विवेचन सारांश
અક્ષર બ્રહ્મયોગ - ક્ષય થતો નથી.
પરમ પૂજ્ય શ્રી ગુરુગોવિંદદેવગિરી સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું તથા આપ સર્વે ગીતા પ્રેમીઓ અને ગીતા સાધકોનું અભિવાદન કરું છું.
શ્રીમદ્ ભગવદ્ગીતાનો આઠમો અધ્યાય જેનું નામ "અક્ષર બ્રહ્મયોગ" છે એના પર આજે આપણે ચિંતન કરવા જઈ રહ્યા છીએ.
આઠમો અધ્યાય થોડો ગંભીર અધ્યાય છે. શ્રીમદ્ભગવદ્ગીતા આપણે જીવન આનંદમય કઈ રીતે જીવવું અને મૃત્યુ કેવી રીતે આનંદદાયક હોઈ શકે! તે શીખવે છે. ભગવદ્ગીતા એ ભાવભયહરિણી છે, જે તમામ ભયને દૂર કરે છે.
મૃત્યુની વાત થાય ત્યારે માણસ ગભરાઈ જાય છે. વ્યક્તિએ મૃત્યુથી ડરવું જોઈએ નહીં પરંતુ તેના પર ચિંતન કરવું જોઈએ. આ શરીરનો અંત થવાનો જ છે, વહેલા કે મોડા, આ શરીરનો અંત આવશે. આપણે આ પ્રકરણમાંથી શીખવાનું છે કે મૃત્યુ કેવી રીતે આનંદદાયક હોવું જોઈએ, અંતિમ ક્ષણો પણ કેવી રીતે આનંદદાયક હોઈ શકે.
આ અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે પરંતુ આ પ્રશ્ન પૂછવા માટે ભગવાને અર્જુનને બાંધી રાખ્યો છે.
ભગવાન જગદ્ગુરુ છે, તે એક સારા સલાહકાર છે જે હંમેશા બીજાને સજાગ રાખે છે. એક સારો સલાહકાર તેના સાંભળનારને સતર્ક રાખે છે, તેને હંમેશા પારંગત રાખે છે. સાંભળનાર ધ્યાનથી સાંભળતો હોય કે ન હોય, તેનું ધ્યાન આ તરફ જ કેન્દ્રિત રહે છે. તેથી, ભગવાને સાતમા અધ્યાય, જ્ઞાનવિજ્ઞાનયોગના અંતે એવા કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો કે અર્જુનને તે શબ્દોનો અર્થ પૂછવાની ફરજ પડી.
ભગવાને સાતમા અધ્યાયના છેલ્લા બે શ્લોકમાં શ્રીમદ્ભગવતગીતાને બ્રહ્મયુગ કહ્યું છે
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम्
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥
અહીં ભગવાન શ્રીકૃષ્ણે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ પરિભાષાઓનો ઉપયોગ કર્યો છે જેમ કે - બ્રહ્મ, કર્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ વગેરે. જો તમારે કોઈ નવું શાસ્ત્ર શીખવું હોય તો તમારે તેની વ્યાખ્યાઓ શીખવી પડશે. જો કોઈ વ્યક્તિ એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે, તો તેણે GB શું છે, TB શું છે, બાઈટ શું છે, megabyte, gigabyte વગેરે જેવા ટેકનિકલ શબ્દો જાણવાના હોય છે.
મેડિકલ સાયન્સનો અભ્યાસ કરતી વ્યક્તિએ ઘણી ટેક્નિકલ ભાષા જાણવી પડશે.
શ્રીમદ્ભગવદ્ગીતાને યોગશાસ્ત્ર કહ્યું છે, બ્રહ્મવિદ્યા કહ્યું છે.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां(म्) 'योगशास्त्रे'।
આ અંતિમ પુષ્પીકામાં વાંચીએ છીએ.
ભગવાને અહીંયા એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જેમ કે બ્રહ્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ જેવા શબ્દો સાંભળીને અર્જુન તરત જ જાગૃત થઈ ગયો. આનો અર્થ શું છે? શબ્દોને આપ વિસ્તારથી સમજાવો. એનો અર્થ શું છે અને એની પરિભાષા શું છે તે સમજાવો.
