विवेचन सारांश
ભાવ એ જ ભક્તિ
નવમાં અધ્યાયનો અંતિમ ઉત્તરાર્ધ પરમ પિતા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની વંદના અને દીપ પ્રજ્વલનથી પ્રારંભ થયો.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः।
गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्री गुरवे नमः ।।
ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने॥
प्रणत: क्लेशनाशाय गोविंदाय नमो नम:॥
नमामि सद्गुरुं शान्तं सच्चिदानंद विग्रहम् ।
पूर्णब्रह्मपरानन्दमीशं आळन्दिवल्लभम्॥
रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीम् ।
ब्रह्मराजर्षिररत्नाढ्यां वन्दे भारतमातरम् ॥
जगद्गुरू वेदव्यासांना आणि भग्वद्गीतेला वंदन करण्यात आले.
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं |
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं
अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं ||
नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः।।
સંત શ્રીજ્ઞાનેશ્વર મહારાજ નો અત્યંત પ્રિય અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. આજે આપણે આ અધ્યાયના અંતિમ શ્લોક સમજીશું. શ્રીમદ્ભગવત ગીતાનો આ અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે. જેમાં પૂર્ણ ગીતાનું જ્ઞાન સમાહિત છે. જાણે પૂરી ગીતાના જ્ઞાન નો નિચોડ આમાં સમાયેલો છે. અથવા તો બધી સાધનાનો સાર આમાં સમાયેલો છે. મુખ્ય ત્રણ પ્રકારના યોગ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગ શ્રીમદ્ ભગવદ્ગીતામાં પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. આ અધ્યાય ત્રણેય યોગોને સમાવિષ્ટ કરી લે છે આથી આ અધ્યાય ઘણો મહત્વપૂર્ણ છે.
અધ્યાયના પ્રારંભમાં જ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન! અતિ ગોપનીય જ્ઞાન નો ભંડાર આજે હું તારી સમક્ષ મૂકી રહ્યો છું, જે અત્યંત પવિત્ર છે. ખરેખર તો અર્જુનને નિમિત્ત માત્ર બનાવીને આ સમસ્ત જ્ઞાન મનુષ્યની ભલાઈ માટે બતાવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ કોઈ મનુષ્ય નથી. તેઓ ભગવતદ્ગીતાના પ્રવક્તા છે. સાક્ષાત પરમાત્મ સ્વરૂપ થઈને પોતાના હૃદયમાં રાખેલું જ્ઞાન પોતાના મુખથી સંભળાવી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગીતાને વાંચવી અને આચરણમાં લાવવી જોઈએ. પરમાત્મા કેવા છે? પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે.
ગીતાનો ઉપદેશ કરતી વખતે શ્રીકૃષ્ણ એ મનુષ્ય નથી, સાક્ષાત પરમાત્મા પ્રગટ થઈને આ જ્ઞાન આપી રહ્યા છે. તમે જ મારી માતા અને તમે જ મારા પિતા છો એટલે કે સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર પણ તે જ છે. આખી સૃષ્ટિનો ઉદ્ગમ, ઉદ્ભવ અને લય પણ એ જ છે. આ ખૂબ જ ગુહ્ય વાત, રહસ્યમય વાત આપણને કહી રહ્યા છે. પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એ માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? એ બધી વાતોનું જ્ઞાન આ અધ્યાયમાં આપણે મેળવીશું. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે લોકો તો ભગવાનની ઉપાસના કરે છે, પૂજા કરે છે. આ બધું કરતાં કરતાં જ્યારે આપણે સ્વર્ગ પ્રાપ્તિની કામના કરીએ છીએ કે કોઈપણ સુખની કામના કરીએ છીએ તો એ બધું પ્રાપ્ત થઈ જાય છે. અને જેટલું તપ કર્યું છે તેના ફળસ્વરૂપ સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ જાય છે. પરંતુ જ્યારે પુણ્યકર્મ ક્ષીણ થઈ જાય છે ત્યારે ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. પુણ્યના પરિણામ સ્વરૂપ બધું પ્રાપ્ત થાય છે, પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. તો પછી ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય!
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्।।९.१।।
पिताऽहमस्य जगतो माता धाता पितामहः।
वेद्यं पवित्रमोंकार ऋक् साम यजुरेव च।।९.१७।।
गतिर्भर्ता प्रभु: साक्षी निवास: शरणं सुहृत् l
प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम्।।९.१८।।
अनन्याश्चिन्तयन्तो मां, ये जनाः पर्युपासते।
तेषां नित्याभियुक्तानां, योगक्षेमं वहाम्यहम्॥९.२२॥
અનન્ય ભાવથી એટલે કે તારા સિવાય મારું બીજું કોઈ નથી એવો અનન્ય ભાવ જે ભક્તોના મનમાં હોય છે તેવા ભાવથી જે ભગવાનને પ્રીતિ અને ભક્તિ કરે છે તેને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જે નિરંતર ભગવદ્ ચિંતન કરે છે તે મને પ્રાપ્ત કરે છે. શ્રી ભગવાન કહે છે કે જે ભક્ત હંમેશા ભગવત ચિંતન કરે છે તેનો યોગક્ષેમ હું ચલાવું છું. योगक्षेमम् वहाम्यहम्।
આ જીવનવીમા નું સૂત્ર છે. એટલે કે તમે મને તમારું સર્વસ્વ (પ્રીમિયમ) આપી દો તો તમારા જીવનની રક્ષા હું કરીશ. અને લાલન પાલન પણ હું કરીશ, એટલે કે તમે કર્મ કરતાં રહો ફળની ચિંતા કરશો નહીં. ભગવાન કહે છે કે જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, સતત યાદ કરે છે, નિરંતર ભક્તિ કરે છે તેનો યોગક્ષેમ હું વહન કરું છું. તેની ચિંતા હંમેશા માટે મારી થઈ જાય છે.
