विवेचन सारांश
આસુરી અને દૈવીય પ્રવૃત્તિ ની સમજ

ID: 5906
गुजराती - ગુજરાતી
રવિવાર, 17 નવેમ્બર 2024
પ્રકરણ 16: દૈવાસુર-સમ્પદ વિભાગ યોગ
2/2 (શ્લોક 4-24)
વિવેચન: ગીતા વિશારદ ડૉ. આશુ ગોયલજી


અત્યંત સુંદર દીપપ્રજવલન અને ગુરુ વંદનાની સાથે સત્રની શરૂઆત થઈ.
ભગવાનની અતિશય કૃપા આપણા બધા પર થઈ જેનાથી આપણો ભાગ્યોદય થયો. આપણા માનવ જન્મને સાર્થક કરવા માટે ગીતાનું અધ્યયન ના માર્ગ ને આપણે પસંદ કર્યો, આપણા આ જન્મના, પૂર્વ જન્મના કે પછી આપણા પૂર્વજોના પુણ્ય પ્રતાપે કે પછી કોઈ સંત મહાત્માની કૃપાદ્રષ્ટિ આપણા પર પડી જેથી આપણે ગીતા અધ્યાય કરતા થયા.
આપણે 12 મો અને 15 મો અધ્યાય જોયો 16 માં અધ્યાયનો પ્રારંભ ગયા સપ્તાહમાં કરી દીધો.
ગયા સપ્તાહે આપણે ત્રણ શ્લોકોમાં 26 દૈવીય ગુણોના વિષયમાં જાણ્યું, શ્રીમદ્ભગવત ગીતા ના કૃષ્ણ ધર્મના ખૂબ જ વિશિષ્ટ વક્તા છે. વિશ્વમાં બાકી પદ્ધતિઓમાં બધા વક્તા કહે છે કે તમે આમ કરો, તમે આ ન કરો, શ્રીમદ્ભગવત ગીતાના કૃષ્ણ તમે શું કરો, શું ન કરો તેનો ખૂબ આગ્રહ ન રાખી તમે જે કંઈ કરી રહ્યા છો તેની દિશા તમને ક્યાં પહોંચાડી રહી છે? તેનું મૂલ્યાંકન કરવા પર ભાર આપે છે, તમે સ્વયં ને ભક્ત કહો છો તો 39 ભક્ત લક્ષણ તમારી અંદર છે શું? આ 39 ભક્ત લક્ષણ આપણે બારમા અધ્યાયમાં સાંભળ્યા, તમે સ્વયં ને દૈવીય માનો છો તો આ 26 લક્ષણ તમારી અંદર છે શું? તમે સ્વયં ને જ્ઞાની માનો છો તો 14 માં અધ્યાયમાં ગુણાતીતના લક્ષણ કયા છે 13 માં 11 માં જ્ઞાની ના લક્ષણ કહ્યા છે, બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કહ્યા છે, તે તમારી અંદર છે શું? શ્રીભગવાને આખી શ્રીમદ્ભગવદ્ ગીતામાં અનેક સ્થાનો પર મૂલ્યાંકન સૂચિ આપી છે, તમે સ્વયમનું મૂલ્યાંકન કરો.
આપણું મગજ આનાથી વિપરીત ચાલે છે, આપણે બીજાને જોઈએ છે કે તેમનામાં દૈવીયતા નથી, આપણ ને અસુરી ગુણ સમજાવવામાં આવે ત્યારે પણ આપણે બીજા મા શોધીએ છીએ, આપણે સ્વયમ નું મૂલ્યાંકન કરવા નથી માગતા. શ્રીભગવાન કહે છે કે આ બધી સૂચિ સ્વયં ના પ્રયોગ માટે કરો. આપણે સ્વયં નું મૂલ્યાંકન કરવું જોઈએ કે આપણી અંદર ક્યાં દૈવીયતા માં ખોટ છે? કયા આસુરી લક્ષણ દેખાય રહ્યા છે? તેને ઓછા કરવા માટે પોતાની સાધના ને સારી કરવી પડશે, શ્રીભગવાન કહે છે કે તું કોની પૂજા કરે છે? કોનો જાપ કરે છે? કોનું ધ્યાન કરે છે? કોનો જપ કરે છે? કયું ધ્યાન કરે છે? કયા યોગ કરે છે? કર્મયોગથી, જ્ઞાનયોગથી, ધ્યાનયોગ થી, ભક્તિ યોગથી કે અન્ય કોઈ યોગથી શ્રીભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગ માં લાગી ગયા છો, તેનાથી મને કોઈ અંતર પડતું નથી.
જેમ કોઈને મુંબઈથી દિલ્હી જવું છે તો તે બસમાં જાય, રેલમાં જાય, વિમાનમાં જાય, કાર લઈને જાય, લિફ્ટ માંગીને જાય કે ચાલતા જાય તેને દિલ્હી જ પહોંચવાનું છે અને દિલ્હી સૌના માટે એક જ હોય, એવું નથી કે વિમાનથી જવા વાળા ને સારું દિલ્હી મળશે અને ચાલતા જનારને ખરાબ દિલ્હી મળશે, આમ શ્રીભગવાનને પ્રાપ્ત કરવા નો કોઈ પણ માર્ગ પસંદ કરો પ્રાપ્ત થનાર શ્રીભગવાન એક જ છે તે અલગ અલગ નથી.
એક સુફી સંતને બીજા સુફી એ પૂછ્યું કે ઉપરવાળો (શ્રીભગવાન) સુધી પહોંચવાના કેટલા રસ્તા છે તેમણે કહ્યું કે આ ભૂમિ પર ધૂળ ના જેટલા કણ છે, તેટલા રસ્તા છે. શ્રીમદ્ભગવત ગીતાના કૃષ્ણ રસ્તાના આગ્રહી નથી તે લક્ષ ના આગ્રહી છે.
તમે પૂજા કેટલી વાર સુધી કરો છો? તમે માળા કેટલી કરો છો? તમે જપ કેટલા કરો છો? તમે ધ્યાન કેટલી વાર સુધી કરો છો? તેનાથી કોઈ ફેર પડતો નથી, પરંતુ આ બધું કરીને તમે સ્વભાવમાં કેટલું પરિવર્તન લાવ્યા તેનાથી ફેર પડે છે એટલે શ્રીભગવાને 26 દૈવીય ગુણોની સૂચિ આપી છે.

अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति: |
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् || 16.1 ||
अहिंसा सत्यमक्रोधस्), त्यागः(श्) शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं(म्), मार्दवं(म्) ह्रीरचापलम्।। 16.2 ।।


