विवेचन सारांश
કર્મના પ્રકાર
ગીતા પરિવારની પરંપરા મુજબ શરૂઆતની પ્રાર્થના અને મનમોહક
દીપ પ્રજ્વલન પછી હનુમાન ચાલીસાના પાઠ થયા અને પછી વિવેચન સત્રની શરૂઆત થઈ.
ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન, ગુરૂ ચરણમાં વંદન અને પરમ પૂજ્ય સદ્ગુરુ ગોવિંદદેવગિરિજી મહારાજને પ્રણામ પછી વિવેચનની શરૂઆત થઈ. બહુ આનંદનો વિષય છે કે ભગવદ્ગીતાના ૧૭ સોપાનો ચઢીને આજે આપણે અઢારમા અને અંતિમ સોપાન પર આવ્યા છીએ. આજે એકાદશીના દિવસે અઢારમાં અધ્યાયના વિવેચનનો આરંભ કર્યો એ ઘણા આનંદની વાત છે. આ અધ્યાયને સંત જ્ઞાનેશ્વર મહારાજે એકાદ્યાયી ગીતા કહ્યો છે. આ એક અધ્યાય વાંચો તો આખી ગીતાનો સાર મળી જાય છે એમ ભગવાન કહે છે.
એકવાર એક ભાઈ ટ્રેનમાં બહારગામ જતા હતા. ઘરે બેઠા હતા. પાંચ વાગ્યાની ટ્રેન હતી, સ્ટેશન ઘરથી અડધો કલાક દૂર હતું. ચાર વાગ્યા હતા એ આરામથી બેઠા હતા પરંતુ એમને ખબર નહોતી કે ઘડિયાળ ધીમી ચાલી રહી હતી. એ જ્યારે નીકળ્યા ત્યારે સાડા ચાર વાગી ગયા હતા, જ્યારે એમને ખબર પડી કે મોડું થયું ત્યારે જલ્દી જલ્દી રીક્ષા લઈને સ્ટેશન પર પહોંચ્યા. પુલ પર પહોંચ્યા તો જોયું ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. દોડીને એમણે છેલ્લો ડબ્બો પકડી લીધો. હવે એમને શાંતિ થઈ કે હાશ! ટ્રેન મળી ગઈ. એમ ૧૮મો અધ્યાય સાંભળી લીધો તો ૧૭ અધ્યાયનું વિવેચન ન સાંભળ્યું હોય તો પણ જાણે ટ્રેન પકડાઈ ગઈ.
૯ એ વિશિષ્ટ અંક છે. શાસ્ત્રોમાં, સાહિત્યમાં, વિશેષ રીતે ગણિતમાં નવને પૂર્ણાંક માન્યો છે એટલે ૧૮ પણ પૂર્ણાંક છે. નવના ઘડિયામાં કોઈપણ રકમ આવે એનો સરવાળો ૯ જ આવે છે માટે ૧૮, ૧૦૮, ૧૦૦૮ પૂર્ણ અંક મનાયા છે. ૧૦૦૮ પૂર્ણતાનો પ્રતીક છે. વેદવ્યાસજીએ પુરાણો પણ ૧૮ લખ્યા છે, મહાભારતમાં ૧૮ પર્વ છે, ગીતાજીના ૧૮ અધ્યાય, મહાભારતના યુદ્ધના ૧૮ દિવસ છે. આમ આનું સંખ્યાત્મક દ્રષ્ટિથી બહુ મહત્વ છે.
અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. પ્રશ્ન ત્રણ પ્રકારના હોય છે.
૧. સાધારણ વ્યક્તિનું જ્ઞાન ચકાસવા માટે કોઈ પ્રશ્ન પૂછે છે
૨. પોતાનું જ્ઞાન વધારવા માટે કોઈ પ્રશ્ન પૂછે છે
૩. મારે શું કરવું છે તે જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે.
અર્જુન યોદ્ધભૂમિમાં છે. મારે શું કરવાનું છે તે નિશ્ચિત રૂપથી જાણવા માટે એ ભગવાનને પ્રશ્ન કરે છે, મારું શેમાં નિશ્ચિત કલ્યાણ છે, શેમાં શ્રેયસ છે તે જાણવા માટે પ્રશ્ન કરે છે.
ભગવાન ત્રીજા અધ્યાયના ત્રીજા અને ચોથા શ્લોકમાં નિષ્ઠા વિશે જે કહે છે તે યાદ રાખીને છેક ૧૮મા અધ્યાયમાં અર્જુન પૂછે છે. અર્જુન કેટલા ઉત્તમ શ્રોતા છે!

" लोकेडस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥”
“न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरुषोश्नुते ।
न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति ॥”

ભગવાને આરંભમાં બે પ્રકારની નિષ્ઠા વિશે કહ્યું છે, સાંખ્યયોગીઓની સંન્યાસમાં અને કર્મયોગીઓની ત્યાગમાં નિષ્ઠા હોય છે. અર્જુને પણ એને જ સંદર્ભ બનાવીને અઢારમાં અધ્યાયનો પ્રારંભ કર્યો. ઘણા લોકો પૂછે છે કે ભગવાને અર્જુનને જ ગીતા કેમ કહી? અર્જુન જેવી આપણી પાત્રતા જ નથી.
ભગવાને અર્જુનને કહ્યું, હે નિષ્પાપ અર્જુન, આમાં બે પ્રકારની નિષ્ઠા છે, સાંખ્યયોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગથી અને કર્મયોગીઓની નિષ્ઠા કર્મયોગથી થાય છે. અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે સંન્યાસ અને ત્યાગમાં શું અંતર છે? આપણને તો ઠીક પણ સન્યાસીઓને પણ આ અંતર ખબર નથી હોતું. આપણને લાગે છે કે જેણે ભગવા વસ્ત્રો પહેર્યા છે તે સંન્યાસી છે, ત્યાગી છે. કોઈ લોકો ગૃહસ્થીમાં રહીને પણ ત્યાગી, સંન્યાસીની વૃત્તિ ધરાવતા હોય છે અને કેટલાક સંન્યાસીઓ ભગવા વસ્ત્રો પહેરીને પણ ભોગોમાં આસક્ત હોય છે. મોટી ગાડી, નરમ ગાદલું, બીજા પાસે સેવાની ઈચ્છા વગેરેમાં આસક્ત હોય છે. પરમ શ્રદ્ધેય ભાઈશ્રી હનુમાનજી પોદ્દાર, પરમ શ્રદ્ધેય શેઠજી જયદયાલ ગોયંકાજી એ ગૃહસ્થ સંન્યાસી છે. એમણે ભગવા વસ્ત્રો નથી પહેર્યા પરંતુ એ પૂર્ણરૂપથી સંન્યાસી, ત્યાગી છે.
અર્જુન આ વાતથી અધ્યાયનો પ્રારંભ કરે છે.