8.1
અર્જુન ઉવાચ
કિં(ન્) તદ્બ્રહ્મ કિમધ્યાત્મં(ઙ્), કિં(ઙ્) કર્મ પુરુષોત્તમ।
અધિભૂતં(ઞ્) ચ કિં(મ્) પ્રોક્તમ્, અધિદૈવં(ઙ્) કિમુચ્યતે॥૮.૧॥
જેમનું ચિત્ત મૃત્યુ સમયે આપનામાં સ્થિર છે, તેને આપ કયા પ્રકારે પ્રતિત થાઓ છો? એમનું મરણ કેવી રીતે થાય છે? તે મને જણાવો.
બ્રહ્મ શું છે? અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અર્જુનની પ્રશ્નાવલી હજુ પણ આગળ વધે છે.
અધિયજ્ઞઃ(ખ્) કથં(ઙ્) કોઽત્ર, દેહેઽસ્મિન્મધુસૂદન।
પ્રયાણકાલે ચ કથં(ઞ્), જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ॥૮.૨॥
અહીંયા બે પ્રશ્ન અર્જુન કરે છે. અધિયજ્ઞ કેવા છે? મને આ દેહમાં ક્યાં છે?
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः
જેનું મન શુદ્ધ છે, તેઓ મૃત્યુનો સમય આવે ત્યારે પણ મને ઓળખે છે.
શ્રી ભગવાન અર્જુનના વ્યાખ્યાત્મક પ્રશ્નોનો પરિભાષી સ્વરૂપમાં જવાબ આપે છે પરંતુ છેલ્લા પ્રશ્નનો વિગતવાર જવાબ આપે છે કે જ્યારે છેલ્લો સમય આવે ત્યારે ભગવાનને કેવી રીતે ઓળખી શકાય?
શ્રીભગવાનુવાચ
અક્ષરં(મ્) બ્રહ્મ પરમં(મ્), સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે।
ભૂતભાવોદ્ભવકરો, વિસર્ગઃ(ખ્) કર્મસઞ્જ્ઞિતઃ॥૮.૩॥
ભગવાન જવાબ આપે છે કે જે અક્ષર છે તે બ્રહ્મ છે. અક્ષર શબ્દનો શું અર્થ છે કે જેનું કદી ક્ષરણ થતું નથી તે. જે થોડું પણ ઓછું થતું નથી જેવું છે એવું જ રહે છે. બૃહ ધાતુ છે. બૃહનો અર્થ છે કે જેનાથી મોટું કોઈ જ નથી તેને બૃહ કહે છે. એવી શક્તિની કલ્પના કરો જેનાથી કોઈ બીજી મોટી શક્તિ નથી. મહાત્માની કેટલી શક્તિ છે? વિજ્ઞાનની ભાષામાં થોડો વિચાર કરીશું.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, અણુ બનાવવા માટે જરૂરી ઊર્જા ખૂબજ ઊંચી હોય છે, અણુને વિભાજીત કરીને ઉત્પન્ન થતી ઊર્જા ખૂબ જ વિશાળ હોય છે. આના દ્વારા, પરમાણુ કણની ઊર્જા ખૂબ મોટી અને વિસ્ફોટક બની જાય છે જેને એટોમિક energy કહે છે, જેમાંથી અણુ બોમ્બ બને છે. આપણા શરીરમાં કેટલા પરમાણુ છે તે આપણે જાણી નથી શકતા. આ બ્રહ્માંડમાં કેટલા અણુઓ છે?
આપને કલ્પના પણ ન કરી શકીએ તે બ્રહ્મ છે. તેથી સૌથી મોટી બૃહ ધાતુ છે, તેનાથી વ્યાપક અને મોટું કંઈ જ નથી. સર્વત્ર છે, કણકણમાં બિરાજમાન છે, જે સર્વવ્યાપી છે તેને બ્રહ્મ કહે છે. બ્રહ્મનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી કેવળ અનુભવ લઈ શકાય છે. જેનાથી આ સમગ્ર સંસારનું નિર્માણ થયું છે તે બ્રહ્મ છે, તે પરમશક્તિ છે. એવું જે બ્રહ્મ છે જેને અક્ષર કહેવામાં આવ્યું છે.
