विवेचन सारांश
મહાભારત અને ભગવદ્ગીતાનું મહાત્મય
દીપ પ્રજવલન અને પ્રાર્થના પછી વિવેચન ની શરૂઆત થઈ. ભગવાનની અત્યંત મંગળમય કૃપા છે, કે આપણે આપણા જીવનને સફળ કરવા ગીતાના અભ્યાસ, સ્વાધ્યાય, મનન,ચિંતન માટે અને જીવનમાં પરિવર્તન લાવવા જાગૃત થયા છીએ. ખબર નથી કે ભગવાનની અસીમ કૃપા આપણા પર કેવી રીતે થઈ ગઈ? આ જન્મના કોઈ પુણ્યનું ફળ છે, કે પૂર્વ જન્મના કોઈ પુણ્યનું ફળ છે, કે પૂર્વજોના પુણ્યો આપણને ફળ્યા છે, કે કોઈ જન્મમાં સંત-મહાત્માની કૃપાદ્રષ્ટિ થઈ, જેથી આપણે ગીતાજીના અભ્યાસ અને સમજવા માટે પ્રવૃત્તિ થઈ ગયા છીએ.
આ પહેલો અધ્યાય આપણે ઘણા અધ્યાયોના અભ્યાસ પછી પહોંચીએ છીએ. તમે પૂછશો, 'આંશુ ભૈયા, આ કેવી વાત છે? ઘણા અધ્યાયો ભણ્યા બાદ; તેની પછીના અધ્યાયમાં પહોંચીએ છીએ, શરૂઆતનો (પહેલો) અધ્યાય કેવી રીતે આવે ? 'સામાન્ય રીતે કોઈ પુસ્તકનું અધ્યયન કરવાનું હોય તો, આરંભથી શરૂ કરી અંત સુધી અભ્યાસ કરીએ છીએ. પણ ગ્રંથોના અભ્યાસની પરંપરા આમ નથી. ગ્રંથોનો અભ્યાસ પોતાની યોગ્યતા અનુસાર, ગુરુના સાનિધ્યમાં, સંતોના માર્ગદર્શનથી જ થઈ શકે છે. ગીતા મારે તમે પહેલા 12 મો અધ્યાય ભક્તિયોગ શીખ્યા. પછી 15, 16, 9, 14, ...3, 4 વગેરે અધ્યાય સમજ્યા પછી, પહેલા અધ્યાય પર પહોંચ્યા છો. ગીતાનું મહત્વ હવે તમને બરાબર સમજાશે. જો તમે પહેલા અધ્યાયથી શરૂ કર્યું હોત, તો તે ના સમજાત. કેમકે પહેલા અધ્યાયમાં અર્જુનના રોદણાં સાંભળી; બીજા અધ્યાયમાં ભગવાને કહેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણો તમને કઠિન લાગત અને તમે અભ્યાસ છોડી પણ દેત. બારમા અધ્યાય ભક્તિયોગ સુધી તો બહુ જ ઓછા સાધક પહોંચ્યા હોત. સંતોએ કૃપા કરી ગીતા અભ્યાસનો ક્રમ બનાવ્યો. અને તે પ્રમાણે આપણે પહેલા અધ્યાયમાં પહોંચીએ છીએ.
પહેલા અધ્યાય માટે મહાભારતને સમજવું જરૂરી છે ગીતાનું મૂળ ચિંતન, દર્શન સમજવા પ્રયત્ન કરીશું.
સનાતન હિંદુ ધર્મના શાસ્ત્રોમાં ચાર મુખ્ય ગ્રંથો છે; શ્રુતિ, સ્મૃતિ, ઈતિહાસ અને પુરાણ.
શ્રુતિ એટલે વેદ; જે સાંભળીને સમજાવાતો. પ્રાચીન સમયમાં શ્રુતિ પરંપરા હતી. ગુરુ શિષ્યોને વેદોની ઋચા સ્મૃતિસ્થ કરાવતા. શિષ્યો ભણી, ગુરુ બની,નવા શિષ્યોને તે સ્મૃતિસ્થ કરાવતા. લાખો વર્ષોથી આ રીતે આગળ વધતા વધતા, વેદો આપણી પાસે પહોંચ્યા છે.
સ્મૃતિ એટલે જે સામાન્ય લોકો ને યાદ રાખવા જેવી બાબત. મનુસ્મૃતિ, ગીતાસ્મૃતિ વગેરે.
ઇતિહાસ માટે બે મુખ્ય ગ્રંથ છે; વાલ્મિકીરચિત રામાયણ અને વેદ વ્યાસ રચિત મહાભારત.
ચોથો ગ્રંથ છે, પુરાણ. વેદ વ્યાસે અઢાર પુરાણા લખ્યા. શ્રીમદ્ભાગવત મહાપુરાણ સૌથી મોટું પુરાણ છે.
જે આ ચાર ગ્રંથોને માને છે, તે સનાતની છે. આપણા ગુરુ કે માર્ગદર્શક એવા હોવા જોઈએ, જે આ ચારેય ગ્રંથોમાં શ્રદ્ધા રાખે છે.આપણે સમજદાર હોઈએ તો જાણી લેવું જોઈએ કે જે આ એક ને પણ સ્વીકારતો નથી તેવા ગુરુ,વક્તા, ચિંતક, પુસ્તક કે સાહિત્યના સંપર્કથી કોઈ ફાયદો થશે નહીં. ભગવદગીતામાં આ ચારેય ગ્રંથો છે. તે શ્રુતિ છે. કેમકે મહાપુરુષોએ કહ્યું છે, વેદોનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદોનો સારાંશ ગીતા છે. આમ વેદોના સારાંશ સ્વરૂપે હોવાથી ગીતા શ્રુતિ છે. તે સ્મૃતિ છે, કેમકે સામાન્ય મનુષ્ય જીવનપરિવર્તન માટે તે યાદ રાખે છે. તે ઇતિહાસ પણ છે કેમકે તે મહાભારત નો ભાગ છે. ગીતા પુરાણ પણ છે, કેમકે 18 પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસે ગીતાનું પણ નિરૂપણ કર્યું છે.
ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત મહાભારતના છ ભાગ (ખંડ) છે.પાંચમો ભાગ પંચમ્ખંડ છે. તેમાં ભીષ્મપર્વ છે. મહાભારતના 18 પર્વમાં,એક પર્વ ભીષ્મપર્વ આવે છે. ભીષ્મપર્વના 25 થી 42 અધ્યાય એ શ્રીમદ ભગવદ્ગીતા છે. તો ભગવદગીતા એ સ્વતંત્ર ગ્રંથ નથી, તે મહાભારતનો ભાગ છે. પણ તે એટલો મહત્વપૂર્ણ છે, કે આદિ શંકરાચાર્ય સહિત બધા આચાર્યોએ અને ઘણા મહાપુરુષોએ તેને સ્વતંત્ર ગ્રંથ તરીકે માન્યતા અને ઉપયોગીતા આપી છે. મહાભારત એ વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. તેમાં એક લાખ શ્લોકો છે. તેના પછીનો મોટો ગ્રંથ વાલ્મીકિ રામાયણ છે, જેમાં 24000 શ્લોકો છે.વિવેચનમાં બધાને એક નવી વાત બતાવવા માગું છું, જે ઘણાને ખબર નહીં હોય. મહાભારતના મૂળ ગ્રંથમાં એક લાખ શ્લોકો નથી, પણ 60 લાખ શ્લોકો છે ! સિક્સ મિલિયન !!! વેદવ્યાસે ચાર ભાગમાં મહાભારતની રચના કરી. 30 લાખ શ્લોકો દેવલોકમાં દેવતાઓને આપ્યા, જેને નારદજી ગાય છે. 15 લાખ શ્લોકો પિતૃલોકમાં પિતૃઓને આપ્યા, જેને અસીત અને દેવલ ઋષિ ગાય છે. 14 લાખ શ્લોકો યક્ષલોકમાં યક્ષોને આપ્યા, જેનું ગાયન શુકદેવજી મુનિ કરે છે. 1 લાખ શ્લોકો મનુષ્યલોકને આપ્યા, જેનું પારાયણ વૈષપાયન ઋષિએ જનમેજ્ય માટે કર્યું. વૈષપાયન મુનિ મહર્ષિ વેદ વ્યાસના શિષ્ય છે. વેદવ્યાસ ત્રિકાળ જ્ઞાની છે. તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયને એક સાથે જોઈ શકતા હતા. તેથી તેમણે મહાભારતમાં એ બધું લખી નાખ્યું ,જે પછીથી જન્મેજય અને વૈષપાયન વચ્ચે સંવાદ રૂપે થવાનું હતું.
