विवेचन सारांश
જ્ઞાન, કર્મ તથા કર્તાના પ્રકાર
ગીતાપરિવારની પરંપરા મુજબ સુમધુર પ્રાર્થના અને દીપ પ્રજ્વલન પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. ગુરુ વંદના પછી વિવેચનની શરૂઆત થઈ. આપણે અઢારમા અધ્યાયનું વિવેચન કરી રહ્યા છીએ. આપણી નૌકા ધીરે ધીરે પોતાના ગંતવ્યસ્થાન સુધી પહોંચવા આવી છે. ભગવાન પોતાના શ્રીમુખથી સુમધુર પ્રકારનું અત્યંત ગુહ્યશાસ્ત્ર આપણને અત્યંત સરળ શબ્દોમાં સમજાવી રહ્યા છે. ભગવાને ૧૬મા શ્લોક સુધી શું કહ્યું તે આપણે જાણ્યું. હવે ભગવાન આગળ કહે છે.
18.16
તત્રૈવં(મ્) સતિ કર્તારમ્, આત્માનં(ઙ્) કેવલં(ન્) તુ યઃ।
પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્, ન સ પશ્યતિ દુર્મતિઃ॥૧૮.૧૬॥
પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં ‘કેવળ’ અર્થાત્ શુદ્ધસ્વરૂપ આત્માને કર્તા સમજે છે, એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો.
18.16 writeup
યસ્ય નાહઙ્કૃતો ભાવો, બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે।
હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્, ન હન્તિ ન નિબધ્યતે॥૧૮.૧૭॥
જે માણસના અન્તઃકરણમાં ‘હું કર્તા છું’ એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો.
જે પુરુષના અંતઃકરણમાં હું કર્તા છું એવો ભાવ નથી અને જેની બુદ્ધિ સંસારિક પદાર્થોમાં અને કર્મમાં લેપાયમાન નથી હોતી એ પુરુષ આ બધા શત્રુઓને મારીને પણ વાસ્તવમાં નથી મારતો કે નથી પાપમાં બંધાતો. આ ખાસ કરીને અર્જુનને કહેવામાં આવ્યું છે પણ એમ ન સમજવું કે આખો ઉપદેશ જે રીતે કહ્યો છે તે રીતે જ જીવનમાં ઉતારવાનો છે. આપણે પોતાનામાં વિવેક જાગૃત કરવાનો છે અને ભગવદ્ગીતા વિવેક જાગૃત કરવામાં આપણને મદદ કરે છે. એ વખતે ભગવાનની સન્મુખ અર્જુન હતા, જે એક યોદ્ધા હતા અને એમના મનમાં ઉથલપાથલ થઈ કે શું હું મારા જ લોકોને મારી શકું છું? મને પાપ ન લાગે? ભગવાને એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તું ક્ષત્રિય છે એટલે તારે આ કરવાનું છે. પણ આપણે કાયદો આપણા હાથમાં નથી લેવાનો. જ્યારે આપણે ચિંતન કરીએ, ચર્ચા કરીએ કે ઇઝરાયેલમાં શું ચાલી રહ્યું છે? હમાસના આતંકીઓ ગાઝા પટ્ટીમાં શું કરી રહ્યા છે? કોઈ લોકો આક્રોશ કરવા લાગ્યા કે ગાઝા પટ્ટીમાં ફીલીસ્તીની લોકો રહે છે, એવામાં હમાસના આતંકીને ન મારવા જોઈએ કારણ કે એમને મારવા જઈએ તો નીરપરાધી લોકો પણ મરી જશે પરંતુ ઇઝરાયેલ તેમ છતાં ત્યાં બોમ્બની વર્ષા કરી રહ્યું છે. કોઈએ મને પૂછ્યું કે શું ઇઝરાયેલ યોગ્ય કરી રહ્યું છે ગાઝાના જે લોકોને અકારણ મૃત્યુ પ્રાપ્ત થઈ રહ્યું છે તેમણે ક્યારેક ને ક્યારેક હમાસને સાથ આપ્યો છે, એમની સાથે રહ્યા છે. એમને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ ત્યાંથી ગયા નહીં. એમણે હમાસના આતંકીઓને બહુ વર્ષોથી પાળ્યા-પોષ્યા છે, બધી સગવડો પૂરી પાડી છે. ભગવાને આ જ તો કહ્યું છે કે અર્જુન! હું જાણું છું કે ભીષ્મપિતામહ તારા દાદાજી છે, દ્રોણ તારા ગુરુ છે, એમને મારવાનું તને યોગ્ય નથી લાગતું પરંતુ ભગવાને સીધો ઉપદેશ કરી દીધો કે તારે એમને મારવા પડશે. એમણે દુર્યોધન અને દુ:શાસનનો સાથ આપ્યો છે જેણે ભરી સભામાં દ્રૌપદીના વાળ પકડીને ખેંચી લાવીને એનું અપમાન કર્યું, એના વસ્ત્ર પણ ઉતારવાની વાત કરી. આવા સમયે એમને સાથ આપનારા લોકોને પણ તારે મારવા જ પડશે એ સિવાય કોઈ ઉપાય નથી. મારતી વખતે મનનો ભાવ કર્તવ્યનો હોવો જોઈએ. હું ક્ષત્રિય છું અને આવા આતતાઈઓ જે દેશની મહિલા પર હાથ ઉપાડે છે એમને દેહદંડની સજા થવી જ જોઈએ. હું પ્રજાનો રક્ષણકર્તા છું અને મારું આ કર્તવ્ય છે એ ભાવથી જો તું એમને મારીશ તો તને કોઈ પાપ નહીં લાગે. હું કર્તા છું એ ભાવથી નહીં મારતો એ એમના કર્મોને કારણે પહેલા જ મૃત્યુ પામ્યા છે તું તો નિમિત્તમાત્ર છે. ૧૧ મા અધ્યાયમાં ભગવાનને કહી દીધું,
તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ
જિત્વા શત્રૂન ભુંઽ·ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્ ।
મયૈવૈતે નિહતા: પૂર્વમેવ
નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ॥
દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા ઘણા બધા શૂરવીર યોદ્ધાઓ મારા વડે હણાયેલા છે એને તું હણ.
દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ
કર્ણં તથાન્યાનપિ યોધાવીરાન્ ।
મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા
યુદ્ધસ્વ જેતાસિ પણે સપત્નાન્ ॥
૧૧મા અધ્યાયમાં ભગવાને અંતિમ પંક્તિમાં કહ્યું છે,
મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્ત: સંગવર્જિત: ।
નિર્વૈર: સર્વભૂતેષુ ય: સ મામેતિ પાણ્ડવ ॥
ભગવાન કહે છે તું એમને મારી રહ્યો છે પરંતુ તારા મનમાં વેરની ભાવના ન હોવી જોઈએ. તારી એમની સાથે વ્યક્તિગત દુશ્મની છે એટલે નથી મારી રહ્યો પણ એ લોકો આતંકી છે, આતતાઈ છે અને તું ક્ષત્રિય છે. એમનાથી રાજ્યને છુટકારો અપાવવો એ તારું કર્તવ્ય છે. એ લોકો બીજાને હેરાન ન કરે માટે એમને મારવા પડશે અને એમની સાથે ઉભેલાઓને પણ મારવા પડશે એમ ભગવદ્ગીતા કહે છે. જો તું રાજા બનવાના આશયથી એમને મારી રહ્યો છે તો એ ખોટું છે. સાંસારિક પદાર્થોમાં તારી બુદ્ધિ ન લગાડ, હું કરી રહ્યો છું એ ભાવ પણ છોડી દે. કર્મોમાં લીપાયમાન ન રહે. કોઈ પુરુષ કર્તવ્ય ભાવથી આમ કરે તો ન તો એ મારનાર હોય છે કે ન એમને પાપ લાગે છે. તું સ્વયંને ઓળખ. હું શરીર નહીં આત્મા છું, શરીર દ્વારા કરાયેલા કર્મો દોષયુક્ત હોવા છતાં જો કર્તવ્ય ભાવથી થયા હોય, કોઈ આકાંક્ષા વગર થયા હોય, સમષ્ટિના ભલા માટે થયા હોય, સમાજનું ભલું થઈ રહ્યું હોય તો એમાં દોષ લાગવાનું કોઈ કારણ નથી. ભગવાને પાંચ વસ્તુ કહી જે કારણ બને છે. ભગવાન વાતને આગળ વધારે છે.

જ્ઞાનં(ઞ્) જ્ઞેયં(મ્) પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મચોદના।
કરણં(ઙ્) કર્મ કર્તેતિ, ત્રિવિધઃ(ખ્) કર્મસઙ્ગ્રહઃ॥૧૮.૧૮॥
જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય - આ ત્રણ પ્રકારનાં કર્મના પ્રેરકો છે; કર્તા, કરણ, તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો ક્રમસંગ્રહ એટલે કે કર્મનાં સાધનો છે.