तेजः क्षमा धृतिः(श्) शौचम्, अद्रोहो नातिमानिता।
भवन्ति सम्पदं(न्) दैवीम्, अभिजातस्य भारत।।16.3।|
શ્રીભગવાન કહે છે કે તમે કોઈપણ પદ્ધતિથી ચાલતા હોય તમારી અંદર આ 26 દૈવીય ગુણ આવ્યા કે નહીં? તમારા જીવનમાં સત્ય આવ્યું? તમારા જીવનમાં અહિંસા આવી કે નહીં? અહિંસા માત્ર પશુઓને મારીને ન ખાવું એ નથી પરંતુ મારા દ્વારા કોઈપણ નું દિલ ન દુભાવાય આ અહિંસા છે હું અકારણ ક્રોધ તો નથી કરતો ને, મારો ક્રોધ ઓછો થયો શું? મારા જીવનમાં અભય આવ્યું કે નહીં? શું હું હજી પણ ડરું છું?
કેટલીક વ્યક્તિઓને પૂછવામાં આવે કે કઈ વાતનો ડર છે તો તે કહે છે કે ખબર નથી કે કઈ વાતનો ડર છે, પરંતુ ડર લાગેલો રહે છે કે મને કઈ થઈ ન જાય, આ અનિશ્ચિતતા નો ડર હોય છે.
શ્રીભગવાન કહે છે કે તું દાન આપે છે કે નહીં? તારું દાન આપવાનો સ્વભાવ થયો કે નહીં? તમારા પોતાની ઇન્દ્રિયો પર સંયમ આવ્યો કે નહીં? તમારા દ્વારા કોઈ ખોટું કામ થઈ જવાથી તમને તેના માટે શરમ આવે છે કે નહીં?
આપણા બધાની ટેવ હોય છે કે આપણે આપણી ભૂલો થવા પર પણ માનતા નથી પરંતુ તેના બચાવમાં અનેક વાતો કહીએ છીએ જેમ આ કારણ થઈ ગયું, પેલું કારણ થઈ ગયું, તેના કારણ આ બધું થયું, તેનું કારણ થઈ ગયું, વગેરે શ્રીભગવાન કહે છે કે ભૂલ થઈ જવા પર (લજ્જા) શરમ આવવી જોઈએ.
શ્રીભગવાન કહે છે કે જીવનમાં થોડું તેજ આવ્યું કે નહીં? કોઈ આપણા મનના અનુકૂળ વ્યવહાર ન કરે, કોઈ આપણને ક્ષતિ જ કેમ ન કરે શું આપણે તેને ક્ષમા કરી શકીએ છીએ? ક્ષમા કરવાનો અર્થ એ નથી કે જા હું તારી સાથે વાત નહીં કરું તેના માટે અંગ્રેજીમાં ખૂબ જ સુંદર શબ્દ છે “forgive forget” અર્થાત ક્ષમા કરી ભૂલી જવું.
આપણા જીવનમાં શૌચાચાર છે કે નહીં? અદ્રોહ છે કે નહીં? કોઈ પોતાના જીવનમાં મને પોતાનો શત્રુ માનતો હશે તો તે જુદી વાત છે હું કોઈને પણ મારો શત્રુ માનતો નથી. મારા જીવનમાં એવું કોઈ નથી જેને હું મળી ન શકું વાત ન કરી શકુ, જેના ઘરે હું જઈ ન શકું, જેને પોતાના ઘરે બોલાવી ન શકું.
નાતિમાનિતા
હું આ ઊંચા પદ પર છું, મે ખૂબ ધન અર્જિત કર્યું છે, મેં ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, મેં શ્રીમદ્ભગવત ગીતા શીખી લીધી છે, મને આટલા અધ્યાય કંઠસ્થ આવડે છે, હું ગીતાવ્રતી બની ગયો છું, મારા બધા નિર્ણય સાચા હોય છે, શ્રીભગવાન કહે છે કે કોઈપણ વાતનું માન કે અભિમાન ન કરવું જોઈએ.
આગળ શ્રીભગવાને દૈવીય ગુણોને વિસ્તારપૂર્વક કહ્યું છે, પરંતુ આગળના બે શ્લોકોમાં આસુરી ગુણ પર કહ્યા છે, જેને આગળ વધુ વિસ્તાર કરવામાં


16.4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥

હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન - આ સઘળાં આસુરી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