त्यास जे जे वाटे करावे, ते ते मजसी लागे करावे
जैसे पक्षिणीस लागती यत्न करावे, पिलासाठी
[मग तींहीं जें जें करावें । तें मजचि पडिलें आघवें ।
जैसी अजातपक्षाचेनि जीवें । पक्षिणी जिये ॥ ३३९ ॥]
બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે એક પક્ષી પોતાના બચ્ચા માટે દાણાપાની જે જોઈએ તે શોધીને લાવે છે, કારણ તે માં છે. માં જ બાળકોનું ભરણપોષણ કરે છે, તેની ચિંતા કરે છે, કારણ કે એ બચ્ચું દરેક વાત માટે તેની માં પણ નિર્ભર હોય છે. તેને બીજા કોઈનો આધાર હોતો નથી. આ જ પ્રમાણે જો આપણે આપણો બધો ભાર પરમાત્માને સોંપી દઈએ તો આપણી બધી ચિંતા ભગવાન લઈ લે છે. જે પૂર્ણ શરણાગતિથી ભગવાનનું ચિંતન કરે છે, તેમનું ભરણપોષણ પણ ભગવાન જ કરે છે. પરંતુ જો આપણે એવું માની લઈએ કે બધું જ ભગવાન જોઈ લેશે, મારે કશું કરવાની જરૂર નથી તો એ વાત બરાબર નથી. એકવાર એક ગામમાં પૂર આવી ગયું. એક માણસ ભગવાનનું ભજન કીર્તન કરી રહ્યો હતો. જ્યારે પાણી વધતું ગયું તો એક ઝાડ ઉપર બેસી ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે હવે તું જોઈ લે! મારી જવાબદારી તને સોંપી દીધી છે. જ્યારે પાણી વધુ વધ્યું તો એક લાકડીનુ પાટીયું તેની પાસે વહેતું વહેતું આવ્યું. પરંતુ એણે પકડ્યું નહીં. અને કહેવા લાગ્યો કે ભગવાન તું જ મને બચાવી લે! લોકોએ જ્યારે તેને નાવ ઉપર ચડવા કહ્યું તો પણ એ ન ગયો. પછી સુરક્ષાકર્મી એની મદદ માટે હેલિકોપ્ટર લઈને આવ્યા ત્યારે પણ એ ભગવાન મારી મદદ કરશે,એમ કહીને હેલિકોપ્ટરમાં બેઠો નહીં. હવે પાણીનો પ્રવાહ વધી ગયો અને એના સુધી પહોંચી ગયું ત્યારે એણે ભગવાનને પૂછ્યું કે હું ક્યારનો તને પોકારું છું. તો તું મારી મદદ કરવા માટે આવ્યો કેમ નહીં? હું તો તારી રાહ જોઈને બેઠો હતો ત્યારે ભગવાને કહ્યું કે મેં તને કેટલી વાર મદદ મોકલી! પણ તે મદદ લીધી જ નહીં તો હું શું કરી શકું? લાકડાનું પાટિયું પણ હું જ હતો. નાવ પણ હું જ હતો. હેલિકોપ્ટર પણ હું જ લઈને આવ્યો હતો પણ તે મને ઓળખ્યો જ નહીં! તને બચાવવાનો મેં કેટલો પ્રયત્ન કર્યો પણ તું મને ઓળખી ન શક્યો! ભગવાનને ઓળખો કે તે સર્વત્ર છે. કોઈ પણ રૂપમાં આપણી સામે આવી શકે છે. દર વખતે સુદર્શનચક્રધારી પીતાંબર પહેરીને જ આવે એવું જરૂરી નથી. ભગવાનના ચિંતનનો અર્થ છે પ્રાણી માત્રમાં, આખી સૃષ્ટિમાં જડ-ચેતનમાં સર્વત્ર તેનું દર્શન કરવું. પરંતુ આપણે જે સ્વરૂપનું ચિંતન કરીએ છીએ તે જ સ્વરૂપમાં તેને જોવાની કે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ છીએ જે બરાબર નથી.

9.23
યેઽપ્યન્યદેવતા ભક્તા, યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ।
તેઽપિ મામેવ કૌન્તેય, યજન્ત્યવિધિપૂર્વકમ્॥૯.૨૩॥
હે કુન્તીપુત્ર! જોકે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ મને જ પૂજે છે; પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલેકે અજ્ઞાનપૂર્વકનું છે.