આ શ્લોક થોડો સમજવા જેવો છે, અઘરો છે. દરેક કર્મ બે સ્તર પર ઘટે છે. આપણે પરિવાર સાથે બહાર જવું હોય તો સૌ પ્રથમ મનમાં સંકલ્પ ઉત્પન્ન થાય છે કે મારે મારા પરિવાર સાથે બહાર જવું છે. પહેલી ઘટના મનમાં ઘટી. પછી ક્યાં જવું છે એનું મનમાં ચિંતન થયું. કઈ રીતે જઈશું? કયું સાધન કરીને જઈશું? ટ્રેનમાં, વિમાનમાં, બસમાં જવું છે એ નક્કી કરીશું. તારીખ નક્કી કરીશું. આ બધું મનમાં ઘટે છે. આ પહેલા સ્તરનું કર્મ છે. બીજા સ્તરમાં પ્રત્યક્ષ જે ઘટના ઘટી એ છે.
બે સ્તરમાં ઘટના ઘટે છે. ઘટનાનું અંતરવર્તુળ અને બાહ્યવર્તુળ શું હોય છે? એના વિશે ભગવાન કહે છે, કોઈ પણ કર્મ બે સ્તર પર ઘટે છે. અંતર વર્તુળ હોય છે એમાં જ્ઞાન અંદર થાય છે. બુદ્ધિમાં, મનમાં ચિંતન થાય છે. બહાર કોઈને દેખાશે નહીં કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે? કોઈ સમજી નહિ શકે. તમે પણ પાકું નહીં થાય ત્યાં સુધી કોઈને કહેશો નહીં. તરસ લાગે તો એની અનુભૂતિ પહેલા અંદર થશે. સંવેદના થઈ કે ગળું સુકાય છે, ગળાએ એની વાત મગજ સુધી પહોંચાડી. મગજ પહેલાના અનુભવથી જાણે છે કે જ્યારે ગળું સુકાય ત્યારે પાણી પીવું જોઈએ. બુદ્ધિ આદેશ કરે છે કે પાણી પીવડાવો. પાણીથી તરસ છીપાશે એ સમજાયું. એમાં વિષયનું જ્ઞાન થયું. એટલે તરસ એ "જ્ઞાન" થયું અને પાણી એ "જ્ઞેય" થયું. આ કોને ખબર પડી? મને ખબર પડી. આ મને કોણ છે? જેને જ્ઞાન થાય છે, જે અંદર બેઠો છે એ. એટલે કે "જ્ઞાતા" છે એને સમજાયું કે આ બધું કરવું છે. આમાંથી એક પણ વસ્તુ બહાર નથી ખબર પડતી, બધું અંદર ઘટે છે. જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા અંદર છે. બહાર શું છે? "કર્મ પ્રેરણા" છે. કર્તા, કરણ અને ક્રિયા આ ત્રણ બહાર ઘટે છે. કર્મ બાહ્યવર્તુળમાં ઘટે છે.
તમને તરસ લાગી, તમે ચાલીને માટલા તરફ જશો, ઢાંકણું ખોલીને પાણી લેશો પછી ગ્લાસથી પાણી પીશો. આ બધી ક્રિયાઓ બહારથી દેખાય છે. એ કરનાર શરીર છે. ઇન્દ્રિયો જે કર્તાને આધીન છે એને કારણે કર્તા બધું કાર્ય કરાવી લે છે. વાસ્તવમાં કર્તા અને ક્રિયા એ બે જ કર્મસંગ્રહ કરે છે. કર્તા એક જ છે. આ કર્તા કોણ છે એનું જો બરાબર જ્ઞાન થઈ જાય તો એ અકર્તા પણ બની જાય છે. કરનાર મારું શરીર નથી, મારો આત્મા છે, જે હું છું. જે ક્ષણે એ સમજાઈ જાય કે આ શરીરથી નથી થઈ રહ્યું આત્માથી થઈ રહ્યું છે, શરીર તો માધ્યમ છે એ ભાવ જ્યારે બનશે ત્યારે આપણે અકર્તા બની જઈશું. આપણે શરીર માટે નથી કરી રહ્યા પણ આત્માને રહેવા લાયક શરીર બની રહે એને માટે કરી રહ્યા છીએ. ભગવાન આગળ કહે છે.

જ્ઞાનં(ઙ્) કર્મ ચ કર્તા ચ, ત્રિધૈવ ગુણભેદતઃ।
પ્રોચ્યતે ગુણસઙ્ખ્યાને, યથાવચ્છૃણુ તાન્યપિ॥૧૮.૧૯॥
તે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા ત્રણ - ત્રણ પ્રકારનાં જ કહેવાયાં છે; એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ.
શરીર મૂળ રૂપથી આઠ વસ્તુથી બનેલું છે, પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર. પાંચ જ્ઞાનેન્દ્રિયોને લીધે જ્ઞાન થાય છે. સ્પર્શથી ખબર પડે છે કે આ શું છે? આંખથી જોવાથી ખબર પડે છે કે શું છે? કાનથી સાંભળવાથી સમજાય છે કે શું કહે છે? નાકથી સૂંઘીને શું છે તે ખબર પડે છે તો સ્વાદથી ખબર પડે છે કે ખાધું તે શું હતું? આમ પંચેન્દ્રિયોથી જ્ઞાન થાય છે પણ કર્મ થાય છે તે પાંચ કર્મેન્દ્રિયોથી થાય છે. કર્મેન્દ્રિયો પણ પાંચ છે. હાથ, પગ, મુખ અને ઉત્સર્જનની બે ઇન્દ્રિયો એ કર્મેન્દ્રિયો છે. આમ આ ૧૦ થયા. એ પછી મન, બુદ્ધિ અને અહંકાર એ પણ પ્રકૃતિથી પ્રાપ્ત થયા છે. પ્રકૃતિથી પ્રાપ્ત કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર જડ છે કારણ કે પ્રકૃતિ જડ છે. આપણે કહીએ કે પ્રકૃતિ જડ છે તો વૃક્ષ કઈ રીતે વધે છે? જ્યાં સુધી ઝાડમાં પુરુષતત્ત્વ નથી આવતું, જ્યાં સુધી શરીરમાં એ આત્મતત્ત્વ નથી પ્રગટતું ત્યાં સુધી એ જડ જ રહે છે. જ્યારે આત્મતત્ત્વ આવશે ત્યારે જ પ્રકૃતિ ચલાયમાન થશે. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી ચેતન છે, આત્મા નીકળી ગયો તો પાછું જડત્ત્વ આવી જશે. આત્માને લીધે જ બધું છે એટલે પ્રકૃતિને જડ કહેવાય છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એ આપણે ૧૪મા અધ્યાયમાં જોયું. અહીં ફરી ભગવાન યાદ કરાવે છે, ત્રણ પ્રકારના ગુણ છે, તામસ, રજસ અને સાત્ત્વિક.
જે અંધારામાં છે, જે સુતેલો છે તે તામસ છે. અડધો જાગૃત છે પણ જ્ઞાન નથી થયું તે રાજસ છે. એના મનમાં દ્વંદ્વ ચાલે છે પણ જ્ઞાન નથી થયું. જે ક્ષણે એ પૂર્ણ જાગૃત થઇ જશે, દ્વંદ્વો જતા રહેશે, નિર્દ્વંદ્વ બની જશે ત્યારે સત્ત્વગુણ પ્રગટ થઈ જશે, સાત્ત્વિક બનશે.
આમ કર્તા પણ ત્રણ પ્રકારના છે અને કર્મ પણ ત્રણ પ્રકારના છે, જ્ઞાન પણ ત્રણ પ્રકારનું છે. એ કેવા છે તે તું મારી પાસેથી સાંભળ. ભગવાન હવે આ બધાની વ્યાખ્યા કરવાનું શરૂ કરે છે.

સર્વભૂતેષુ યેનૈકં(મ્), ભાવમવ્યયમીક્ષતે।
અવિભક્તં(વ્ઁ) વિભક્તેષુ, તજ્જ્ઞાનં(વ્ઁ) વિદ્ધિ સાત્ત્વિકમ્॥૧૮.૨૦॥
જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને, અવિભાજિતરૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાનને તું સાત્ત્વિક જાણ.
