞ્) ચ જનાર્દન।
ભૂયઃ(ખ્) કથય તૃપ્તિર્હિ, શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્॥૧૦.૧૮॥

હે જનાર્દન! પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી, મારી સાંભળવાની ઉત્કંઠા હજીયે વધતી જાય છે.

અર્જુન કહે છે: હે! ભગવાન તમારા વંચનોથી મારી તૃપ્તિ થતી નથી. જેમ જેમ તમને સાંભળું છું, તેમ તેમ મારી ઉત્કંઠા વધતી જાય છે, મારી આત્માને જાણે અમૃત મળતું હોય તેમ મને લાગે છે.અને મારા મનમાં એમ થાય છે, કે આ વાતો ક્યારેય ખૂટે જ નહીં અને તમે મને સંભળાવ્યા કરો, અને હું તમને સાંભળ્યા કરું, આમ અવિરત પણે ચાલ્યા જ કરે.
વાલ્મિકી ઋષિને જ્યારે ભગવાન રામ વનમાં ગયા ત્યારે રામે તેમને પૂછ્યું હું ક્યાં રહી શકું? મને વનનો કોઈ અનુભવ નથી, હું રાજમહેલમાં રહેનાર છું, તમે વનમાં જ રહો છો તો તમે મને જ્યાં રહેવા લાયક હોય તે સ્થળ મને જણાવો, અને વાલ્મિકી એ રામને કહ્યું ;
"જીનકે શ્રવણ સમુદ્ર સમાન કથા તુમ્હારે સુબગ સરિઆના"
જેના કાન સમુદ્ર સમાન છે, જે તમારી કથાઓનો નિરંતર લાભ લઈને સાંભળીએ છીએ, તેવા તમે મને પૂછો છો તો જાઓ જ્યાં તમે ન હોય ત્યાં તમે ચાલ્યા જાઓ,સમુદ્રમાં અનેક નદીઓનું પાણી ઠલવાયા કરે છે, છતાં પણ તે કદી ભરાતો જ નથી, હજારો વર્ષોથી આમ થયા કરે છે, છતાં પણ તે એક ઇંચ પણ ભરાતું નથી, એવી રીતે કોઈના કાન કથાઓથી ભરાતા નથી, જે રામકથા સાંભળીને કંટાળી ગયા હોય, તેને જાણવું કે તેને કથા રસ લઈને સાંભળી જ નથી! જ્યારે તેને રામમાં રસ લાગવા લાગશે ત્યારે કંટાળો નહીં આવે, દરેક ક્ષણ-દરેક સમય તું મારું ચિંતન કર્યા કર, અને તારા કર્તવ્ય કર્મ કર્યા કર, અર્જુન:હવે હર ક્ષણ તેમનું ચિંતન કરવા માંગે છે! તે ભગવાનની વિભૂતિઓ વિશે વિસ્તારથી જાણવા માંગે છે, ભગવાનને લાગે છે કે આ યુદ્ધ ભૂમિમાં હવે વિસ્તારથી વિભૂતિ જાણવી અઘરી છે, સમય જ નથી વર્ષો નીકળી જશે વિભૂતિઓ જાણતા જાણતા.

10.19

શ્રીભગવાનુવાચ
હન્ત તે કથયિષ્યામિ, દિવ્યા હ્યાત્મવિભૂતયઃ।
પ્રાધાન્યતઃ(ખ્) કુરુશ્રેષ્ઠ, નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે॥૧૦.૧૯॥

શ્રીભગવાન બોલ્યા : હે કુરુશ્રેષ્ઠ! હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય-મુખ્યરૂપે કહું છું કેમ કે મારા વિસ્તાર નો અંત નથી.

ભગવાન બોલ્યા,હે અર્જુન,(કુરુશ્રેષ્ઠ!)કુરુક્ષેત્રમાં મારી જે દિવ્ય વિભૂતિઓ છે અને જે પ્રધાન  છે તે હું કહી શકીશ, કારણકે તેના વિસ્તારનો તો અંત જ નથી તું કહે છે, કે મને વિસ્તારથી કહો; તો હું તને વિભૂતિ સંભળાવ્યા જ કરીશ અને તું સાંભળ તો જ રહીશ, તેનો તો કોઈ અંત જ નથી, તે અનંત છે ,તેથી જે દિવ્ય છે તેને પ્રધાનતા આપીને તને સંભળાવીશ,જે મુખ્ય રૂપથી સમજવા જેવી છે, તે તને સંભળાવું તે સાંભળો.