મહાભારતની રચના કેવી રીતે થઈ? તે પણ અત્યંત રસપ્રદ વાત છે. 18 પુરાણો લખ્યા પછી વેદવ્યાસજીને મનમાં અસંતોષ રહ્યો, કે મનુષ્યલોક માટે હજુ વધુ કશું કરવું જોઈએ. તે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ને કહ્યું, મને એક વિશાળ ગ્રંથ લખવાની ઈચ્છા થઈ છે. પણ તે માટે મને ઝડપી લેખક જોઈએ છે, જે હું જેટલી ઝડપથી બોલું તેટલી ઝડપથી લખી શકે. કેમકે મારા મનમાં વિચારો તીવ્ર ગતિથી આવે છે. અને જો તે ના લખવામાં આવે તો તે વ્યર્થ થઈ જાય. બ્રહ્માજીએ હસીને કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદ વ્યાસને કહ્યું, તમને જે વિચાર આવ્યો, તે મારી પ્રેરણાથી છે. કેમકે હું પોતે જ એવા મહાન ગ્રંથની રચના ઇચ્છું છું. તેમણે ગણપતિને લેખક થવાની આજ્ઞા કરી. ગણપતિએ વેદ વ્યાસ સામે શરત મૂકી, કે હું તેજ ગતિથી લખું છું. એટલે હું લખતા ક્યારેય રોકાઈશ નહીં. જો હું લખતો હું અને તમે બોલતા અટકી ગયા, તો મારું લેખન પણ અટકી જશે. અને તે ક્ષણથી હું લેખનકાર્ય છોડી દઈશ. વેદવ્યાસે આ શરત સ્વીકારી અને સામે પોતાની શરત રાખી કે જ્યાં સુધી મારે બોલેલો શ્લોક તમને સમજાય નહીં, ત્યાં સુધી તમે લખશો નહીં. ગણેશજીએ શરત મંજુર રાખી. મહાભારતની રચના વખતે ઘણીવાર વેદ વ્યાસજીને પછીનો શ્લોક વિચારવામાં સમય લાગતો. તો ગણેશજીની લખવાની ઝડપ ધીમી પાડવા, તે એક અઘરો શ્લોક (કૂટ શ્લોક) બોલતા. અને ગણેશજી તે સમજે ત્યાં સુધી આગળનું વિચારી લેતા. આમ વેદવ્યાસજી મહાભારતમાં કુલ 60 લાખ શ્લોકો બોલ્યા; તેમાં 88,000 અઘરા શ્લોકો (કૂટ શ્લોકો) છે. કયા શ્લોકો અઘરા છે તે ખબર નથી. મહાભારતનું લેખનકાર્ય ઉત્તરાખંડમાં, બદ્રીનાથધામમાં સરસ્વતી અને અલકનંદા નદીના કિનારે, માનાગામની નજીકની ગુફામાં થયું. વેદ વ્યાસજી અટક્યા વિના સતત બોલતા હોવાથી અને ગણેશજી અટક્યા વિના સતત લખતા હોવાથી 60,00,000 શ્લોકોનો મહાભારત ગ્રંથ સાડા ત્રણ વર્ષમાં (કોઈ ત્રણ વર્ષ કહે છે) પૂર્ણ થયો. આ બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રંથ છે.
એમાં 18 પર્વ છે. અને
ભીષ્મપર્વના 25 થી 42 અધ્યાય તે ભગવદ્ગીતાના 18 અધ્યાયો છે.
મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. ઈશાવાસ્ય ઉપનિષદના 18 શ્લોકો ગીતાના 18 અધ્યાયમાં વચ્ચે સમાવાયા છે.
મહાભારત ગ્રંથનું મૂળ નામ મહાભારત નથી. તેનું મૂળ નામ 'જયસંહિતા' છે. કેમકે જે આ ગ્રંથ વાંચે છે, તેને જીવનના દરેક ક્ષેત્રમાં જય મળે છે. વેદવ્યાસે જયસંહિતાની પ્રસ્તાવનામાં લખ્યું છે, કે જે આ ગ્રંથને વાંચશે; યાદ કરશે, તેને જીવનમાં વિજય જ મળશે. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, કોઈપણ શંકા વિના મહાભારત ઘરમાં વસાવવું જોઈએ; વાંચવું જોઈએ. તો પછી 'જયસંહિતા' મહાભારત કેમ કહેવાયું ? આપણે ત્યાં જે ભારે એટલે કે વજનવાળું હોય તેને ભારત કહે છે.( ભારતનો અર્થ રાજા ભરતના નામ પરથી દેશનું નામ ભારત પડ્યું તે માત્ર જ નથી). ભારત એટલે જે ભારવાળું કે વજન વાળું છે. વેદ પણ મોટા, વિશાળ ગ્રંથ હોવાથી ભારત કહેવાy છે. કહેવાય છે, પ્રાચીન સમયમાં જ્યારે મહાભારત જયસંહિતાથી ઓળખાતું હતું, ત્યારે ઋષિઓમાં વિવાદ થયો કે વેદ ભારે છે? કે જય સંહિતા વધારે ભારે છે? ત્યારે ત્રાજવાના એક પલ્લુમાં ચારો વેદ રખાયા અને બીજા પલ્લુમાં જય સંહિતાને રાખવામાં આવ્યું. તો જયસંહિતાનું પલ્લું ભારથી નમી પડ્યું. વેદ ભારતથી ઓળખાતા હતા, માટે જયસંહિતાને તેનાથી વધારે વજન વાળો ગ્રંથ એટલે મહાભારત નામ મળ્યું. વેદો સાથે તેને ઊંચનીચ એટલે કે વધારે કે ઓછા મહત્વની સરખામણી ન થાય તે માટે તેને વેદની ઉપમા અપાઇ. ઋષિઓ, મહાપુરુષો, આચાર્યોએ તેને 'પંચમવેદ' તરીકે સ્વીકૃત કર્યું. મહાભારતના મનુષ્ય શ્લોકોમાં 5,000 પાત્રોનું (આખા 60 લાખના મહાભારતમાં કેટલા પાત્રો હશે ?તેની ખબર નથી !! ) નિરૂપણ છે
વેદવ્યાસજીએ જગતના બધી જ પ્રકૃતિના-સ્વભાવના પુરુષો, બધી જ પ્રકારની પ્રકૃતિ-સ્વભાવવાળી સ્ત્રીઓ અને બધા પ્રકૃતિ-સ્વભાવવાળા નપુસંક (પ્રાણી પક્ષી ..) , પાત્રોને મહાભારતમાં સમાવી લીધા છે. મહાપુરુષ સંતોએ કહ્યું છે, જગતમાં કોઈપણ મનુષ્ય પોતાના સ્વભાવ-પ્રકૃતિના અનુરૂપ પાત્રને મહાભારતમાં શોધી શકશે. એટલે કહેવાય છે, જે બીજે ક્યાંય છે; તે મહાભારતમાં છે. અને જે મહાભારતમાં છે;તે બીજે ક્યાંય છે અથવા બીજે ક્યાંય નથી. અર્થાત ' વ્યાછુષ્ટ શિષ્ટમ્ જગત સર્વમ્ 'વેદવ્યાસજીનું ઉચ્છીષ્ટ (એંઠું એટલે લખેલું)છે તે જ જગતનું સર્વસ્વ છે.