શ્રીભગવાન કહે છે કે આપણે અન્ય દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરીએ છીએ અને ભગવાનને અલગ અલગ રૂપોમાં જોઈએ છીએ. આપણે જે સ્વરૂપનું ચિંતન કરીએ છીએ તેનાં કરતાં જુદાં સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરવું એ મુંઝવણ છે. પરંતુ ભગવાન કહે છે કે દરેક સ્વરૂપમાં હું જ છું. મારા જ અનેક રૂપો છે. જે ભક્ત મારી નિરંતર ઉપાસના કરે છે તે બધે મને જ જુએ છે. દરેક રુપમાં મને જ જુએ છે તે મને પ્રાપ્ત કરી લે છે. જે રીતે પાણી નળમાં પણ હોય છે, ટાંકીમાં પણ હોય છે, તળાવ, સરોવર, નદી, સાગરમાં એક જ પાણી હોય છે. અલગ અલગ જગ્યાએ હોવા છતાં પણ સ્વરૂપ એક જ છે એ પાણી H2O જ છે આ વાત આપણે સમજવાની જરૂર છે. કોઈપણ સ્વરૂપની પૂજા કરીએ, કોઈપણ દેવને માનીએ, પરંતુ આપણે એ જ પરમપિતા પરમાત્માની ઉપાસના કરીએ છીએ. આના માટે જ્ઞાનેશ્વર મહારાજે બહુ જ સરસ ઉદાહરણ આપ્યું છે.
दहाही इंद्रिये ती जरी एकाच देहाची असती ।
त्यांनी सेविले विषय जाती जरी एकाच ठिकाणी ॥
[कां दहाही इंद्रियें आहाती । इयें जरी एकेचि देहींचीं होती ।
आणि इहीं सेविले विषयो जाती । एकाचि ठायीं ॥ ३४७ ॥]
આપણે આંખોથી જોઈએ છીએ, કાન થી સાંભળીએ છીએ, નાકથી સુંઘીએ છીએ, જીભથી ચાખીએ છીએ અને ત્વચાથી સ્પર્શ કરીએ છીએ. અંગ અલગ છે પરંતુ પ્રાણી એક જ છે. જુદી જુદી ઈન્દ્રિયોથી જુદાં જુદાં કાર્ય કરીએ છીએ, જુદા જુદા વિષયોનું સેવન કરીએ છીએ પરંતુ ઇન્દ્રિયો અલગ હોવા છતાં પણ ઇન્દ્રિયોનુ સેવન કરવાવાળો એક જ છે. એ જ પ્રમાણે આપણે કોઈપણ રૂપની સેવા કરીએ પરંતુ એ સેવા એક જ પરમાત્માને પહોંચે છે એટલે કે
हर देश में तू, हर भेष में तू,
तेरे नाम अनेक तू एक ही है,
तेरे नाम अनेक तू एक ही है।
આપણે ઉપાસના કરીએ છીએ તો એ પણ અવિધિપૂર્વક કરીએ છીએ, અજ્ઞાનતાથી કરીએ છીએ. આપણે નથી જાણતા કે જે પણ ઉપાસના કરીએ છીએ તે એક જ પરમાત્માની કરી રહ્યા છીએ.

અહં(મ્) હિ સર્વયજ્ઞાનાં(મ્), ભોક્તા ચ પ્રભુરેવ ચ।
ન તુ મામભિજાનન્તિ, તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે॥૯.૨૪॥
સમસ્ત યજ્ઞો નો ભોક્તા અને સ્વામી પણ હું જ છું; આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વર ને તત્ત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે.
આ શ્લોકમાં શ્રીભગવાન કહે છે કે બધાં યજ્ઞોની પ્રાપ્તિ મને જ થાય છે. હું જ પરમાત્મા છું. કોઈપણ ભગવાનને અર્પણ કરેલા ભોગ પણ મને જ પ્રાપ્ત થાય છે. અને દરેકના ઈશ્વર, પ્રભુ, સ્વામી હું જ છું. મારાં જ અલગ અલગ રૂપ છે. પરંતુ હું એક જ છું. સંપૂર્ણ યજ્ઞોના ભોક્તા અને સ્વામી પણ હું જ છું. જે લોકો મને તત્વથી નથી જાણતા તેમનું પતન થાય છે. અહીં શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વરૂપમાં અર્જુન સાથે વાત કરી રહ્યા છે આથી તેઓ સ્વયં ને અહમ તરીકે સંબોધે છે, અને અર્જુને નિમિત્ત માત્ર માનીને આપણને જ્ઞાન આપી રહ્યા છે. આપણું કલ્યાણ કરી રહ્યા છે. પરંતુ આપણે એ પરમાત્માને બરાબર ઓળખતા નથી. આથી જે પણ પરમાત્માને અર્પણ કરીએ છીએ તે અજ્ઞાની જાણતા નથી કે તેનું આપેલું જ આપણે તેને અર્પણ કરી રહ્યા છીએ. એટલે કે પરમાત્માના ભાવ વિના, પરમાત્માને જાણ્યાં વિના આપણે ઉપાસના કરીએ છીએ તો આપણાં માર્ગથી વિચલિત થઈ જઈએ છીએ. અને તેથી પરમાત્મા સુધી પહોંચતા નથી. આપણું પોતાનું પતન કરીને જન્મો જન્મના ચક્કરમાં ફસાઈ જઈએ છીએ.
યાન્તિ દેવવ્રતા દેવાન્, પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ ।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા, યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્॥૨૫॥
દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે; માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો.