18.1
અર્જુન ઉવાચ
સન્ન્યાસસ્ય મહાબાહો, તત્ત્વમિચ્છામિ વેદિતુમ્।
ત્યાગસ્ય ચ હૃષીકેશ, પૃથક્કેશિનિષૂદન॥૧૮.૧॥
અર્જુન બોલ્યા : હે મહાબાહો! હે અન્તર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસના તેમજ ત્યાગના તત્ત્વને જુદું-જુદું જાણવા માંગું છું.
અર્જુન ભગવાનને કહે છે, હે મહાબાહો, સંન્યાસ અને ત્યાગ બંનેને હું જુદા જુદા જાણવા માંગુ છું.
મહાપુરુષો પાસે જ્ઞાન મેળવવા માટે એમને પ્રસન્ન કરવાની આપણે ત્યાં પરંપરા છે. ચોથા અધ્યાયના ૩૪મા શ્લોકમાં ભગવાને કહ્યું, તમે તત્ત્વજ્ઞાની મહાપુરુષો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. પહેલાં એમને પ્રણીપાત કરો, એમની સેવા કરો, પછી એમને પ્રસન્ન કરીને મહાપુરુષો પાસે જ્ઞાન માંગો. આપણે હવે આ ભૂલી ગયા છીએ. આપણે સંતોની સેવા કરીને એમની ઉપર ઉપકાર કરીએ છીએ તેવું માનીએ છીએ. એમના ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરી છે, રહેવાનું બહુ સારી જગ્યાએ રાખ્યું છે તેના પર ગર્વ કરીએ છીએ. આપણે આપણા મનથી એમની પ્રસન્નતા માટે આ કરીએ છીએ હું એમને કંઈ આપું છું એ ભાવથી કરીએ તો એ સેવા નથી. આપણે એમને શું આપી શકીએ છીએ?
અર્જુન ભગવાનને પ્રસન્ન કરે છે. એક શ્લોકમાં એમણે ભગવાનને ત્રણ સંબોધનો કર્યા છે. અર્જુન ભગવાનને મહાબાહો, ઋષિકેશ અને કેશિનિષૂદન આ ત્રણ નામોથી સંબોધે છે. અર્જુને ત્રણ જગ્યાએ ભગવાનની શક્તિની પ્રસંશા કરી છે.
મહાબાહો એટલે મહા શક્તિશાળી

ઋષિકેશ એટલે ઋષિક્+ઈશ - ઈંદ્રિયોના સ્વામી, જેણે પોતાના મનને કાબુમાં કર્યું છે. ભગવાન બધાને કાબુમાં કરે છે, અંતર્યામી છે, બધાના મનની વાત જાણે છે. ઋષિકેશનો બીજો અર્થ છે વાંકડિયા વાળવાળા.
કેશિનિષૂદન એટલે કેશિ નામના ભયંકર રાક્ષસનું મર્દન કરનારા
કેશિ એક રાક્ષસ હતો જે ભયંકર ઘોડાનું રૂપ લઈને ભગવાનની સામે આવ્યો. એનું એક જ પછાડમાં ભગવાને મર્દન કર્યું એટલે એમનું નામ કેશિનિષૂદન પણ છે. ઘોડો એ શક્તિનું પ્રતીક છે એટલે મોટરની શક્તિને પણ હોર્સ પાવરથી મપાય છે.
"જેણે મનને જીત્યું તેણે જગ જીત્યું"
અર્જુન આ ત્રણ ઉપાધિ આપીને ભગવાનને પ્રસન્ન કરે છે. અર્જુન કહે છે કે હે મહાબાહો, સંન્યાસ અને ત્યાગ બંને તત્ત્વોને હું જુદા જુદા જાણવા માંગુ છું. ભગવાન અર્જુન પર પ્રસન્ન થઈ ગયા કે એ બંનેને જુદા જુદા જોઈ શક્યા બાકી સન્યાસીઓ પણ આ બંનેને જુદા જુદા નથી સમજતા અને એટલે જ અર્જુન આ જ્ઞાનના અધિકારી છે.
ભગવાન ત્યાગ વિશે ચાર સિદ્ધાંતો કહે છે એના પહેલા કર્મના સિદ્ધાંત વિશે કહે છે.