સમુદ્રમાં મોજાં ઉછળે છે, આપણે મોજાં કહીએ છીએ પણ વાસ્તવમાં એ સમુદ્ર જ છે. ઘટમાં પણ એક આકાશ અને ઘટની બહાર પણ એક આકાશ છે. આપણે એને ઘટાકાશ અને પૂર્ણાકાશ કહીએ છીએ. કહેવાનો ફેર છે પણ છે તો આકાશ જ, એક જ છે. સમુદ્રના મોજાંમાં પણ એ જ પાણી છે. મોજાં ઉછળીને સમુદ્રમાં જ સમાઈ જશે. ઘડો તૂટી જશે તો તેમાંનું આકાશ (ધટાકાશ) આકાશમાં મળી જશે. બહારની હવા અને અંદરની હવા જુદી નથી. એ જેણે જાણી લીધું કે બધા ભૂતમાત્રમાં, બધા જીવોમાં એક જ પરમાત્માતત્ત્વ આત્મરૂપથી વિદ્યામાન છે એ સાત્ત્વિક જ્ઞાન છે. સૂર્ય જો અંધારાને શોધવા નીકળે તો શું થાય? શું એ અંધારાને શોધી શકશે? જ્ઞાનેશ્વરીમાં બહુ સુંદર રીતે કહ્યું છે. ગીતા પૂર્ણ થયા પછી એકવાર જ્ઞાનેશ્વરી જરૂરથી વાંચવી જોઈએ. જ્ઞાનેશ્વરી ભગવદ્ગીતાનું વિસ્તારીત રૂપ છે, એનું માધુર્ય છે. એટલું સુંદર વિવેચન તમને કશે જોવા નહીં મળે!
જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, સુરજ જો અંધારાને શોધવા નીકળે તો શું એ અંધારાને શોધી શકશે? અંધારું છે જ નહીં પરંતુ પ્રકાશનો અભાવ એ અંધકાર છે. જે ક્ષણે પ્રકાશ ત્યાં પહોંચ્યો અંધકાર જતો રહેશે. એનો અર્થ કે જ્યાં પ્રકાશ હશે ત્યાં અંધકાર નહીં હોય. આ એટલું જ સત્ય છે. શું તમે તમારા પડછાયાને આલિંગન આપી શકશો? અરીસામાં રહેલા પ્રતિબિંબને ભેટી શકશો? કોઈ વ્યક્તિ અરીસો તોડીને અંદર રહેલી વ્યક્તિને ભેટવા ઈચ્છે તો કરી શકશે? જે ક્ષણે અરીસો તૂટી જશે એક ક્ષણે પ્રતિબિંબ પણ જતું રહેશે. અરીસો છે તો પ્રતિબિંબ છે. સૂર્ય અને એના કિરણો એક જ છે. વ્યક્તિ અને એની છાયા એક જ છે. એ જ રીતે સાત્ત્વિક વ્યક્તિ છે તે બધા ભૂતમાત્રમાં એક પરમાત્મતત્ત્વને જુએ છે પછી એ કૂતરો હોય, બિલાડી હોય, માછલી હોય કે મરઘી એ બધામાં એ જ પરમાત્મતત્ત્વને જુએ છે અને બધા માટે અદ્વેષ્ટા બની જાય છે.
૧૨મા અધ્યાયમાં ભગવાન કહે છે,
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ ।
નિર્મમો નિરહંકાર: સમદુ:ખસુખ: ક્ષમી ॥
બધા માટે એનામાં મૈત્રીનો ભાવ પ્રગટ થાય છે અને બધામાં પરમાત્મતત્ત્વને જુએ છે. જ્ઞાન એ પ્રકાશક છે.
૧૪મા અધ્યાયમાં ભગવાન કહે છે,
તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ ।
સુખસંગેન બધ્નાતિ જ્ઞાનસંગેન ચાનઘ ॥
જ્યારે તમારામાં સત્ત્વબુદ્ધિ જાગૃત થાય છે ત્યારે જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે. જ્ઞાન જ પ્રકાશક છે. આ જ્ઞાન જેને થઈ ગયું કે બધા ભૂતમાત્રમાં એ જ પરમાત્મતત્ત્વ છે, એ પ્રકાશિત થઈ જાય છે. આવી વ્યક્તિનું જ્ઞાન તું સાત્ત્વિકજ્ઞાન સમજ. એ પછી ભગવાન રજસ જ્ઞાન વિષે કહે છે.

પૃથક્ત્વેન તુ યજ્જ્ઞાનં(ન્), નાનાભાવાન્પૃથગ્વિધાન્।
વેત્તિ સર્વેષુ ભૂતેષુ, તજ્જ્ઞાનં(વ્ઁ) વિદ્ધિ રાજસમ્॥૧૮.૨૧॥
પરંતુ જે જ્ઞાન એટલે કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય સકળ ભૂતોમાં જુદી-જુદી જાતના અનેક ભાવોને જુદા-જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ.
રાજસ જ્ઞાનમાં બધામાં એક પરમાત્માતત્ત્વનું દર્શન નથી થતું. એ સમજે છે કે બકરી, મરઘી મરવા માટે જન્મે છે. એના મનમાં બધા પ્રાણીઓ માટે જુદા-જુદા ભાવ આવે છે. સોનાનું એક ઘરેણું બનાવ્યું પછી સોનીને કહીએ કે ઘરેણું તો બરાબર પણ મારું સોનું આપ! સોની કહેશે, તમારા સોનામાંથી જ ઘરેણું બનાવ્યું છે. મૂર્ખ કહેશે, ઘરેણું તો ઘરેણું છે પણ મારું સોનુ ક્યાં છે? આ જેટલો મૂર્ખ પ્રશ્ન છે એવો જ એક ભાવ છે કે જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા પરમતત્ત્વને જોવું. એ સમભાવ નથી રાખતો. માટીનો ઘડો બનાવીને કુંભારને પૂછીએ કે માટી ક્યાં છે? ઘડો માટીનો જ છે બસ રૂપ જુદું છે. એ જ રીતે અન્યાન્ય પ્રાણી સમુદાયનું રૂપ જુદું-જુદું છે પણ પરમાત્મતત્ત્વ બધામાં એક જ છે. આખી સૃષ્ટિ ચલાયમાન થઈ છે તે આત્મા પરમાત્માનું જ બીજ છે આ ભાવ મનમાં હોવો જોઈએ. આપણે એક અંધારા ઓરડામાં બે મીણબત્તી સળગાવીને કહીએ કે પહેલી મીણબત્તીનો પ્રકાશ બીજી મીણબત્તીના પ્રકાશથી જુદો છે તો શું આપણે પ્રકાશને જુદો-જુદો જોઈ શકીએ છીએ? પ્રકાશ એકબીજામાં મળી જશે. કઈ મીણબત્તીનો કયો પ્રકાશ છે તે કહી ન શકાય. બંને મીણબત્તીનો પ્રકાશ જુદો-જુદો જોવો તે રાજસજ્ઞાન છે. બધા ભૂતમાત્રને જુદા-જુદા ભાવથી જોવા તે રાજસજ્ઞાન છે. તામસ તો સુતેલો છે, એને કંઈ ખબર જ નથી.
યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્, કાર્યે સક્તમહૈતુકમ્।
અતત્ત્વાર્થવદલ્પં(ઞ્) ચ, તત્તામસમુદાહૃતમ્॥૧૮.૨૨॥
અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું, તાત્ત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે, એ તામસ કહેવાયું છે.
તામસજ્ઞાનને કોઈ જિજ્ઞાસા જ નથી. રાજસજ્ઞાન છે તે બધાને જુદા-જુદા જોવાનો પ્રયત્ન તો કરે છે! તામસ જ્ઞાનને જિજ્ઞાસા જ નથી, એને કોઈ સાથે લેવાદેવા નથી. તે નિદ્રામાં જ છે. એને કંઈ જાણવાની ઈચ્છા જ નથી, એ પોતાનામાં જ ડૂબેલો છે, ભોગવિલાસમાં ડૂબેલો છે. ભગવાન એને અજ્ઞાન પણ નથી કહેતા. અજ્ઞાનમાં પણ જ્ઞાન શબ્દ તો આવે જ છે. ભગવાન એને કહે છે જ્ઞાનશૂન્ય, જ્ઞાનરહિત. એનામાં ફક્ત આસક્તિ છે. એ ઘોર કર્મમાં લાગેલો છે. એને કોઈ તરફ જોવું નથી. આ પ્રકારનું સુષુપ્ત જ્ઞાન તામસજ્ઞાન છે.
હવે ભગવાન કર્મ ની વ્યાખ્યા કરે છે સાથે કર્મ કોને કહે છે રાજસ્થાનમાં કોને કહે છે તે હવે ભગવાન જણાવે છે.

નિયતં(મ્) સઙ્ગરહિતમ્, અરાગદ્વેષતઃ(ખ્) કૃતમ્।
અફલપ્રેપ્સુના કર્મ, યત્તત્સાત્ત્વિકમુચ્યતે॥૧૮.૨૩॥
જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ-દ્વેષ વિના કરવામાં આવ્યું હોય - એ કર્મ સાત્ત્વિક કહેવાય છે.