16.4 શ્રીભગવાન કહે છે, હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ તથા કઠોરતા અને અજ્ઞાન આ બધા આસુરી સંપદા લઈને જન્મ લેનારા મનુષ્યના લક્ષણ છે.
દંભ, દર્પ અને અભિમાન આ ત્રણેય શબ્દ સાંભળવામાં એક જેવા લાગે છે, અભિમાન નો અર્થ છે સ્વયં પર અભિમાન હું ખૂબ બુદ્ધિમાન છું, હું ખૂબ પૈસા વાળો છું, હું સ્વરૂપવાન છું, હું ખૂબ શક્તિશાળી છું વગેરે જ્યાં હું આવી ગયું ત્યાં બધું અભિમાન છે.
જ્યાં મારું આવ્યું તે દર્પ છે, મારી પત્ની, મારા બાળકો, મારો વ્યવસાય, મારી મોટી ગાડી, મારું મોટું ઘર વગેરે
જ્યાં ન મારું છે, ન હું છું, પરંતુ બંનેનો દેખાડો છે facebook પર ફોટો આવે છે રસ્તા પર ઊભેલી ફરારી ની સાથે ફોટો લીધો પોતાને સોશિયલ મીડિયાના મધ્યમથી બતાવાવું અને જ્યારે પૂછવામાં આવે કે ક્યારે લીધી? તો બસ હસીને કે ઈમોજી મોકલી દે છે જે વસ્તુ પોતાની નથી છતાં પણ એવો ભાવ બતાવવો આ દંભ છે.
ક્યાંક ગીતાજી નો પાઠ થઈ રહ્યો હોય અને આપણને આવડતું ન હોય છતાં પણ બેસીને એવું દેખાડીએ કે જેમ આપણે પણ ગીતાજીના પાઠ કરી રહ્યા હોય, આ પણ દંભ છે, દરરોજ ની પૂજા દસ મિનિટ કરીએ, પરંતુ એક દિવસ અતિથિ આવે તો અડધો કલાક સુધી મંદિરમાં ઘંટડી વગાડતા રહીએ. શ્રીભગવાન કહે છે કે આ ત્રણેય આસુરી સ્વભાવને વધારે છે.
આગળ શ્રીભગવાન ક્રોધના વિષયમાં કહે છે જેમ ષટ્ વિકાર હોય છે, પરંતુ પાંચ મુખ્ય વિકાર હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર છઠ્ઠું આળસ માનવામાં આવે છે, તેમાં શેષ ચાર તો સ્વતંત્ર છે, પરંતુ ક્રોધ સ્વતંત્ર વિકાર નથી તે આશ્રિત વિકાર છે, એવું નથી કે તમને બેઠા બેઠા ક્રોધ આવી ગયો. બેઠા બેઠા કામના, લોભ, મોહ અને અહંકાર આવી શકે છે. ક્રોધ બેઠા બેઠા નથી આવતો. જ્યારે આ ચાર વિકારોમાંથી કોઈ એકમાં વિઘ્ન પડે ત્યારે ક્રોધ આવે છે.
જેને પણ ક્રોધ આવે છે તે ક્રોધ ઓછું કરવા માંગે છે તો તેનું મૂળ કારણ શોધવું પડશે, ક્રોધનું ઇંધણ ક્યાંથી આવી રહ્યું છે જ્યાં સુધી આપણને આ જ્ઞાત નહીં થાય, ત્યાં સુધી ક્રોધને નિયંત્રણ કરવાનું સંભવ નથી, આપણ ને બધા ને અધિક ક્રોધ એટલે આવે છે કે આપણી વાત માની નથી, હું સાચો છું તેમ છતાં પણ બધા મારા અનુસાર નથી ચાલતા, મારી વાત નથી માનતા, આ કામના નો ક્રોધ છે, બધા મારી વાત માને આ કામના છે. આપણામાં આ ધારણા હોય છે કે આપણે ક્રોધ અમુક વ્યક્તિના કારણે આવે છે જ્યારે સત્ય એ છે કે આપણને કોઈ બીજી વ્યક્તિ ક્રોધ નથી આપી શકતી. તેને શ્રીકૃષ્ણ, શ્રીબલરામ અને સાત્વિકીજી ની એક વાર્તાથી સમજીએ.
બલરામજીને ખૂબ ક્રોધ આવે છે એકવાર બલરામથી કોઈ અકારણ ક્રોધિત થઈ ગયા શ્રીકૃષ્ણ નાના હતા, તેમણે વિચાર્યું કે કદાચ દાઉ ને સમજાવીશ તો તે મારી ઉપર ક્રોધિત થઈ જશે, તેમણે એક લીલા રચી. તેમણે દાઉને કહ્યું કે ચલો ભ્રમણ કરીને આવીએ, નજીકમાં એક જંગલ છે, ત્યાં એક ખૂબ જ સુંદર તળાવ છે, સાંજના સમયે ત્યાં વિહાર કરીશું, રાત્રે ત્યાં ભોજન કરીશું તથા ત્યાં જ વિશ્રામ કરીશું, આપણી સાથે કોઈ સેવક નહીં આવે, માત્ર આપણે ત્રણે જ જઈએ, દાઉ તૈયાર થઈ ગયા, તે ત્રણેય ગયા, રાત્રે દાઉ કહ્યું કે ભીસણ જંગલ છે, કદાચ આપણે ત્રણેય સૂઈ ગયા તો ખતરો છે, આ વન હિંસક પશુઓથી ભરેલું છે આપણે બધા એક પ્રહર જાગીને પહેરેગીરી કરીએ, શ્રીકૃષ્ણએ કહ્યું કે આ વાત સાચી છે પરંતુ મને તો ખૂબ જ ઊંઘ આવી રહી છે, એટલે હું તો સૌથી પહેલા સુઈ જઈશ, બલરામ એ કહ્યું કે ઠીક છે હું સૌથી પહેલા જાગું છું, રાત્રે અચાનક બલરામજીને અંધારામાં એક આકૃતિ અહીંથી તહીં જતી દેખાઇ, બલરામજી સાવધાન થઈ ગયા. તે આકૃતિ ફરીથી દેખાઈ બલરામ ઉઠી ગયા તે થોડા આગળ વધી જોવા લાગ્યા, જેટલા તે આગળ વધતા તેમને એવું પ્રતિત થતું કે કોઈ નાનો જીવ તેમને ચીડાવી રહ્યો છે, બલરામજી તેમની પાછળ દોડ્યા, જેટલા તે જીવની પાસે જતા તે તેમને ચીડાવીને ભાગતો, બલરામજી ને એટલો ક્રોધ આવતો કે દરેક વખતે જ્યારે બલરામજી જોરથી બોલતા ત્યારે તે જીવ પહેલા કરતાં થોડો મોટો થઈ જતો અને એક કિલોમીટર સુધી તે જીવ ની પાછળ ભાગતા. પછી તેમને એવું લાગ્યું કે જ્યારે મે ભાગવાનું શરૂ કર્યું ત્યારે તો આ નાનકડું હતું, હવે આટલું મોટું થઈ ગયું, એક સમય આવ્યો તે જીવ ઊભો રહી ગયો, બલરામજી તેની નજીક આવ્યા અને તેમને પૂછ્યું કે તું કોણ છે? તેણે કોઈ ઉત્તર ન આપ્યો બલરામજીએ તે જીવને જોરથી એક મૂક્કો માર્યો, તે જીવ તરત જ બે ગણો મોટો થઈ ગયો, બલરામજી તે જીવને જેટલું મારતા તે જીવ તેટલો મોટો થતો જતો, બે કલાકમાં એ સ્થિતિ થઈ ગઈ કે બલરામજી નો મુગટ ક્યાં ગયો, હાર ક્યાં ગયો, કંઈ જ ખબર નથી અને તે અસ્તવ્યસ્ત થઈ, બેહાલ થઈ ગયા પરંતુ તે જીવ મોટો થતો જઈ રહ્યો હતો, એટલામાં જે સમય નક્કી કર્યો હતો તે પૂરો થવા લાગ્યો, બલરામજીને લાગ્યું કે કોઈને ખબર પડી ગઈ કે કોઈ આવ્યું છે અને હું તેને હરાવી નથી શક્યો, તો અપમાન થઇ જશે, તેમણે વિચાર્યું કે કોઈને ખબર ન પડે તેમ હું જઈને સુઈ જઉં છું તેને તે બંને પર છોડી દઉ.
એમણે જઈને સાત્વિકીને જગાડ્યા, સાત્વિકીએ તેમનો હાલ જોઈને પૂછ્યું કે દાઊ તમે આ શું હાલ કરી દીધા છે? તેમણે કહ્યું કે કંઈ નહીં હું ચાલી રહ્યો હતો, પછી ભાગવા લાગ્યો તેનાથી પરસેવો આવી ગયો.
બલરામજી સૂઈ ગયા અને સત્વિકીજી ને પણ તે નાની આકૃતિ દેખાય તેમણે પણ તેવો જ વ્યવહાર કર્યો તેમની સાથે પણ લગભગ તેવી જ ઘટનાઓ થઈ તે પણ બે કલાક સુધી લડતા રહ્યા તે સમજી ગયા કે દાઉ ની હાલત આ કારણે થઈ હશે તેમણે વિચાર્યું કે જ્યારે દાઉ તેને હરાવી નથી શક્યા? તો હું કેવી રીતે હરાવીશ? તેમણે જઈ શ્રીકૃષ્ણને જગાડ્યા, શ્રીકૃષ્ણએ પૂછ્યું કે ભૈયા આ શું થયું, તેમણે પણ તેવું જ બહાનું બનાવી દીધું, શ્રીકૃષ્ણએ કહ્યું કે કંઈ વાંધો નહીં તમે સુઈ જાવ, દાઉ અને સાત્વિકીજી અડધી આંખ ખોલી એકબીજાને જોઈ રહ્યા હતા, કોઈને પણ ઊંઘ આવી રહી ન હતી.
ત્રણ કલાક પછી શ્રીકૃષ્ણ પાછા આવ્યા અને તે બંનેને જગાડ્યા, તે બંને તો પહેલેથી જાગેલા જ હતા, તેમને ઊઠીને જોયું તો શ્રીકૃષ્ણ પહેલા જેવા જ હતા, બંનેના મનમાં જીજ્ઞાશા હતી કે શું શ્રીકૃષ્ણને પણ તે મળ્યો? પરંતુ પૂછે કેવી રીતે? પૂછશે તો અપમાન થશે, શ્રીકૃષ્ણએ પૂછ્યું દાઉ ઊંઘ તો સારી આવી ને? તેમણે કહ્યું હા ઠીક જ આવી, બસ ભુમિ વાગી રહી હતી, શ્રીકૃષ્ણએ પૂછ્યું કે દાઉ અને બીજી કોઈ સમસ્યા નથી ને, શ્રીકૃષ્ણએ સાત્વિકીજીને પણ પૂછ્યું તો તેમણે પણ તે જ ઉત્તર આપ્યો.
થોડીવાર પછી સાત્વિકીએ શ્રીકૃષ્ણને પૂછ્યું કૃષ્ણ સાચું કહો તમને તે મળ્યો કે નહીં? શ્રીકૃષ્ણએ પૂછ્યું કોણ મળ્યું કે ન મળ્યું? જ્યારે દાઉ ને રહેવાયું નહીં તેમણે કહ્યું કૃષ્ણ તું જાણે છે કે અમે કોની વાત કરી રહ્યા છીએ તો બધું કહે કે તેનું શું કર્યું? જ્યારે દાઉ એ ગંભીર થઈને પૂછ્યું તો શ્રીકૃષ્ણએ વિચાર્યું કે હવે કહેવાનો ઉચિત સમય છે, તેમણે પોતાનું પિતાંબર ઉઠાવી અને તેને ગોળ ફેરવવાનો આરંભ કર્યો, દાઉ એ જોયું કે તે નાની આકૃતિ શ્રીકૃષ્ણની પીતાંબરી ની અંદર બાંધેલી છે, દાઉ એ પૂછ્યું કે તે આને કેવી રીતે નિયંત્રણમાં કર્યો? અમને પણ આ દેખાયો હતો. અમે જેટલું ભાગી રહ્યા હતા આ તેટલું મોટું થતું જતું હતું, શ્રીકૃષ્ણએ કહ્યું કે આ કોઈ જીવ નથી આ તમારો ક્રોધ છે, આ એક એવો વિકાર છે કે તેને આપણે જેટલું મહત્વ આપીશું, જેટલું તેની સાથે લડીશું તે તેટલું મોટું થતું જશે, શ્રીભગવાને કહ્યું કે ના તો હું તેની પાછળ ભાગ્યો, ના તેને ધમકી આપી, ના તેના ફસાવાથી હું ફસાઈ ગયો, હું તેની પાછળ નથી ભાગ્યો, તો તે મારી નજીક આવતું ગયું, જ્યારે મેં કોઈ પ્રતિક્રિયા ન કરી ત્યારે તે ઉપર ચડી ગયો કે હું તેના પર ક્રોધિત થઈ જવું, જ્યારે હું તે છતાં પણ તેના ઉપર ક્રોધિત ન થયો ત્યારે તે મારી બિલકુલ નજીક આવી ગયો અને ત્યારે મેં તેને પકડી મારા પિતમ્બરમાં બાંધી લીધો.
ક્રોધનો એકમાત્ર ઉપચાર એ છે કે આપણે તેની સાથે લડીએ નહીં, તેના પર ધ્યાન ન આપીએ, જ્યારે આપણે તેના પર ધ્યાન નહીં આપીએ, ત્યારે તે આપણા વશમાં આવશે, જેટલું આપણે તેમાં ફસાતા જઈએ છીએ તે આપણા માથા પર ચડી આપણો જ નાશ કરે છે.
એકવાર પતિ પત્ની લડી રહ્યા હતા, જેમ દરરોજ લડતા હતા, પડોશીઓને આદત થઈ ગઈ હતી, આજે રવિવાર હતો તો પતિને કાર્યાલય જવાનું ન હતું, બીજા દિવસોમાં પતિના કાર્યાલય જવાના પછી ઝઘડો બંધ થઈ જતો, તે દિવસે ઝઘડો બંધ થયો જ નહીં, પડોશી એ ઝઘડો શાંત કરવા માટે દ્વાર ખખડાવ્યા, પતિએ દરવાજો ખોલ્યો તો પડોશી એ કહ્યું ખૂબ અવાજ આવી રહ્યો છે, તે બંને તેમની સામે ઝગડવા લાગ્યા, થોડીવાર પછી તેમને પૂછ્યું કે ઝઘડો કઈ વાત પર થયો હતો? બંનેને યાદ જ ન આવ્યું કે ઝઘડો કઈ વાત પર શરૂ થયો હતો.
આ આપણા બધાની સાથે થાય છે, સામાન્ય રીતે કારણ ખૂબ નાનું હોય છે, પણ વિવાદ વધતા વધતા તે વિકરાળ સ્વરૂપ લઈ લે છે.
એટલે ક્રોધને જીતવો હોય તો શ્રીકૃષ્ણની જેમ વ્યવહાર કરવો પડે.
પારુષ્ય એટલે કઠોરતા, કેટલી વ્યક્તિ જીવનમાં ખૂબ કઠોર હોય છે, પોતાનામાં કઠોરતાને સાચવી રાખે છે,પીગળતા નથી, બીજાને કષ્ટમાં જોઈને પણ તેમનું હૃદય દ્રવિત નથી થતું. પશુઓ પર થનારી કઠોરતા, પર્યાવરણ પર થનારી કઠોરતા, મનુષ્ય પર થનારી કઠોરતા આ બધા પ્રતિ આપણા હૃદય દ્રવિત થવું જોઈએ, આપણા સ્વભાવ દૈવીય હશે તો આપણે બીજાના કષ્ટ માં કષ્ટ થશે અને કદાચ આપણા સ્વભાવ આસુરી હશે તો આપણે વિચારીશું અરે આની સાથે તો આવું થવું જ જોઈએ.
કેદારનાથમાં આપદા આવી તો બધા સ્થાનોથી રાહત સામગ્રી આવી રહી હતી, ત્યાં એક મોટી સંસ્થા ના મોટા અધિકારીએ એક એવી વાત કહી જે ભૂલી શકાય નહીં? તેમણે કહ્યું આટલો સામાન કેમ લાવ્યા છો? આ બધા ગંગાજીના તટ પર બેસી મદિરા પીતા હતા, આમની સાથે, આ લોકો સાથે તો આવું થવું જ જોઈએ, તે સમયે એ વિચાર યોગ્ય વાત હતી કે જે વ્યક્તિઓની પાસે ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, આ સમયે આપણે તેમના કષ્ટ નો વિચાર કરીએ કે આ વિચાર કરીએ કે આ મદિરા પીતા હતા. આ કારણે તેમની સાથે આવું થવું જોઈએ આ પારુષ્ય છે, આપણે બીજાના કષ્ટમાં તેમના દોષ જોઈએ છે, તેમની સાથે સહૃદય નથી થતા.
સૌથી મોટું અજ્ઞાન એ હોય છે કે આપણને ખબર જ નથી હોતી કે આપણે અજ્ઞાની છે, સ્વયં ને જ્ઞાની સમજવું એ જ અજ્ઞાન છે, એક ખૂબ મોટા દાર્શનિક એ ખુબ સુંદર વાત કહી -
“मैं जितना ज्यादा पढ़ता गया, उतना मैं जानता गया कि मैं कितना नहीं जानता हूँ।”
જેટલું વધારે ભણતો ગયો તેટલું હું જાણતો ગયો કે હું કેટલું નથી જાણતો
આ બધા આસુરી લક્ષણો છે