શ્રીભગવાનુવાચ
કામ્યાનાં(ઙ્) કર્મણાં(ન્) ન્યાસં(મ્), સન્ન્યાસં(ઙ્) કવયો વિદુઃ।
સર્વકર્મફલત્યાગં(મ્), પ્રાહુસ્ત્યાગં(વ્ઁ) વિચક્ષણાઃ॥૧૮.૨॥
શ્રીભગવાન બોલ્યા : કેટલાક પંડિતજનો કામ્યકર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચારકુશળ માણસો સધળાંય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે.
ભગવાન કહે છે, પંડિતો કામ્ય કર્મના ત્યાગને સંન્યાસ સમજે છે અને બીજા લોકો બધા કર્મના ફળના ત્યાગને સંન્યાસ સમજે છે.
કામ્યકર્મ શું છે? આવો કર્મના સિદ્ધાંતને જાણીએ.
બે પ્રકારના મૂળ કર્મ છે.
૧. વિધિ કર્મ - કરવા યોગ્ય કર્મ
૨. નિષેધ કર્મ - ન કરવા યોગ્ય કર્મ
વિધિ કર્મના બે પ્રકાર છે.
વિહિત કર્મ (સમષ્ટિ ગત) અને નિયત કર્મ (વ્યષ્ટિગત)
ધારો કે આપણે પરમ પૂજ્ય સ્વામીજીની કથા કરવી છે તો આપણે એમની પાસે ગયા અને એમને પૂછ્યું, એમણે હા પાડી. પછી આપણે સ્થળ, સમય નક્કી કર્યો. પોતાને ગામ આવીને જે લોકોએ પહેલાં કથા કરાવી છે એ લોકોને બધું પૂછ્યું, જે લોકો મોટા મોટા માણસો છે એ લોકો બધાને બોલાવીને એમને પૂછ્યું કે આપણે આ રીતે કથા કરવી છે. બધાએ હા પાડી. કઈ જગ્યાએ કથા કરવી છે? કેટલી મોટી કથા કરવી છે? કેટલો મોટો મંડપ બાંધવો પડશે? કેટલી ખુરશીઓ, કેટલી જમીન પર બેસવાની કેવી વ્યવસ્થા કરવાની છે? સ્ટેજ કેવું બનાવવું છે? વગેરે નક્કી થયું. આ છે વિહિત કર્મ. અત્યાર સુધી એ વિહિત કર્મ છે. નિયત કર્મ હજી નથી બન્યું. નિયત કર્મ કેવી રીતે બનશે?
હવે બીજી મીટીંગ બોલાવી. પહેલી મિટિંગમાં તો બોર્ડ ઓફ ડાયરેક્ટરના મોટા મોટા લોકો હતા હવે બીજી મિટિંગમાં જે લોકો કામ કરવાના છે તે લોકોને મિટિંગ બોલાવી. મંડપ બાંધવાવાળાને, સ્ટેજ વાળાને, સ્ટેજ ડેકોરેટ કરવા માટે, સ્વામીજી કોના ઘરે ઉતરશે? સ્વામીજીને લઇ જવાની વ્યવસ્થા કોણ કરશે? ચંપલ બૂટનું સ્ટેંડ કોણ સંભાળશે? પુષ્પવૃષ્ટિ કોણ કરશે? વગેરે નક્કી કરીને દરેકને વ્યક્તિગત જવાબદારી સોંપી દેવામાં આવે તે એ લોકોનું નિયત કર્મ છે.
એકવાર સ્વામીજીની એક કથા હતી. ત્યાં આગળ આયોજકોએ બધું નક્કી કરી નાખ્યું હતું. નક્કી થઈ ગયા પછી એક બ્રાહ્મણ કુમાર આવ્યો અને જીદ કરવા લાગ્યો કે મને પણ કંઈ કામ સોંપો, એટલે આયોજકો એને કહ્યું કે તારે નાકા પર જઈને ઉભા રહેવાનું છે અને સ્વામીજીની ગાડી આવે ત્યારે બીજા નાકા પર ઉભેલા લોકોને સૂચિત કરવાનું છે જેથી સ્વામીજીની ગાડી આવે એ લોકો પુષ્પવૃષ્ટિ અને શંખનાદ ચાલુ કરી શકે. એને બહુ ગમ્યું તો નહીં કે મને આવું નકામું કામ સોપ્યું પણ એણે સ્વીકારી લીધું. પછી એ નાકા પર જઈને ઊભા રહ્યો. ત્યાં કથા સાંભળવા એના ગુરુજી પણ આવ્યા અને એ બ્રાહ્મણ કુમાર પોતાની ગુરુજીની સેવામાં લાગી ગયો. સ્વામીજીની ગાડી એની પાસેથી પસાર થઈ ગઈ છતાં પણ એનું ધ્યાન ન ગયું અને એ બીજા નાકા પર ઉભેલા લોકોને સૂચિત ન કરી શક્યો. જેથી સ્વામીજીની ગાડી ઉપર એ લોકો પુષ્પવૃષ્ટિ ન કરી શક્યા કે શંખનાદ પણ ન કરી શક્યા. આમ એક જણે પોતાનું નિયત કર્મ ન કર્યું એને લીધે બીજા બધાના નિયત કરવામાં ગરબડ થઈ ગઈ. પોતાના નિયત કર્મ પર આરૂઢ રહેવું બહુ જરૂરી છે કારણ કે આપણને ખબર નથી કે આપણા નિયત કર્મ પર બીજાના નિયત કર્મ આધારિત છે.
સમષ્ટિના હિત માટે નાના નાના નિયત કર્મો કરવા પણ બહુ જરૂરી છે.
નિયત કર્મ પાંચ પ્રકારના છે.
૧. નિત્ય કર્મ
૨. નૈમિત્યિક કર્મ
૩. કામ્ય કર્મ
૪. પ્રાયશ્ચિત કર્મ
૫. આવશ્યક કર્મ
૧. નિત્ય કર્મ - જે મારો રોજનો નિયમ છે તે નિત્ય કર્મ છે.
જેવી રીતે ત્રણ માળા રોજ જપ કરીશ. ભલે ૧૧ માળા કરો પણ ગુરુના કહેવા પર ત્રણનો નિયમ લો કારણ કે કોઈ વાર કંઈ તકલીફ આવે તો નિયમ ન તૂટે. નિયમ સમયસાધ્ય, બળસાધ્ય હોવો જોઈએ પણ ધનસાધ્ય ન હોવો જોઈએ. મારા નિત્ય કર્મથી બીજાને તકલીફ તો નથી પડતી ને એ પણ જોવું જોઈએ. સવારે ચાર વાગ્યે ઉઠીને શંખનાદ કરી અને બીજા લોકોને ઉંઘમાં ખલેલ પહોંચાડે એવો નિયમ ના લેવો જોઈએ. રોજ ગીતાના પાઠ કરીશ, ગુરુને પ્રણામ કરીશ, માતા પિતાને પ્રણામ કરીશ, ગાયને, કાગડાને રોટલી ખવડાવીશ આ બધા નિયમો છે તે નિત્ય કર્મ છે.
૨. નૈમિત્યિક કર્મ - રોજ નથી કરવા પડતા પરંતુ કોઈ નિમિત્તે કરવા પડે.
કોઈ પર્વ હોય, ઉત્સવ હોય, વિવાહ વખતે, જન્મ વખતે, મૃત્યુ વખતે જે નિમિત્તે કર્મ કરવા પડે છે એ નૈમિત્યિક કર્મ છે.
અયોધ્યાકાંડમાં એક બહુ સુંદર પ્રસંગ છે. જ્યારે ભગવાન રામનો વનવાસ નિશ્ચિત થયો ત્યારે લક્ષ્મણે ભગવાનને મનાવી લીધા કે હું પણ તમારી સાથે આવીશ. ભગવાને કહ્યું, પહેલા તું માતાની આજ્ઞા લઈને આવ. લક્ષ્મણ સુમિત્રા માને દંડવત કરીને કહે છે,
“हरषित ह्रदयं मातु पहिं आए । मनहुं अंध फिरि लोचन पाए ॥
जाइ जननि पग नायउ माथा । मनु रघुनंदन जानकि साथा ॥”
હૃદયમાં અત્યંત આનંદ સાથે લક્ષ્મણ સુમિત્રા માતા પાસે આવ્યા અને એમને પ્રણામ કર્યા પરંતુ એમનું મન તો પ્રભુ રામચંદ્ર તથા સીતામાતા પાસે હતું. કોઈ અકસ્માતમાં આપણી આંખ જતી રહે અને અચાનક ચમત્કારથી દ્રષ્ટિ પાછી આવે ત્યારે જેવો હર્ષ થાય તેવો હર્ષ લક્ષ્મણના હૃદયમાં હતો.