શાસ્ત્ર વિધિથી નિયત થયેલું કર્મ એની બહુ મહત્વપૂર્ણ વ્યાખ્યા છે. આપણે સ્વયંના બધા કર્મોને આ વ્યાખ્યાથી સમજવા જોઈએ કે મારું કર્મ કઈ શ્રેણીમાં આવે છે? આપણી જાતને સમજીએ, પરખીએ, જાણીએ અને જાગી જઈએ. જાગવું મહત્વપૂર્ણ છે. ભગવદ્ગીતા આપણને નિરંતર જગાડે છે. એ સંદેશ આપે છે, "ભાગો નહીં જાગો."
જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની અપેક્ષા વિનાના માણસ વડે રાગદ્વેષ વિના કરવામાં આવ્યું હોય તો તે સાત્ત્વિકકર્મ છે. અહીં નિયતમ્ ના બે અર્થ નીકળી શકે.
૧. જે શાસ્ત્રોએ નિયત કર્યા હોય. આપણા વેદ, પુરાણ, ઉપનિષદ, ભગવદ્ગીતા વગેરે શાસ્ત્રો છે, એના દ્વારા કહેવાયેલા કર્મ નિયતમ્ છે.
૨. બીજો અર્થ સ્વભાવગત કર્મ છે. સ્વીકૃત કર્મ, સહજ કર્મ છે.
શાસ્ત્ર વિધિથી નિયત થયેલું છે એ નીયતમ્ કર્મ છે. આસક્તિથી મુક્ત, સ્વાર્થરહિત, સ્વભાવને અનુકૂળ હોવું જોઈએ, રાગદ્વેષ વગરનું હોવું જોઈએ. રાગ એટલે પ્રેમ, કોઈ વસ્તુ માટે માલિકીનો ભાવ આવી જવો. જો ફળની આશા રાખીને કર્મ કરીશું તો એ કર્મ સારી રીતે નહીં થાય. ભગવદ્ગીતા આ વાત ઘણીવાર કહે છે કે ફળાંકાક્ષાને છોડો. એનો અર્થ ફળ છોડવાનો નથી. ફળ તો મળવાનું જ છે પરંતુ તમારી અપેક્ષા અનુસાર અને તમારા ધારેલા સમયે નહીં મળે. બહુ સ્નેહથી, પ્રેમથી, ફળની આશા વગર કર્મ કર્યું તો એનું સુંદર ફળ મળવાનું જ છે.
એક બાળકને આઇઆઇટીમાં જવું છે, પ્રવેશ માટેની પરીક્ષા આપી પણ ન જવાયું, બીજા પ્રયત્ન પણ ન જવાયું તો એ હતાશામાં જતો રહ્યો. હમણાં જ ૨૪ બાળકોએ આત્મહત્યા કરી. આજના બાળકોને તરત જ પરિણામ જોઈએ છે. એમને આ વસ્તુ સમજાવવી બહુ જરૂરી છે. તમને આઇઆઇટીમાં જવું છે અને પરીક્ષા આપો છો? તો અપેક્ષા છોડો. તમે જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે ભણો છો એમ વિચારીને ભણો. ફળની અપેક્ષાથી નહીં, ઉદ્દેશ્ય માટે કામ કરો. ફળની અપેક્ષાથી કામ કરશો તો તમારી પરફોર્મન્સ ઈન્ડેક્સ નીચે આવશે. અપેક્ષા રાખવાથી તણાવ થાય છે અને એની સીધી અસર આપણા દેખાવ પર પડે છે. અપેક્ષા શૂન્ય થઈ ગઈ તો તણાવ શૂન્ય થઈ જશે અને પરીક્ષામાં તમારો દેખાવ ઉત્તમ હશે. આ બહુ સુંદર સમીકરણ છે. એને જેણે સમજી લીધું એ જીવનને સમજી જશે. ભગવાનની બધી વાત તણાવમુક્ત થવા માટે છે. અર્જુન તણાવગ્રસ્ત હતો, એને તણાવ મુક્ત કરવો જ ભગવદ્ગીતાનું ધ્યેય હતું. એટલે જ ભગવદ્ગીતા સમુપદેશનનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. કોઈ મનુષ્ય તણાવમાં હોય એને તણાવમુક્ત કરવા ભગવદ્ગીતા સંભળાવવી. જે ક્ષણ પેલું બાળક આઈ આઈ ટી માટે નથી ભણતું, એ બહુ સારું પ્રદર્શન કરી શકશે અને એને આઇઆઇટીમાં પ્રવેશ પણ મળી જશે. બધું બને છે પણ ફળની અપેક્ષા કરતો રહેશે તો ફળ દૂર જતું રહેશે આ સુંદર સમીકરણ બહુ સમજવા જેવું છે.
આપણે સાધનામાં આનંદ લેવો જોઈએ. જે સાધનામાં આનંદ લે છે તે સાધ્ય સુધી પહોંચે જ છે. એટલે સાધનાને આપણે પ્રાર્થનાની જેમ લેવી જોઈએ. નિરપેક્ષ ભાવથી કરવી જોઈએ, અપેક્ષાથી દુઃખ જ મળે છે. ઘડપણનો સહારો બનશે એ અપેક્ષાથી છોકરાઓનો ઉછેર કરવાથી જ્યારે બાળકો મોટા થઈ જશે અને આપણાથી દૂર જતા રહેશે તો દુઃખ થશે. જો અપેક્ષા વગર બાળકોને ઉછેરશું તો એ બહારગામ જશે તો જ્યારે ચાર પાંચ દિવસ માટે પણ આપણી પાસે આવશે તો આપણને અત્યંત આનંદ થશે.
અપેક્ષાથી કોઈપણ કામ કરવું છેવટે તો આપણને દુઃખ જ આપે છે. ફળની અપેક્ષા રહિત કામ કરીએ તો કામ કરવાનો આનંદ પણ ખૂબ આવશે. આપણે ત્યાં ભગવદ્ગીતામાં કેટલાય લોકો સેવા કરે છે બધા પડદાની પાછળ રહીને કામ કરે છે પણ કામનો આનંદ રહ્યા છે. જે આ રીતે આવ્યો છે તે ખૂબ આનંદપ્રાપ્ત કરે છે. સેવાના ભાવથી તમે સાવધાની વધારો છો. જીવનની એબીસીડીમાં બી એટલે કે બર્થ અને ડી એટલે કે ડેથ વચ્ચે સી એટલે કે ચોઈસ છે. મારે કેમ જીવવું છે? અપેક્ષા સાથે જીવીશ તો રડતો રહીશ પણ અપેક્ષારહિત (નિરપેક્ષ) થઈને જીવીશ તો આનંદથી જીવીશ. આનંદનું ઝરણું જે અંદર વહી રહ્યું છે એને બહાર કાઢો.
પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યોપજાયતે ।

પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે ॥
બુદ્ધિમાં જે ગૂંચવણ છે તે નીકળી જશે. સુખ બધા છે પણ આનંદ નથી. ગાદલું નરમ છે પણ ઊંઘ નથી આવતી કારણ કે આનંદ અંદર છે અને સુખ બહાર છે. સુખમાં ઊંઘ નથી આવતી, આનંદમાં આવે છે એ ભાવને સમજવો પડશે. આ ભાવમાં જે રહે છે તે સાત્ત્વિક છે. કર્મ સાત્ત્વિક થઈ જાય છે, કર્મ બદલવાની જરૂર નથી ફક્ત ભાવ બદલવાની જરૂર છે. જેણે ભાવ બદલીને કર્મ કર્યું એના બધા કર્મ સાત્ત્વિક થઈ જશે. યુદ્ધમાં બાણ ચલાવવાનું અર્જુનનું કર્મ પણ સાત્ત્વિક થઈ જશે.