હવે તમને મહાભારત નો આરંભ કેવી રીતે થયો અને કૌરવ પાંડવોનો પરિચય કરાવું છું
રાજા કુરુએ જ્યાં તપસ્યા કરી, તે સ્થાન કુરુક્ષેત્ર કહેવાયું. આ જગાએ મહાભારતનું યુદ્ધ લડાયું. કુરુની પરંપરામાં ભરત છે; જેના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. શાંતનુ રાજા મહાભારતના આરંભમાં પહેલા રાજા છે. તે અત્યંત પ્રતાપી અને તેજસ્વી હતા. એકવાર તેમણે ભગવતી ગંગા ના દર્શન સ્વરૂપવાન યુવતી તરીકે થયા. તેઓ તેના રૂપથી પ્રભાવિત થઈ ,લગ્ન માટેની ઈચ્છા બતાવી. ગંગાજીએ લગ્ન પૂર્વે શરત મૂકી કે, તે કંઈ પણ કરે; તે બાબતમાં રાજા શાંતનુ તેમને કશું પૂછશે નહીં. જો તેઓ કોઇ પ્રશ્ન પૂછશે, તો ગંગાજી તેમને છોડીને જતા રહેશે. સમય જતા ગંગાજીને એક પછી એક સાત પુત્રો થયા. બધા પુત્રોને જન્મ થતા જ તે ગંગા નદીના પ્રવાહમાં છોડી દેતા અને નષ્ટ કરી દેતા. શાંતનુ રાજા પુત્રનું મુખ સુધ્ધા જોવા ન પામતા. જ્યારે આઠમો પુત્ર થયો, ત્યારે ગંગાજી તેને ગંગા નદીમાં પ્રવાહિત કરવા જઈ રહ્યા હતા. અને રાજા શાંતનુએ આ જોયું. લગ્નના આઠ વર્ષ પછી તેમની ધીરજ ખૂટી ગઈ. તેમણે ગંગાને માર્ગમાં રોકીને પૂછ્યું, તે સાત અબુધ બાળકોની અકારણ હત્યા કરી છે. હવે આઠમા પુત્રને નષ્ટ કરવા જઈ રહી છે. તો આમ કેમ કરે છે ? ગંગાજીએ કહ્યું, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. પણ આપણી શરત હતી કે આપણો ગૃહસ્થાશ્રમ ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી તમે મને કોઈ પ્રશ્ન નહીં પૂછો. હું આ પ્રશ્નનો ઉત્તર આપીશ. પછી હું પાછી સ્વર્ગલોકમાં જતી રહીશ. અને આપણું ગૃહસ્થાશ્રમ સમાપ્ત થશે. ગંગાજીએ રાજા શાંતનુ ઉત્તર આપ્યો કે આ આઠ પુત્રો આઠ વસુ છે. જેઓને વશિષ્ઠ ઋષિના શ્રાપથી મૃત્યુલોકમાં જન્મ લેવાનો હતો. આ વસુઓએ મને વિનંતી કરી કે અમે તમારા ગર્ભથી જન્મ લઈશું અને તમે જળસમાધીથી અમારી તરત મુક્તિ કરી દેજો. જેથી અમે પાછા વસુલોકમાં આવી જઈએ. તેમને વિનંતી સાંભળીને, મેં પૃથ્વીલોકના શ્રેષ્ઠ રાજા સાથે વિવાહ કરી તેમને જન્મ આપ્યો. તેમને જન્મ બાદ તરત મૃત્યુ આપી હું તેમનું કલ્યાણ કરતી હતી; કોઈ પાપ કરતી ન હતી. તમે મને રોકી. તેથી આઠમો પુત્ર ગંગામાં નષ્ટ નહીં થાય. તેનું નામ દેવવ્રત છે. અને તે મારી સાથે રહેશે. જ્યારે મોટો થશે, ત્યારે હું તમને પાછો આપી દઇશ . અને તે આખા સંસારમાં, હજુ સુધી થયો નથી, એવો વીર, પ્રતાપી, સશસ્ત્રજ્ઞ અને ધર્મજ્ઞ થશે. જ્યારે પુત્ર 15- 17 વર્ષનો થયો, ત્યારે ત્યાં સુધીમાં તેણે બૃહસ્પતિ મુનિ અને પરશુરામ મુનિ પાસેથી શસ્ત્ર-શાસ્ત્રોની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ઉપરાંત, અનેક દિવ્યાયુધો, અનેક અસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું; જે પૃથ્વી પર કોઈને પણ ન હતું. તે જ્યારે મોટો થઈ પૃથ્વી પર પાછો આવ્યો, ત્યારે તેણે બાણવર્ષા થી ગંગાનો પ્રવાહ રોકી લીધો. અને પછી રાજા શાંતનુને પરિચય થયો. ગંગાજીએ તેને શાંતનુ મહારાજને સોંપી દીધો.
એકવાર શાંતનુ મહારાજ નૌકા વિહાર માટે ગયા. ત્યારે તેમને સત્યવ્રતી નામની મસ્ત્યકન્યા મળી. તે વેદ વ્યાસની માતા છે. સત્યવ્રતી ની કથા પણ બહુ ઉત્કંઠાવાળી છે. તેના પિતા દ્રાક્ષરાજ છે. સત્યવ્રતી માછીમારની કન્યા હોવાથી તેનું કામ માછલી પકડવાનું અને મુસાફરોને નદીના એક કાંઠેથી બીજા કાંઠે હેરફેર કરવાનું હતું. એકવાર પરાશર મુનિ સામે કાંઠે જવા તેની નાવમાં બેઠા. નાવ નદીની વચ્ચે પહોંચી, ત્યારે અચાનક ધુમ્મસ (કોહરા) છવાઈ ગયું. પરાશર મુનિએ સમયની ગણતરી કરી. અને સત્યવ્રતીને કહ્યું, અત્યારે ગ્રહોનો સંયોગ એવો છે, કે જો હું તારી સાથે પુત્ર પેદા કરું, તો તે પુત્ર એટલો વિદ્વાન થશે કે આખા બ્રહ્માંડને સૌથી વધુ જ્ઞાન આપવા વાળો થશે. સત્યવ્રતીએ આ માટે પિતાની આજ્ઞા લેવાનું કહ્યું. ત્યારે પરાશર ઋષિએ કહ્યું, અત્યારે સમય ઘણો મહત્વનો છે. જો આ સમય નીકળી જશે, તો પછી વિદ્વાન પુત્ર પેદા કરવાની તક જતી રહેશે. સત્યવ્રતીએ કહ્યું, હું પુત્રનો કેવી રીતે ઉછેર કરીશ? તમે ઋષિ હોવાથી પુત્ર પેદા કરી જતા રહેશો. પરાશર મુનિએ કહ્યું, હું પુત્ર લૌકિક રીતે ઉત્પન્ન નહી કરૂ.અને તને વરદાન આપીશ કે પુત્રપ્રાપ્તિ પછી તને તારી કુમારીકાની સ્થિતિ પ્રાપ્ત થશે. સત્યવ્રતીએ કહ્યું, તમને જેવો ઈચ્છો છો, તેવો પુત્ર મળી જશે. અને મને મારૂં કૌમાર્ય પાછું મળશે, જે અત્યારે પણ છે જ. તો મને આનાથી શું ફાયદો થશે ? પરાશર મુનિએ તેની વરદાનની ઈચ્છા પૂછી. સત્યવ્રતીએ કહ્યું, હું દિવસ-રાત માછીમારીનું કામ કરું છું. તેથી મારા શરીરમાંથી ઘણી દુર્ગંધ આવે છે. જેથી કોઈ મારી આસપાસ રહેવાનું પસંદ કરતું નથી. તમે એવું કરો કે શરીરમાંથી સુગંધી આવે. પરાશર મુનિએ વરદાન આપ્યું કે તારા શરીરમાંથી સુગંધી આવશે અને તે તારાથી એક કોસ સુધી ફેલાયેલી રહેશે. પરાશર મુનિએ સત્યવ્રતી દ્વારા વેદવ્યાસ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કૃષ્ણદ્વૈપાયન છે. પછીથી તે વેદ વ્યાસ કહેવાયા. વેદ વ્યાસ જન્મ્યા પછી તરત જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા. અને પછી તેજસ્વી મહાપુરુષ બન્યા. તેમના જન્મ પછી સત્યવ્રતી ને કૌમાર્ય ( કુમારિકા પદ) અખંડ મળી ગયું.