અર્જુનનો બીજો પ્રશ્ન છે અધ્યાત્મ શું છે?
બ્રહ્મ જે સર્વત્ર છે, સર્વગત છે જ્યારે તે કોઈ દેહમાં પ્રતિત થાય છે, અંશ સ્વરૂપમાં દેહનું હલનચલન થાય છે જેને બ્રહ્મનો નાનો અંશ એટલે કે અધ્યાત્મ કહેવાય છે, જે જીવાત્મા છે, તે અધ્યાત્મ છે, તે બ્રહ્મનો નાનો અંશ છે. જેમ કે સાગર છે, સાગરનું પાણી સાગરમાં જ છે અને સાગરનું પાણી ઘડામાં ભરીને રાખ્યું છે તેમાં થોડું અંતર છે. સાગરનું જ પાણી છે પણ એક ઘડામાં જૂદું રાખ્યું છે તો આપણે એને ઘડાનું પાણી કહીશું. છે તો સાગરનો જ અંશ! તેવો જ આ અધ્યાત્મ અને બ્રહ્મનો સંબંધ છે.
બ્રહ્મ વિશાળ છે, સર્વત્ર, વિરાટ છે સર્વગમ છે. અધ્યાત્મ સીમિત છે. બ્રહ્મની કોઈ સીમા નથી અસીમ છે.
મનમાં આવે કે આ મારો સ્વભાવ છે કે મને આ ગમે છે, આ સારું નથી લાગતું. આ મારો સ્વભાવ નથી, તે કુદરતી લાગણી છે જેના કારણે આપણું શરીર બન્યું છે. પ્રકૃતિ એટલે “હું”ની અનુભૂતિ. એને સ્વભાવ કહે છે. જીવને અધ્યાત્મ કહેવામાં આવ્યો છે. જીવ આવી ગયો એટલે કે બ્રહ્મ તેમાં પ્રગટ થઈ ગયું.
એક જન્મ થાય છે એવી જ રીતે આ આખી સૃષ્ટિ અને સંસાર પ્રગટ થયો છે, જેને કર્મ કહ્યું છે. એના પછી જે કંઈ થઈ રહ્યું છે તે પ્રકૃતિની રમત છે. કેમેસ્ટ્રીમાં એક શબ્દ આવે છે, chain reaction. એક પદાર્થ બીજામાં મેળવી લીધો તો તેને ચેઈન રીએકશન આવે છે. આ સંસાર નિર્માણ કરવાનું જે કર્મ થયું તે મુખ્ય કર્મ છે, એના પછી જે થઈ રહ્યું છે તે રિએક્શન છે. જેમ એક જ બ્રહ્મ છે, પરમાત્મા છે તો એક વિચાર આવે છે કે એ એક જ છે.
भूत भावो उद्भव करा । ભૂત બનાવવાની પ્રક્રિયામાં જે ઉર્જાનો ભોગ લેવાય છે તે કર્મ છે. દ્રવ્યનું સર્જન ઊર્જાના પરિવર્તનથી થયું અને તેને કર્મ કહેવામાં આવ્યું.
અધિભૂતં(ઙ્) ક્ષરો ભાવઃ(ફ્), પુરુષશ્ચાધિદૈવતમ્।
અધિયજ્ઞોઽહમેવાત્ર, દેહે દેહભૃતાં(વ્ઁ) વર॥૮.૪॥
અધિભૂત શું છે? જે નાશવંત છે, જેનું પરિવર્તન થાય છે તેને અધિભૂત કહેવામાં આવ્યું છે. જે એવું ને એવું જ રહે છે તેને બ્રહ્મ કહે છે. જેનું ક્ષરણ થાય તેને અધિભૂત કહેયાવ છે. સૃષ્ટિ પર ભૂતમાત્ર આપણે જોઈએ છીએ. જે ઓછું થાય છે અને નષ્ટ પણ થઈ જાય છે. આપણે આ સંસારમાં બધું જોઈએ છે કે જે બદલાતું રહે છે, વધે છે, ઘટે છે, નિર્માણ થાય છે, નષ્ટ થાય છે એવી બધી વસ્તુઓને અધિભૂત કહ્યું છે.