"पूँछे मातु मलिन मन देखी । लखन कही सब कथा बिसेषी ।
गई सहमी सुनि वचन कठोरा । मृगी देखि दव जनु चहुँ ओरा ॥”

માતાએ લક્ષ્મણજીને કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે રામના વનવાસની બધી વાત વિસ્તારથી એમને કહી. લક્ષ્મણની આ વાણી સાંભળીને સુમિત્ર માતા સહેમી ગયા. લક્ષ્મણજીએ માતાને જંગલમાં આગ લાગે ને એમાં ફસાયેલી હરણી જેમ ગભરાઈ જાય તેમ સહમેલા જોયા.
" लखन लखनऊ भा अनरथ आजू । एहिं सनेह सब करब अकाजू ॥
मागत बिदा सभय सकुचाहीं । जाइ संग बिधि कहिहि कि नाहीं॥”

લક્ષ્મણજીને લાગ્યું કે અનર્થ થઈ ગયો, મા હવે મને રામજી સાથે વનમાં નહીં જવા દે, માતા ના પાડશે તો રામજી મને સાથે નહીં લઈ જાય એટલે એમણે કહ્યું,
"समुझि सुमित्रॉ राम सिय रूपु सुसीलु सुभाउ ।
नृप सनेहु लखि धुनेउ सिरु पापिनि दीन्ह कुदाउ ॥”

સુમિત્રા માતાને પ્રભુ રામચંદ્ર અને સીતામાતાનું સુંદર રૂપ અને સુશીલ સ્વભાવની યાદ આવી અને એમણે પોતે રાજા પર પ્રેમ જોઈને કૈકેયીને પાપી છે એમ કહ્યું.
“ धीरज धरेउ कुअवसर जानी । सहज सुह्रद बोली मृदु बानी ॥
तात तुम्हारि मातु बैदेही । पिता रामु सब भाँति सनेही ॥”

ધીરજ ધરીને, કુઅવસરને સમજીને સુમિત્રા માતાએ લક્ષ્મણજીને મૃદુ વાણીમાં કહ્યું કે રામજી તમારા પિતા છે અને સીતા માતા છે.
“ अवध तहॉ जहं राम निवासू । तहंईं दिवसु जहं भानु प्रकासू ॥
जौं पै सीय रामु बन जाहीं । अवध तुम्हार काजु कछु नाहीं ॥”
માતાએ કહ્યું કે જેમ જ્યાં સૂર્યપ્રકાશ હોય છે ત્યાં દિવસ હોય છે તેમ પ્રભુ રામચંદ્ર જ્યાં નિવાસ કરે છે એ જ અયોધ્યા છે. પ્રભુ રામચંદ્ર અને સીતા માતા જો વનવાસમાં જઈ રહ્યા છે તો તારું અહીંયા કંઈ કામ નથી. લક્ષ્મણજી વિચારતા હતા કે મા મને રોકી દેશે પરંતુ સુમિત્રાજી કહે છે કે તારું અહીંયા કંઈ કામ જ નથી.
“ गुर पितु मातु बंधु सुर साईं । सेइअहिं सकल प्रान की नाईं ॥
रामू प्रानप्रिय जीवन जी के । स्वारथ रहित सखा सबही के ॥”

ગુરુ, માતા-પિતા, ભાઈ, દેવતા, સ્વામી આમની તો પ્રાણ સમાન સેવા કરવી જોઈએ અને રામચંદ્રજી તો તને પ્રાણથી પણ વધુ પ્રિય છે અને બધાનાં નિઃસ્વાર્થ સખા છે.
“पूजनीय प्रिय परम जहॉं तें । सब मानिअहिं राम के नातें ॥
अस जियं जानि संग बन जाहू । लेहु तात जग जीवन लाहू ॥”

જગતમાં જે જે પૂજનીય અને પરમપ્રિય લોકો છે તે પ્રભુ રામચંદ્રના સંબંધથી છે એટલે પુત્ર તું આ બધું હ્રદયમાં સમજીને એમની સાથે વનમાં જા. લક્ષ્મણજીએ પૂછ્યું પણ નહોતું અને સુમિત્રાજીએ એમને આજ્ઞા આપી દીધી કે તું રામચંદ્રજી સાથે જા.
“
“
भूरि भाग भाजनु भयहु मोहि समेत बलि जाऊँ ।
जौं तुम्हरें मन छाड़ि छलु कीन्ह राम पद ठाऊं ॥

હું બલિહારી જાઉં છું કે તારી સાથે હું પણ સૌભાગ્યશાળી છું. મનનું કપટ છોડીને તું પ્રભુ રામચંદ્રના ચરણમાં લીન થયો છે.
पुत्रवती जुबती जग सोई । रघुपति भगतु जासु सुतु होई ॥
नतरु बाँझ भलि बादि बिआनी । राम बिमुख सुत तें हित जानी ॥”

આ જગતમાં એ જ સ્ત્રી પુત્રવતી છે જેનો પુત્ર રામનો ભક્ત છે. જેનો પુત્ર રામભક્તિથી વિમુખ છે એવી માતા થવા કરતા વાંઝણા રહેવું વધારે સારું.
“तुम्हरे हिं भाग रामु बन जाहीं । दूसर हेतु तात कछु नाहीं ॥
सकल सुकृत कर बड़ फलु एहू । राम सीय पद सहज सनेहू ॥”

અહીંયા સુમિત્રાજીએ શું કહ્યું છે! કલ્પના કરીએ તો રુંવાડા ઉભા થઈ જાય છે! માતા કહે છે, તું ચિંતા ન કર, રામજીનો વનવાસ બીજા કોઈ કારણથી નથી, તારું સદ્ભાગ્ય છે, તને સેવાનો અવસર આપવો છે એટલા માટે રામ વનમાં જઈ રહ્યા છે. સંપૂર્ણ પુણ્ય ફળશે, આ જ રીતે રામ અને સીતાના ચરણો પર સ્નેહ થઈ જશે.
“ रागु रोषु इरिषा मदु मोहू । जनि सपने हुँ इन्ह के बस होहू ॥
सकल प्रकार बिकार बिहाई । मन क्रम वचन करेहु सेवकाई ॥”