16.5

દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાઈ છે; તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાર્થ! તું શોક કર મા.

16.5 શ્રીભગવાન કહે છે કે આ બંને સંપદાઓમાં દૈવીય સંપદા મુક્તિ માટે છે અને આસુરી સંપદા બંધન માટે છે, એટલે હે અર્જુન! તું શોક ન કર કારણ કે તે તો આ 26 દૈવીય ગુણોને લઈને જન્મ લીધો છે. શ્રીભગવાન આ વાતનું પ્રમાણિત કરી રહ્યા છે.

16.6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥

હે પાર્થ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે : એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો; એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિષે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્યસમુદાય વિષે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ.

16.6 શ્રીભગવાન કહે છે હે અર્જુન! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ બે પ્રકારની હોય છે, એક છે દૈવીય પ્રવૃત્તિ વાળા અને બીજા છે આસુરી પ્રવૃત્તિવાળા દૈવીય પ્રવૃત્તિના વિષયમાં પણ વિસ્તારથી કહેવામાં આવ્યું છે. આપણી અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ આસુરી છે, ભગવાન તેના પર ધ્યાન આપવાનું કહે છે.
શ્રીભગવાન આગળ કહે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

16.7

પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥

આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ - આ બેયને નથી જાણતા; માટે એમનામાં નથી તો બાહ્ય-આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્યભાષણ પણ હોતું.

16.7 શ્રીભગવાન કહે છે હે અર્જુન! આસુરી સ્વભાવ વાળા વ્યક્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ને જાણતા નથી એટલે તેમનામાં ના તો બાહ્ય શુદ્ધિ છે ના શ્રેષ્ઠ આચરણ છે તથા સત્યપાલન પણ નથી હોતું.
આસુરી પ્રવૃત્તિ વાળા વ્યક્તિને એ ખબર નથી હોતી કે શું કરવું છે, અને શું નથી કરવું, તે ઊંધું વિચારે છે અને ઊંઘી જ ચાલ ચાલે છે.
આપણે પણ ઘણી બધી વાર આવું કરીએ છીએ અને પછી પશ્ચાતાપ કરીએ છીએ કે આવું કેમ કરી તે સમયે આપણું સ્વભાવ આસુરી થઈ જાય છે તે સમય સત્યની સત્તા સ્વીકાર્ય નથી હોતી આસુરી સ્વભાવ વાળા વ્યક્તિઓ નું એક સામાન્ય વાક્ય હોય છે “મને તો ખોટું સ્વીકાર્ય નથી” હકીકતમાં તેમને સત્યના વિષયમાં કશી ખબર જ હોતી નથી તે પોતાની સુવિધા ના અનુસાર સત્યનું નિર્માણ કરે છે.

16.8

અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥

આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત્ આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે; એ કામ સિવાય બીજું શું છે .

16.8 શ્રીભગવાન કહે છે આ અસુરી પ્રવૃત્તિ વાળા વ્યક્તિ ઈશ્વરની સત્તા ને પણ સ્વીકાર નથી કરતા તે કહે છે કે જગત આશ્રય રહિત છે, તે નથી માનતા કે ભગવાનનું નામ આશ્રય રહિત છે, તે નથી માનતા કે ભગવાનના નામ જેવું કઈ છે, એ માને છે કે બિગ બેગ પ્યોરીથી આ ગ્રહ બની ગયા છે, એ કહે છે કે સંસાર સર્વથા અસત્ય ઈશ્વર વગર અને માત્ર સ્ત્રી પુરુષના સંયોગ થી પેદા થાય છે, કામ જ તેનું કારણ છે, તેના સિવાય બીજું શું કારણ હોય, એવા વ્યક્તિ શ્રીભગવાનના આશ્રય ને છોડીને કામાશ્રિત થઈ જાય છે.
શ્રીભગવાન કહે છે હે અર્જુન! કામના ક્યારેય પૂરી નથી થતી.