અહીં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ લોકો દેવી-દેવતાઓની પૂજા કરે છે તો દેવલોક કે સ્વર્ગમાં પહોંચે છે. કોઈ લોકો પ્રકૃતિની પૂજા કરે છે તો ત્યાં સુધી પહોંચે છે અને કોઈ લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે તો તેઓ એ પ્રમાણે એમના સુધી પહોંચે છે. પરંતુ પરમાત્મા સુધી કોઈ પહોંચી શકતું નથી. 17 મા અધ્યાયમાં એની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. ભગવાન કહે છે કે મારાં માટે જ ભક્તિ કરવાવાળા, યજ્ઞ કરવાવાળા લોકો જ મારાં સુધી પહોંચે છે. જે કોઈ આ ભાવથી, કે મને પરમાત્મા સિવાય બીજું કોઈ જોઈએ નહીં, પૂજે છે એમને જ ફક્ત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે આપણાં લક્ષ્યથી પરમાત્મા સુધી પહોંચવાનો નિર્ધાર કરીએ છીએ નિશ્ચય કરીએ છીએ ત્યારે જ આપણે એના સુધી પહોંચી શકીએ છીએ. નહીં તો સુખ, સંભોગ અથવા સંપત્તિની પ્રાપ્તિનું લક્ષ્ય હોય તો તેની જ પ્રાપ્તિ થાય છે, પરમાત્મા મળતો નથી.
પત્રં(મ્) પુષ્પં(મ્) ફલં(ન્) તોયં(ય્ઁ), યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં(મ્) ભક્ત્યુપહૃતમ્, અશ્નામિ પ્રયતાત્મનઃ॥૨૬॥
જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર-પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને પ્રેમ થી આરોગુ છું.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, મેં કર્યું કે મેં આપ્યું એવો જરા પણ વિચાર આવવો જોઈએ નહીં.
ભગવાન કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અનેક પ્રકારની વસ્તુઓ પ્રદાન કરો છો. પરંતુ કેવા ભાવથી અર્પણ કરી રહ્યા છો તે હું જોઉં છું.
भक्त्या प्रयच्छति।
એટલે કે કયા ભાવથી અર્પણ થયું છે તે મહત્વનું છે. જે પણ ભક્ત પ્રેમપૂર્વક અર્પણ કરે છે, મારામાં તલ્લીન થઈને અનન્ય ભાવથી અર્પણ કરેલી વસ્તુઓ હું ખાઈ લઉં છું, અર્થાત સ્વીકાર કરું છું. મને અર્પણ કરતી વખતે ભક્તનો શું ભાવ છે એ હું જાણું છું.
मनी नाही भाव, म्हणे देवा मला पाव
देव अशान, भेटायचा नाही हो।
देव बाजारचा भाजीपाला नाही हो ॥धृ o ॥
मातीचा देव, त्याला पाण्याचं भेव ।
सोन्या-चाँदीचा देव, त्याल चोराचं भेव ।
लाकडाचा देव, त्याला अग्नीचं भेव ।
देव बाजारचा... ....॥१॥
देवाच देवत्व नाही दगडातं ।
देवाच देवत्व नाही लाकडातं ।
सोन्या चांदीत नाही देवाची मात
देव बाजारचा.........॥२॥
भाव तिथ देव ही संताची वाणी
आचारा वाचून पाहिला कोणी?
शब्दांच्या बोलानं शांति नाही मनी ।
देव बाजारचा... ......॥३॥
देवाच देवत्व आहे ठायी - ठायी ।
मी-तू गेल्याविण अनुभव नाही।
तुकड्यादास म्हणे ऐका ही ग्वाही ।
देव बाजारचा..........॥४॥
પરમાત્મા કોઈ વ્યક્તિ કે વસ્તુને નથી જોતા પરંતુ ભક્તના મનનો ભાવ જુએ છે. શું ચડાવ્યું, શું નહીં તેનું કોઈ મહત્વ નથી. પરંતુ ભાવ મહત્વપૂર્ણ છે. ભાવથી ખવડાવેલા જુઠા બોર કે વિદુરાણીએ ખવડાવેલી કેળાની છાલ પણ એમણે પ્રેમપૂર્વક સ્વીકારી છે.
अशी धोली
જે પણ કર્મ કરો કરશો તે ધોઈને મને અર્પણ કરવું એમ ભગવાન કહે છે. એ કર્મમાં ક્યાંય ‘હું’ ચોંટેલો હોવો જોઈએ નહીં.નહી તો એ અર્પણ થશે નહીં.આવા ભાવથી જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ત્રુટીહિન અને શુદ્ધ થઈ જાય છે.ભગવાન કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અનેક પ્રકારની વસ્તુઓ પ્રદાન કરો છો. પરંતુ કેવા ભાવથી અર્પણ કરી રહ્યા છો તે હું જોઉં છું.
भक्त्या प्रयच्छति।
એટલે કે કયા ભાવથી અર્પણ થયું છે તે મહત્વનું છે. જે પણ ભક્ત પ્રેમપૂર્વક અર્પણ કરે છે, મારામાં તલ્લીન થઈને અનન્ય ભાવથી અર્પણ કરેલી વસ્તુઓ હું ખાઈ લઉં છું, અર્થાત સ્વીકાર કરું છું. મને અર્પણ કરતી વખતે ભક્તનો શું ભાવ છે એ હું જાણું છું.