રસોઈ કરનારી સ્ત્રી, ભગવાનને ભોગ ધરીને બધાને પ્રસાદ વહેંચીશ એ ભાવથી રસોઈ કરે છે તેનું આ કર્મ પણ સાત્ત્વિક બની જશે. ઘર સાફ કરનાર સ્ત્રી જો હું ભગવાનનું મંદિર સાફ કરું છું એ ભાવ રાખશે તો સાફ-સફાઈનું કર્મ પણ સાત્ત્વિક થઈ જશે, એ સ્ત્રી શબરી બની જશે. મારા કૃષ્ણ આવશે, રામ આવશે એ ભાવથી કરશે તો હ્રદયમાં આનંદનું ઝરણું નિરંતર વહેતું રહેશે પણ આ ભાવ નહીં રાખે તો રડતાં રડતાં કામ કરશે. તમારે રડતાં રડતાં કરવું છે કે આનંદના ભાવથી કરવું છે તે પસંદગી તમારી છે. ભગવદ્ગીતા તમને આનંદિત બનવાની પસંદગી આપે છે. ભગવાન પણ સ્વયમ ભગવદ્ગીતા કહેતી વખતે હસી રહ્યા છે. બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને બહુ કડવી વાત કહી છે. અર્જુનને નપુંસક કહ્યો છે. આ કઠોર શબ્દ પ્રયોગ પણ હસતાં હસતાં કહે છે. સંજયે ધૃતરાષ્ટ્રને આખું વૃત્તાંત કહ્યું પછી કહ્યું કે ભગવાન આ વાત હસતાં-હસતાં કરે છે, પ્રસન્નતા સાથે કહે છે. બે સેનાઓની વચ્ચે વિષાદગ્રસ્ત અર્જુન છે તેને ભગવાન પ્રસાદયુક્ત બનાવે છે. વિષાદથી પ્રસાદની આ યાત્રા છે. ૧લો અધ્યાય "અર્જુન વિષાદયોગ" અને અંતિમ અધ્યાય "કર્મ સન્યાસયોગ." વિષાદથી પ્રસાદ તરફ લઈ જનારી ભગવદ્ ગીતા છે. પ્રસાદનો સંસ્કૃત માં સીધો સાદો અર્થ છે પ્રસન્નતા. ૧૮ અધ્યાય પૂરા કર્યા પછી પણ જો પ્રસાદ ન મળ્યો તો બધું નકામું છે. આ જ્યારે બને છે ત્યારે તમારું પ્રત્યેક કર્મ સાત્ત્વિક બની જાય છે. તમે દુકાનમાં બેસીને ધંધો કરો છો પણ ગ્રાહકને ભગવાન ગણો.

तू ही है सर्वत्र व्याप्त हरि ! तुझमें यह सारा संसार ।
इसी भावना से अंतर भर, मिलूँ सभी से तुझे निहार ।।
બધામાં ભગવાનને જુઓ અને એવો જ વ્યવહાર કરો. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।।६.३०।
જે આ ભાવથી જીવે છે એના હૃદયમાં આનંદનું ઝરણું સદા વહેતું રહે છે. મૃત્યુ પણ એના માટે આનંદ-ઉત્સવ બની જાય છે. જેવું આનંદનું આ ઝરણું હાજર નું વહે છે, અદ્ભુત ઘટનાઓ ઘટે છે. કર્મ એ જ છે પણ એને કરવાનો ભાવ બદલાઈ જાય છે.तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।।६.३०।
યત્તુ કામેપ્સુના કર્મ, સાહઙ્કારેણ વા પુનઃ।
ક્રિયતે બહુલાયાસં(ન્), તદ્રાજસમુદાહૃતમ્॥૧૮.૨૪॥
પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઇચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે ,એ કર્મ રાજસ કહેવાયું છે.
ઘણાં લોકો ભાગવત કથાનું આયોજન કરે છે, યજમાન બને છે. જ્યારે કથામાં આવે છે ત્યારે અભિમાનથી માથું ઊંચકીને ફરે છે. બધાને પ્રતીત કરાવે છે કે કથાનું આયોજન મેં કર્યું છે. આવી ભાગવતકથાનો કોઈ અર્થ નથી, કોઈ ફેર નહીં પડે. ભાગવત કથા કર્યા પછી પણ મેં આ કર્યું એ ભાવ હોય, અભિમાનનો ભાવ હોય તો યજ્ઞ કરવો કે ભાગવત કથા કરવી પણ રાજસ કર્મ બની જશે. કામનાથી થયેલું કર્મ, પદાર્થ માટે, નફા માટે, લાભ માટે, પ્રતિષ્ઠા માટે, સન્માન માટે, સુખ-આરામ માટે કરેલું કર્મ રાજસ કર્મ છે. તમે કયા પ્રકારનું કર્મ કરી રહ્યા છો તે તમારા મનના ભાવ પર નિર્ભર કરે છે. એવા લોકો નાની પ્રતિષ્ઠા માટે મોટા-મોટા કામો કરશે.
જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનેશ્વર મહારાજ એમની તુલના દેડકા સાથે કરે છે. એ દેડકો સમુદ્રમાં ફરી રહ્યો છે, એને શેવાળ ખાવી છે એટલે એ આખા સમુદ્રમાં ફરી રહ્યો છે. મદારી થોડા પૈસા માટે માથા પર ઝેરી સાપથી ભરેલી ટોપલી લઈને ફરે છે. એવા ક્લેશકારક કર્મો મહદ્ પ્રયાસ સાથે કરનારા લોકો, થોડું પ્રાપ્ત કરવા માટે પોતાનું જીવન દાવ પર લગાડનારા લોકો નાની-નાની પ્રાપ્તિ માટે બહુ કષ્ટ વેઠે છે. એમના કાર્ય રાજસ કર્મ કહેવાશે. તામસ કર્મ કોને કહેવાશે? તમારે તમારી જાતને ચકાસવાની છે કે તમે કયા કર્મો કરી રહ્યા છો? તામસથી રાજસ, રાજસથી સાત્ત્વિક અને સાત્ત્વિક કર્મ કરતાં કરતાં ત્રિગુણાતીત બની જાઉં એ આપણું ધ્યેય હોવું જોઈએ.

અનુબન્ધં(ઙ્) ક્ષયં(મ્) હિંસામ્, અનવેક્ષ્ય ચ પૌરુષમ્।
મોહાદારભ્યતે કર્મ, યત્તત્તામસમુચ્યતે॥૧૮.૨૫॥
જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના, કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે,એ કર્મ તામસ કહેવાય છે.
તામસકર્મ એટલે એ કંઈ કામ કરતો નથી કે ગમે તે કર્મ કર્યે જાય છે. જેમ પાણી પર લીટી તાણનારો વ્યર્થ ચેષ્ટા કરે છે એવું એનું કાર્ય છે જેનો કોઈ અર્થ નથી. માખણ કાઢવા માટે કાંજીને વલોવે છે! ક્યાંથી માખણ નીકળશે? રાખ ફૂંકી ફૂંકીને સોનુ શોધવાનો પ્રયત્ન કરે છે. તેલ કાઢવા માટે રેતીને પીલે છે. ચાર દાણા મેળવવા માટે ભૂસાને ઝાપટે છે. જ્ઞાનેશ્વરમાં બહુ સુંદર કહે છે કે એ આકાશમાં બાણ ચલાવે છે જેનો કોઈ અર્થ નથી. હવાને પકડવા માટે પ્રયત્ન કરે છે. આ પ્રકારના નિરર્થક કાર્ય કરવામાં આખી જિંદગી કાઢી નાખે છે.
ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન! એવી કૃપા કરો કે મારું જીવન નિરર્થક ન જાય, મારું જીવન સાત્ત્વિક કર્મોથી ભરાઈ જાય.
हे नाथ अब तो ऐसी दया हो
जीवन निरर्थक जाने न पाए
ये मन ना जाने क्या क्या कराये
कुछ बन ना पाए मेरे बनाये
कुछ बन ना पाए मेरे बनाये
हे नाथ अब तो ऐसी दया हो
जीवन निरर्थक जाने न पाए
ऐसा जगा दो फिर सो ना जाऊँ
अपने को निष्काम प्रेमी बनाऊँ
तुमको ही चाहु तुमको ही पाऊँ
संसार का भय कुछ रह ना पाए
ये मन ना जाने क्या क्या कराये
कुछ बन ना पाए मेरे बनाये
हे नाथ अब तो ऐसी दया हो
जीवन निरर्थक जाने न पाए
वो योग्यता दो सत्कर्म करलू
ह्रदय में अपने सद्भाव भरलू
नर तन है साधन भवसिन्धु तरलू
ऐसा समय फिर आये न आये
ये मन ना जाने क्या क्या कराये
कुछ बन ना पाए मेरे बनाये
हे नाथ अब तो ऐसी दया हो
जीवन निरर्थक जाने न पाए ॥
મારાથી સાત્ત્વિક કર્મો જ થાય અને હું સાત્ત્વિક કર્તા બનું. ભગવાન સાત્ત્વિક કર્તાની વ્યાખ્યા કરે છે.

મુક્તસઙ્ગોઽનહંવાદી, ધૃત્યુત્સાહસમન્વિતઃ।
સિદ્ધ્યસિદ્ધ્યોર્નિર્વિકારઃ(ખ્), કર્તા સાત્ત્વિક ઉચ્યતે॥૧૮.૨૬॥
જે કર્તા સંગ વિનાનો, અહંકારભર્યાં વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ-શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્ત્વિક કહેવાય છે.