16.9

એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥

આ મિથ્યા દૃષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદબુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે.

16.9 અર્જુન, આ મિથ્યા જ્ઞાન નું અવલંબન કરી, જેનું જ્ઞાન નષ્ટ થઈ ગયું, જેનો સ્વભાવ નષ્ટ થઈ ગયો, એવા મંદબુદ્ધિ વ્યક્તિ સૌના અપકાર કરનારા, ઉગ્ર કર્મ કરનારા તથા માત્ર જગતનો નાશ કરનારા હોય છે.
તમને જેટલા પણ વામપંથી, નક્સલી, ઉગ્રવાદી, આતંકવાદી વગેરે મળશે, આ બધા આ વિચાર ના મળશે, કોઈ બોમ ફોડશે, કોઈ પાટા ઉડાવશે, કોઈ ગાડી પર હુમલો કરશે, આ બધા ઉગ્ર કર્મ વાળા હોય છે, તેમના મનમાં કોઈનું હિત હોતું નથી.

16.10

કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥

દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે.

16.10 શ્રીભગવાન કહે છે કે દંભ, માન અને મદ મા ચૂર રહેનારા મનુષ્ય કોઈપણ પ્રકારે પૂર્ણ થવાની કામનાઓનો આશ્રય લઈ અને મિથ્યા સિદ્ધાંતોને ગ્રહણ કરી, ભ્રષ્ટ આચરણોને લઈ, સંસારમાં વિચરણ કરતા રહે છે, જેટલી કામનાઓને ભવિષ્યમાં પૂર્ણ કરવા માંગે છે તે કામનાઓને પૂર્ણ કરવાની આશામાં બધા ખોટા કામ કરે છે, અને ભ્રષ્ટ આચરણ કરી ને પણ તે કામનાઓને પૂરી કરવા માંગે છે, મન નો સ્વભાવ અતૃપ્ત હોય છે, એ ક્યારેય તૃપ્ત નથી થતી.
ટોલસ્ટાય એક રુસી લેખક હતા, તે ખૂબ મોટા સમાજ સુધારક હતા, તે ગાંધીજીને આદર્શ હતા, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પોતાના આશ્રમનું નામ પણ ટોલસ્ટાય આશ્રમ રાખ્યું હતું, ટોલસ્ટાય એ ખૂબ જ સારી વાર્તાઓ લખી છે તેમાની એક વાર્તા -
એક ખેડૂત ના ઘરે એક સાધુ આવ્યા, ખેડૂતે તેમને પોતાના ઘરમાં ભોજન કરાવ્યું, ખેડૂત ખૂબ જ અસંતૃષ્ટ રહેતો હતો, તેની પાસે ભૂમિ ની ખોટ હતી, સાધુએ ખેડૂતને પૂછ્યું કે તારું જીવન નિર્વાહ થઈ જાય છે કે નહીં? ખેડૂતે કહ્યું કે માત્ર જીવન નિર્વાહ થી શું થાય, હું તો ચાહું છું કે મારી પાસે બહુ બધી ભૂમિ હોય, બહુ બધા ખેતરો હોય, એટલા મોટા કે તેની સીમા ન દેખાય, સાધુએ પહેલા તો તેને સમજાવ્યું કે આમાં કઈ લેવાનું નથી, આ કામનાઓથી ક્યારેય કોઈ ને પણ તૃપ્તિ મળતી નથી. ખેડૂત ખૂબ જ મહત્વકાંક્ષી હતો તે ન માન્યો, સાધુએ કહ્યું સારું એક સ્થાન તને કહું છું, સાઈબેરીયામાં એક નિર્જન ગામ છે, ત્યાંની ભૂમિ નિ:શુલ્ક છે, અને ત્યાંના પ્રધાન ચાહે છે કે કોઈ સારો ખેડૂત મળે તો તે તેને નિશુલ્ક ભૂમિ આપી, ત્યાંની ભૂમિ પર ખેતી કરાવી શકે, તું ત્યાં ના પ્રધાન પાસે જેટલી ભૂમિ માંગીશ તને મળી જશે, ખેડૂત ખૂબ પ્રસન્ન થયો તેણે પોતાની નાની ભૂમિને વેચી દીધી તથા તેની પોતાની આવશ્યકતા ની બધી વસ્તુઓ ખરીદી તે ગામ પહોંચી ગયો ત્યાં પહોંચી, નહાયા ધોયા વગર, ભોજન કર્યા વગર, સીધો પ્રધાન પાસે પહોંચી ગયો. તેને પ્રધાન કહ્યું કે હું મારી ભૂમિ વેચીને આ ધન રાશિ લાવ્યો છું, તેમાં તમે મને કેટલી ભૂમિ આપશો, ત્યાંના મુખીયાએ કહ્યું કે તું તારું ધન તારી પાસે રાખ, અને જેટલી ભૂમિ જોઈએ કેટલી લઈ લે, પેલા કુવા તળાવ જોઈએ તો તે પણ તને મળી જશે,
ખેડૂત ના મનમાં કેટલી કામના હતી કે તે મુખીયા ના કહેવા પર સંતુષ્ટ ન થયો. અને તેને કહ્યું કે આમ નહીં તમે મને કહો કે મને કેટલી ભૂમિ આપશો, મુખીયાજી હેરાન થઈ ગયા તેમને કહ્યું કે તું કાલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલી ભૂમિ પર ચક્કર લગાવી આવી જઈશ, તેટલી ભૂમિ તારી થઈ જશે, ખેડૂતને આખી રાત ઊંઘ જ ન આવી, તેને યોજના બનાવી તેને વિચાર્યું કે કાલે આખો દિવસ ખાવા માટે અહી રોટલી બનાવી લઉ,અને પાણી પણ સાથે લઈ લઉ તેથી ઊભા રહેવું ન પડે તે આખી રાત ઊંઘ્યો નહીં અને સૂર્યોદયથી પહેલા મુખીયાના ઘરે જઈ ઉભો રહી ગયો. મુખીયાજી ઉઠ્યા અને તે માણસને ઘરની પાસે ઊભેલો જોયો,તો તેમણે એક રેખા દોરી દીધી અને કહ્યું કે જાઓ સાંજ સુધીમાં જેટલી પણ ભૂમિ ઉપર ફરીને આ રેખા સુધી પાછા આવો તેટલી ભૂમિ તમારી થઈ જશે, ખેડૂતને વિચાર આવ્યો કે જ્યાં સુધી સૂર્યદેવ મારા માથા સુધી આવશે ત્યાં સુધી હું ચાલીશ, ત્યારબાદ પાછા ફરવા નો આરંભ કરી દઈશ, વધુ ચાલવાથી લોભમાં તે શરૂમાં દોડવા લાગ્યો, બપોર સુધી તેને એક ઘુંટો પાણી પણ ન પીધું બપોરે જ્યારે સૂર્યદેવ માથા પર આવી ગયા તો તેને તે વખતે પાછા વળવાનું હતું, તેણે જોયું કે નજીકમાં એક ખૂબ મોટું તળાવ હતું, તેને વિચાર્યું કે હું અહીંથી પાછો ફરીશ તો તળાવ મને નહીં મળે, એને વિચાર્યું કે તળાવ નું આખું ગોળ ચક્કર પૂરું કરી પાછો ફરી જઈશ, સંયોગથી તે તળાવ બે કિલો મીટર હતું અને તે તટની ભૂમિ ખુબ જ ઉપજાઉ હતી, તેણે તળાવના ગોળ ફરતા ચક્કર લગાવવાનું આરંભ કર્યું. અને લોભ વશ તળાવની થોડા દૂર રહી ચાલવા લાગ્યો, જેથી તે ઉપજાઉ ભૂમિ પણ મળી જાય, ભૂખ લાગી તો એક રોટલી ખાધી, પરંતુ તેનાથી ચાલવાની ગતિ ઓછી થઈ રહી હતી, તો બીજી રોટલી ન ખાધી. તેણે તે બીજી રોટલી તળાવમાં ફેંકી દીધી, તેને અનુમાન લગાવ્યું કે બે વાગવા આવ્યા છે તેને વિચાર્યું કે થોડું પાણી પી લઈ બીજું પાણી ફેંકી દઉ તેથી વજન ઓછું થઈ જશે, તેણે હાથમાં પાણી હતું તે પણ ફેંકી દીધું, ત્યાં સુધી ચાર વાગી ગયા તે ભૂખ્યો તરસ્યો દોડતો રહ્યો, અને પડી ગયો તે બેહાલ થઈ ગયો. જલ્દી પહોંચવાના લોવે તે વાંદરાની જેમ હાથ અને પગથી ચાલવા લાગ્યો દૂર મુખીયાજી દેખાતા હતા, પરંતુ હવે શરીરમાં એટલી શક્તિ ન હતી કે વધુ ચાલી શકે, શરીરમાં પાણીની કમી થઈ ગઈ, અને તે ગામની સીમાં સુધી પહોંચવા પહેલા જ પડી ગયો, અને પછી ક્યારેય ઉઠી ન શક્યો.
તે ખૂબ પ્રસન્ન ચિત થઈ પોતાનું જીવન જીવી રહ્યો હતો એક મોટી ભૂમિની કામના અને તે મળ્યા પછી પણ વધુ પ્રાપ્ત કરવાની વાસનાએ તેનું જીવન સમાપ્ત કરી દીધું, આપણા જીવન પણ આવા જ છે, ધનની ભૂખ ક્યારેય સમાપ્ત નથી થતી આશાઓ મનુષ્યને સમાપ્ત કરી દે છે