मनी नाही भाव, म्हणे देवा मला पाव
देव अशान, भेटायचा नाही हो।
देव बाजारचा भाजीपाला नाही हो ॥धृ o ॥
मातीचा देव, त्याला पाण्याचं भेव ।
सोन्या-चाँदीचा देव, त्याल चोराचं भेव ।
लाकडाचा देव, त्याला अग्नीचं भेव ।
देव बाजारचा... ....॥१॥
देवाच देवत्व नाही दगडातं ।
देवाच देवत्व नाही लाकडातं ।
सोन्या चांदीत नाही देवाची मात
देव बाजारचा.........॥२॥
भाव तिथ देव ही संताची वाणी
आचारा वाचून पाहिला कोणी?
शब्दांच्या बोलानं शांति नाही मनी ।
देव बाजारचा... ......॥३॥
देवाच देवत्व आहे ठायी - ठायी ।
मी-तू गेल्याविण अनुभव नाही।
तुकड्यादास म्हणे ऐका ही ग्वाही ।
देव बाजारचा..........॥४॥
પરમાત્મા કોઈ વ્યક્તિ કે વસ્તુને નથી જોતા પરંતુ ભક્તના મનનો ભાવ જુએ છે. શું ચડાવ્યું, શું નહીં તેનું કોઈ મહત્વ નથી. પરંતુ ભાવ મહત્વપૂર્ણ છે. ભાવથી ખવડાવેલા જુઠા બોર કે વિદુરાણીએ ખવડાવેલી કેળાની છાલ પણ એમણે પ્રેમપૂર્વક સ્વીકારી છે.
યત્કરોષિ યદશ્નાસિ, યજ્જુહોષિ દદાસિ યત્।
યત્તપસ્યસિ કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણમ્॥૯.૨૭॥
હે કોન્તેય! તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર.
આ શ્લોકમાં શ્રીભગવાન કહે છે કે હે કુંતી પુત્ર! જો તારી પાસે પૂજા અર્ચના કરવાનો સમય નથી તો તું જે પણ કર્મ કરે છે તે મને અર્પણ કર અથવા જે કંઈ ખાય છે તે મને અર્પણ કર.
वदनी कवळ घेता नाम घ्या श्रीहरीचे
सहज हवन होते नाम घेता फुकाचे
जीवन करी जीवित्वा अन्न हे पूर्णब्रह्म
उदरभरण नोहे जाणिजे यज्ञ कर्म
આપણે જે પણ કરીએ છીએ તેનું કર્તૃત્વ અને જે પણ ભોગવે છે તેનું ભોગ્તૃત્વ ભાવથી પ્રદાન કરીએ તો પરમાત્મા તેનો સ્વીકાર કરે છે. એ કર્મ પોતે જ યજ્ઞ થઈ જાય છે, અને જે ખાઈએ છીએ તે ભોગ બની જાય છે. ભોજન પણ ભાવથી કરવાથી યજ્ઞ બની જાય છે. સંત કબીર કહે
जो कुछ किया सो तुम किया मै कुछ किया नाही ।
कहो कुछ मैं किया तो तुमही हो मुझ माही
મેં તો કશું કર્યું જ નથી, પરંતુ આપ કહો છો કે તેં કર્યું તો મારામાં પણ તમે જ છો. જે તમે કરાવ્યું એ મેં કર્યું. આવો ભાવ રાખવાવાળા ની સાથે ભગવાન જોડાયેલા રહે છે કારણ કે તેજે કોઈ કર્મ કરે છે, તેને ભગવાનને અર્પણ કરવાનો ભાવ હંમેશા રહે છે.
जे जे काही व्यापार करिसी, जे जे भोग भोगसी ।
अथवा जे यज्ञ करिसी नानाविध मजसाठी ।।
ज्या इतर सर्व क्रिया सहजपणे घडतील ।
परी त्या भक्तीने कराव्या माझ्यासाठी ।।
परी सर्वथा आपल्या जीवी केल्याची स्मृतीही नसावी |
ऐसी धुवोनि कर्म द्यावी माझ्या हाती ।।

શુભાશુભફલૈરેવં(મ્), મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ।
સન્ન્યાસયોગયુક્તાત્મા, વિમુક્તો મામુપૈષ્યસિ॥૯.૨૮॥
આ પ્રમાણે, જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સન્યાસ યોગ થી યુકત થયેલા ચિત્ત નો તું શુભાશુભ ફળ રૂપી કર્મબંધન થી છુટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ.
હવે ભગવાન કહે છે કે આ રીતે કર્મ કરવાથી ત્યાગ થઈ જાય છે. કર્મનો પણ ત્યાગ થઈ ગયો, ભોગનો પણ ત્યાગ થઈ ગયો તો આવો ત્યાગ કરવાથી સંન્યાસયોગ જોડાઈ જાય છે. જે કર્મ ભાવથી અર્પણ કરીએ છીએ તે શુભ અશુભ ફળ થી મુક્ત થઈ જાય છે અને એ કર્મફળ ત્યાગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો બધાં કાર્ય કર્યા પછી રાત્રે એટલું પણ બોલી દો કે ભગવાન! જે પણ કાર્ય થયું છે એ બધું તને અર્પણ છે. આમાં મારું હવે કશું જ નથી. બધું તમારું જ છે, તમે આપેલું છે, આવા ભાવથી કરેલા કાર્ય મને ચોક્કસ પ્રાપ્ત થાય છે.