કેમેરા તમારો ફોટો ખેંચે છે. કેમેરા એટલે ક્યા મેરા? તારો ફોટો ખેંચું છું પ્રતિમા તારો દેહ છે, તું નથી પણ ફોટા પર બહુ ધ્યાન છે.
હનુમાનજી એક રાક્ષસીને મળ્યા જે છાયાને જ પકડતી હતી. એને વરદાન હતું કે છાયાને પકડીને તું એ જીવને નીચે પાડી શકીશ. એણે હનુમાનજી લંકામાં સીતામાતાની શોધ કરવા જતા હતા ત્યારે એમનો પડછાયો પકડીને હનુમાનજીને પકડીને ખાઈ લીધા. હનુમાનજી પોતાના બુદ્ધિબળથી એનું મસ્તક ફાડીને બહાર નીકળ્યા. આ કથા એક સુંદર રૂપક છે. એમાંથી સુંદર અર્થ નીકળે છે. એ સમયે છાયા પકડનારા રાક્ષસો હતાં તો હવે છાયાચિત્ર પકડનારા કેમેરાઓ છે. મારો ફોટો છપાયો કે નહીં તે જ જુએ છે.
અહંકારના વચનો ન બોલનારો, અપેક્ષારહિત, ધૈર્યવાન, સદૈવ ઉત્સાહી અને પોતાના કાર્યને સિદ્ધ કરવા તત્પર છે. કાર્ય સિદ્ધ થયું તો હર્ષ નહીં અને ન થયું તો દુઃખ નહીં. શોક અને વિકાર રહિત છે એ કર્તા સાત્ત્વિક છે. એમનામાં આનંદની ઉર્જા જબરજસ્ત હોય છે. મેં એવા લોકો જોયા છે જેને લકવો થયો હોવા છતાં પણ ઉત્સાહી છે, શરીર કામ નથી કરતું, સાથ નથી આપતું પરંતુ એમના ચહેરા પર સમાધાનના ભાવ હોય છે. કાર્ય કરતાં જાય છે, એમના મુખ પર પ્રસન્નતા છલકતી જ રહે છે. જે અંદર છે તે પ્રસન્નતા બહાર છલકે છે. બુદ્ધિને સ્થિર કરવી હોય તો ચિત્તને પ્રસન્ન રાખવાની ટેવ પાડો. રડવાની ટેવ છોડી દો. બધું થઈ જશે એ ભાવથી સદા હસતો રહું છું, રડતાં લોકો કોઈને ગમતા નથી. નાની નાની વસ્તુઓ માટે કેટલાક લોકો ગાંડા બને છે, ઉદ્વેગ કરે છે. ભગવાન કહે છે, જે ભક્ત સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર છે એવા કર્તા સાત્ત્વિક કર્તા કહેવાય છે અને એવા ભક્ત મને અત્યંત પ્રિય છે. હવે ભગવાન રાજસ કર્તાની વાત કરે છે.

રાગી કર્મફલપ્રેપ્સુઃ(ર્), લુબ્ધો હિંસાત્મકોઽશુચિઃ।
હર્ષશોકાન્વિતઃ(ખ્) કર્તા, રાજસઃ(ફ્) પરિકીર્તિતઃ॥૧૮.૨૭॥
જે કર્તા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ-શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે.
આકાંક્ષા આગળ-આગળ ચાલશે તો પાછળ શોક આવશે જ. સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુઓ છે. તમે બહુ પૈસા કમાયા હવે સુખ જ સુખ તમારી પાસે આવશે એ ભાવ તમને આવ્યો. તમે પૈસા કમાવામાં તમારા પરિવાર તરફ પુરતું ધ્યાન ન આપ્યું. બાળકો મોટા થઈ ગયા, અસંસ્કારી નીકળ્યા. એક જ રાતમાં બધા પૈસા ઉડાવી દીધા. પૈસા આવ્યા તો સુખ આવ્યું અને પાછળ પાછળ દુ:ખ પણ આવ્યું. આજુબાજુ જોશો તો સમજાશે કે દરેક સુખ પાછળ દુઃખ આવશે જ. એરકંડીશનમાં સૂવાનું સુખ છે પણ પછી હાડકાનો દુઃખાવો, આર્થરાઇટિસ આવ્યો. આનંદનો કોઈ અંત નથી. સુખનો અંત દુઃખમાં આવે છે પરંતુ આનંદનો અંત પરમાનંદ હોય છે.
સંત તુકારામ મહારાજ કહે છે,
आनंदाचे डोही आनंद तरंग ।
आनंदची अंग आनंदाचें ॥१॥
काय सांगो जालें कांहीचियाबाही ।
पुढें चाली नाहीं आवडीनें ॥२॥
गर्भाचे आवडी मातेचा डोहळा ।
तेथींचा जिव्हाळा तेथें बिंबे ॥३॥
तुका म्हणे तैसा ओतलासे ठसा ।
अनुभव सरिसा मुखा आला ॥४॥
આનંદના સાગરમાં ડૂબી જાવ, આનંદની તરંગો નીકળતી જાય છે. આવા જે લોકો છે જે કર્મફળની ચાહ રાખે છે, લોભી છે, બીજાને કષ્ટ આપીને પોતાનો લાભ જુએ છે, અશુદ્ધાચારી છે, હર્ષ શોકથી લિપ્ત છે તે બધા રાજસકર્તા છે. તમારી જાતને ચકાસજો. આમાંથી એક પણ ગુણ હોય તો સુધારજો.

અયુક્તઃ(ફ્) પ્રાકૃતઃ(સ્) સ્તબ્ધઃ(શ્), શઠો નૈષ્કૃતિકોઽલસઃ।
વિષાદી દીર્ઘસૂત્રી ચ, કર્તા તામસ ઉચ્યતે॥૧૮.૨૮॥
જે કર્તા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર,આળસુ અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કહેવાય છે.
ભગવાન એક એક શબ્દ પસંદ કરીને લાવ્યા છે. જે યુક્ત નથી અસાવધાન છે, અશિક્ષિત છે, અકડવાળા છે, જીદ્દી છે, ઉપકારનો બદલો અપકારથી આપે છે, આખો દિવસ રડતા રહે છે, બધા કામોને ટાળે છે એ તામસકર્તા છે. આ બધામાંથી એક પણ ગુણ હોય તો તે કર્તા તામસકર્તા છે. જે કર્તા અયુક્ત છે, ઘમંડી છે, અશિક્ષિત છે, ધૂર્ત છે, બીજાની જીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને કામને ટાળનાર છે તે તામસકર્તા છે.
સાધુ નામની એક વ્યક્તિ હતી એ કામને હંમેશા ટાળતો અને બીજા ઉપર જ આધાર રાખતો હતો, વિશેષ રુપથી પોતાની પત્ની પર આધાર રાખતો. એક દિવસ એનું માથું દુ:ખતું હતું. એણે પોતાની પત્નીને પૂછ્યું કે હું શું કરું? પત્નીએ કહ્યું, ડોક્ટરને બતાવી દો. એણે પાછું પત્નીને પૂછ્યું કે ગામના ડોક્ટરને બતાવું કે શહેરના ડોક્ટરને? એની પત્નીએ કહ્યું, શહેરના ડોક્ટરને જ બતાવી દો. પછી એ વ્યક્તિ શહેરના ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે એને તપાસીને કહ્યું કે કોઈ વિશેષ વસ્તુ નથી, તમને એસીડીટી થઈ ગઈ છે તો આ બે ગોળી તમને આપું છું એને જમવાની સાથે ખાઈ લેજો. એ વ્યક્તિએ ડોક્ટરને પૂછ્યું કે ખાવાના સમયે એટલે ખાવા પહેલા કે ખાધા પછી? ડોક્ટરે કહ્યું એક ગોળી ખાધા પહેલા અને બીજી ગોળી ખાધા પછી લેજે. એણે ફરીથી પૂછ્યું કે આ ગોળી મારે ચાવીને ખાવાની છે કે ગળી જવાની છે? ડોક્ટરે કહ્યું, દવા કડવી છે, ગળી જજો. એણે ફરી પુછ્યું, દૂધ સાથે કે પાણી સાથે? દૂધ સાથે. કેટલું દૂધ લઉં? એક વાટકી, ગ્લાસ કે લોટો ભરીને? ડોક્ટરે કહ્યું, વાટકી ભરીને લેજો. વળી એણે પૂછ્યું, ઠંડુ કે ગરમ? થોડુંક ગરમ. ગાયનું દૂધ કે ભેંસનું? ડોક્ટરે કહ્યું, કોઇનું પણ ચાલશે તમે અહીંથી જાવ. એણે ફરીથી પૂછ્યું, ડોક્ટર સાહેબ ઉભા ઉભા દવા ખાવાની છે કે બેસીને ખાવાની છે? ડોક્ટરે કહ્યું બેસીને પણ હવે અહીંયાથી બહાર જા અને મારે ફી આપી દે. એણે કહ્યું કે ડોક્ટર ઉતાવળ ન કરો, મારી જાતે ખાવાની છે કે પત્નીને હાથે લેવાની છે? ડોક્ટર વધારે ગુસ્સે થયા. એમણે કહ્યું, સો રૂપિયા મને આપી દેને તું જા અહીંયાથી. એણે કહ્યું, છૂટ્ટા આપું કે બંધા? હવે ડોક્ટર એટલા કંટાળી ગયા હતા કે એમણે ૫૦-૫૦ની નોટ પોતે આપી અને એને કહ્યું કે આ લે અને અહીંયાથી જા. સાધુને કંઈ સમજાતું નહોતું એ બહાર ગયો અને બંને નોટોને ધ્યાનથી જોઈ અને પછી અંદર ડોક્ટર પાસે જઈને કહ્યું કે મને તમે પૈસા કેમ આપ્યા? ડોક્ટરે કહ્યું ૫૦ રુપિયાની દવા ખરીદજે અને ૫૦ રૂપિયા રિક્ષાવાળાને આપજે પણ તું જા અહીંયાથી. એણે વળી કહ્યું, ડોક્ટર સાહેબ ગુસ્સો નહીં કરો પણ ખાલી એટલું કહી દો કે કઈ નોટ મારે દવા માટે આપવાની છે અને કઈ નોટ મારી રિક્ષાવાળાને આપવાની છે?