રાગ, દોષ, ઈર્ષ્યા, લોભ, મોહ, મદના વશમાં તું સ્વપ્નમાં પણ ન આવતો. બધા પ્રકારના વિકારોને ત્યાગ કરીને મન,વચન, કર્મથી સીતાજી અને ભગવાન રામની સેવામાં તારું મન લગાડજે.
“ तुम्ह कहुँ बन सब भाँति सुपासू ।सँग पितु मातु रामु सिय जासू ॥
जे हिं न रामु बन लहहिं कलेसू ।सुत सोइ करेहु इहइ उपदेसू ॥”

ચિંતા નહિ કર, તને વનમાં કોઈ કષ્ટ નહીં પડે, તને બધા પ્રકારનો આરામ મળશે કારણ કે તારી સાથે સીતાજી- રામજી છે, જ્યાં એ જશે ત્યાં તારા માટે સુખ છે. એ માતા પિતા સમાન છે. તું એવું જ કરજે જેનાથી રામજીના મનમાં ક્લેશ ના આવે. મારો તને આ જ ઉપદેશ છે.
આ રીતે સુમિત્રા માતાએ લક્ષ્મણને વનવાસ જતો હતો એ વખતે એનું નૈમિત્તિક કર્મ સમજાવી દીધું અને એ જ પ્રમાણે ૧૪ વર્ષ એણે પ્રભુરામચંદ્રજીની સેવા કરી. પ્રભુ રામચંદ્રજી તથા સીતા માતા નું રક્ષણ કરવા માટે ૧૪ વર્ષ રાત્રે જાગતા રહેલા. ધન્ય છે એવી માતા!
સવારે જ્યારે રામજી જાગતા એ પહેલાં એમની પ્રાત:ક્રિયાની, પૂજાની અગ્નિહોત્રના યજ્ઞની બધી તૈયારી કરી રાખતા. ફળ ફૂલ પણ શોધી લાવતા અને દિવસ આખો એમની સેવા કરતા અને રાત્રે વિરાસનમાં બેસીને જાગતા રહીને એમની રક્ષા કરતા.
૩. કામ્ય કર્મ - ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ
જે મને જોઈએ છે તે મને મળે અને જે મને નથી જોઈતું તે મારાથી છૂટી જાય એ માટે આપણે જે કર્મ કરીએ છીએ તે કામ્ય કર્મ છે.

દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો હતો, વેપારી ધન કમાવા માટે માલ વેચે છે, ખેડૂત અન્ન ઉગાડવા માટે બી વાવે છે, કર્મચારી વેતન મેળવવા માટે કર્મ કરે છે એ બધા કામ્ય કર્મ છે. કામનાથી તે કર્મ કરે છે. હું આ કરીશ એના બદલામાં મને આ મળશે એ કામ્ય કર્મ છે.
૪. પ્રાયશ્ચિત કર્મ - આપણાથી કોઈ ભૂલ થઈ જાય એને સુધારવા માટે પ્રાયશ્ચિત કર્મ
આજકાલ આનું ચલણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલાના જમાનામાં ઘરમાં ઉંદર, બિલાડી કે કોઈ પશુ પક્ષી મરી જાય તો દાન કરતા. ભૂલ થઈ ગઈ હોય તો દાન કરવું, જાપ કરવો, ઉપવાસ કરવો વગેરે થતું. હવે આ બધું લુપ્ત થતું જાય છે. એક મહાપુરુષ એવા હતા કે એમને એમ લાગે કે મારી વાતથી કોઈને ખરાબ લાગી ગયું છે તો એ એક કલાક મૌનવ્રત રાખતા હું સાચું બોલ્યો હતો કે ખોટું એનું મહત્વ નથી પણ કોઈને ખરાબ ન લાગવું જોઈએ. ખરાબ લાગ્યું એનો અર્થ કે મારી વાણીને સાધનાની જરૂર છે.
સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીએ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવવાની હાકલ કરી, વિદેશી કપડાંની હોળી થઈ. એ આંદોલનની ગુંજ એટલી જબરજસ્ત હતી કે આખા દેશમાંથી લાખો લોકોએ પોતાના વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી. બે ચાર દિવસ પછી જ્યારે ગાંધીજીને ખબર પડી કે જેમની પાસે ફક્ત એક જ વિદેશી વસ્ત્ર, એ પણ કોઈ આપેલું એ પણ એને સળગાવી દીધું હતું અને અત્યારે એમની પાસે પહેરવાને વસ્ત્ર નહોતા. ગાંધીજીને બહુ પશ્ચાતાપ થયો અને જીવનભર એમણે ફક્ત ધોતિયું પહેરવાનો નિશ્ચય કર્યો અને આખી જિંદગી અડધા ધોતિયામાં નિર્વાહ કર્યો. તિલકજીએ જ્યારે પૂછ્યું કે તમારા વસ્ત્ર ત્યાગ કરવાથી કેટલા જણને વસ્ત્રો મળશે? ગાંધીજીએ કહ્યું કે કોઈને મળે કે નહીં મળે એ તો ખબર નથી પણ જેની પાસે નથી એમનું દુઃખ જરૂર ઓછું થઈ જશે. જ્યારે કોન્ફરન્સ માટે લંડન ગયા ત્યારે કડકડતી ઠંડીમાં પણ ફક્ત ધોતિયું જ પહેરી રાખ્યું, લોકોએ બહુ કહ્યું કે કોટ પહેલી લો અને માન્યા નહીં. આ પ્રાયશ્ચિત કર્મ છે. મારે લીધે કોઈનું અનિષ્ટ થયું, કોઈનું ખરાબ થયું, પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવે છે. પ્રાયશ્ચિત કર્મ અનિવાર્ય છે અને ના માનવા પર દોષ લાગે છે.
૫. આવશ્યક કર્મ - જીવન જીવવા માટે આપણે જે કર્મ કરીએ છીએ એ બધા આવશ્યક કર્મ છે. ખાવું, સૂવું, વેપાર કરવો વગેરે આ બધા આવશ્યક કર્મ છે.
વાર્તા
એક રાજા હતો. એના રાજ્યની આખી જામીન ક્યાંય પણ સમતોલ નહોતી, કોઈ જગ્યાએ મોટા મોટા પથ્થર હતા તો કોઈ જગ્યાએ રેતી હતી એટલે એના ઘરમાં રાજ્યમાં એક પણ સુંદર ઘર નહોતું. અસમથળ જમીન પર ઘર બનાવવાનું મુશ્કેલ હતું. રાજાએ હેરાન થઈ ગયો. એને ખબર પડી કે બાજુના રાજ્યમાં એક હોશિયાર રાજમિસ્ત્રી છે, એને એણે પ્રલોભન આપીને બોલાવ્યો કે મારી આખી પ્રજા માટે સરસ સરસ ઘર બનાવી આપો. એણે કહ્યું હું બનાવી આપીશ. કેવી રીતે બનાવીશ કારણ કે જમીન તો સમથળ નથી? એણે કહ્યું કે જ્યાં આગળ પથ્થર છે ત્યાં પથ્થર જેવું ઘર બનાવીશ, જ્યાં રેતી છે ત્યાં રેતી જેવું બનાવીશ જેવી ભૂમિ છે એવું જ ઘર બનાવીશ. બે વર્ષ પછી એને સેંકડો ઘર બનાવી નાખ્યા. બધા જ ઘર સુંદર હતા રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો એટલે એણે આ કારીગરને કહ્યું કે તું મારા જ રાજ્યમાં રહી જા. એટલે એણે કહ્યું કે ના હું અહીં ન રહી શકું. અહીં મારું ઘર નથી અને મારો પરિવાર બાજુના રાજ્યમાં છે. એટલે રાજાએ અચ્છા તે આટલું મારું કામ કર્યું છે તો એક છેલ્લું કામ કરી આપ. નદી કિનારે જગ્યા છે એ બહુ સુંદર છે ત્યાં આગળ મને એક સરસ ઘર બનાવી આપ. મોંઘામાં મોંઘો માલ સામાન વાપર, જેટલો ખર્ચો કરવો એટલો કર પણ મને એક સુંદર ઘર બનાવી આપ. કમને એણે હા તો પાડી પણ હવે રાજા એ જે ઘર બનાવવાનું કહ્યું એમાં એણે વેઠ ઉતારી. ગમે તેમ કરીને એને પંદર દિવસમાં ઘર ઊભું કરી નાખ્યું અને રાજા પાસે ગયો. રાજાએ એને કહ્યું કે એ ઘર તારે માટે જ બનાવવાનું કહેલું. જા તું તારા પરિવારને અહીંયા લઈ આવ અને આ ઘરમાં રહે. હવે એને બહુ પસ્તાવો થયો કે રાજાએ તો કહ્યું હતું કે ગમે તેટલો ખર્ચો થશે ચાલશે તો મેં શું કરી નાખ્યું! હવે વિચારતો જ રહી ગયો. પોતાનું નિયત કર્મ એણે પૂરી ઈમાનદારીથી કરવું જોઈતું હતું. પોતાના આવશ્યક કાર્યની, નિયત કર્મની જે અવહેલના કરે છે તેના જીવનમાં સંતોષ કે ખુશી નથી રહેતી. પોતે જે કાર્ય કરે છે તે પૂરું મન લગાવીને કરવું જોઈએ.
૨૦,૦૦૦ રૂપિયાની નોકરી કરતા હોઈએ તો ૨૫,૦૦૦ નું કામ કરવું જોઈએ. માતાઓએ પણ ખુશી ખુશી પોતાના પરિવાર માટે જમવાનું બનાવવું જોઈએ.
એક સુંદર ભજન છે...