આપણું શરીર દરેક વખતે બદલાતું જાય છે. નવા નવા કોષો નિર્માણ પામે છે, પછી વધતા જાય છે, પછી તેમાં વિકૃતિ આવે છે, ખરાબ થઈ જાય છે પછી ધીરે-ધીરે નષ્ટ પણ પામે છે. પછી નવો જન્મ પણ થાય છે આ આખી પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ સંસારમાં ફક્ત પરિવર્તન જ સ્થિર છે, પરિવર્તન જ થયા કરે છે.
You cannot wash your hands in the same river again.
જે નદીના પાણીમાં હાથ ધોયા તે નદીનું પાણી વહી ગયું અને નવું પાણી આવી ગયું તે પરિવર્તન થાય છે. દરેક જીવનું, ભૂતમાત્રના શરીરનું પરિવર્તન થયા કરે છે. આકાશમાં તારા, ગ્રહ સ્થિર નથી. ભગવાને અર્જુનને બ્રહ્મ શું છે તે કહ્યું, કર્મ શું છે તે કહ્યું, અધ્યાત્મ, અધિભૂત શું છે તે બતાવ્યું. જીવ પુરુષ તત્ત્વ કે પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મથી આદિમાયા, આદિશક્તિ અને આદિશક્તિથી બ્રહ્માજી નિર્માણ થયા. આ બધા દેવ છે. આ બધાનું જીવન એટલું મોટું જીવન છે કે આપણા માટે તે અમર જેવા જ છે. બ્રહ્માજીનો દિવસ જીવનમાં કેટલો મોટો છે એનું વર્ણન આપણે જોયું છે. બ્રહ્માજીનો એક દિવસ 44 લાખ વર્ષોનો છે અને એટલી જ એક રાત છે અને એવા 100 વર્ષનું એમનું જીવન છે. આપણા માટે તો તે અમર જેવા જ છે.
सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः।।8.17।।
બ્રહ્મ અને જીવની વચ્ચે જે જોડવાવાળો પુલ એ બ્રહ્માજી અને દેવતાઓ છે, એ અધિદૈવ છે. આપણે કોઈ મોટા બોસ સુધી પહોંચવું હોય તો સેક્રેટરી છે તેમને મળીને જ જવું પડે છે. એની એક વિધી હોય છે, સીધા નથી જઈ શકતા. ભગવાન કહે છે બધાના શરીરમાં હું જ છું.
પરમાત્માને આધીન અડધી માયા અને અડધી શક્તિ છે. અડધી શક્તિથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. બ્રહ્મ અને જીવની વચ્ચે જે છે જેને મધ્યસ્થ કહે છે કે બ્રિજિંગ કહે છે તે બ્રહ્માજી છે, જેને બ્રહ્મદેવ કહીએ છીએ એ અધિદૈવ છે. અધિદૈવને જાણ્યા વગર આ બ્રિજિંગ થઈ શકતું નથી. એ પરમાત્મા સુધી આપણે પહોંચવું છે તો આ અધિદૈવને પણ જાણવા પડશે. આપના સૌના શરીરમાં અધિદૈવના રૂપમાં પરમાત્મા જ બિરાજમાન છે. પરમાત્મા, ભગવાન અમારા સૌના દિલમાં બિરાજમાન છે. આત્મ સ્વરૂપમાં જે પરમાત્મા અમારી અંદર છે, ભગવાન કહે છે કે તે હું જ છું બધું જ ભગવાન જાણે છે કારણકે તે સર્વત્ર છે, સર્વવ્યાપી છે તેથી અમારા શરીર દ્વારા થનારા સમગ્ર કાર્યને તે જાણે છે.