આ પ્રકારના કર્તા તામસકર્તા કહેવાય છે. આ વાત ભગવાને અર્જુનને સમજાવી. આની સાથે જ વિવેચનસત્ર સમાપ્ત થયું અને પ્રશ્નોત્તરી શરૂ થઈ.
પ્રશ્નોત્તરી:
પ્રશ્નકર્તા : કમલેશદીદી
આપણે દાન કોને આપવું જોઈએ?
જવાબ : ભગવાને કહ્યું છે કે સુપાત્રને દાન આપવું જોઈએ, કુપાત્રને ન આપવું જોઈએ. જે લોકો દેશના કલ્યાણ માટે કામ કરે છે એમને દાન આપવું જોઈએ. દાન કાળ સુસંગત હોવું જોઈએ. આપણા દેશને જો બચાવવો હોય, હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવી રાખવું હોય તો આપણા દેશમાં જે વેદોનો સ્વર ગુંજે છે, જેનાથી ભગવાનમાં લોકોની શ્રદ્ધા વધે છે અને લોકો ધર્મકાર્યથી જોડાયેલા રહે છે એ લોકોને દાન કરવું જોઈએ. વેદ બચશે, વેદશાસ્ત્ર બચશે તો આપણો દેશ બચશે. સુપાત્રને શોધવામાં એવું ન બને કે આપણી દાન કરવાની ટેવ છુટી જાય એટલે આપણે થોડું થોડું દાન કરતા રહેવું જોઈએ.
પ્રશ્નકર્તા : સુશીલાદીદી
હવન કરતી વખતે દરેક મંત્ર પછી આપણે સ્વાહા બોલીએ છીએ તો સ્વાહાનો અર્થ શું છે?
જવાબ : સ્વાહાનો અર્થ કે આ મારું નથી તારું છે. અગ્નિને આપણે આહૂતિ સમર્પિત કરીએ છીએ અને મનમાં એ ભાવ લાવીએ છીએ કે આ મારું નથી. આ જ સ્વાહાનો અર્થ છે.
પ્રશ્નકર્તા : મંજુ દીદી
પ્રશ્ન: આપણે સાંભળીએ છીએ કે માતા એ સૌથી વધુ નિઃસ્વાર્થ સેવા આપે છે. ચાર પેઢીઓથી મેં જોયું છે કે એક માતાને એવી આશા હોય છે કે તેને એક દીકરો હોવો જોઈએ જે મોટો થશે ત્યારે મારી સેવા કરશે કારણ કે લગ્ન પછી દીકરી સાસરે જાય છે. માતાના મનમાંથી આ અપેક્ષા કેવી રીતે દૂર કરી શકીએ?
જવાબ: અપેક્ષાનું અંતિમ પરિણામ દુ:ખ છે. જેમણે આ હેતુથી પુત્રને જન્મ આપ્યો છે તેઓએ પોતાની આસપાસ જોવું જોઈએ કે તેઓ તેમના પુત્ર સાથે વધુ જોડાયેલા છે કે તેમની પુત્રી સાથે. તમારા નસીબમાં જે હશે તે તમને પુત્ર કે પુત્રી મળશે. તમારી આજુબાજુ જુઓ, પુત્ર થયા પછી પણ લોકો વૃદ્ધાવસ્થામાં એકલા રહેતા હોય છે અને બહાર રહેતા હોવાથી તેમનો પુત્ર સાથે નથી. આપણે આપણા વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા જાતે જ કરવી જોઈએ અને આપણા પુત્ર કે પુત્રી પર નિર્ભર રહેવાનું નક્કી ન કરવું જોઈએ. પુત્ર અને પુત્રી બંનેને સમાન આદરથી જોવું જોઈએ.
ભગવાન આપણને બધાને પ્રેમ કરે છે, તેથી જો આપણી સાથે કંઇક ખોટું થતું હોય તો તેના માટે ભગવાનને દોષ આપવો યોગ્ય નથી.આવો આપણે એક વાર્તા દ્વારા સમજીએ.
યમદૂત કોઈનો પ્રાણ લેવા પૃથ્વી પર આવ્યો હતો, એ પ્રાણ લીધા પછી તેણે યમલોકમાં પાછા જવું પડ્યું. જે વ્યક્તિનો જીવ યમદૂત લેવા આવ્યો હતો તે એક માતા હતી અને ત્રણ નાના બાળકો તેના શરીરને વળગીને રડતા હતા. આ દ્રશ્ય જોઈને યમદૂતનું હૃદય હચમચી ગયું. તેણે મહિલાનો જીવ લીધો અને યમલોક પહોંચ્યા પછી તેણે ભગવાનને કહ્યું કે તમે જાણો છો કે તમે કેટલો અન્યાય કરો છો, તેના ત્રણ નાના બાળકો છે, તેઓ અનાથ થઈ ગયા છે, હવે હું આ કામ નહીં કરું, કૃપા કરીને મારું રાજીનામું લો કારણ કે મને ખબર છે કે એ બાળકો પણ ભૂખ-તરસથી પોતાનો જીવ આપી દેશે, અને પછી તમે મને તેમનો જીવ લેવા મોકલશો, હું આ કામ કરી શકીશ નહીં. ભગવાને કહ્યું, અહીં રાજીનામું જેવું કંઈ નથી, આ કામ તો કરવું જ પડશે. તમારે ન કરવું હોય તો કોઈ વાંધો નહીં પણ તમારે આની સજા ભોગવવી પડશે. તમારે પૃથ્વી પર જઈને જીવવું પડશે અને તમે ત્રણ વાર હસશો ત્યારે જ પાછા આવી શકશો. યમદૂતે કહ્યું, 'પણ મારે અહીં જ રહેવું છે', પરંતુ ત્યાં સુધીમાં તે ધડાકા સાથે પૃથ્વી પર આવી ગયો હતો. તે શિયાળાનો દિવસ હતો અને તેના શરીર પર કપડાંનો એક પણ ટુકડો નહોતો. તે ઠંડીથી ધ્રૂજવા લાગ્યો અને પછી એક માણસ ત્યાં આવ્યો અને તેણે તેને ધ્રૂજતો જોયો તો તેણે તેનો ઉનનો કોટ પહેરાવી દીધો. યમદૂતે કહ્યું, મને બહુ ભૂખ લાગી છે, તમે મને કંઈક ખવડાવી શકશો? તે માણસ તેના માટે ખાવાનું લઈને આવ્યો. ભોજન કર્યા પછી યમદૂતે કહ્યું, તમે મને કપડાં આપ્યાં, ખવડાવ્યું, હવે રહેવા માટે છત પણ આપો. માણસે કહ્યું, "તમે મારા ઘરે શું કરશો?" દેવદૂતે કહ્યું, "તમે જે પણ કામ કરશો તેમાં હું તમને મદદ કરીશ." મોચીએ કહ્યું, "ઠીક છે, મારા ઘરે આવો, તમે ત્યાં જ રહો." જ્યારે તે માણસ યમદૂત લઈને તેના ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની તેના પર ખૂબ ગુસ્સે થઈ ગઈ કે અહીં બે લોકો માટે ખાવાનું પૂરતું નથી અને તમે એક વધુ લાવ્યા છો, આ કેવી રીતે ચાલશે? આ સાંભળીને યમદૂત જોરથી હસવા લાગ્યો, તે માણસે કહ્યું મારી પત્ની ગુસ્સામાં છે મારા પર અને તમે હસો છો? શું થયું છે? યમદૂતે કહ્યું, "હું અત્યારે કહી શકતો નથી, જ્યારે હું ત્રણ વાર હસીશ ત્યારે કહીશ કે હું કેમ હસું છું."