સમય જતા એકવાર રાજા શાંતનુ સત્યવ્રતીની નાવમાં બેઠા. ત્યારે તેના શરીરની સુગંધીથી મોહિત થયા. તેમણે સત્યવ્રતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સત્યવતીએ પિતા દ્રાક્ષરાજને મળવા કહ્યું. રાજા શાંતનુએ દ્રાક્ષરાજ પાસે સત્યવ્રતીનો હાથ માંગ્યો. અને રાજરાણી બનાવવાની વાત કરી. દ્રાક્ષરાજે કહ્યું, મહારાજ , આપને એક મોટો પુત્ર છે; જે આપના બાદ રાજા બનશે. આથી, મારી પુત્રીના પુત્રો તેના સેવક બનશે. જે મને પસંદ નથી. જો તમે વચન આપો કે મારી પુત્રીના પુત્રો તમારા પછી રાજા થશે, તો હું સત્યવ્રતીના લગ્ન કરાવીશ. રાજા શાંતનુને મોટા પુત્ર દેવવ્રત પર પ્રેમ હોવાથી, કંઈ પણ બોલ્યા વિના નીકળી ગયા. પણ પછી તેઓ અત્યંત ઉદાસ રહેવા લાગ્યા. પુત્ર દેવવ્રત પિતાજીની ઉદાસીનું કારણ જાણવા ઉત્સુક હતા. સારથી પાસેથી થોડા દિવસ પહેલા રાજા જ્યાં જ્યાં ગયા હતા, તેની માહિતી મેળવી. આમ કરતાં તેઓ સત્યવ્રતીના પિતા દ્રાક્ષરાજના ઘરે પહોંચ્યા. જ્યારે દેવવ્રતે દ્રાક્ષરાજને અભય વચન આપ્યું, ત્યારે તેમણે પોતાની શરત બતાવી કે મારી પુત્રીના પુત્રો શાંતનું પછી રાજા બને તો જ હું મારી પુત્રીના લગ્ન શાંતનુ રાજા સાથે કરાવું. દેવવ્રતે તરત જ કહ્યું, કે મારું વચન છે કે હું રાજા નહીં બનુ અને તમારી પુત્રીના સંતાનો જ રાજા બનશે. દ્રાક્ષરાજ ધૂર્ત, લાલચી અને શંકાશીલ માણસ હતો. તેણે બીજી શરત રાખી કે રાજકુમાર, તમે વચન મુજબ રાજા નહીં બનો. પણ તમે ભવિષ્યમાં લગ્ન કરો અને તમારા પુત્રો-શાંતનુના મોટા પુત્રોના પુત્ર- હોવાને કારણે રાજા બનવાનો અધિકાર બતાવશે. તે વખતે રાજા શાંતનુ અને તમે પણ મૃત્યુ પામ્યા હશો. તો તે વખતે મારી પુત્રીના પુત્રોને કોણ બચાવશે? તમે ક્ષત્રિય છો; અને તમારા પુત્રોનું ઉચ્ચ ક્ષાત્રતેજ હશે. મારી પુત્રીના પુત્રો એટલા સબળ નહીં હોય કે તે તેમની સામે યુદ્ધમાં જીતી શકે. દેવવ્રતે કહ્યું કે જો મારા પિતાની પ્રસન્નતા માટે મારું જીવન કામમાં આવતું હોય તો તે માટે મને કોઈ સંકોચ નથી. હું તમને વચન આપું છું કે હું લગ્ન નહીં કરું. આજીવન બ્રહ્મચારી રહીશ. અને તમારી પુત્રીના પુત્રોનું રક્ષણ કરી. આ રાજ્યના જે કોઈ ઉત્તરાધિકારી હશે, તેની સેવામાં હું નિયુક્ત રહીશ. મારાથી આ રાજ્યને સંરક્ષણ મળશે.અને કોઈ મુશ્કેલી નહીં આવે. આવી કઠિન પ્રતિજ્ઞા બાળક દેવવ્રતે ત્યાં લીધી. દેવતાઓ પ્રગટ થયા અને પુષ્પવર્ષા કરી. આકાશવાણી થઈ , હે દેવવ્રત,તમે ધન્ય છો. આવી ભીષ્મ પ્રતીજ્ઞા અત્યાર સુધી કોઈએ પિતા માટે લીધી નથી જે તમે લીધી છે. તેથી તમે આજથી ભીષ્મ કહેવાશો. ત્યાર પછી દેવવ્રત મહાભારતમાં ભીષ્મથી ઓળખાયા. આ વાતની રાજા શાંતનુને ખબર પડી, ત્યારે તેમણે પોતાના સમગ્ર જીવનના તપોબળનું તેજ એક્ઠું કર્યું. અને બાળક દેવવ્રત ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. જ્યાં સુધી ભીષ્મ ઈચ્છે નહી, ત્યાં સુધી યમરાજ તેમના પ્રાણ નહીં લઈ શકે.
શાંતનુના પહેલા વિવાહ ગંગાજીથી ભીષ્મ જન્મ્યા. પછી સત્યવ્રતી સાથે વિવાહથી ચિત્રાંગંદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્ર થયા. આ બે પુત્રો નિર્બળ હતા. પણ ભીષ્મના સંરક્ષણમાં હતા. તેમના લગ્ન માટે ભીષ્મએ કાશીરાજની ત્રણ કન્યાઓનું lઅપહરણ કર્યું. તેમના નામ હતા, અંબિકા, અંબા અને અંબાલિક. રસ્તામાં અંબાએ ભીષ્મને કહ્યું, હું રાજા શલ્યરાજને ચાહું છું. અને તેમની સાથે લગ્ન કરવાની છું. તેની ઈચ્છાને માન આપી, ભીષ્મ તેને રાજા શાલ્યરાજ પાસે લઈ ગયા. શલ્યરાજે અંબાનો અસ્વીકાર કર્યો, કેમકે તે ભીષ્મથી તેને જીતી શકે તેવા શક્તિશાળી ન હતા. આ અપમાનથી અંબા ખૂબ ગુસ્સે થઈ. અને તેણે ત્યાં જ આત્મદાહ કર્યો. મરતી વખતે તેણે ભીષ્મને શાપ આપ્યો કે હું તમારા મૃત્યુનું કારણ બનીશ. આ અંબા પછીના જન્મમાં શિખંડી રૂપે જન્મી અને અર્જુનને આગળ ઊભા રહી ભીષ્મના મૃત્યુનું કારણ બની. ચિત્રાંગંદનું મૃત્યુ લગ્ન પહેલાં જ થઈ ગયું. તેથી અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે થયા. પણ તેને કોઈ પુત્ર થાય, તે પહેલા વિચિત્રવીર્યનું પણ મૃત્યુ થયું. હવે રાજ ચલાવવા સત્યવ્રતીના કોઈ પુત્ર બચ્યા નહીં. તેથી તેણે ભીષ્મને રાજા બનવા કહ્યું. પણ ભીષ્મએ સત્યવ્રતીને તેના પિતાને આપેલા વચનની યાદ આપી. અને રાજા બનવાનો ઇનકાર કર્યો. આથી સત્યવ્રતીએ પોતાના પુત્ર વેદવ્યાસનું આહવાન કર્યું. વેદવ્યાસે પોતાના તપોબળથી અંબાલિકા અને અંબિકા ના ગર્ભમાં બીજનું સ્થાપન કર્યું. એક વાર્તા એવી પણ છે કે સત્યવ્રતીએ એક દાસીને પણ મોકલી હતી. વેદવ્યાસજી ગર્ભાધાન કરવા માટે મહેલમાં આવ્યા. વેદ વ્યાસજી જન્મથી એકદમ કાળા હતા. જેથી તેમનું એક નામ કૃષ્ણદ્વૈપાયન છે. લાંબી તપશ્ચર્ર્યાને કારણે શરીર પર લાંબી દાઢી, લાંબા વાળ અને મેલના થર જામ્યા હતા. તેમનું ભયાનક સ્વરૂપ જોઈ અંબિકાએ આંખો બંધ કરી દીધી. અંબાલિકા ગભરાઈને ફિક્કી પડી ગઈ. પણ જે દાસીને મોકલી હતી, તે ડરી નહીં. આથી અંબિકાને ધૃતરાષ્ટ્ર અંધ- આંખો વિનાના જન્મ્યા. અંબાલિકાનો પુત્ર પાંડુ એકદમ દુર્બળ અને પિત્તવર્ણનો જન્મ્યો. અને દાસીનો પુત્ર વિદુર તરીકે જનમ્યો.વિદુરજી યમના બીજા અવતાર કહેવાય છે; એકદમ ધર્મજ્ઞ અને શાંતવૃત્તિના. આમ ત્રણ ભાઈઓ જન્મ્યા. પછી ધૃતરાષ્ટ્રનો વિવાહ ગાંધારી સાથે થયો. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો અને દુશલા નામની પુત્રી જન્મી.( કુલ 101 સંતાનો) પાંડુના વિવાહ કુંતી સાથે અને માદ્રી સાથે થયા. કુંતીને દુર્વાસા ઋષિની સેવા કરવાથી દેવતાઓનું કોઈપણ સમયે આહવાન કરવાનું વરદાન મળ્યું હતું. કન્યાની ઉંમરમાં કુંતીએ સૂર્યનું આહવાન કર્યું. જેથી કર્ણનો જન્મ થયો. અવિવાહિતહોવાથી તેણે જન્મ થતાં જ પુત્રને એક ટોકરીમાં મૂકી નદીમાં વહાવી દીધો. કર્ણ ત્યાર પછી રાધાનંદન બન્યો. અને સુતપુત્ર કહેવાયો. પાંડુ રાજા થી શિકાર દરમિયાન બ્રહ્મહત્યા થઈ અને શ્રાપ મળ્યો કે તમારાથી પુત્ર ઉત્પન્ન નહીં થાય. આથી કુંતીએ ધર્મરાજ નું આહવાન કર્યું; જેથી યુધિષ્ઠિર જન્મ્યા. પછી પવનદેવનું આહવાન કર્યું; જેથી ભીમ જન્મ્યા. ઈન્દ્રનું આહવાન કર્યું; જેથી અર્જુન જન્મ્યા. અને રાણી માદ્રી માટે અશ્વિનીકુમારોનું આહવાન કર્યું; જેથી નકુલ અને સહદેવ જન્મ્યા. પછી પાંચે પાંડવોનો વિવાહ દ્રોપદી સાથે થયો. આ ઉપરાંત, તેમને અલગ અલગ રાણીઓ પણ હતી. ભીમનો હિડંબા અને અર્જુનનો કૃષ્ણની બહેન સુભદ્રા સાથે વિવાહ થયો.અર્જુન-સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, તેનો પુત્ર પરીક્ષિત અને તેનો પુત્ર જન્મેજય થયો. વૈષ્પાયર મુનિએ જનમેજયને મહાભારત ની વાર્તા સંભળાવી.
વિશ્વમાં ઘણી ગીતાઓ પ્રચલિત છે. જેમકે અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, કપિલ ગીતા, શ્યામ ગીતા, શ્રુતિ ગીતા, ઉદ્ધવ ગીતા, વૈષ્ણવ ગીતા, ગુરુ ગીતા, અને ભગવદ્ગીતા. મહાપુરુષો દ્વારા ભગવત્ ઉપદેશને કારણે વિવિધ ગીતાઓનું સર્જન થયું. જે ઉપદેશ ગાયનના અર્થમાં થયો, તે ભગવદ્ગીતા કહેવાઇ. બાઈબલના ફક્ત 1300 ભાષાંતર છે. ભગવદ્ગીતા પર 1800 થી વધુ પ્રામાણિક ભાષ્યો છે. અને બીજા અગણિત ભાષ્યો છે. કેમ કે આપણી સનાતની પરંપરા પ્રમાણે, જે આચાર્ય પદવી પામે છે; તેને ગીતા પર પોતાનું ભાષ્ય લખવું પડે છે. અન્યથા તે આચાર્ય નહીં કહેવાય. તેથી લાખો ભાષ્યો ગીતા પર થયા છે. મુખ્ય ભાષ્યો છે; શંકર ભાષ્ય, રામાનુજાચાર્ય ભાષ્ય, મધુસૂદન સરસ્વતીની ગુણાત્મક દીપીકા, શ્રીધર સ્વામીની સુબોધિની ટીકા, જ્ઞાનેશ્વર મહારાજની જ્ઞાનેશ્વરી ગીતા, તિલક મહારાજનું ગીતા રહસ્ય, ગાંધીજીનો અનાસક્તિ યોગ, મહર્ષિ અરવિંદ દ્વારા ઈશાસ્યમ ગીતા, મહર્ષિ યોગાનંદનો ઈશ્વરાર્જુન સંવાદ, વિનોબા ભાવેની ગીતા, હીરાનંદજીની ભગવદ્ગીતા ક્રિયાસાર, જેની સૌથી વધુ એટલે કે 10 કરોડ નકલો વેચાઇ છે તે પરમશ્રધ્યેય બ્રહ્મલીન શેઠજી શ્રીજયદયાલ ગોયંકાની તત્વ વિવેચની, અત્યારે જે સૌથી વધુ જાણીતી છે તે પરમશ્રદ્ધેય બ્રહ્મલીન રામસૂરદાસજી દ્વારા સાધન સંજીવની, સહજાનંદ સ્વામીની ગીતા હ્રુદય, સ્વામી પ્રભુપાદ દ્વારા ગીતા અથર્વ, અલકનંદજીની યથાર્થ ગીતા, ગીતા પરિવારનની અર્થ સહિત સરળ પઠનીય ગીતા. આ બધી જ ગીતાઓ રત્નોની ખાણ સમાન છે. કોઈ ગીતાનું ઓછું કે વધારે મહત્વ છે; તેવું નથી. હવે એક સુંદર ભજન છે.
जाने क्या जादू भरा हुआ,
ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે. સૌથી મોટો 18 મો અધ્યાય અને સૌથી નાનો 12 મો અધ્યાય છે. 700 શ્લોકોમાં, 574 શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણના મુખથી નીકળ્યા; 84 શ્લોકો અર્જુન બોલ્યો કે પ્રશ્નો પૂછ્યા; 41 શ્લોકો સંજયના મુખથી છે અને એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખથી છે. મહાભારતની હમણાં વાત કરી, તે વેદ વ્યાસજીએ ગણેશજીને કહી. વૈષપાયર મુનિએ જન્મેજય ને કહી. સુતજીએ શૌનક મુનિને કહી. સંજયે ધૃતરાષ્ટ્રને કહી. કૃષ્ણે અર્જુનને કહી. આ શ્રેષ્ઠ વકતા-શ્રોતાના ઉદાહરણ છે.
બધાની માન્યતા છે, કે સંજયે દિવ્ય દ્રષ્ટિથી ગીતાસંવાદ જોયો અને ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો. પણ આમાં એક સાચી વાત કરવાની છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું, ત્યારે સંજય કુરુક્ષેત્રમાં હતા. દસ દિવસ સુધી ત્યાં રહ્યા. આ દસ દિવસોમાં શું થયું, તેની ધૃતરાષ્ટ્રને કોઇ જ ખબર નહોતી. દસમા દિવસે જ્યારે ભીષ્મપિતા બાણશૈયા પર યુદ્ધથી નિવૃત્ત થયા, ત્યારે ભીષ્મપિતાના સમાચાર આપવા તે પાછા ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. ધૃતરાષ્ટ્રએ કહ્યું, મને શરૂઆતથી યુદ્ધનું વર્ણન કર અને ગાયું 'ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ......' ત્યારે સંજયે દિવ્ય દ્રષ્ટિથી દસ દિવસ જુના સમયને જોયો અને તેનુ હુબહુ વર્ણન કર્યું. ઘણાને શંકા જાય, કે જો યાદશક્તિથી આ બધું વર્ણન કરે, તો ઘણું સાચું અને ઘણું ખોટું પણ હોઈ શકે. પણ ધૃતરાષ્ટ્ર આગળ યુદ્ધનું વર્ણન યાદશક્તિથી નહીં, પણ દિવ્ય દ્રષ્ટિના પ્રતાપથી કર્યું હતું. ઉદાહરણ રૂપે, તમે તમે મારું વિવેચન જીવંત (લાઈવ) અત્યારે જુઓ છો. 10 દિવસ પછી youtube પર ફરી સાંભળશો, તો તે આનાથી અલગ જોશો ? ના , જેવું અત્યારે છે, તેવું અને તેવું જ હશે. સરળતાથી સમજવા માની લો youtube નું રેકોર્ડિંગ પ્લેબેક કરી સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું. બીજો સંશય થાય કે વ્યાસજીએ વમહાભારત કેવી રીતે લખ્યું ? તેમનાથી કંઈક જુદુ લખાયું હોય ! વેદ વ્યાસ પાસે દિવ્ય દ્રષ્ટિ હતી; જે તેમણે સંજયને આપી હતી.
હવે પ્રશ્ન આવે છે કે સંજય કોણ છે? તેને દિવ્ય દ્રષ્ટિ કઈ રીતે મળી જેથી તેને ભગવાનના વિશ્વરૂપ સ્વરૂપના દર્શન થયા. સંજય ગઢવલક નામના સૂતનો પુત્ર છે. બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય પુરુષ થી ઉત્પન્ન થયેલા સુત જાતિના કહેવાય છે. સુત જાતિ મોટે ભાગે રથના સારથી નું કામ કરતી હતી. સંજય પૂર્વ જન્મમાં મોટા યોગી હોવાથી, નાનપણથી શાસ્ત્રો પ્રત્યે રુચિ હતી.તેઓ શાસ્ત્ર ભણવા વેદ વ્યાસ ઋષિ પાસે પહોંચ્યા. વેદવ્યાસજીએ કહ્યું, હું ફક્ત બ્રાહ્મણોને ભણાવું છું. તું સુતપુત્ર છે; પણ હું તારી પરીક્ષા લઈશ. અને જો તું તેમાં સફળ થઈશ તો તને શિષ્ય બનાવીશ. પરીક્ષામાં સંજયના ઉત્તરોથી ખુશ થઈ વેદ વ્યાસે તેને શિષ્ય બનાવ્યો. સંજયના અભ્યાસથી વેદ વ્યાસે પ્રસન્ન થઈ તે સુત જાતિનો હોવા છતાં તેને બ્રાહ્મણત્વ આપ્યું. તે સુત જાતિમાંથી બ્રાહ્મણ બન્યો. દુર્યોધને કર્ણને સૂત જાતિમાંથી ક્ષત્રિય બનાવ્યો. કૌશિક રાજાએ ક્ષત્રિયમાંથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યુ . બ્રાહ્મણત્વ માંથી ઋષિત્વ પ્રાપ્ત કર્યું. ઋષિત્વ માંથી મહર્ષિત્વ પ્રાપ્ત કર્યું અને મહર્ષિત્વમાંથી બ્રહ્મર્ષિત્વ મેળવ્યું. તેથી તે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર બન્યા, જે ભગવાન રામના ગુરુ હતા.આમ તે કાળમાં 'કર્મ દ્વારા વર્ણ પરિવર્તન' સામાન્ય હતું.