અધિયજ્ઞ - આ શરીરમાં અધિયજ્ઞ હું છું. ભગવાન પોતે આંશિક સ્વરૂપે વિરાજમાન છે. અમે જે પણ કામ કરીએ છીએ તે તે જાણે છે. શારીરિક જીવોમાં અર્જુન શ્રેષ્ઠ છે, પુરુષો શ્રેષ્ઠ છે, તેથી ભગવાન અર્જુનને કહે છે,
देहे देहभृतां वर।
જેમણે પોતાના પર કાબૂ રાખ્યો છે અને મારામાં મન લગાવ્યું છે, તેઓ મને ઓળખે છે અને મને જ પ્રાપ્ત કરે છે.
મનુષ્યમાં પણ તે સર્વશ્રેષ્ઠ છે. બધા ભૂતમાત્ર એટલે અધિકૃત. અર્જુનના છ પ્રશ્નના જવાબ ભગવાનને ટૂંકમાં કહી દીધા. ભગવાન કહે છે કે જે અંતકાળમાં મારું સ્મરણ કરે છે તે સ્મરણ કેમ થાય તે બતાવું છું.
અન્તકાલે ચ મામેવ, સ્મરન્મુક્ત્વા કલેવરમ્।
યઃ(ફ્) પ્રયાતિ સ મદ્ભાવં(ય્ઁ), યાતિ નાસ્ત્યત્ર સંશયઃ॥૮.૫॥
ભગવાન કહે છે કે ભગવાન કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ થઈને બોલે છે, મારું સ્મરણ કરતાં જે દેહત્યાગ કરે છે તે મારા ભાવને જ, ભાવનાને જ પ્રાપ્ત કરે છે. મારી સાથે એકરૂપ થઈ જાય છે એ મને આવીને પ્રાપ્ત થશે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સરળ છે. મરતી વખતે જે ભગવાનને યાદ કરી શકે તે ભગવાનની અનુભૂતિને પ્રાપ્ત કરે છે, એટલે કે પરમતત્ત્વ સાથે એક થઈ જાય છે. જો અંતિમ ક્ષણે ભગવાનની સ્તુતિ અને સ્મરણ કરવામાં આવે તો મૃત્યુ આનંદદાયક રહેશે. આ કેવી રીતે શક્ય બની શકે? શ્રી ભગવાન આગળના શ્લોકમાં સમજાવે છે. ભગવાનની સ્મૃતિ થઈ જાય તો પૂરું જીવન સાર્થક થઈ જશે. ભગવાન સમજાવે છે કે આ ભાવનાથી દેહ ત્યાગ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.
૭મા અધ્યાયમાં ભગવાન કહે છે,
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥7.30॥
આનંદમય રીતે દેહનો ત્યાગ કરવો, આનંદમય જીવન જીવવાની સાથે ભગવાનને સમર્પિત બનીશું તો આપણું જીવન સાર્થક થશે.
સ્વામી વિવેકાનંદ કહે છે કે કેવળ આપણે જીવનનો જ વિચાર કર્યો અને મૃત્યુનું પણ વિચાર્યું નહીં તો આપણે પરમ સત્યને અડધું જ સમજ્યા, પૂર્ણ રીતે સમજ્યાં નથી.
તમે તમારા શરીરને કયા મૂડમાં છોડો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે અંત આવે છે, ત્યારે જે ભગવાન વિશે વિચારીને પોતાનું શરીર છોડી દે છે, તે ભગવાનની અનુભૂતિને પ્રાપ્ત કરે છે, એટલે કે પરમ તત્ત્વ સાથે એક થઈ જાય છે. છેલ્લી ઘડીએ ભગવાનનું સ્મરણ અને સ્તુતિ કરવામાં આવે તો મૃત્યુ આનંદિત થાય છે. આ કેવી રીતે શક્ય બની શકે, ભગવાન આગળના શ્લોકમાં સમજાવે છે.
યં(ય્ઁ) યં(વ્ઁ) વાપિ સ્મરન્ભાવં(ન્), ત્યજત્યન્તે કલેવરમ્।
તં(ન્) તમેવૈતિ કૌન્તેય, સદા તદ્ભાવભાવિતઃ॥૮.૬॥
જે ભાવને સ્મરણ કરીને મનુષ્ય શરીર છોડે છે, તેના મનમાં જે વિચાર આવે છે આપણે તે ભાવને પ્રાપ્ત કરીએ છીએ.