સમોઽહં(મ્) સર્વભૂતેષુ, ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ।
યે ભજન્તિ તુ માં(મ્) ભક્ત્યા, મયિ તે તેષુ ચાપ્યહમ્॥૯.૨૯॥
હું સઘળા ભૂતો માં સમભાવે વ્યાપક છું, ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે; છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે અને હું પણ એમનાંમાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું.
આગળ ભગવાન કહે છે કે હું બધાંમાં જ સમાયેલો છું. બધા પ્રાણીઓમાં સમ ભાવથી લિપ્ત છું. કોઈના માટે મારા મનમાં ભેદભાવ નથી. મારો બધાં માટે એક જ ભાવ છે. મારાં માટે બધાં સમાન છે. જો કોઈ મારાથી દ્વેષ કરશે, તો તે મારાથી દૂર થઈ જશે, પરંતુ હું નહીં. એ જ રીતે જે મને પ્રેમ કરશે તે મને પણ અત્યંત પ્રિય રહેશે. જે મારી અનન્ય ભાવથી ભક્તિ કરે છે, તે મારામાં રહેશે અને હું એનામાં રહું છું. ભગવાનના હૃદયમાં ભક્ત છે અને ભક્તોના હૃદયમાં ભગવાન છે.
અપિ ચેત્સુદુરાચારો, ભજતે મામનન્યભાક્।
સાધુરેવ સ મન્તવ્યઃ(સ્), સમ્યગ્વ્યવસિતો હિ સઃ॥૯.૩૦॥
જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે, તો એ સાધુ જ માનવા યોગ્ય છે; કેમકે એ ખરો નિશ્ચય કરનારો છે એટલેકે એણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી.
નંબર 30 હવે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જો કોઈ અત્યંત દુરાચારી મનુષ્ય પણ મારી પાસે અનન્ય ભાવથી મારી શરણમાં આવે છે, તો એ પણ મને પ્રાપ્ત કરી લે છે. જો તે પોતાનાં દુષ્કર્મોનો પસ્તાવો કરે છે અને કહે છે ખોટાં કર્મો કર્યા છે તેનો મને પસ્તાવો છે અને હવે હું એ માર્ગને છોડીને ભક્તિ માર્ગ પર ચાલુ છું તો તેને પણ સાધુ જ માનવો જોઈએ. સંત શ્રી જ્ઞાનેશ્વર કહે છે કે આવા ભક્તને અનુતાપ તીર્થમાં સ્નાન કરવાવાળો માનવો જોઈએ.
वो आधी जरी दुराचारी तरी सर्वोत्तमची हो अवधारी ।
जैसा बुडाला महापुरी न मरता निघावा ।।
दुष्कृती जरी जाहला, तो अनुतापतीर्थी नाहला ।
मज आत होऊन आला, सर्वभावे ।।
જે ડૂબતાં બચી ગયો તે પસ્તાવો કરે છે. એ જ રીતે ભગવાન કહે છે કે જે મારી ભક્તિમાં લાગી ગયો એટલે કે મારા કિનારે લાગી ગયો તે બચી ગયો. તે પણ સાધુ સમાન જ થઈ જાય છે. પારસનો સ્પર્શે થવાથી લોખંડ પણ સોનું બની જાય છે, તો સાધુના સ્પર્શથી દુરાચારી પણ સદાચારી બની જાય છે.
જે પણ ભાવપૂર્વક મારી પાસે આવે છે તેને મારી કૃપાનો અનુભવ પ્રાપ્ત થઈ જાય છે.

ક્ષિપ્રં(મ્) ભવતિ ધર્માત્મા, શશ્વચ્છાન્તિં(ન્) નિગચ્છતિ।
કૌન્તેય પ્રતિજાનીહિ, ન મે ભક્તઃ(ફ્) પ્રણશ્યતિ॥૯.૩૧॥
એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે; હે કોંતેય! તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો.
હવે ભગવાનકહે છે કે હે પાર્થ! આવો દુરાચારી વ્યક્તિ તરત જ મને પ્રાપ્ત કરી લે છે. કોઈ ડોક્ટરની પાસે ઘણા દર્દી ઉભાં છે, પણ કોઈ અકસ્માત વાળો દર્દી આવે છે તો ડોક્ટર બાકી બધાંને છોડીને તેનો ઉપચાર કરવામાં લાગી જાય છે. તે જ રીતે જો કોઈ દુરાચારી ભગવાનની શરણમાં આવે છે તો ભગવાન તેનો તુરંત સ્વીકાર કરી લે છે. અને તે પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.અહી શ્રીકૃષ્ણ કહે છે કે હું વચન આપું છું કે મારો તે ભક્ત ક્યારેય મારાથી દુર નથી થતો જે મારી શરણમાં આવે છે! ન તો ક્યારેય તેનું પતન થાય છે!
कर प्रणाम तेरे चरणो मे
लगता हू अब तेरे काज
पालन करने को आज्ञा तव
मैं नियुक्त होता हू आज l
अंतर मे स्थिर रहकर मेरी
बागडोर पकडे रहना
निपट निरंकुश चंचल मन को
सावधान करते रहना ll
कर प्रणाम तेरे चरणो मे
लगता हू अब तेरे काज
पालन करने को आज्ञा तव
मैं नियुक्त होता हू आज l
अंतर मे स्थिर रहकर मेरी
बागडोर पकडे रहना
निपट निरंकुश चंचल मन को
सावधान करते रहना ll
માં(મ્) હિ પાર્થ વ્યપાશ્રિત્ય, યેઽપિ સ્યુઃ(ફ્) પાપયોનયઃ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ(સ્), તેઽપિ યાન્તિ પરાં(ઙ્) ગતિમ્॥૯.૩૨॥
હે પાર્થ! સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો તથા પાપયોનિ- ચાંડાલ આદિ જે કોઈ પણ હોય, તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે.