ધૃતરાષ્ટ્ર વેદ વ્યાસના પુત્ર છે. તેથી પુત્ર પ્રેમને કારણે વેદ વ્યાસ સંજયને- પોતાના ઉત્તમ શિષ્યને, લઈને ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું, આ સંજય, મારો તેજસ્વી અને સુયોગ્ય શિષ્ય છે. તે તારી સાથે રહેશે. તે શાસ્ત્ર જ્ઞાતા છે. અને તેની સલાહ તું માનજે. તે સૂત જાતિનો છે, તેથી તારો રથ પણ ચલાવશે. તારો વિશ્વાસનીય મંત્રી, સાચા સલાહકાર અને મિત્ર પણ બનશે.આમ ધૃતરાષ્ટ્રએ સંજયને મંત્રી, સલાહકાર, સારથી અને મિત્ર બનાવ્યો. ધૃતરાષ્ટ્રને મહાભારતમાં બે પાત્રોએ સૌથી વધુ ગાળો આપી છે.એક સંજય અને બીજા વિદુરજી. વિદુરજી ભાઈ હોવાથી ગાળો બોલી શક્યા અને સંજય વેદવાસના પ્રિય શિષ્ય હોવાથી ગાળો બોલી શક્યા.
હવે ગીતા મહાત્માના સાત શ્લોકોનો અર્થ સમજીએ મોટાભાગના વિદ્વાનો આ શ્લોકો શંકરાચાર્યની રચના માને છે એક શ્લોક રામાનુજાચાર્ય અને એક શ્લોક વલ્લભાચાર્યનો છે.

भगवान तुम्हारी गीता में,
मन चमन हमारा हरा हुआ,
घनश्याम तुम्हारी गीता में,
जाने क्या जादू भरा हुआ।।
गीता ग्रंथो से न्यारी है,
श्रुति जुगति अनुभवकारी है,
गीता ग्रंथो से न्यारी है,
श्रुति जुगति अनुभवकारी है,
युग युग का अनुभव जुड़ा हुआ,
घनश्याम तुम्हारी गीता में,
जाने क्या जादू भरा हुआ।।
जब शोक मोह से घिर जाते,
तब गीता वचन हृदय लाते,
जाने क्या जादू भरा हुआ।।
कल्याण खजाना भरा हुआ,
श्री कृष्ण तुम्हारी गीता में,
जाने क्या जादू भरा हुआ।।
भगवान तुम्हारी गीता में,
गीता संतो का जीवन है,
गंगा के सम अति पावन है,
शरणागति अमृत भरा हुआ,
भगवान तुम्हारी गीता में,
विज्ञान ज्ञान रस भरा हुआ,
श्री कृष्ण तुम्हारी गीता में,
हरी प्रेम लबालब भरा हुआ,
घनश्याम तुम्हारी गीता में,
जाने क्या जादू भरा हुआ।।
जाने क्या जादू भरा हुआ,
भगवान तुम्हारी गीता में,
मन चमन हमारा हरा हुआ,
घनश्याम तुम्हारी गीता में,
ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે. સૌથી મોટો 18 મો અધ્યાય અને સૌથી નાનો 12 મો અધ્યાય છે. 700 શ્લોકોમાં, 574 શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણના મુખથી નીકળ્યા; 84 શ્લોકો અર્જુન બોલ્યો કે પ્રશ્નો પૂછ્યા; 41 શ્લોકો સંજયના મુખથી છે અને એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખથી છે. મહાભારતની હમણાં વાત કરી, તે વેદ વ્યાસજીએ ગણેશજીને કહી. વૈષપાયર મુનિએ જન્મેજય ને કહી. સુતજીએ શૌનક મુનિને કહી. સંજયે ધૃતરાષ્ટ્રને કહી. કૃષ્ણે અર્જુનને કહી. આ શ્રેષ્ઠ વકતા-શ્રોતાના ઉદાહરણ છે.
બધાની માન્યતા છે, કે સંજયે દિવ્ય દ્રષ્ટિથી ગીતાસંવાદ જોયો અને ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો. પણ આમાં એક સાચી વાત કરવાની છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું, ત્યારે સંજય કુરુક્ષેત્રમાં હતા. દસ દિવસ સુધી ત્યાં રહ્યા. આ દસ દિવસોમાં શું થયું, તેની ધૃતરાષ્ટ્રને કોઇ જ ખબર નહોતી. દસમા દિવસે જ્યારે ભીષ્મપિતા બાણશૈયા પર યુદ્ધથી નિવૃત્ત થયા, ત્યારે ભીષ્મપિતાના સમાચાર આપવા તે પાછા ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. ધૃતરાષ્ટ્રએ કહ્યું, મને શરૂઆતથી યુદ્ધનું વર્ણન કર અને ગાયું 'ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ......' ત્યારે સંજયે દિવ્ય દ્રષ્ટિથી દસ દિવસ જુના સમયને જોયો અને તેનુ હુબહુ વર્ણન કર્યું. ઘણાને શંકા જાય, કે જો યાદશક્તિથી આ બધું વર્ણન કરે, તો ઘણું સાચું અને ઘણું ખોટું પણ હોઈ શકે. પણ ધૃતરાષ્ટ્ર આગળ યુદ્ધનું વર્ણન યાદશક્તિથી નહીં, પણ દિવ્ય દ્રષ્ટિના પ્રતાપથી કર્યું હતું. ઉદાહરણ રૂપે, તમે તમે મારું વિવેચન જીવંત (લાઈવ) અત્યારે જુઓ છો. 10 દિવસ પછી youtube પર ફરી સાંભળશો, તો તે આનાથી અલગ જોશો ? ના , જેવું અત્યારે છે, તેવું અને તેવું જ હશે. સરળતાથી સમજવા માની લો youtube નું રેકોર્ડિંગ પ્લેબેક કરી સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું. બીજો સંશય થાય કે વ્યાસજીએ વમહાભારત કેવી રીતે લખ્યું ? તેમનાથી કંઈક જુદુ લખાયું હોય ! વેદ વ્યાસ પાસે દિવ્ય દ્રષ્ટિ હતી; જે તેમણે સંજયને આપી હતી.
હવે પ્રશ્ન આવે છે કે સંજય કોણ છે? તેને દિવ્ય દ્રષ્ટિ કઈ રીતે મળી જેથી તેને ભગવાનના વિશ્વરૂપ સ્વરૂપના દર્શન થયા. સંજય ગઢવલક નામના સૂતનો પુત્ર છે. બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય પુરુષ થી ઉત્પન્ન થયેલા સુત જાતિના કહેવાય છે. સુત જાતિ મોટે ભાગે રથના સારથી નું કામ કરતી હતી. સંજય પૂર્વ જન્મમાં મોટા યોગી હોવાથી, નાનપણથી શાસ્ત્રો પ્રત્યે રુચિ હતી.તેઓ શાસ્ત્ર ભણવા વેદ વ્યાસ ઋષિ પાસે પહોંચ્યા. વેદવ્યાસજીએ કહ્યું, હું ફક્ત બ્રાહ્મણોને ભણાવું છું. તું સુતપુત્ર છે; પણ હું તારી પરીક્ષા લઈશ. અને જો તું તેમાં સફળ થઈશ તો તને શિષ્ય બનાવીશ. પરીક્ષામાં સંજયના ઉત્તરોથી ખુશ થઈ વેદ વ્યાસે તેને શિષ્ય બનાવ્યો. સંજયના અભ્યાસથી વેદ વ્યાસે પ્રસન્ન થઈ તે સુત જાતિનો હોવા છતાં તેને બ્રાહ્મણત્વ આપ્યું. તે સુત જાતિમાંથી બ્રાહ્મણ બન્યો. દુર્યોધને કર્ણને સૂત જાતિમાંથી ક્ષત્રિય બનાવ્યો. કૌશિક રાજાએ ક્ષત્રિયમાંથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યુ . બ્રાહ્મણત્વ માંથી ઋષિત્વ પ્રાપ્ત કર્યું. ઋષિત્વ માંથી મહર્ષિત્વ પ્રાપ્ત કર્યું અને મહર્ષિત્વમાંથી બ્રહ્મર્ષિત્વ મેળવ્યું. તેથી તે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર બન્યા, જે ભગવાન રામના ગુરુ હતા.આમ તે કાળમાં 'કર્મ દ્વારા વર્ણ પરિવર્તન' સામાન્ય હતું.