મારું આ જોવાનું રહી ગયું, આ કરવાનું રહી ગયું, જે વાતનું સ્મરણ આપણે હંમેશા કરીએ છીએ, તે મૃત્યુ સમયે યાદ આવે છે, આપણે એકાઉન્ટિંગ, હિસાબ કિતાબ કરીએ છીએ તો વર્ષ દરમિયાનનું ક્લોઝિંગ બેલેન્સ 31 માર્ચે કરી દઈએ છીએ. એક આંકડા પર આવીને પહોંચી જઈએ છીએ, ફાયદો થયો કે નુકસાન થયું, લાસ્ટ ફિગર ઓફ બેલેન્સશીટ તે નવા વર્ષના બેલેન્સિંગ માટે ઓપનિંગ બેલેન્સ થઈ જાય છે. હવે આ બહુ જ મહત્વપૂર્ણ વાત છે. મૃત્યુ ક્યારે આવશે તે ખબર નથી તો તે વખતે આપનો ભાવ કેવો રહેશે? તો તે વખતે પરમાત્માનું સ્મરણ થાય તો બીજો જન્મ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે.
આ જન્મનું અંતિમ સંતુલન નવા જન્મ માટે પ્રારંભિક સંતુલન બની જાય છે, એટલે કે, આગામી જન્મમાં પ્રારંભિક સંતુલન છેલ્લી ક્ષણોમાં તમે જે વિચારશો તે હશે. શરીર છોડતી વખતે આપણે જે વિચારો કરીએ છીએ, તે વિચારોથી જ આપણે આગળ વધીએ છીએ.
તસ્માત્સર્વેષુ કાલેષુ, મામનુસ્મર યુધ્ય ચ।
મય્યર્પિતમનોબુદ્ધિઃ(ર્), મામેવૈષ્યસ્યસંશયમ્॥૮.૭॥
સંત એકનાથ મહારાજનો એક પ્રસંગ યાદ આવી ગયો. સંત એકનાથ મહારાજ પાસે એક વખતે એક વ્યાપારી ગયો. એ વ્યક્તિએ મહારાજના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું કે મહારાજ મેં જીવનમાં ખૂબ જ પાપ કર્યું છે. તમારું જીવન હું જોઉં છું તો આપના મનમાં પાપનો તો વિચાર પણ નથી આવતો અને બધા પુણ્ય કર્મ કરો છો તો આ કઈ રીતે શક્ય બન્યું છે? એકનાથ મહારાજે કહ્યું કે આ વાત છોડો! પહેલા તારો હાથ બતાવ, વેપારીએ તેનો હાથ બતાવ્યો. મહારાજે કહ્યું કે એક ગંભીર વાત છે. તારી હસ્તરેખાઓને જોઈને મને એવું લાગી રહ્યું છે કે આવતા સાત દિવસોમાં તારું મૃત્યુ થઈ જશે! વેપારી તો ડરી ગયો પછી ત્યાંથી ચાલ્યો ગયો. દિવસ ગણવા માંડ્યો આવું કરતાં-કરતાં સાતમો દિવસ આવી ગયો. આઠમા દિવસે ઉઠ્યો અને જીવિત રહ્યો ત્યારે તેને આશ્ચર્ય થયું અને મહારાજને પૂછ્યું કે આપે કહ્યું હતું હતું તે કઈ રીતે ખોટું થઈ ગયું? હું હજુ પણ જીવું છું. મહારાજે તેને પૂછ્યું કે આ સાત દિવસ માટે કેટલું પાપ કર્યું? તો તેણે કહ્યું કે મરવાનું જ છે તો પાપ શું કરવાનું? તો આ બધું વિચારીને હું બધું પુણ્ય કર્મ કરતો રહ્યો. મેં એક પણ પાપ નથી કર્યું કારણ કે હવે મરવાનું છે, તો આ બધા પાપ કર્મ છોડી દેવા જોઈએ એવું મેં વિચાર્યું. મહારાજે તેને કહ્યું કે તો તારો જવાબ અહીંયાં જ છે, હું દરરોજ સ્મરણ કરું છું કે આ દિવસ મારો અંતિમ દિવસ છે. જેટલું પુણ્ય કર્મ કરવું જોઈએ તે આ કરી નાખવું જોઈએ કેમકે આજે મારો અંતિમ દિવસ છે, ભગવાન કહે છે કે દરેક વખતે મારું સ્મરણ કરો, દરેક ક્ષણે મારું સ્મરણ કરો.