આગળ ભગવાન કહે છે કે હે પૃથાનંદન! જે પણ પાપ કરવાવાળા છે, દુરાચારી છે, તથા જે પણ સ્ત્રી, બ્રાહ્મણ વગેરે કોઈ પણ જાતિનાં હોય એ પણ સર્વથા મારી શરણમાં આવીને નિસંદેહ પરમગતિને પ્રાપ્ત થઈ જાય છે કારણ કે હવે એ મારી શરણમાં આવ્યા છે. હું કોઈ ભેદભાવ કરતો નથી. અને એવી ભક્તિ પ્રદાન કરું છું જેથી એ જન્મોનાં બંધનથી મુક્ત થઈ જાય છે.
કિં(મ્) પુનર્બ્રાહ્મણાઃ(ફ્) પુણ્યા, ભક્તા રાજર્ષયસ્તથા।
અનિત્યમસુખં(લ્ઁ) લોકમ્, ઇમં(મ્) પ્રાપ્ય ભજસ્વ મામ્॥૯.૩૩॥
જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય, તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભકતો મારે શરણે થઇને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું! માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય-શરીર પામીને નિરંતર મને જ ભજ.
શ્રીભગવાન આગળ કહે છે કે આ લોક અનિત્ય લોક છે. અહીંયા કશું જ સ્થિર નથી, બધું જ પરિવર્તનશીલ છે. જે સુખની ચિંતા મનુષ્યને જિંદગીભર લાગેલી રહે છે એ સાચું સુખ હોતું જ નથી. આ ખોટા સુખથી પરે થઈને તું મારું ભજન કર. મારી ભક્તિ કર. તને પરમ સુખની પ્રાપ્તિ થશે!
When I have no money I was miserably sorry but now I have enough money but I am comfortably sorry.
એક વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ તેને સાચું સુખ ક્યારેય નથી મળતું! કેટલું પણ ધન પ્રાપ્ત કરી લે તેને ક્યારેય તૃપ્તિ નથી થતી. સાચી તૃપ્તિ, સાચું સુખ કેવળ અને કેવળ ભગવાનની શરણમાં જ છે. જ્યારે આ સત્યનું જ્ઞાન થાય છે ત્યારે જીવ પરમ ગતિને પ્રાપ્ત કરે છે.

મન્મના ભવ મદ્ભક્તો, મદ્યાજી માં(ન્) નમસ્કુરુ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમ્, આત્માનં(મ્) મત્પરાયણઃ॥૯.૩૪॥
મારામાં મન ને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર; આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પારાયણ થયેલો તું મને જ પામીશ.
શ્રી ભગવાનના મુખારવિંદ થી ઉદ્દીપ્ત થયેલી શ્રીમદ્ભગવત ગીતાના નવમા અધ્યાયનો અંતિમ શ્લોક 18 માં અધ્યાયમાં પણ છે. પરંતુ તેનું ચતુર્થ ચરણ અલગ છે. ભગવાન કહે છે કે તું મારો ભક્ત થઈ જા. મારામાં જ તારા મનને ઓતપ્રોત કરી દે. તારું દરેક કર્મ યજ્ઞ થઈ જશે. મારું પૂજન કરવાવાળો બની જા અને નિત્ય મારું જ ધ્યાન કર. અને આ પ્રકારે પોતાની જાતને મારામાં લગાવીને, મને પરાયણ થઈને તું મને જ પ્રાપ્ત કરીશ. જે મને છોડીને કોઈને પણ નથી ચાહતો તે મત્પરાયણ થઈ જાય છે એટલે કે મને પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે ઓમ તત્સત આ ભગવાનનાં નામોના ઉચ્ચારણપૂર્વક બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રમય ભગવદ્ગીતાના ઉપનિષદરૂપ શ્રી કૃષ્ણઅર્જુનસંવાદ માં રાજવિદ્યારાજગુહ્ય યોગ નામનો નવમો અધ્યાય પૂર્ણ થયો અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ શરૂ થયો.
પ્રશ્ર ૧ ગાયત્રી દીદી
અવિધિપૂર્વક નો અર્થ સમજાવો ને!
ઉત્તર: વિધિપૂર્વક એટલે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈપણ દેવી-દેવતા ની પૂજા કે ઉપાસના કરીએ તો છેવટે એ એક જ પરમાત્માને પ્રાપ્ત થાય છે. આ થઈ વિધિપૂર્વક ની વાત. જે શાસ્ત્ર પ્રમાણે નથી, જેનાં માટે શાસ્ત્રમાં કોઈ પ્રમાણ નથી એવી ઉપાસના માટે અવિધિપૂર્વક શબ્દ વપરાય છે. શાસ્ત્રોના વિધિ વિધાન પ્રમાણે કર્મ કર્યું તો એ વિધિપૂર્વક થઈ ગયું અને અજ્ઞાનતાથી કર્યું તો એને અવિધિપૂર્વક કહેવાય.