कर्म तेरा साथी है ये ही साथ जाता है।
जो भी पहले बोया है वो ही आज पाता है।।
धोखा अगर तू देगा किसी को, बदले मे तू भी धोखा ही पायेगा,
घर तू उजाडेगा जो किसी का भी बंदे, तेरा चमन फिर कैसे खिलेगा.
मालिक के पास सबकाही खाता है ।।१।।
कर्मो के दुनिया मे खेल है निराले, कर्मो के तो फल पाते सारे,
कर्मो के फल से बनते है राजा, कर्मो से बनते भिक्षुक बेचारे.
कर्मो के फल से दुःख सुख आता है ।।२।।
निर्बल को गर तू देगा सहारा, तुझको तो मिलेगा तभी तो किनारा,
प्यासे को तू जो पानी पिलायेगा, तुझको मिलेगी अमृत की धारा,
काहे को तू यह सच बिसराता है ।।३।।
कर्मो से मानव कर्मो से दानव, कर्मो से ही तो बनते है देवता,
करने से पहले खूब सोचो विचारो, फिर ना मिलेगी गलती की माफी,
बार बार तू क्यों गलती दोहराता है ।।४।।

કેટલાય મહાપુરુષોને શુદ્ધ ખાન પાન હોવા છતાં પણ કેન્સર થયા, જીવનમાં કોઈ વ્યસન ન હોવા છતાં પણ કેન્સર જેવી ભયંકર બીમારી થઈ. કેટલાય લોકોએ કોઈ વિશિષ્ટ કામ નથી કર્યું છતાં પણ મર્સીડીઝ જેવી મોટી ગાડીઓમાં ફરતા હોય છે. આ પૂર્વજન્મનું ઋણ છે.
ભગવાન કહે છે અર્જુન, પંડિત લોકો કામ્યકર્મના ત્યાગને ત્યાગ માને છે. આપણે કામ્યકર્મનો ત્યાગ કરી શકીએ છીએ બાકી બીજા ચાર કર્મનો ત્યાગ નથી કરી શકતા. વિચાર કુશળ પુરુષો બધા કર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે. આનો લોકો બહુ ખોટો અર્થ કરે છે. મેં જમીનમાં બીજ વાવ્યું એટલે મને ઝાડ નથી જોઈતું એવો એનો અર્થ નથી થતો પણ ઝાડ ઉગે કે ના ઉગે એમાં બીજ વાવ્યા પછી મને આસક્તિ નથી. કર્મફળનો ત્યાગ એટલે કર્મફળની આસક્તિનો ત્યાગ છે.
ત્યાજ્યં(ન્) દોષવદિત્યેકે, કર્મ પ્રાહુર્મનીષિણઃ।
યજ્ઞદાનતપઃકર્મ, ન ત્યાજ્યમિતિ ચાપરે॥૧૮.૩॥
કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મમાત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.
કોઈ વિદ્વાન કહે છે કે બધા કર્મોમાં દોષ છે એટલે કર્મનો જ ત્યાગ કરો. કોઈ વિદ્વાન કહે છે કે યજ્ઞ, દાન, તપને ત્યાગવાના નથી, કરવા જ પડશે.
અર્જુન ભગવાનને કહે છે કે હે કેશવ, હું તમને સવાલ પૂછું છું અને તમે કોઈ વિદ્વાન આમ કહે છે, બીજો વિદ્વાન આમ કહે છે એમ નહીં કહો. હું તમારો મત જાણવા માગું છું.