ધૃતરાષ્ટ્ર વેદ વ્યાસના પુત્ર છે. તેથી પુત્ર પ્રેમને કારણે વેદ વ્યાસ સંજયને- પોતાના ઉત્તમ શિષ્યને, લઈને ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું, આ સંજય, મારો તેજસ્વી અને સુયોગ્ય શિષ્ય છે. તે તારી સાથે રહેશે. તે શાસ્ત્ર જ્ઞાતા છે. અને તેની સલાહ તું માનજે. તે સૂત જાતિનો છે, તેથી તારો રથ પણ ચલાવશે. તારો વિશ્વાસનીય મંત્રી, સાચા સલાહકાર અને મિત્ર પણ બનશે.આમ ધૃતરાષ્ટ્રએ સંજયને મંત્રી, સલાહકાર, સારથી અને મિત્ર બનાવ્યો. ધૃતરાષ્ટ્રને મહાભારતમાં બે પાત્રોએ સૌથી વધુ ગાળો આપી છે.એક સંજય અને બીજા વિદુરજી. વિદુરજી ભાઈ હોવાથી ગાળો બોલી શક્યા અને સંજય વેદવાસના પ્રિય શિષ્ય હોવાથી ગાળો બોલી શક્યા.
હવે ગીતા મહાત્માના સાત શ્લોકોનો અર્થ સમજીએ મોટાભાગના વિદ્વાનો આ શ્લોકો શંકરાચાર્યની રચના માને છે એક શ્લોક રામાનુજાચાર્ય અને એક શ્લોક વલ્લભાચાર્યનો છે.
આ અધ્યાયના શરૂઆતમાં જ ગીતાનું મહત્વ સાત શ્લોકો દ્વારા સમજાવવામાં આવ્યું છે તેથી આપણે આ સાત લોકો દ્વારા પ્રથમ ગીતા મહાત્મય સમજીશું
अथ गीतामाहात्म्यम्
अथ गीतामाहात्म्यम्
गीताशास्त्रमिदं(म्) पुण्यं(म्) यः(फ्) पठेत्प्रयतः(फ्) पुमान्
विष्णोः(फ्) पदमवाप्नोति भयशोकादिवर्जितः॥1॥
ગીતા મહાત્મય જે મનુષ્ય શુદ્ધ- ચિત્ત થઈને પ્રેમપૂર્વક આ પવિત્ર ગ્રંથ ગીતા શાસ્ત્રનો પાઠ કરે છે તે ભય અને શોક વગેરેથી રહિત થઈને વિષ્ણુ ધામને પ્રાપ્ત કરે છે.
गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च।
नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च॥2॥
જે મનુષ્ય સદા ગીતાનો પાઠ કરવા વાળો છે, તથા પ્રાણાયામ માટે તત્પર રહે છે, તેમના આ જન્મ અને પૂર્વ જન્મમાં કરેલા સમસ્ત પાપ નિઃ સંદેશ નષ્ટ થઈ જાય છે.
मलनिर्मोचनं(म्) पुंसां(ञ्) जलस्नानं(न्) दिने दिने
सकृद्गीताम्भसि स्नानं(म्) संसारमलनाशनम्॥3॥
પાણીમાં દરરોજ કરેલું સ્નાન મનુષ્યને માત્ર શારીરિક મેલ (મળ)નો નાશ કરે છે, પરંતુ ગીતા જ્ઞાનરૂપ માં એકવાર કરેલું સ્નાન સાંસારીક (મળ)મેલને નષ્ટ કરવા વાળું છ
गीता सुगीता कर्तव्या किमन्यैः(श्) शास्त्रविस्तरैः।
या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता॥4॥
જે સાક્ષાત કમલનાભ ભગવાન વિષ્ણુના મુખ કમળથી પ્રગટ થઈ છે, તે ગીતાનું દરેક રીતનુ જ્ઞાન અને અર્થ સહિત સ્વાધ્યાય કરવું જોઈએ અન્ય શાસ્ત્રો ના વિસ્તારનું શું પ્રયોજન છે.
भारतामृतसर्वस्वं(म्) विष्णोर्वक्त्राद्विनि:सृतम्।
गीतागङ्गोदकं(म्) पीत्वा पुनर्जन्म न विद्यते॥5॥
જે મહાભારતનું અમૃતોપમ સાર છે, તથા જે ભગવાન શ્રીકૃષ્ણના મુખ થી પ્રગટ થયેલ છે તે ગીતા રુપી ગંગાજળ ને પીવાથી પુનઃ આ સંસારમાં જન્મ લેવો પડતો નથી.
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः।
पार्थो वत्सः(स्) सुधीर्भोक्ता दुग्धं(ङ्) गीतामृतं(म्) महत्॥6॥
સંપૂર્ણ ઉપનીષદ ગાય સમાન છે, ગોપાલનંદન શ્રીકૃષ્ણ તેને દોહવા વાળા છે, અર્જુન વાછરડું છે, તથા મહાન ગીતામૃત એ તેમની ગાયના દૂધ છે, અને શુદ્ધ બુદ્ધિ વાળા શ્રેષ્ઠ મનુષ્ય એ જ એમના ભોક્તા છે.
एकं(म्) शास्त्रं(न्) देवकीपुत्रगीतमेको देवो देवकीपुत्र एव।
एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं(न्) तस्य देवस्य सेवा॥7॥
દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણ નું કહેલું ગીતા શાસ્ત્ર એ જ એક માત્ર ઉત્તમ શાસ્ત્ર છે, ભગવાન દેવકીનંદન જ એકમાત્ર મહાન દેવતા છે, તેમનું નામજ મંત્ર છે, અને ભગવાનની સેવા એ જ એકમાત્ર કર્તવ્ય કર્મ છે.
1.1
ધૃતરાષ્ટ્ર ઉવાચ
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, સમવેતા યુયુત્સવઃ।
મામકાઃ(ફ્) પાણ્ડવાશ્ચૈવ, કિમકુર્વત સઞ્જય॥૧.૧॥
ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા, યુદ્ધના ઇચ્છુક, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?
ધૃતરાષ્ટ્રના આ એક શ્લોક પછી સમજમાં આવી જશે કે મહાભારતના યુદ્ધના મૂળમાં દુર્યોધન નથી, પણ પાપી ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર રાજા છે અને દુર્યોધન તો રાજકુમાર છે. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, કે જો ધૃતરાષ્ટ્રએ રાજા તરીકેનું પોતાનું કર્તવ્ય બજાવ્યું હોત, તો દુર્યોધન યુદ્ધનું દુઃસાહસ ના કરત. શ્લોકમાં 'ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે...' માં કુરુક્ષેત્રને ધર્મભૂમિ કહી છે. મહારાજ કુરુએ અહીં લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી હતી. તેથી તે કુરુક્ષેત્ર કહેવાઇ. અને પછી ઘણા ઋષિમુનિઓએ અહીં લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી હતી.