16.11

ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥

તથા તેઓ મૃત્યુપર્યન્ત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને 'આટલું જ સુખ છે' એમ માનનારા હોય છે.

16.11 મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશ્રય લેનારા વિષય ભોગ કરવામાં જ લાગેલા રહે છે બસ આટલું જ સુખ છે, આ માનનારા લોકો હોય છે.

16.12

આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥

આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ-ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે.

16.12 શ્રીભગવાન કહે છે અર્જુન આશા ની સેકડો ફાંસીઓમાં કોઈ એક ફાંસીથી પ્રાણ ચાલ્યા જાય છે, પરંતુ આપણું જીવન સેકડો આશાઓની દોરીઓ થી જકડાયેલું છે, આશા નો જન્મ કામનાથી થાય છે, કામના પૂરી થઈ વાસના બને છે, અને વાસના ક્યારેય પૂરી નથી થતી, આપણે જેટલા પણ ખોટા કાર્ય કરીએ છીએ, તે બધા આ આશાઓ ના કારણે જ કરીએ છીએ શ્રીભગવાન કહે છે,
આપણા બધા દુઃખોનું કારણ આશાઓ જ છે.
આ જીવનમાં આપણે જેટલી વધુ આશાઓ કરીએ છીએ, તેટલું વધુ પાપ કરીએ છીએ, જેટલી અધિક આશાઓ હશે તેટલું અધિક ધનની આવશ્યકતા રહેશે, આપણી અધિક ધનની આશામાં કંઈ પણ ખોટું કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ, પછી તે ગમે તેટલું ખોટું કેમ ન હોય કરીએ છીએ, બસ પૈસા મળવા જોઈએ, આ રીતની આશાઓ જે કરે છે તેની આશાઓ તો ક્યારેય પૂરી થતી જ નથી, કેટલીક આશાઓ પૂરી પણ થઈ જાય તો નવી આશાઓનું નિર્માણ થતું રહે છે.
એક કવિતાની ખૂબ સુંદર પંક્તિઓ -

क्यों कल्पना खुशी की, खुशी से ज्यादा खुशी देती है?
क्यों सामने की खुशी मुट्ठी से रेत की तरह फिसल जाती है?
આપણે મોટી ખુશીઓની આશાઓમાં, સામે નાની નાની ખુશીઓને જોઈ નથી શકતા, અને તેને ખોવી દઈએ છીએ.
શ્રીભગવાન કહે છે કે આશાઓની સૈકડો ફાંસીઓમાં બંધાયેલા મનુષ્ય કામ, ક્રોધ પરાયણ થઈ, પદાર્થોના ભોગ કરવા માટે અન્યાય પૂર્વક ધન સંચય કરવાની ચેષ્ટા કરતા રહે છે.
સંતોએ કહ્યું છે કે સુખી રહેવું છે તો આશા ની દોરી ને બદલી દો.
              ભજન
એક જ ઉપાય છે “આશા એક રામજી સે, બીજી આશા છોડ દો” બારમા અધ્યાયમાં શ્રીભગવાન કહે છે,सन्तुष्टोयेनकेनचित् એટલે જે છે તેમાં સંતુષ્ટ રહો.

16.13

ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥

તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે.

16.13 અને તે એવું વિચાર્યા કરે છે કે આજે આપણે આટલું પ્રાપ્ત કરી લીધું, કાલે વધુ પ્રાપ્ત કરી લઈશું, આટલું ધન આપણી પાસે છે, આટલું જ ધન હજી પ્રાપ્ત કરી લઈએ, બસ આશાઓ આવી જ રીતે ચાલતી રહે છે.


16.14

અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥

પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ, હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું.

16.14 શ્રીભગવાન કહે છે કે આશાઓમાં ડૂબેલો માણસ વિચારે છે કે તે શત્રુ તો મારા દ્વારા માર્યો ગયો અને બીજા શત્રુઓને પણ હું જ મારી નાખીશ, હું જ ઈશ્વર છું, હું જ ભોગવનાર છું, હું જ સિદ્ધ છું, હું જ બળવાન અને સુખી છું.
હિરણ્ય કશ્યપને યાદ કરીએ જેને શ્રીવિષ્ણુ ભગવાનની મૂર્તિઓને પણ તોડાવી નાખી પોતાની મૂર્તિઓ લગાવી દીધી, અને કહેવા લાગ્યો કે હું જ ભગવાન છું, અને મારી પૂજા કરવાની તેવું બધાને કહે છે.



16.15

આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥

હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ-મજા કરીશ – આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમજ વિષયભોગોમાં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરકમાં પડે છે.

16.15,16 ખૂબ ધનવાન છું, હું મોટા કુટુંબ વાળો છું, મારા જેવું કોણ છે? અહીં આપણે દુર્યોધનને યાદ કરી શકીએ છીએ, હું યજ્ઞ કરીશ, દાન કરીશ, મોજ કરીશ, આ રીતે આ આસુરી શક્તિઓ અજ્ઞાનથી મોહિત રહે છે, જેનું ક્યારેય કોઈ અંત નથી તેવી કામનાઓને કારણે આ ભ્રમિત ચિતવાળા મોહજાળમાં સારી રીતે ફસાયેલા હોય છે, વિષયો અને ભોગોમાં અત્યંત આસકત રહેનારા આસુરી પ્રવૃત્તિના મનુષ્ય અત્યધિક અપવિત્ર લોકોમાં પડી જાય છે.
રજોગુણ અને સતોગુણ નો અહંકાર મનુષ્યને અંતમાં પતિત કરી દે છે અને તમો ગુણની તરફ લઈ જાય છે, જેની આશાઓ પૂરી નથી થઈ તે નિરાશા થી મરે છે, અને જેની પૂરી થઈ ગઈ હોય તે તમોગુણ માં મરી જાય છે.

16.16

અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥

અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળ થી વીંટળાયેલા, તેમજ વિષયભોગો માં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરક માં પડે છે.

16.16 writeup

16.17

આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥

એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામમાત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે.