10.20

અહમાત્મા ગુડાકેશ, સર્વભૂતાશયસ્થિતઃ।
અહમાદિશ્ચ મધ્યં(ઞ્) ચ, ભૂતાનામન્ત એવ ચ॥૧૦.૨૦॥

હે નિદ્રાને જીતનારા અર્જુન! હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું.

    આ શ્લોકથી ભગવાન પોતાની વિભૂતિઓનો વિસ્તારથી વર્ણન કરે છે. ભગવાન કહે છે,  હે અર્જુન! હું બધા ભૂતોમાં સ્થિત છું, સર્વભૂત પ્રાણીઓની અંદર હું રહેલો છું, સર્વભૂતના હૃદયમાં હું સ્થિત છું, જે ભક્તિ ભાવ વાળો છે, જેના હૃદયમાં- રોમ રોમમાં છે, કોઈ મસ્તિષ્કમાં જ્ઞાનના પ્રકાશ રૂપે માને છે, જેની જેવી ભાવના તેવું માને છે, ભગવાન કહે છે, હું  દરેકની અંદર રહેલ છું, સર્વમાં આત્મા રૂપ છું, સર્વના આદિ અંત હું જ છું, આરંભ ,ગતિ (મધ્ય )અને અંત પણ હું જ છું.

10.21

આદિત્યાનામહં(વ્ઁ) વિષ્ણુ:(ર્), જ્યોતિષાં(મ્) રવિરંશુમાન્।
મરીચિર્મરુતામસ્મિ, નક્ષત્રાણામહં(મ્) શશી॥૧૦.૨૧॥

હું અદિતીના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું.