તેથી તે ધર્મભૂમિ બની. મહાભારતનું યુદ્વ લડવા માટે યોગ્ય સ્થળની પસંદગી શરૂ થઈ. ઘણા પ્રદેશોની સેનાઓ લડવા માટે ભેગી થવાની હોવાથી, યુધ્ધસ્થળ ઘણું વિશાળ, ખુલ્લું મેદાનવાળું, ખાડા ટેકરા વિનાનું સમતલ, પાણીના સ્તોત્રવાળું અને વૃક્ષો વાળુ હોવું જોઈએ. વળી ભીષ્મ પિતાએ સૂચન કર્યું કે તે સ્થળ એવું શ્રેષ્ઠ તપસ્વીઓથી પુણ્યશાળી હોવું જોઈએ, જેથી જે સૈનિકો યુદ્ધમાં વીરગતિ (મૃત્યુ) પામે, તો તેઓ તે સ્થળના તપસ્વીઓના તપના પ્રભાવથી મુક્તિ પામે. આ માટે ઘણા સ્થળોનું આકલન કરાયું અને એ બધામાંથી, બધાના કલ્યાણ માટે, યુદ્ધભૂમિ માટે કુરુક્ષેત્રની પસંદગી કરાઈ. મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે. તેમ આપણા હૃદયમાં પણ ધર્મ અધર્મનું યુદ્ધ સતત ચાલતું રહે છે. વિશિષ્ટ વાત એ છે કે, ભગવદ્ગીતાના 700 શ્લોકનો આરંભ ' ધ ' છે અને અંતમાં ' ' મ ' છે. એટલે કે પૂરી ગીતામાં 'ધર્મ' છે. આરંભના પહેલા ચરણ 'ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે...' નો પહેલો અક્ષર 'ધ' છે. અંતના છેલ્લા ચરણ '...ધ્રુવા નીતિર્મતિર્મમ' નો છેલ્લો અક્ષર ' મ ' છે. પૂરી ગીતા 'ધર્મ'મય છે. પાપી ધૃતરાષ્ટ્ર પુછે છે, 'યુદ્ધની ઈચ્છા માટે એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રો...' . અહીં તે પોતાના પુત્રો અને પાંડુના પુત્રો (પાંડવો)માં ભેદ જુએ છે. ધૃતરાષ્ટ્રના નાનાભાઈ પાંડુ મૃત્યુ પામ્યા હતા. આ સંજોગોમાં નાનાભાઈના પુત્રો મોટાભાઈના પુત્ર સમાન છે. પાંડુના પુત્રો (પાંડવો) ધૃતરાષ્ટ્રને પિતા તુલ્ય માને છે. તેમની ખોટી આજ્ઞાને પણ યુધિષ્ઠિર મહારાજે ટાળી નહોતી. ધુતરાષ્ટ્રએ યુધિષ્ઠિરને કૌરવો સાથે જુગાર રમવા કહ્યું. બાકીના ભાઈઓ અને દ્રોપદીએ જુગાર રમવાની ના કહી. પણ, યુધિષ્ઠિર, જે ધર્મરાજ કહેવાય છે, તેમણે ભાઈઓને કહ્યુ, આપણા પિતાના મૃત્યુ પછી ધૃતરાષ્ટ્ર પિતા છે. પિતાની આજ્ઞા ઉપર ધર્મ અને અધર્મ અંગેનું વિશ્લેષણ ના કરાય. તેનું પાલન કરવું એ જ પરમ કર્તવ્ય છે. જો તેમ કરવાથી વિનાશ થતો હોય તો વિનાશ પણ થવા દઈશું. આની સામે પાપી ધૃતરાષ્ટ્ર પાંડવોને પુત્ર માનતો નથી. મહાભારતના મૂળમાં આ જ વસ્તુ છે કે, ધૃતરાષ્ટ્રએ પાંડવોને ક્યારેય પોતાના પુત્રો માન્યા નથી. જ્યારે પાંડવોએ તેમને પિતાનો દરજ્જો આપ્યો છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે, 'મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધ મેદાનમાં શું શું કર્યું?'
પ્રશ્નોત્તરી સત્ર પ્રારંભ થયો

પ્રશ્ન - હેમલાતાદીદી
-કોઈ એક અંગનું દાન તો કરી શકાય પરંતુ શુ પૂર્ણદેહનું દાન કરી શકાય કે નહીં?
જવાબ - એકાદ અંગનું દાન કરી શકાય તેનો દોષ તો લાગે છે પણ તેનું નિવારણ પણ કરી શકાય છે, પરંતુ પરમ પૂજ્ય સ્વામીજી મહારાજનું કહેવું છે કે સર્વ દેહદાન ન કરવું જોઈએ.
પ્રશ્ન - અરુણા દીદી
-એકાદશી આજે પણ હોય અને કાલે પણ હોય તો કઈ માન્ય ગણાય?
જવાબ - બધા જ પ્રાંત ના પંચાંગ અલગ અલગ રીતે બહાર પડેલા હોય છે. બધી જગ્યા પર સૂર્યની ગતિ અનુસાર અને કોણ ક્યાં રહે છે અને કોણ કઈ માન્યતાથી કરે છે, તેના સમયની ગતિ અનુસાર પંચાંગ માં અંતર હોય છે. સામાન્ય રીતે બીજી અગિયારસ કરવી જોઈએ ધર્મમાં બીજી અગિયારસ કરવાનું વિધાન છે, સૂર્યોદય સમયે અગિયારસ હોય તે કરવી જોઈએ તેવું સ્વામીજી મહારાજનું કહેવું છે.
પ્રશ્ન - કરુણાજી
-ભગવાનને તુલસીદલ સુકાયેલું ચડાવાય કે નહીં?
જવાબ - તુલસીદલ સુકાયેલું ભગવાનને ચઢાવાય પરંતુ ભગવાનને ચઢાવેલું હોય તો તે તુલસીદલ ફરીથી ન ચઢાવી શકાય, કોઈપણ દેવને ચઢાવેલ હોય તે પણ ફરીથી ન ચઢાવી શકાય, ભગવાનને રાત્રે પુષ્પ, ફળ, દલ દરેક વસ્તુ ચઢાવી હોય તો તેને પણ ઉતારી લેવું આવશ્યક છે.
પ્રશ્ન - લીલા દીદી,
-ગીતા ફક્ત સંસ્કૃત માં જ કેમ શીખવો છો તેનું ભાષાંતર કરીને હિન્દીમાં કેમ નથી સમજાવતા?
જવાબ - ગીતાજીને સમજાવવા માટે અનેક લોકો, મહાન લોકો અને ધાર્મિક પુસ્તકો લખનાર ઘણા બધા મહાનુભાવો એ પુસ્તકો લખ્યા છે, દરેકે અલગ અલગ શ્લોક ના અર્થ કર્યા છે, અને સરળતાથી સમજાવીને લખ્યા છે, આપણે તેને વાંચીને સમજી શકીએ છીએ, પરંતુ ગીતાજીને સંસ્કૃતમાં અને તે પણ શુદ્ધ રીતે બોલતા ગીતા પરિવાર શીખવે છે, તેનો લાભ ઉઠાવો "પઢો, પઢાવો અને જીવનમાં લાવો"
પ્રશ્ન - રમા દીદી
મેં પરીક્ષાઓ છ અધ્યાય ની આપી અને તે સારી પણ રહી બધા જ શ્લોક કંઠસ્થ કરવા ઈચ્છું પણ છું પણ સાથે એમ થાય છે કે સાધક સંજીવની વાંચી લઇયે બધું જ યાદ કરવા કરતા તેને સમજી લઇયે તો?
જવાબ - આ બંને વાતો અલગ અલગ છે, આ વાત એક નથી અર્થ સમજવો એ કોઈ મામુલી વાત નથી મહત્વપૂર્ણ છે, કંઠસ્થ કરતા કરતા તમે ગીતાજી સાથે જોડાઈ જાવ છો, જ્યાં સુધી ગીતા કંઠસ્થ નથી કરી ત્યાં સુધી તે પુસ્તકમાં જ છે, પણ જેવી તમે તેને કંઠસ્થ કરી લો છો તો ગીતા આપણી પોતાની સાથે રહે છે, જીવનનો કોઈ ભરોસો નથી આપણે કદાચ કોમામાં પણ સરી ગયા તો ગીતા આપણી અંદર જ સમાયેલ રહે છે, અને તેના પાઠ હું તે વખતે પણ કરી શકું છું, અને બીજા જનમમાં પણ હું પેદા થઈશ તો પણ મારી સાથે ગીતાજી તો હશે જ, 574 શ્લોક ભગવાનના શ્રી મુખેથી બોલાયેલા છે, તેથી ગીતાના દરેક શ્લોક મંત્રમય છે. શુદ્ધ વાણી માં તે થાય તો માણસનો સ્વભાવ પણ બદલાય છે, વાણી પણ બદલાય છે, અને આપણા કષ્ટોનો પણ નાશ થાય છે તેથી કંઠસ્થીકરણનો મોટો મહિમા છે.
પ્રશ્ન - સુધાજી
- સંજય, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને ભગવાનના ભગવદ્ગીતામાં કેટલા કેટલા શ્લોક છે?
જવાબ - 1 શ્લોક ધૃતરાષ્ટ્ર, 41 શ્લોક સંજયના, 84 શ્લોક અર્જુનના અને 574 શ્લોક ભગવાનના શ્રી મુખે બોલાયેલા છે