16.17 પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનનારા, અભિમાની પુરુષ ધન અને માનના મદ મા દૂર થઈને માત્ર નામ માત્ર માટે યજ્ઞો દ્વારા પાખંડથી શાસ્ત્ર વિધિ રહિત યજ્ઞ કરે છે, આજકાલ એવું કરવાનું ખૂબ વધી ગયું છે, કામળા(ગરમ ઓઢવાના), રોટલી વેચવાનું તો ઠીક છે, હવે લેપટોપ પણ વહેંચે છે, ગણપતિ પૂજા તથા નવરાત્રીના મંડપ સજાવે છે જ્યાં શાસ્ત્રવિધિ નું પાલન કર્યા વગર પૂજન કરવામાં આવે છે, બધા મંડપમાં આવી જ રીતે કરે છે, એ તો એ ન કહી શકાય, પરંતુ વધારે પડતા મંડપમાં શાસ્ત્રવિધિ વગર પૂજન અને હવન થાય છે.
ગણેશોત્સવ દરમિયાન મંડપમાં ગણપતિજીની નાની મૂર્તિ મૂકે છે અને તેમના આયોજનકર્તા ની મોટી કટ આઉટ ગણપતિ વિગ્રહ ની બાજુમાં મૂકી દે છે, આપણે એ પણ જોયું કે દેવી-દેવતાઓના પંડાલ સજાવેલા હોય છે તેમાં અભદ્ર ભાવથી ફિલ્મી ગીતોને લગાવવામાં આવે છે આ તર્ક પણ નથી કરતા કે તે શું કરી રહ્યા છે?

16.18

અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥

અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યાપચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અન્તર્યામીનો જ દ્વેષ કરે છે.

16.18 અહંકાર, હઠ, ઘમંડ, કામના, અને ક્રોધના આશ્રય લેનારા મનુષ્ય પોતાના અને બીજાની નિંદા કરનારા મનુષ્ય મને અંતર્યામી ની સાથે પણ દ્વેષ કરે છે, તે શ્રીભગવાનને પણ નથી માનતા અને તેમનો પણ દ્વેષ કરે છે.

16.19

તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥

એ દ્વેષ કરનારા, પાપાચારીઓ અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું.

16.19 શ્રીભગવાન કહે છે કે તે દ્વેષ કરનારા પાપાચારી, ક્રૂર સ્વભાવ વાળા, સંસારના મહાનીચ મનુષ્યને વારંવાર દંડ આપી આસુરી અને અપવિત્ર યોનિયોમાં નાખતો રહું છું.



16.20

આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥

હે કૌન્તેય! એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકોમાં પડે છે.

16.20 શ્રીભગવાન આગળ કહે છે, હે અર્જુન! તે મૂઢ મનુષ્ય મને પ્રાપ્ત ન કરી જન્મો જન્માંત્તર સુધી આસુરી યોનિઓને પ્રાપ્ત થાય છે, અને તેમાં પણ અધિક નીચ ગતિ ને પ્રાપ્ત થાય છે એટલે ઘોર નરકમાં ચાલ્યા જાય છે.

16.21

ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥

કામ, ક્રોધ તથા લોભ - આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર આત્માનો નાશ કરનારાં એટલે કે એને અધોગતિએ લઈ જનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી દેવાં જોઈએ.

16.21 આ ખૂબ મહત્વના શ્લોક છે શ્રીભગવાન કહે છે હે અર્જુન! કામ, ક્રોધ અને લોભ આ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે, આ જીવાત્માનો નાશ કરનારા, પતન કરનારા છે એટલે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.
સાધારણ રુપ થી આપણે વિચાર કરીએ તો આપણે તો નરકમાં જ જઈશું, કારણ કે આપણામાં પણ કામ, ક્રોધ અને લોભ છે, સંત અને મહાપુરુષ કહે છે કે એનો અર્થ એ નથી કે કામનાઓના વેગ તો બધા મનુષ્ય માં આવશે, આ સ્વાભાવિક છે, પરંતુ જે આ વેગને નથી રોકી શકતા તે નરકમાં ચાલ્યા જાય છે, આવી જ રીતે ક્રોધ અને લોભના પણ વેગ આવે છે, મનુષ્ય તેને નથી રોકી શકતો, તો તે નરકમાં ચાલ્યો જાય છે, એટલે આ એક મનુષ્યને અધોગતિમાં લઈ જનારો હોય છે, એટલે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.

16.22

એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥

હે કુન્તીપુત્ર! આ ત્રણેય નરકનાં દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે આ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે.

16.22 શ્રીભગવાન કહે છે હે અર્જુન! હે કુંતી નંદન! આ ત્રણે નરકના દ્વારથી રહિત મનુષ્ય પોતાના કલ્યાણના આચરણ કરે છે અને તેનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે, એટલે મને પ્રાપ્ત થઈ જાય છે જે વસ્તુ થી થાય છે તે લોભ અને જે વ્યક્તિથી થાય છે તે મોહ હોય છે, માત્ર ભવન એવું માનવામાં આવે છે કે જેનાથી લોભ અને મોહ બંને થાય છે.
અંતિમ બે શ્લોકમાં શ્રીભગવાન એક ખૂબ જ મહત્વપૂર્ણ જીવનનું સૂત્ર આપે છે.

16.23

યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને.

16.23 શ્રીભગવાન કહે છે કે હે અર્જુન! જે મનુષ્ય શાસ્ત્ર વિધિ નો ત્યાગ કરી પોતાની ઈચ્છાથી ન મન ચાહ્યું આચરણ કરે છે, ન તે સિદ્ધિ ને પ્રાપ્ત કરે છે, કે ના સુખ શાંતિને પ્રાપ્ત કરે છે, અને ના તે પરમ ગતિને પણ પ્રાપ્ત થાય છે.
પોતાની જાતને વધુ ભણેલા ગણેલા માનનારા લોકો શાસ્ત્રો વચન ની પરંપરાઓની પણ ઉપેક્ષા કરવા લાગી જાય છે, એવા કેટલાય લોકો મળી જશે જે કહે છે કે અરે આ શ્રાદ્ધ શેના માટે કરવાનું, આપણે તો અનાથાશ્રમમાં જઈ બાળકોને ભોજન કરાવી દઈશું, શિવજીને દૂધ ચડાવવાની શું જરૂર છે? ગરીબોમાં દૂધ વહેંચી દઈશું. શ્રીભગવાનની પૂજા કરી શું કરવું છે? મારું કાર્ય એ જ મારી પૂજા છે, આ તો શાસ્ત્રવિધિ નો અનાદર છે, શાસ્ત્રવિધિ ની ઉપેક્ષા કરી આપણે કંઈ પણ કરી લઈએ તો આપણને સુખ મળતું નથી, સિદ્ધિ મળતી નથી, અને પરમ ગતિ પણ નથી.

16.24

તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥

આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે.

16.24 શ્રીભગવાન કહે છે હે અર્જુન! આમ તારા માટે કર્તવ્ય અકર્તવ્ય ની વ્યવસ્થા માં શાસ્ત્ર જ પ્રમાણ છે એવું જાણી તું શાસ્ત્રવિધિથી નિયત કર્તવ્ય કર્મ કર.
શ્રીભગવાનને શાસ્ત્રોને કોઈ પણ વ્યક્તિથી મોટો કહ્યો છે, કોઈપણ વ્યક્તિ અને શાસ્ત્રમાં ભેદ મળે તો તમે શાસ્ત્રની વાત માનજો, આ ભગવાનનો ઉપદેશ છે, કોઈ આચાર્ય, કોઈ સંત કે કોઈ મહાપુરુષની સાથે ચર્ચા કરી તેનો માર્ગ કાઢવો જોઈએ.
આ સાથે જ શ્રીભગવાન સોળમાં અધ્યાયનું સમાપન કરે છે.
ત્યારબાદ એક મિનિટ હરિનામ કીર્તન સાથે આજના વિવેચન સત્ર નું સમાપન થયું અને પ્રશ્નોત્તરી સત્ર નો આરંભ થયો.
  हरि शरणं, हरि शरणं, हरि शरणं, हरि शरणं |
हरि शरणं, हरि शरणं, हरि शरणं, हरि शरणं ||

પ્રશ્નોત્તરી

પ્રશ્નકર્તા: ગૌરી શંકર જી
પ્રશ્ન: ભાઈ, આ અધ્યાયમાં દૈવી અને આસુરી પ્રકૃતિઓનું વર્ણન છે. દૈવી પ્રકૃતિનું વર્ણન ફક્ત ત્રણ શ્લોકમાં પૂરું થઈ ગયું છે, જ્યારે આસુરી પ્રકૃતિ માટે ૧૭ શ્લોક લાગ્યા છે. આ અસંતુલિત વર્ણનનું કોઈ ખાસ કારણ છે કે તેનો કોઈ સંદેશ છે?