મને હજુ એક પ્રશ્ન છે કે હમણાં આપણે જોયું કે દુરાચારી વ્યક્તિને પણ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો દિવસભર દુરાચાર કરીને પાપકર્મ કરીએ અને પછી ઈશ્વરને યાદ કરીએ તો પરમાત્મા પ્રાપ્ત થઈ જાય એવું કેવી રીતે બને?
ઉત્તર: એવું નથી. ભગવાન કહે છે કે પાપ થઈ ગયા પછી જો પસ્તાવો થાય અને અનન્ય ભાવે તે વ્યક્તિ મારી શરણમાં આવે તો એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ પસ્તાવો એવો હોય કે એના પછી એ દુરાચાર કરે જ નહીં. એકવાર ભગવાનના ચરણોમાં અનન્ય ભાવે સમર્પિત થઈ ગયા પછી પાપ કરવાનો કે દુરાચાર કરવાનો પ્રશ્ન જ નથી આવતો. ઈશ્વરને સમર્પણ કરવાના કાર્યમાં ખોટું કરવાનો કે પાપ કરવાનો વિચાર જ ના આવે.
સુમિત્રા દીદી: 29 માં શ્લોકનો અર્થ સમજાવો ને!
સમોઽહં(મ્) સર્વભૂતેષુ,
આ શ્લોકમાં પરમાત્મા કહે છે કે મારા માટે બધા લોકો સમાન છે. મારી દ્રષ્ટિમાં ગરીબ, પૈસાવાળા, અજ્ઞાન, વિદ્યાવાન, પાપી, પુણ્યશાળી, સંત, ડાકુ બધાં સમાન છે. મને કોઈના વિશે દ્વેષ નથી કે નથી કોઈ ઉપર વિશેષ પ્રીતિ. પરંતુ જે લોકો અનન્ય ભક્તિ કરીને મારું જ ચિંતન કરે છે, ઉપાસના કરે છે તેઓ મને પ્રાપ્ત કરે છે. મારાં માટે બધાં સરખા છે. પરંતુ તે લોકો અનન્ય ભક્તિ કરીને મારામાં સમાવિષ્ટ થઈ જાય છે, મને પ્રાપ્ત કરે છે. તેઓ મારાં હૃદયમાં નિવાસ કરે છે, અને હું તેમના હૃદયમાં નિવાસ કરું છું.
જયંત ભૈયા: ભૈયા! એવું કહે છે કે બધાં કર્મો પરમાત્માને અર્પણ કરી દો. પણ હું તો એવું માનું છું કે મારા હાથે જે પણ કર્મ થાય છે તે ઈશ્વર જ કરે છે હું કશું જ કરતો નથી. પછી અર્પણ શું કરવાનું?
ઉત્તર: આ તો બહુ સારી વાત છે. તેરા તુજકો અર્પણ. મારું કશું છે જ નહીં. કર્મ પણ તું જ કરાવે છે, ફળ પણ તું જ આપે છે, અને ફળને ભોગવે છે પણ તું જ, એવી ભાવના થઈ જાય તો પછી કશું કરવાનું રહેતું નથી, ગંગા પાસેથી પાણી લઈને તેને જ અર્ઘ્ય અર્પણ કરીએ છીએ. એ જ રીતે ઈશ્વરે આપેલું ઈશ્વરને જ અર્પણ કરીએ છીએ એવો ભાવ કરવાનો છે.
સંતોષ ભૈયા: ગુરુદેવ મારો પ્રશ્ન એ છે કે 33 માં શ્લોકમાં આપે કહ્યું કે મનને ઈશ્વરમાં લગાવવું. હવે ઈશ્વર સર્વત્ર છે અને ચૈતન્ય સ્વરૂપ છે, જ્યારે મારું મન મારી જેમ non living thing એટલે કે જડ વસ્તુ છે. મારો પ્રશ્ન એ છે કે એક જડ વસ્તુને ચૈતન્ય સ્વરૂપ વસ્તુ સાથે કેવી રીતે જોડવું?
ઉત્તર: બહુ સરસ પ્રશ્ન છે. મન જડ વસ્તુ છે એમ માનીએ તો પણ મનથી કંઈ કાર્ય તો થઈ રહ્યું છે ને! બુદ્ધિ પણ વિચારવાનું કાર્ય કરે છે. મનનું કાર્ય છે ભાવ કરવો. મનમાં ભાવ ઉત્પન્ન થાય છે, અને બુદ્ધિ તેનું વિશ્લેષણ કરે છે. મન લગાવવાનો અર્થ છે તે ઈશ્વર વિશે ભાવ જાગૃત કરવો. પ્રેમ ઉત્પન્ન કરવો. તેની સાથે વાતો કરવી. હવે મન કોઈ એવી વસ્તુ તો છે નહીં કે ફુલ અને ગંધની જેમ તેને ભગવાનને ચડાવીએ. એટલે મનથી પ્રેમ ભાવ ઉત્પન્ન કરવાનો છે. ઈશ્વર સાથે જોડાવાનું છે તેને કહેવાય મન લગાવવું. આશા છે તમારી શંકા નું સમાધાન થઈ ગયું હશે.
જય શ્રી કૃષ્ણ.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે રાજવિદ્યારાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ॥૯॥
આ રીતે ૐ, તત્, સત્-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “રાજવિદ્યારાજગુહ્યયોગ" નામનો નવમો અધ્યાય પૂરો થયો. ॥૯॥