નિશ્ચયં(મ્) શૃણુ મે તત્ર, ત્યાગે ભરતસત્તમ।
ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર, ત્રિવિધઃ(સ્) સમ્પ્રકીર્તિતઃ॥૧૮.૪॥
હે પુરુષશ્રેષ્ઠ! હે ભરતવંશીઓમાં ઉત્તમ! સંન્યાસ અને ત્યાગ - એ બેમાંથી પહેલાં ત્યાગ વિષે તું મારો નિશ્ચય સાંભળ, કેમકે ત્યાગ સાત્ત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે.
અર્જુનને પહેલા શ્લોકમાં ભગવાનને ત્રણ ઉપાધિયો આપી, તો આ શ્લોકમાં ભગવાને અર્જુન માટે બે વિશેષણો વાપર્યા છે. પુરુષવ્યાઘ્ર એટલે કે પુરુષોમાં શ્રેષ્ઠ અને ભરતસત્તમ એટલે કે ભરતવંશનું સત્ત્વ. ભરતવંશમાં જેટલા પણ કુલીન પુરુષો થઈ ગયા એ બધાનું સત્ત્વ અર્જુન તું છે.
ભગવાન કહે છે સંન્યાસ અને ત્યાગ એ બંનેમાંથી હું ત્યાગનું સ્પષ્ટીકરણ કરું છું કારણ કે ત્યાગ ત્રણ પ્રકારનો હોય છે. સાત્વિક, રાજસિક અને તામસિક. ભગવાન વિશિષ્ટ પ્રકારથી વાત કરે છે.

યજ્ઞદાનતપઃકર્મ, ન ત્યાજ્યં(ઙ્) કાર્યમેવ તત્।
યજ્ઞો દાનં(ન્) તપશ્ચૈવ, પાવનાનિ મનીષિણામ્॥૧૮.૫॥
યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવાં જોઈએ; કેમકે યજ્ઞ, દાન અને તપ- એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારાં છે.
ભગવાન કહે છે, અર્જુન, યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ છોડવા યોગ્ય
નથી. એ અવશ્ય કરવા જેવા કાર્ય છે કારણ કે એ ત્રણે કર્મ બુદ્ધિમાન પુરુષને પવિત્ર કરે છે. ભગવાન કહે છે ત્યાગની વાત છોડ પહેલા શું કરવું તે જાણ. ભગવાન કર્મના આગ્રહી છે. ગીતાના ભગવાન ભગવા કપડાં પહેરીને હિમાલય જવાનું સમર્થન નથી કરતા. યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન મનુષ્યના અંત:કરણને પવિત્ર કરી દે છે.
યજ્ઞ એટલે સેક્રિફાઇસ, બલિદાન.
આપણે ડોક્ટરને ત્યાં ગયા હોઈએ આપણો નંબર આવે અને એટલી જ વારમાં બીજો કોઈ બહુ બીમાર વ્યક્તિ આવી જાય અને એને આપણે આપણા નંબરમાં અંદર પહેલા જવા દઈએ તો એ એક જાતનો યજ્ઞ જ છે. એ જ રીતે આપણે કથા સાંભળવા માટે એકદમ વહેલા જઈને આગળની ખુરશી પકડી લઈએ કે હવે શાંતિથી કથા સંભળાશે પણ ત્યાં મોડેથી કોઈ વૃદ્ધ વ્યક્તિને જોઈએ કે એ નીચે બેસી નથી શકતા અને એને આપણે આપણી ખુરશી આપી દઈએ અને આપણે પાછળ જઈને નીચે બેસી જઈએ એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. પણ આપણે એનો પ્રચાર નથી કરવાનો. આપણે કોઈને જગ્યા આપી તો ચાર જણને કહેવાનું નથી કે મેં એમને જગ્યા આપી છે તો એવા ત્યાગનો કોઈ અર્થ નથી. જે કોઈ કોઈ વાર કરે છે તે આવું કરે છે પરંતુ જેને ત્યાગની ટેવ પડી ગઈ છે તે તેનું અભિમાન નથી કરતો. જીવનમાં જ્યારે સદ્ગુણ કોઈ કોઈ વાર ધારણ કરવામાં આવે છે ત્યારે એનું અભિમાન થઈ જાય છે પરંતુ સદ્ગુણને રોજ ધારણ કરવાથી આપણામાં એની વૃત્તિ આવી જાય છે, પછી એનો અહંકાર નથી થતો. સદ્ગુણ ફક્ત મોટી મોટી વાતોથી નહીં પણ નાની નાની વાતોને આચરણમાં મૂકવાથી થાય છે. સદ્ગુણોથી આપણું જીવન મહેકે છે.
આપણામાં કહેવત છે, "ખાલી ચણો વાગે ઘણો "જે ભરાઈ ગયો છે તે પછી નથી વાગતો.
ઘરમાં કેરી લઈ આવ્યા તો નાના ભાઈના છોકરાને બે વધારે આપી દીધી કોઈને કહ્યું નહીં. ઘરમાં મીઠાઈ આવી જેને બહુ ભાવે છે તેને ખાઈ લેવા દો પછી હું લઉં. કોઈને ના જણાવું કે મેં નથી ખાધી. આ પણ એક જાતનો યજ્ઞ જ છે.
સદ્ગુરુ નાનકદેવજી કહે છે,