ઉત્તર: ભાઈ, ભગવાને નવમા અધ્યાયમાં દૈવી અને આસુરી પ્રકૃતિની કેટલીક વાતો શરૂ કરી હતી, પણ અર્જુનના પ્રશ્નોથી વાત અધૂરી રહી ગઈ હતી. આ અધ્યાયમાં તે વાત પૂર્ણ કરવામાં આવી છે. ભગવાને અર્જુનને કહ્યું કે તે દૈવી સંપત્તિ ધરાવે છે, તેથી ભગવાનને તેની વિશાળ વ્યાખ્યાની જરૂર નહોતી. આસુરી પ્રકૃતિના લક્ષણો વિશેષ રૂપે દર્શાવવાના હતા, કારણ કે દંભ અને અહંકારથી તે દૈવી માની શકાય છે.

પ્રશ્ન: પાપ અને પુણ્ય અંગે સમજાવો. શું પુણ્ય કરવાથી પાપ નષ્ટ કરી શકાય છે? જેમ બેંક ખાતામાં રૂપિયા જમા અને વિથડ્રો થાય છે, એવું જીવનમાં શક્ય છે?

ઉત્તર: પાપ અને પુણ્યના ફળ તત્કાલ, સંચિત અને પ્રારબ્ધ હોય છે. તત્કાલ ફળ તરત મળે છે. સંચિત ફળ થોડા સમય પછી મળે છે, અને પ્રારબ્ધ ફળ જન્મ-જન્માંતરે મળે છે. મધ્યમ પ્રારબ્ધના પાપ પુણ્ય કર્મોથી નષ્ટ થઈ શકે છે, પણ તીવ્ર પ્રારબ્ધના ફળ ભોગવવા જ પડે છે. જે પાપ અજાણ્યામાં થાય છે, તે પુણ્ય કર્મ અથવા પ્રાયશ્ચિતથી નષ્ટ થઈ શકે છે. જો જાણે-જોઇને પાપ કરવામાં આવે છે, તો તે માટે વિશેષ પ્રાયશ્ચિત જરૂરી બને છે.

પ્રશ્નકર્તા: મનીષા જી
પ્રશ્ન: શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું જોઈએ, પણ બધાં માટે શાસ્ત્ર વાંચવું શક્ય નથી. કેવી રીતે જાણવું કે પરંપરામાં જે માનવામાં આવ્યું છે તે શાસ્ત્રસંમત છે?

ઉત્તર: અનુભવી સંતો અને શાસ્ત્રવિદ વિદ્વાનોનો સંગ શ્રેષ્ઠ છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ વાંચવાથી શાસ્ત્રના મૂળ તત્વ સમજવામાં મદદ મળે છે. પરંપરા સામાન્ય રીતે શાસ્ત્રસંમત હોય છે, પણ વધુ પૂછપરછ માટે શાસ્ત્રજ્ઞ સંતોનું માર્ગદર્શન લેવું શ્રેષ્ઠ છે.

પ્રશ્નકર્તા: કિર્તિ જી
પ્રશ્ન: ભગવાને શાસ્ત્ર વિધિનું મહત્વ બતાવ્યું છે. જો કોઈ વિધિ વગર શ્રદ્ધાથી પૂજા કરે, તો તે શાસ્ત્ર વિરુદ્ધ ગણાય?

ઉત્તર: શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા શાસ્ત્ર વિરુદ્ધ નથી. શાસ્ત્ર વિધિ મુખ્યત્વે જીવન માટે છે, પૂજા માટે નહીં. જો કોઈ ખાસ ફળ માટે વિધિ કરવી હોય તો તેનો મહત્ત્વ છે. શ્રદ્ધા અને ભક્તિ જ સર્વોચ્ચ છે, વિધિ એક સાધન છે.

પ્રશ્નકર્તા: મનીષા જી
પ્રશ્ન: હનુમાનજીને ગુરુ તરીકે માનું છું, પણ મારો પ્રશ્ન છે કે તેઓનું ગુરુ મંત્ર શું હશે?

ઉત્તર: હનુમાનજીને ગુરુ માનવા સરસ બાબત છે, પણ ગુરુ એ વ્યક્તિ હોય છે જે તમારું માર્ગદર્શન આપી શકે અને શંકાઓ દૂર કરી શકે. જો તમારી માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ એવી છે કે તમે હનુમાનજીને સીધું માર્ગદર્શન માટે ગુરુ તરીકે પકડો, તો તે શ્રેષ્ઠ છે. જો તમારું માર્ગદર્શન કે શંકાઓ માટે જીવિત ગુરુની જરૂર હોય, તો તે તમારી માટે વધુ યોગ્ય છે. હનુમાનજીને ભક્તિપૂર્વક ગુરુ સ્વરૂપે માનવામાં કોઈ વાંધો નથી.

પ્રશ્નકર્તા: નિલમ જી
પ્રશ્ન: ત્રાટક માટે પ્રેક્ટિસ કરવા માંગુ છું, પણ ચશ્મા લગાવવાની જરૂર પડે છે. શું ત્રાટક કરતી વખતે ચશ્મા પહેરવું જોઈએ કે કાઢવું જોઈએ?

ઉત્તર: ત્રાટક કરવું હોય, તો તે સામાન્ય રીતે નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થાય છે, જે બે થી ત્રણ ફૂટની દૂરી પર હોય છે. જો તમારું વિઝન ચશ્મા વગર સ્પષ્ટ છે, તો કાઢી શકાય છે. જો ચશ્મા વગર દૃષ્ટિ સ્પષ્ટ ન હોય, તો ચશ્મા પહેરીને ત્રાટક કરી શકાય છે. ચશ્મા હોય કે ના હોય, ત્રાટક માટે તમારું ધ્યાન મુખ્ય છે.

પ્રશ્નકર્તા: મિની જી
પ્રશ્ન: શા માટે અનાદર સહન કરવું જોઈએ? જો કોઈ મર્યાદા પાર કરે, તો શું કરવું જોઈએ?

ઉત્તર: અનાદર સહન કરવું એ દૈવી ગુણ છે, પણ જો તે મર્યાદા પાર કરે, તો તેને અવગણવું શ્રેષ્ઠ ઉપાય છે. અવગણવું એ શ્રેષ્ઠ નીતિ છે, કારણ કે તે અનાદર કરનારને અટકાવી શકે છે. અનાદરનો વિરોધ કરવાથી ક્યારેક સંબંધોમાં કડવાશ આવી શકે છે. જો તમે ઇગ્નોર કરો, તો શાંતી રહે છે અને અનાદર કરનારનો હેતુ નિષ્ફળ થાય છે.

પ્રશ્નકર્તા: મંગળા જી
પ્રશ્ન: દીપાવલીના દિવસે કહે છે કે આરતી ન કરવી જોઈએ, કારણ કે તે માતા લક્ષ્મીને વિદાય આપવા જેવું છે. શું આ સાચું છે?

ઉત્તર: આ શ્રદ્ધા પર આધારિત અભિપ્રાય છે, પરંતુ શાસ્ત્રોમાં એવું કંઈ જ નથી લખ્યું. દીપાવલીના દિવસે આરતી કરવી એકદમ યોગ્ય છે. આરતી એ ભક્તિનો એક ભાગ છે અને તે માતા લક્ષ્મીને વિદાય આપવા જેવું નથી.

પ્રશ્નકર્તા: અશોક જી
પ્રશ્ન: શું તામસિક ગુણો આસુરી ગુણો છે અને દૈવી ગુણો સાત્વિક ગુણો છે?

ઉત્તર: સામાન્ય રીતે એ સાચું છે, પણ કેટલાક ગુણો બંનેમાં વર્ગીકૃત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, દાન એ સાત્વિક ગુણ છે, પણ જો તે અહંકાર અથવા અન્ય અમંગળ ભાવ સાથે કરવામાં આવે, તો તે તામસિક કે રાજસિક બની શકે છે. કૃત્યનું સ્વરૂપ મહત્વનું છે, પણ તે સાથે જોડાયેલા ભાવનાની અસર વધુ છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “દૈવાસુરસમ્પદ્વિભાગયોગ" નામનો સોળમો અધ્યાય પૂરો થયો. ॥૧૬॥