યમદૂતે પણ મોચી સાથે બૂટ ચંપલ બનાવવાનું શરૂ કર્યું. તેના દ્વારા બનાવેલા બૂટ અને ચંપલ અદ્ભુત હતા, તે એટલા સારા હતા કે તે એક બ્રાન્ડ બની ગયા. તેના બનાવેલા બૂટ અને ચંપલ મોંઘા ભાવે વેચાવા લાગ્યા અને ધીરે ધીરે મોચીએ એક વિશાળ ઘર બનાવ્યું.
એક દિવસ રાજાએ ત્યાં આવીને મોચીને થોડું ચામડું આપ્યું અને કહ્યું કે આ બહુ કિંમતી ચામડું છે, મને આ ચામડાના ચંપલ પહેરવાની બહુ ઈચ્છા હતી, તો મારા માટે ચંપલ નહીં, જૂતા બનાવો. મોચીએ તે ચામડું દેવદૂતને આપ્યું અને તેને રાજા માટે જૂતા બનાવવાની સૂચના આપી, ચંપલ નહીં, પરંતુ દેવદૂતે રાજા માટે ચંપલ બનાવ્યા. જ્યારે મોચીએ આ જોયું ત્યારે તે ખૂબ ગુસ્સે થયો કે હવે રાજા તેને છોડશે નહીં, સજા કરશે. તેણે કહ્યું, "તેં શું કર્યું? મેં તને જૂતા બનાવવાનું કહ્યું, તેં ચંપલ કેમ બનાવ્યા?" ત્યારે મહેલમાંથી એક માણસ દોડતો આવ્યો અને કહ્યું કે રાજા ગુજરી ગયા છે, તમે તે ચામડાના જૂતા ન બનાવ્યા હોય તો હવે ચંપલ બનાવી દો કારણ કે ત્યાંની પરંપરા મુજબ તેના મૃત્યુ પછી ચંપલ પહેરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોચીએ તે માણસને ચંપલ આપ્યા અને કહ્યું કે આ તો ચંપલ જ છે, તેને લઈ જાઓ અને તેને રવાના કરો.
થોડા દિવસો પછી, રાણીએ મહેલમાંથી ફોન કર્યો કે તેના બાળકોના લગ્ન થઈ રહ્યા છે, આવો અને જે બૂટ બનાવવાના છે તેનું માપ લઈ જાવ. મોચી તેના જૂના કારીગર એટલે કે દેવદૂતને રાજકુમારોના પગ માપવા માટે રાજમહેલમાં લઈ ગયો. રાણીએ કહ્યું, મારી ત્રણેય વહુઓના પગ માપો અને તેમના માટે પણ ચંપલ બનાવી આપો. જ્યારે દેવદૂતે ત્રણેય રાજકુમારીઓના પગ માપવાનું શરૂ કર્યું ત્યારે તેણે જોયું કે ત્રણેયના પગ એકસરખા હતા, તેણે ઉપર જોયું તો તેણે જોયું કે ત્રણેય સરખાં જ લાગતા હતાં. દેવદૂતે પૂછ્યું તમે બધા કોણ છો? ત્યારે ત્રણેય રાજકુમારીઓએ કહ્યું કે અમે અમારા માતા-પિતાને જોયા નથી, લોકો કહે છે કે અમારી માતા જ્યારે અમે ખૂબ નાના હતા ત્યારે મૃત્યુ પામી. પડોશમાં રહેતા એક શાહુકારે અમારું ભરણપોષણ કર્યું અને અમને આજે શાહી કન્યા બનવા માટે સક્ષમ બનાવ્યા. આ સાંભળીને યમદૂત જે વૃદ્ધ હતો તે પોતાની જાત પર હસી પડ્યો અને મનમાં બોલ્યો કે આ તો નિયતિ છે, જ્યારે તે માતાએ જીવ ગુમાવ્યો ત્યારે હું ખૂબ જ વ્યથિત થયો હતો, પણ જો તે જીવતી હોત તો આજે આ કન્યાઓ રાજવી ન બની હોત. માતાના જવાથી જ આ છોકરીઓની હાલત સુધરી.
આ ઘટના શા માટે બની રહી છે તે આપણે નથી જાણતા, તેની પાછળ ચોક્કસ કોઈ કારણ છે જે આપણે જાણતા નથી. તે વસ્તુઓ પર આપણે ભગવાનને દોષ આપવાનું શરૂ કરીએ છીએ, રડવાનું શરૂ કરીએ છીએ અને દુઃખ અનુભવીએ છીએ. યમદૂતે મોચીની સામે હાથ જોડીને કહ્યું કે આજે હું ત્રીજી વખત હસ્યો છું, આજે મને મારી ભૂલનો અહેસાસ થયો છે, હવે હું પાછો જાઉં છું. મેં જ આ છોકરીઓની માતાનો જીવ લીધો હતો. તે દિવસે હું ખૂબ જ દુઃખી હતો, ખૂબ રડ્યો હતો અને મારા કામની ખરાબ ટીકા પણ કરી હતી, પરંતુ આજે મને મારી ભૂલનો અહેસાસ થયો છે. એમ કહીને યમદૂત ધ્યાનમાં ગયા. આને કહેવાય નિયતિ.
પ્રશ્નકર્તા-કંચન જી

પ્રશ્ન: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણો પ્રમાણે કર્મ અલગ છે. જો હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું, તો પછી એ વર્ણન હેઠળ જે કર્મો આવે છે તે મારે કરવા પડશે? અહીં હું મૂંઝવણ અનુભવું છું. તમે કૃપા કરીને સમજાવી શકશો?
જવાબ: જન્મ આપણી જાતિ નક્કી કરે છે. પાત્ર અલગ છે. ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે- ચતુર્વર્ણ્યં માયા શ્રીસ્તં ગુણકર્મવિભાગસઃ। ગુણ અને કર્મ પ્રમાણે મેં ચાર વર્ણોની રચના કરી છે. જાતિ અનન્ય છે. વર્ણ વ્યવસ્થા યોગ્યતા પર આધારિત છે. આપણે આપણું પાત્ર જાણવું જોઈએ. 90% ઘરોમાં, બાળકો સામાન્ય રીતે માતાપિતાની જેમ જન્મે છે. જો માતાપિતા બુદ્ધિશાળી હોય, તો બાળકો સામાન્ય રીતે હોશિયાર હોવાનું જોવામાં આવે છે. તેથી આવા બાળકોને શીખવવું વધુ સારું છે. તેઓ જ્ઞાન મેળવી શકે છે. તે સામાન્ય રીતે 90% વારસાગત છે. જો કે, 10% કિસ્સાઓમાં, આ કેસ નથી. બ્રાહ્મણ પરિવારોમાં જન્મેલા કેટલાક લોકો માંસ ખાતા જોવા મળે છે અથવા અભ્યાસમાં રસ લેતા નથી. આ જાતિ સ્વભાવ છે. આ એક પાત્ર નથી. પહેલા પાત્રો બદલવાની વ્યવસ્થા હતી. વિશ્વામિત્ર રાજર્ષિ હતા. તે બ્રહ્મર્ષિ બનવા માંગતો હતો. જે બ્રહ્મને જાણવા ઈચ્છે છે તે બ્રાહ્મણ છે. મારું કર્મ કેવું હોવું જોઈએ - સહજમ કર્મ કૌંતેય આ પ્રકરણમાં આવે છે. મારે તે કરવું જોઈએ જે સ્વાભાવિક રીતે મારું કર્મ છે. સહજમનો બીજો અર્થ પણ છે જેમ કે સહજનમન પ્રત્યર્થમ ઇતિ. અલબત્ત, જે જન્મે છે. પરંતુ સરળ ક્રિયા ત્યારે જ સરળ બનશે જ્યારે તે મારી વૃત્તિથી આવશે. અર્જુનની વૃત્તિ ક્ષત્રિયની હતી, તેથી ભગવાને તેને યુદ્ધકળા શીખવી. જો ભગવાન આપણી સમક્ષ દેખાય છે, તો તે આપણને આપણા સ્વભાવ પ્રમાણે કર્મ કરવાનું શીખવશે. ભગવાન આપણી અંદર વસે છે. જેમ જેમ આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીશું, આપણે આ પ્રશ્નને સાહજિક રીતે ઉકેલવાનું શરૂ કરીશું.
પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પાઠ સાથે અલૌકિક ઉર્જા સાથે સત્રનું સમાપન થયું.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