“ तीरथ जप और दान करें, मनमें करे गुमान ।
नानक निष्फल जात है ज्यों कुँजर स्नान ॥”
नानक निष्फल जात है ज्यों कुँजर स्नान ॥”
નાનકદેવજી કહે છે કે જે તીર્થ, જાપ અને દાનનો અહંકાર કરે છે એ નિષ્ફળ જ જાય છે. જેવી રીતે હાથી સરોવરમાં કલાકો સુધી સૂંઢમાં પાણી ભરીને નહાય છે પણ જેવો એ બહાર આવે છે એટલે સૂંઢમાં માટી ભરીને પોતાની ઉપર નાખે છે. આ જોઈને સામાન્ય માણસને લાગે છે કે આનું સ્નાન નકામું થઈ ગયું પરંતુ હાથી પોતાના પર માટી નાખીને શરીર પર જે પાણી છે એની ઠંડકને વધારે વાર સુધી રોકવાનો પ્રયત્ન કરે છે. માટીને લીધે સૂર્યના કિરણોથી તેનું શરીર તરત જ સુકાઈ નથી જતું. થોડી માટી નાખીને થોડીવાર સુધી એ શરીરની સ્નિગ્ધતા જાળવી રાખે છે.
જે સદ્ગુણ રોજ ધારણ કરે છે એને એનું અભિમાન નથી થતું પણ કોઈ વખત જો એ ચૂકી જાય છે તો એને બહુ દુઃખ થાય છે.
ભગવાન ઉત્તમ વક્તા છે, એ કોઈની વાત કાપતા નથી પણ પોતાની વાત જોરથી મૂકે છે. ચતુર શ્રોતા પાછળથી શું શું પૂછશે એ પહેલા જ કહી દે છે.

એતાન્યપિ તુ કર્માણિ, સઙ્ગં(ન્) ત્યક્ત્વા ફલાનિ ચ।
કર્તવ્યાનીતિ મે પાર્થ, નિશ્ચિતં(મ્) મતમુત્તમમ્॥૧૮.૬॥
માટે હે પાર્થ! આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને, તેમજ બીજાં પણ સઘળાંય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવાં જોઈએ; આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે.
માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપને તથા બીજા પણ બધા કર્તવ્ય કર્મને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો ઉત્તમ નિશ્ચિત મત છે. કર્મના ફળને છોડો, કર્મમાં આસક્તિ થઈ જાય છે.
શેઠજી જયદયાલજી ગોયંકાજીને કોઈએ પૂછ્યું, એક વાત કહો જ્યારે સત્સંગીઓ તમારા વખાણ કરે છે, બહુ સુંદર બોલો છો, તમે બહુ સારું સમજાવો છો તો તમે શું વિચારો છો? તમને અહંકાર નથી આવતો? એમણે જવાબ આપ્યો, અહંકાર તો શું આવે પણ મને લાગે છે કે સામેવાળો કેવો ઉદાર છે કે હું કાંઈ પણ બોલું છું એ એને શ્રેષ્ઠ જ લાગે છે. આ સદ્ગુણની પરાકાષ્ટા છે.
ભગવાન હવે ત્રણ પ્રકારના ત્યાગ, ત્રણ પ્રકારના તપ, ત્રણ પ્રકારના દાન વિશે સમજાવે છે જે આપણે આવતા વખતે જોઈશું.
હરી શરણમ્ ની ધૂન સાથે વિવેચનની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરી શરૂ થઈ.
પ્રશ્નોત્તરી:
૧. શશાંકભૈયા
સવાલ- હનુમાન ચાલીસામાં લક્ષ્મણજી સામે હોવા છતાં ભગવાન રામ હનુમાનજીને "તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ" એમ કેમ કહે છે?
જવાબ : ૧
ભરતજી આધ્યાત્મની પરાકાષ્ઠા છે. એમના પ્રેમની ઉત્કૃષ્ટતા એ બધી સીમાઓ લાંઘિ દે છે. લક્ષ્મણજીનો પ્રેમ ઓછો છે એવું નથી પરંતુ એમને કોઈ વાત પસંદ ન પડે તો એ રામજીના મોઢા પર જ કહી દે છે જ્યારે ભરતજી મનમાં પણ રામજીને ખરાબ લાગે એવું વિચારવા નથી માગતા.
જ્યારે ભગવાન વનમાં હતા ત્યારે ભરતજી એમને મળવા આવતા હતાં, એમની સાથે અયોધ્યાના ઘણા લોકો હતા. લક્ષ્મણજી રામજીને કહે છે કે ભરત સેના લઈને આપણને મારવા આવે છે પણ તમે ચિંતા નહીં કરો હું એકલો જ એ લોકોને રોકવા માટે સમર્થ છું. રામજી એમને કહે છે કે તું ભરત ઉપર શંકા કરે છે? લક્ષ્મણ કહે છે કે તમે પણ રાજનીતિ ભણી છે મેં પણ રાજનીતિ ભણી છે. આપણા બંનેનો કાંટો કાઢવા માટે ભરત આટલી મોટી સેના લઈને આવે છે. જો એમને ફક્ત મળવું જ હોત તો એ એકલા ના આવી શકત? બધાને લઈને આવવાની શું જરૂર હતી? ભગવાને કહ્યું સાંભળ લક્ષ્મણ, આ પૃથ્વી આખી પાણીથી ભરાઈ જાય કે સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરી દે એ સંભવ છે પણ ભરતના મનમાં આવો ભાવ પણ આવે એ અસંભવ છે.
૨. બજરંગભૈયા
સવાલ - દેહમાં રહીને દેહની મુક્તિ કઈ રીતે કરી શકાય?
જવાબ : ૨ દેહથી નહીં પરંતુ તેના અભિમાનથી મુક્તિ મેળવવાની છે આપણા શરીરનો અહંકાર, શક્તિ, બળ, પૈસાના અભિમાનનો ત્યાગ કરવાનો છે. આ શરીર નશ્વર છે અને એની સાથે બંધાયેલા બધા સંબંધો નશ્વર છે એ આત્ત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલું જેટલું આ થતું જાય છે તેટલી તેટલી દેહાભિમાનથી મુક્તિ થાય છે.
સવાલ - ૩. જ્યાં સુધી ભીષ્મપિતામહ હતા ત્યાં સુધી યુદ્ધના બધા નિયમોનું પાલન થયું પણ જ્યારે દ્રોણ સેનાપતિ થયા ત્યારે નિયમો કેમ તૂટ્યા? દ્રોણ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તો કેમ?
જવાબ : ૩
દ્રોણ બહુ મહાન હતા પરંતુ એમને પ્રતિષ્ઠા ભીષ્મ જેવી નહોતી. એ દુર્યોધન પાસેથી વેતન મેળવતા રાજ્યના કર્મચારી હતા.
આ પછી પ્રશ્નોત્તરી પૂર્ણ થઈ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે અંતિમ પ્રાર્થના પછી વિવેચન સત્રની સમાપ્તિ થઈ.

॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