     આપણે 33 કોટી દેવતાઓ વિશે સાંભળ્યું છે, તેનો અર્થ આપણે 33 કરોડ કરીએ છીએ, પરંતુ મૂળ રૂપે તે 33 પ્રકારના દેવતા વિશેની વાત છે, કોટીનો અર્થ કરોડ પણ થઈ શકે! અને પ્રકાર પણ થઈ શકે, મુખ્ય 33 કોટી દેવતા છે, તે આપણે જાણવું જરૂરી છે.
     12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ,2 અશ્વિનીકુમાર,આ મળીને 33 કોટી દેવતા થાય, બાકીના બધા આમની અંદરના દેવતા છે, 33 દેવતા જે મુખ્ય દેવતા ગણાય છે.
    12 અદિતિ પુત્ર, અદિતિ અને દીતી આ કશ્યપ ઋષિની પત્ની છે.દીતી થી ઉત્પન્ન થનાર દૈત્ય કહેવાય, અને અદિતિથી ઉત્પન્ન થયેલા તે દેવતા કહેવાય, અદિતિના વંશમાં 1- ઈન્દ્ર ,2- ધાતા(બ્રહ્મા પ્રજાપતિ),3- પરજન્ય( મેઘોમાં છે તે)4- તૃષ્ઠા (જે વનસ્પતિમાં છે)5- પૂષા (અન્ન મા નિવાસ કરે તે)6- અર્યમાં (જે વાયુ રૂપમાં પ્રાણ શક્તિ છે તે )7-વસવાન (જે જઠરાગ્નિમાં છે તે )8-ભગ(જે સ્ત્રીઓની યોનિમાં છે)તેથી સ્ત્રીને ભગીની કહે છે, 9-ભગવાન( જે પુરુષ છે)  વિષ્ણુના વામન અવતાર. 
    ભગવાન વિષ્ણુના વામન અવતારની ટૂંકમાં વાત કરીએ, બલી જે દૈત્યનો રાજા છે તેમને સ્વર્ગમાં વિજય પ્રાપ્ત કર્યો. 100 યજ્ઞ કરી લે તો તે સદાય માટે દેવતાઓની ઉપર તેનો વિજય થઈ જાય, તો દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું: બચાવો પ્રભુ  બલિના 100 યજ્ઞ થઇ જશે તો અનર્થ થઈ જશે, તો ભગવાને 11 વર્ષના બ્રાહ્મણ બાળક રૂપમાં અવતાર્યા જ્યારે બલીના 100 યજ્ઞ પૂર્ણ થવા પહેલા તે ત્યાં પહોંચી ગયા, તેમણે તેમના હાથમાં છત્રી લીધી છે, અને તે ત્યાં પહોંચી ગયા તો તેમને જોઈને દરેક જણ ઉભા થઈ જાય છે ,અને પ્રણામ કરે છે , તેમનું રૂપ આકર્ષક લાગે છે, શુક્રાચાર્ય જે દૈત્યના ગુરુ છે, અને બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે ,બૃહસ્પતિ અને શુક્રાચાર્ય ભાઈ છે. શુક્રાચાર્ય બલીને યજ્ઞ કરાવી રહ્યા છે, તે તેમને કહે છે તમે યજમાન છો આસન છોડીને તમે ન જઈ શકો. બલિરાજા કહે છે તમારી વાત સાચી છે ,પણ બ્રાહ્મણ બાળકને જોઈને હું રહી શકતો નથી, તેમનું સ્વાગત તો મારે કરવું જ પડશે! તેમની પૂજા મારે કરવી જ પડશે, આમ બલિરાજા ઊભા થઈ ગયા અને વામન દેવ પાસે આવ્યા, અને તેમને આસન આપી અને તેના પર બેસાડ્યા અને તેમની પૂજા કરી, અને કહ્યું; તમે માંગો, તમે શું માંગો છો? વામનદેવે કહ્યું મને કાંઈ જ નથી જોઈતું. બલી કહે ના તમારે કંઇક તો માંગવું જ પડશે, આમ એકબીજાને હા ના કર્યા કરે છે, ત્યારે બલિરાજા કહે છે તમે જે પણ માંગશો તે હું આપવા તૈયાર છું, વામન દેવ કહે તો ઠીક છે, તમે આટલું કહો છો તો તમે ત્રણ પગ જમીન મને આપો બલી કહે ફક્ત ત્રણ પગ જમીન? તો ભગવાન કહે હા મને ત્રણ પગ જમીન જોઈએ છે, તો કહે તમે આટલા નાના છો, તમારા પગ પણ નાના છે, તો ત્રણ પગમાં તમે સરખી રીતે ઉભા પણ નહીં રહી શકો ,તો ભગવાન કહે ઠીક છે તો મારે કાંઈ નથી જોઈતું! એટલી જમીન પણ નથી જોઈતી. ત્યારે બલિરાજાએ કહ્યું ; ના એવી વાત નથી તમે કંઈક વધુ માંગી શકો છો, ભગવાન કહે ના મને ફક્ત ત્રણ પગ જમીન જ જોઈએ છે, બલિરાજાએ કહ્યું ઠીક છે, ભગવાન કહે તો સંકલ્પ કરો અને મને આપો, એક તરફ શુક્રાચાર્યને કંઈક શક જાય છે, અને તે બલિરાજા ને ચેતવે છે, આ દેવ છે તમને ઠગવા માટે આવ્યા છે, તો બલિરાજા કહે છે જો ખરેખર વિષ્ણુ ભગવાન છે તો તો હું અવશ્ય આપીશ આ મારું સૌભાગ્ય છે, હું હવે તો આપીશ અને તે આપવા તૈયાર થઈ જાય છે.
    આપણી જે પણ કમાણી હોય તેના પાંચ ભાગ હંમેશા કરવા જોઈએ, જેમાં પહેલો ભાગ તમારા ભોગ માટે રાખો. જે 20 ટકા જેટલો હોવો જોઈએ.  બીજો ઇન્વેસ્ટમેન્ટ માટે રાખો જે કારોબાર માટે તેને વધારવા માટેનો છે. ત્રીજો ભાગ આપણા પરિવારજનો,સમાજ, સંબંધીની મદદમાં લગાવવા જોઈએ. તેમાં ક્રમ આપવામાં આવેલા છે, પહેલા કુળમાં જરૂર હોય તેને આપો. બીજું સંબંધીને આપો અને ત્રીજું સમાજને આપો. 20% આપત્તિ સમયની જરૂરિયાત માટે રાખવું જોઈએ. 20% તમે દાન આપી શકો છો.  કુળ,સંબંધિત અને સમાજ ને આપવું એ દાન નથી તે આવશ્યકતા છે.