જો તમારું કાર્ય યુદ્ધ કરવાનું છે તો યુદ્ધ કરો. જે તમારું કર્તવ્ય છે તે કર્તવ્ય કરતાં રહેવાનું છે પરંતુ તે કર્તવ્ય કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.
મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ કરવું હોય તો દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરતા રહેવું.
જ્યારે કોઈ લગ્નમાં જઈએ તો ત્યાં ફોટોગ્રાફર હોય છે, તે દૂર દૂરથી લોકોનો ફોટો ખેંચે છે, તેનું કામ જ છે ફોટો ખેંચવાનું. આપણા બધાની ઈચ્છા હોય છે કે મારો ફોટો સરસ આવે, હસતો ચહેરો આવી જાય. હંમેશા આપણે જો હસતાં રહીએ તો ફોટો હસતો જ આવશે.
દેહત્યાગ જ્યારે પણ થવાનો હોય પણ સ્મરણ તો એનું જ કરવાનું છે.
આપણું મન અને બુદ્ધિ ભગવાન કહે છે કે મને અર્પણ કરી દો પણ આ બહુ જ અઘરી વાત છે કેમકે આ કોઈ ભોગ છે કે ફૂલ છે કે ભગવાનને ચડાવી દીધું! મનમાં હંમેશા તેનું ચિંતન થાય, સાચું શું છે ખોટું શું છે તે વિશ્લેષણ બુદ્ધિ કરે છે અને મન ભાવનાત્મક નિર્ણય કરે છે.
જેમ કોઈ તરવાનું કામ કરે છે તો તેના હાથ પગ તરવામાં જ હોય છે, જેમ કોઈ સાયકલ ચલાવતા શીખે છે તો તેનું ધ્યાન તે ચલાવવામાં જ હોય છે. બેલન્સિંગ ઓટોમેટીક થઈ જાય છે. ભગવાને કહ્યું છે કે સ્મરણ તો ભગવાનનું જ કરતા રહેવું. બારમા અધ્યાયમાં પણ ભગવાને આ વાત કહી છે.
મન અને બુદ્ધિ મારામાં લગાવી દો તો પરમધામને તું પ્રાપ્ત કરીશ એવું ભગવાન કહે છે. કોઈ સરળ વાત નથી, આપણે તો વિષયોમાં એટલા ફસાયેલા હોઈએ છીએ કે ત્યાં જ આપણું મન અટકી જાય છે, બુદ્ધિ પણ તેમાં લાગી જાય છે તો એના માટે શું કરવું પડશે? ભગવાન આગળ બતાવતા જશે. જેમ હું એક જ છું તેમ તમે પણ વ્યાપક થઈ જશો.
यत्रैव यत्रैव मनो मदीयं तत्रैव तत्रैव तवस्वरूपम्।
જીવાત્માનું પરમાત્મા સાથે એકરૂપ થઈ જવું તે એક પ્રક્રિયા છે. સીમિતતામાંથી વ્યાપકતા સાથે એકરૂપ થવાનું છે. તેના માટે શું કરવું પડશે? વ્યાપકનું ચિંતન કરવું પડશે. આપણે અહીંયા અનેક કક્ષામાં બેઠા છીએ પણ અહીંયા બેઠેલા કેટલાક લોકોના મનમાં વિચાર આવતા હશે કે આજ રાત્રે રસોઈ શું બનાવવાની છે? તો જે ચિંતન આપણે કરીએ છીએ એવું મન રહે છે. જ્યાં આપણું મન હોય, મનુષ્ય ત્યાં હોય છે. જો આપણું મન ભગવાનમાં રહેશે તો તેમાં એકરૂપ થઈ જવાશે.
આ સાથે જ વિવેચનસત્ર સમાપ્ત થયું અને પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ.(પ્રશ્ન અને જવાબ):-
પ્રશ્નકર્તા : ગીતા ચાવલા જી
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