     બલિરાજા કહે છે આ તો બ્રાહ્મણ છે, તેમનો હક છે તો મારે તેમને કહ્યા પ્રમાણે આપવું જ જોઈએ,  શુક્રાચાર્ય ના પાડે છે તેમ છતાં બલિરાજા સંકલ્પ કરવા કમંડળને ઉઠાવે છે, ત્યારે  નાના કીડા સ્વરૂપમાં આવીને કમંડળના અગ્રભાગ પર આવીને બેસે છે, જેથી પાણી બહાર ન આવી શકે જ્યારે બલિરાજા પાણી લેવા કમંડળને ઊંચું કરે છે તો પાણી આવતું નથી, તે જોઈને ભગવાનને ખબર પડે છે કે ત્યાં શુક્રાચાર્ય છે, તો ભગવાન તેમને સળી આપે છે ,અને કહે છે કે અહીં કંઈક ફસાઈ ગયું હોય તો આ સળીથી કાઢી નાખો ,જેવી સળી એમાં નાખી તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ, અને ડરના માર્યા તે બહાર આવી ગયા સાથે જ પાણી પણ બહાર આવી ગયું. બલી એ સંકલ્પ કર્યો કે તરત જ ભગવાન વિશાળ સ્વરૂપ લઈ લીધું, અને તેમણે બે પગમાં જ જે બલી પાસે હતું તે માપીને લઈ લીધું, બલિરાજા દુઃખી ના થયા અને તે રડવા લાગ્યા અને ભગવાનની લીલાઓ દેખવા લાગ્યા ભગવાનને કહ્યું બે પગમાં સમગ્ર પૃથ્વી આવી ગઈ હવે ત્રીજો પગ ક્યાં મૂકવો? બલિરાજાએ કહ્યું ત્રીજો પગ મારા માથા ઉપર મૂકો ભગવાને બલિના માથા પર પગ મૂકી પોતાને આધીન કરી નાખ્યા, અને પ્રસન્ન થઈ ગયા બલિરાજા પણ પ્રસન્ન થઈ ગયા ભગવાને કહ્યું તું મને જાણતો હોવા છતાં કેટલી શ્રદ્ધા ભાવથી મને સમગ્ર અર્પણ કરી દીધું, જાઓ તને હું રાજા બનાવું છું જે પાતાળ લોકમાં છે, ત્યાં મેં પગ નથી મુક્યો તેનો તું રાજા થઈ જા, તો બલી કહે :હું !રાજા બનવા તૈયાર છું પણ સુતલની પહેરેદારી તમારે કરવાની, બલીની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા હતા, અને ભગવાન પહેરેગીરી સ્વીકારી લીધી જેથી બલી સુતલનો રાજા અને ભગવાન તેના પહેરેગીર બની ત્યાં ઊભા રહી ગયા .
લક્ષ્મીજીને થયું ઘણો સમય થયો છતાં ભગવાન આવ્યા નથી તો તેમને ચિંતા થઈ તેમને સમાચાર જાણવા નારદજીને પૂછ્યું.  નારદજીએ કહ્યું અને આખી વાત સમજાવી અને લક્ષ્મીજી આગળ ખુલાસો થયો, લક્ષ્મીજી રડવા લાગ્યા. કાંઈક ઉપાય બતાવો, નારદજીએ તેમને ઉપાય બતાવ્યો અને તેમને સુતલ પહોંચાડ્યા ત્યાં જઈને માતાએ ભગવાનની પહેરેગીર બનેલા દેખ્યા અને તે દુઃખી થઈ ગયા, ભગવાને તેમને કહ્યું: ભક્તના પાશમાં હું બંધાઈ ગયો છું. લક્ષ્મીજીને નારદજીએ આપેલા ઉપાય પ્રમાણે કરવાનું હતું, તે પ્રમાણે તે કરવા લાગ્યા તેમને કહ્યું: તમારા રાજાને બોલાવો અને કહો તમારી બહેન આવી છે બલીએ માતાને અંદર બોલાવ્યા અને કહ્યું બોલો બહેન બનીને આવ્યા છે તો બોલો હું તમારા માટે શું કરી શકું? માતાએ તેમના હાથમાં નારાછડી બાંધી, અને તેમને કહ્યું કે આ એક બેન તરફથી રક્ષા સૂત્ર છે આ તમારી રક્ષા કરશે હવે તમે મને પણ જે માંગુ તે આપો.  તો બલી કહે માંગો શું જોઈએ છે તમારે ?માતાએ કહ્યું બહાર જે છે તે મારા પતિ છે તેમને મારી સાથે મોકલો. બલી એ કહ્યું આજથી આપણે ભાઈ - બહેન થઈ ગયા છીએ તમે મારી રક્ષા કરી અને તમારા પતિને અહીંથી હું મુક્ત કરું છું, ત્યારથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો. રક્ષાબંધનનું પ્રતીક સમા ભાઈ - બહેન લક્ષ્મીજી અને બલિરાજા બન્યા. આમ અદિતિના બાર પુત્રોમાંના વામન પણ છે.
ભગવાન કહે છે તે હું વામન, જ્યોતિની કિરણોમાં હું ,સૂર્ય માં હું છું, 49 વાયુ જે મરીચી છે તે હું જ છું, તેમ 27 નક્ષત્ર થયા તે પણ હું જ છું 28 મો અભીજીત જે મૂર્ત છે, તે ક્યારેક જ હોય છે.  આપણા જન્મ સમયે જે રાશિમાં ચંદ્ર હોય તે રાશિ આપણે છે, નક્ષત્રનો અધિપતિ દેવતા ચંદ્ર છે તે પણ હું જ છું.
પ્રશ્નોત્તરી 
1-બજરંગી ભાઈ -
બલિ અને ઈન્દ્ર બંન્નેને ભગવાને બનાવ્યા છે તો પછી ઈન્દ્ર પ્રિય અને બલિ કેમ અપ્રિય છે?
જવાબ- દેવ અને દાનવોની ભક્તિમાં ભિન્નતા છે બંને બ્રહ્માજીના પુત્રો છે દાનવ પોતાના માટે ભક્તિ કરે છે. પોતાના ભોગ ભોગવવા માટે કરે છે, જ્યારે દેવો સૃષ્ટિના હિત માટે કરે છે, દાનવો એ સૃષ્ટિ ને ત્રાસ આપતા અને દેવો સૃષ્ટિના હિત માટે કર્યું, દેવતાઓએ સૃષ્ટિના કલ્યાણ માટે કાર્યો કર્યાં, દેવોના હાથમાં સૃષ્ટિ રહી અને બેલેન્સ કરવા માટે ભગવાન સર્વ કર્યું છે.
2- શિલ્પા દીદી
13 શ્લોકમાં અસીત કહ્યું છે તે કોણ છે? અને મન અને ચિત્ત બંને સરખા જ છે ?

જવાબ -અસિત એ ઋષિ છે અને મન, ચિત્ત અને બુદ્ધિ એ ત્રણેય અલગ અલગ છે. 
3-દેવરાજભાઈ
પરમાત્મા અને સાધનોનો શું સબંધ છે?
જવાબ- કણ કણ મા ભગવાનને દેખવા એ સામાન્ય વ્યક્તિ કહી તો શકે છે પણ તે કણ કણમાં વ્યાપ્ત ભગવાનને જોઈ નથી શકતો ભગવાન જે જગ્યા પર પોતાને સ્થિર કરીને જણાવે તો આપણને સમજાય છે દેખવાની દ્રષ્ટિ આપણને મળે છે અને કણ કણમાં ભગવાન દેખાય છે વિભૂતિમાં દેખવું તે કૃપાથી થવાની વાત છે ભગવાન પુરુષાર્થ સાધ્ય નથી તે કૃપા સાધ્ય છે સાધના થી પાત્રતા નિર્માણ થાય છે. 

4-અરૂણભાઇ-
વિવેચન દરમિયાન message લખવા હિતાવહ નથી તો શું કરવું જોઈએ?
જવાબ- વિવેચનમાં સ્વતંત્રતા હોવી જોઇએ જેને જે લખવું હોય તે લખે આપણે ધ્યાન ફક્ત સાંભળવામાં જ રાખવું જોઈએ મારી સુવિધા માટે બીજાને કંટ્રોલ કરવા માગું આ વૃત્તિ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી દરેકને પોતાનો ભાવ રજૂ કરવા દેવા જોઈએ.   
|| ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ||