विवेचन सारांश
દૈવીય વિભૂતિની ઓળખ કણ-કણમાં પ્રભુનો વાસ
સુમધુર પ્રાર્થના, શ્રીહનુમાન ચાલીસા પાઠ, દીપ પ્રજવલન અને ઈશ્વર વંદનાની સાથે વિવેચનસત્રનો શુભારંભ થયો.
શ્રીભગવાનની અતિશય મંગલમય કૃપાથી આપણા સૌના એવા સદ્ભાગ્ય જાગૃત થયા કે આપણે આ માનવ જીવનને સાર્થક બનાવવા માટે, તેને પ્રમોત્કર્ષ સુધી પહોંચાડવા માટે અને આ માનવ જીવનને પરમોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માટે, શ્રીમદ્ભગવદ્ગીતાનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આગળ આવ્યા, આપણે શ્રીમદ્ભગવદ્ગીતાના ઉચ્ચારણ શીખવામાં, તેના અર્થ સમજવામાં, વિવેચન સાથે જોડાઈ તેના સૂત્રોને સમજવામાં અને તે સૂત્રોનો સદ્ઉપયોગ આપણા જીવનમાં કરવા માટે પ્રયાસરત છીએ. અહીં એ સમજવું પણ જરૂરી છે કે શ્રીમદ્ભગવદ્ગીતાને પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે તેમાં બતાવેલા સૂત્રોને થોડી-થોડી માત્રામાં આપણા જીવનમાં ઉતારવા પણ જરૂરી છે, આપણા બધા જ પ્રયાસ નિષ્ફળ થઈ જાય કે અપેક્ષિત ફળ પ્રદાન નથી કરતાં ત્યાં સુધી આપણે આપણા વ્યવહારમાં પરિવર્તિત ન કરી શકીએ, શ્રીભગવાને 15માં અધ્યાયમાં કહ્યું છે.

यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् |
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस: ||15.11||
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस: ||15.11||
અકૃતાત્માનો - જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નથી થતી ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી, આપણા જેવા સાધારણ મનુષ્ય ક્ષણિક પ્રયત્નને વધુ પુરુષાર્થ સમજીએ તો તે આપણી અજ્ઞાનતા દર્શાવે છે! આપણે આ સંસારિક જીવનના ભોગોમાં એટલા ઓતપ્રોત છીએ કે એક બે કલાક ગીતાજીના પાઠ કે ઈશ્વરનું સ્મરણ, માળા-જાપ કરીએ તો તેને ખૂબ મોટી ઉપલબ્ધિ માનવાની ભૂલ કરી બેસીએ છીએ, તેનાથી વિપરીત આપણા અંતઃકરણની શુદ્ધિ પર વધુ ધ્યાન આપીએ તો શ્રીમદ્ભગવદ્ગીતામાં પ્રાપ્ત અનમોલ વચનોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ તો આ શ્રેયકર છે. ઉદાહરણ માટે આપણે પ્રણ લઈએ કે કોઈપણ પરિસ્થિતિમાં અસત્યનું અવલંબન નહીં લઈએ, આ નિર્ણયના ખરાબ પરિણામોનો સામનો પણ કરવો પડી શકે છે. વ્યાપારમાં નુકસાન, સમાજમાં નિંદા વગેરે અડચણ આવી શકે છે, સદાચરણ જેવું કે સૌની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો, કોઈનું અહિત ન કરવું, પોતાના જીવનને બીજાના હિત માટે વ્યતિત કરવું વગેરે જીવનને નવા આયામ આપે છે.
વર્તમાન સમાજમાં આપણી માનસિકતા તેનાથી વિરોધમાં જઈ રહી છે, બધા મનમાં ભાવ રાખે છે કે બીજા લોકો સ્વાર્થ હેતુ આપણો ઉપયોગ કરી જાય છે, આપણે આ સ્થિતિમાં પોતાના દ્રષ્ટિકોણ બદલીએ અને સમજીએ કે શ્રીભગવાનની અતિશય કૃપાના કારણે જ આપણે તેના માટે સક્ષમ થયા છીએ કે અન્ય જીવને નિષ્કામ નિસ્વાર્થ ભાવથી સહાયતા કરી શકીએ, પર સેવાને વ્યવહારિક રૂપમાં ઢાળવું, તેનાથી થતા લાભ-હાનિ પર ધ્યાન કેન્દ્રિત રાખવું, તે હકીકત પ્રયોજનથી વિમુખ છે, આપણે સેવાનો લાભ-હાનિના માપદંડ આપવા લાગીએ તો તેના સ્વરૂપને ક્ષતિ પહોંચાડીએ છીએ, આપણા મનોભાવ એ હોવા જોઈએ કે આપણે અનેક જણની સહાયતા કરી શકીએ, અંતઃકરણની શુદ્ધિથી જ મનમાં એવા ઉત્તમ વિચાર ઉત્પન્ન થાય છે.
શ્રીભગવાને બારમાં અધ્યાયમાં કહ્યું છે,
सर्वभूतहिते रताः।।12.4।।
મારું જીવન સંસારના બધા પ્રાણીઓ માટે ઉપયોગી તથા કલ્યાણકારી હોય એવી ભાવના સદૈવ મનમાં વિદ્યમાન રહે એવી પ્રાર્થના કરવી જોઈએ, પોતાના પરિવારની સાથે-સાથે જે કોઈના સંપર્કમાં આપણે આવીએ બધા માટે કલ્યાણકારી સિદ્ધ થવું, ઝાડ-છોડ, પશુ-પક્ષી અને અન્ય જીવજંતુઓની સુરક્ષા માટે પ્રયાસ કરવો પણ આપણું કર્તવ્ય છે, આપણે સ્વચ્છતા, આત્મીયતાનું વાતાવરણ નિર્માણ કરવું, સમાજ પ્રત્યે આપણાં દાયિત્વનું પાલન કરવું, એવા સકારાત્મક વિચાર રાખવા, અત્યંત પુણ્ય વર્ધક છે. એવું કરવાથી જ ઈશ્વર કથીત "સર્વભૂતિહતે રતા:" ની ભાવનાને ચરિતાર્થ કરી શકીશું,
શ્રીમદ્ભગવદ્ગીતાને જીવનમાં ઉતારી પોતાની જીવન યાત્રા પાર કરતા અનેક વિષયો પર આપણી વિચારધારાને નવી દિશા પ્રદાન કરતા એ અનુભુતિ કરીશું કે ઈશ્વર કૃપાથી પ્રાપ્ત ધન, સમૃદ્ધિની પૂર્ણતા પણ બીજાના કલ્યાણ માટે જ છે.
દસમા અધ્યાયમાં શ્રીભગવાને વિભૂતિઓનું વર્ણન કર્યું છે જેને ગુઢતાથી સમજવું પડશે. દ્રષ્ટિના બે પ્રકાર છે - વ્યવહાર દ્રષ્ટિ અને તત્ત્વદ્રષ્ટિ
તત્વદર્શીને પણ વ્યવહાર દ્રષ્ટિ ગ્રહણ કરવી પડે છે, પરંતુ તત્ત્વદ્રષ્ટિ સૌને સુલભ નથી. શ્રીભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું છે કે,
માત્ર જ્ઞાની જણને જ તત્ત્વદ્રષ્ટિ પ્રાપ્ત છે.
ज्ञानिनस्तत्त्वदर्शिन: ||4.34||
આ તથ્યને ઉદાહરણથી સમજીએ, માની લો કે આપણી પાસે એક લોખંડનો થાળ અને એક લોખંડથી બનેલું વોશબેસિન છે, તત્ત્વદ્રષ્ટિથી આ બંને સમાન છે, કારણ કે એક જ ધાતુથી નિર્મિત છે, પરંતુ વ્યવહારીક દ્રષ્ટિથી બંનેની ઉપયોગીતા જુદી છે, આપણે કોઈ ફળ ધોવા છે તો તે વોશબેસિનમાં ધોઈ થાળીમાં આપીશું, આ વ્યવહારીક દ્રષ્ટિથી ઉચિત છે, આપણે સોનાના દાગીના ખરીદીએ તો તે સમયે વ્યવહારદ્રષ્ટિથી લઈએ છીએ તેના રૂપ રંગ તેનું ચયન કરે છે પરંતુ વેચાણ સમયે માત્ર તત્ત્વદ્રષ્ટિથી તેનું મૂલ્યાંકન કરીએ છીએ.
શ્રીભગવાન આ અધ્યાયમાં પોતાના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે ક્યાં ક્યાં તે પ્રમુખ રૂપમાં વિદ્યમાન છે, જેમ વાયુમાં ઓક્સિજન અને હાઈડ્રોજન બંને હોય છે, પરંતુ વ્યવહારની દ્રષ્ટિથી તે પાણીનું રૂપ નથી અને શ્વાસ લઈને આપણી તરસ શાંત નથી થતી, જ્યારે પાણી પણ તે બંને પદાર્થોથી નિર્મિત છે, અગ્નિની ઉત્પત્તિ બે પથ્થરોથી કે દીવાસળીના ઘર્ષણથી સંભવ છે, પથ્થર કે દીવાસળીમાં અગ્નિનો વાસ નથી પણ તેના માધ્યમથી અગ્નિ પ્રગટ થાય છે, તેમજ બધી નદીઓમાં શ્રીભગવાન છે પણ ગંગાજીમાં તે પ્રત્યક્ષ પ્રગટ છે, આ વિભૂતિ છે.
માનસ કે ઉત્તરકાંડમાં ભગવાન રામ અયોધ્યાવાસીઓને કહે છે, સંસારના બધા ભૂત, પ્રાણી મને અત્યંત પ્રિય છે, બધા મારાથી જ ઉત્પન્ન થાય છે.
सब मम प्रिय सब मम उपजाए
સુંદરકાંડમાં હનુમાનજીને ભગવાન રામ કહે છે,
तुम मम प्रिय भरतहि सम भाई
ભગવાન રામ અહીં ભરતને વિભૂતિનું અસ્તિત્વ પ્રદાન કરે છે, ભરતના પ્રતિ તેમને પ્રેમ વિશેષ છે એને પ્રગટ રૂપમાં ઉજાગર કરે છે.
આમ શ્રીભગવાન પોતાની અન્ય વિભૂતિઓનું વર્ણન આ અધ્યાયમાં કરે છે.

10.26
અશ્વત્થઃ(સ્) સર્વવૃક્ષાણાં(ન્), દેવર્ષીણાં(ઞ્) ચ નારદઃ।
ગન્ધર્વાણાં(ઞ્) ચિત્રરથઃ(સ્), સિદ્ધાનાં(ઙ્) કપિલો મુનિઃ॥૧૦.૨૬॥
વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદમુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સીદ્ધોમાં કપિલમુનિ છું.
10.26 writeup
ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં(વ્ઁ) વિદ્ધિ મામમૃતોદ્ભવમ્।
ઐરાવતં(ઙ્) ગજેન્દ્રાણાં(ન્), નરાણાં(ઞ્) ચ નરાધિપમ્॥૧૦.૨૭॥
અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ.
10.27 writeup
આયુધાનામહં(વ્ઁ) વજ્રં(ન્), ધેનૂનામસ્મિ કામધુક્।
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ(સ્), સર્પાણામસ્મિ વાસુકિઃ॥૧૦.૨૮॥
હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું.
आयुधानमाहं वज्रं - અસ્ત્ર તથા શસ્ત્ર આ બે આયુધ છે, અસ્ત્રનો પ્રયોગ દૂરથી પ્રહાર કરવા માટે છે અને શસ્ત્ર નજીકથી વાર કરવા માટે, ભાલા, બાણ અસ્ત્ર છે અને તલવાર ગદા શસ્ત્ર છે, જે હાથમાં લઈ લડવામાં આવે છે.
શ્રીભગવાન કહે છે કે આયુધોમાં તે વજ્ર છે, વજ્રની બે વિશેષતાઓ છે, એ મહર્ષિ દધીચિની અસ્થિઓથી બનેલું છે અને તેને દેવરાજ ઇન્દ્રે ધારણ કરેલું છે, મહર્ષિ દધીચિએ લોક કલ્યાણ માટે પોતાનું જીવિત શરીર દાન કર્યું અને તેમની મહાન કાયાથી આ મહાન વજ્રનું નિર્માણ થયું જેનાથી વૃતાસુરનો વધ થયો.
धेनुनामस्मि कामधुक - ગાયમાં શ્રીભગવાન કામધેનુમાં પ્રગટ છે, કામધેનુ ગાય બધી કામનાઓને પૂર્ણ કરે છે, કામધેનુની પુત્રી નંદીનીનું વર્ણન વિશ્વામિત્ર મુનિએ જે પૂર્વ જન્મમાં રાજા કૌશિક નામથી હતા તેમાં છે, આપણા વાઙગ્મયમાં આ કથા એક અદ્ભુત પ્રકરણ છે.
ખૂબ જ ધર્મશીલ ક્ષત્રિય રાજા કૌશિક યુદ્ધમાં વિજયી થઈ પોતાના રાજ્યની તરફ આગળ વધી રહ્યા હતા, રસ્તામાં વશિષ્ઠ મુનિનો આશ્રમ આવ્યો, મુનિને મહારાજે પ્રણામ કર્યા. રાજા તેમના આશ્રમમાં પધાર્યા, મુનિ શ્રેષ્ઠ તેમને ત્યાં વિશ્રામ કરવાનો આગ્રહ કરે છે, રાજા આ પ્રસ્તાવને માનવામાં સંકોચ કરે છે, કારણ કે તેમની સાથે લાખોની સંખ્યામાં સૈનિક હતા અને તે બધા યુદ્ધ પછી થાકેલા હતા. કેવી રીતે આશ્રમમાં તે બધાનું ભોજન અને વિશ્રામનો પ્રબંધ થઈ શકશે આ વિષય પર વિચાર કરી રહ્યા હતા, વશિષ્ઠ મુનિએ તેમને આશ્વસ્ત કરતા કહ્યું કે તે બધા સૈનિકોનું ભોજન અને વિશ્રામનું આયોજન કરી દેશે. રાજાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો, ત્યારે હસતાં બ્રહ્મ ઋષિના પ્રતાપનો આભાસ કરાવ્યો. તેમની એક દ્રષ્ટિ પડતા જ નંદીનીએ તરત જ તે બધા સૈનિકો માટે અતિ ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન તથા વિશ્રામનો પ્રબંધ કરાવી દીધો, આ બધું જોઈ રાજા કૌશિક અચંબિત થઈ ગયા! પોતાના ક્ષત્રિયત્વ પર તેમને ગર્વ હતો, પરંતુ વશિષ્ઠ ઋષિના પ્રતાપનું જ્યારે તેમને ભાન થયું તો તેમના મનમાં વાસના જાગૃત થઈ. હવે તે મુનિ શ્રેષ્ઠ પાસે આ ઈચ્છાપૂર્તિ ગાય પોતાના માટે ઈચ્છવા લાગ્યા, વશિષ્ઠ મુનિ રાજાને ચેતવે છે કે હવે લોભ ન કરે તેમની દયનીય અવસ્થા જોઈ મુનિએ તેમના પર કૃપા કરી અને તેના પ્રતિફળ રાજાનો લોભ અને વાસના નિંદનીય હતાં. રાજા પોતાના અહંકારને લીધે પોતાના ધર્મથી વિમુખ થઈ ગયા અને ઋષિ પર પોતાના બળનું પ્રદર્શન કરતાં ગાય પર પોતાનો અધિકાર કરવા લાગ્યા, બ્રાહ્મણ રાજાના આ વ્યવહારથી ક્રોધિત થઈ ગયા અને તેમને સચેત કરતા કહે છે કે બ્રાહ્મણના ધન પર કોઈ રાજાનો અધિકાર નથી હોતો, તે રાજનને આશ્રમથી તરત નીકળી જવાનો આદેશ આપે છે, રાજા કૌશિક ઋષિમુનિના તેજથી અજાણ હતો, મુનિ શ્રેષ્ઠની ચેતવણીની અવજ્ઞા કરી અને તે નંદીનીને બળપૂર્વક આશ્રમથી લઈ જવા લાગ્યા. જેવા તેમના સૈનિક ગાયની તરફ આગળ વધ્યા કે મુનિના એક સંકેતથી નંદીનીએ નાકથી જોરથી હોંકારો કર્યો અને તેના પગ હલાવ્યા અને એટલી બધી સેના પ્રગટ થઈ ગઈ અને રાજા કૌશિકની સમસ્ત સેનાનો વિધ્વંશ થઈ ગયો. રાજા પોતાનો પરાજય સહન ન કરી શકયા. એક ઋષિ દ્વારા હાર થવાથી હવે તે પોતાના ક્ષત્રિયત્વનો ત્યાગ કરી બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરવા લાગ્યા. હજારો વર્ષની તપસ્યાના ફળ સ્વરૂપ બ્રહ્માજી પાસે બ્રાહ્મણત્વની માંગ કરે છે, જેથી તે વશિષ્ઠ મુનિ જેટલો તેજસ્વી ઋષિ બની શકે, બ્રહ્માજી તેને સમજાવે છે કે આ તપસ્યાના ફળ સ્વરૂપ તેણે બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરી લીધું છે, પરંતુ બ્રાહ્મણથી ઋષિ, ઋષિથી મહર્ષિ, મહર્ષિથી બ્રહ્મઋષિની યાત્રા બાકી છે અને ત્યાં સુધી પહોંચવા માટે યથા માત્રામાં પુણ્ય સંચિત કરવું પડશે, રાજા ફરીથી તપસ્યામાં લીન થઈ જાય છે અને વધુ ઘોર તપસ્યા કરી તે ઉપરાંત પોતાના એક જન્મમાં જ વિશ્વામિત્ર ઋષિના નામથી બ્રહ્મર્ષિ થયા, આપણી કલ્પનામાં માત્ર બે જ બ્રહ્મર્ષિઓનું વર્ણન છે, વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર મુનિ.
અનન્તશ્ચાસ્મિ નાગાનાં(વ્ઁ) વરુણો યાદસામહમ્।
પિતૄણામર્યમા ચાસ્મિ, યમઃ(સ્) સંયમતામહમ્॥૧૦.૨૯॥
હું નાગોમાં શેષનાગ અને જળનો અધિપતિ વરુણદેવતા છું, તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું.
શેષનાગના અવતાર લક્ષ્મણજી, બલરામજી થયા છે અને તેમની તથા વરુણદેવની કથાથી બધા સાધક પરિચિત છે.
અહીં વધુ જાણવા યોગ્ય પિતૃઓના આરધ્યા અર્યમાની કથા છે. પિતૃલોકના ચાર મુખ્ય દેવતા છે. કાવ્યવાડનલ, અનલ, સોમ અને અર્યમા. જ્યારે આપણે આપણા પિતૃઓ માટે તર્પણ કરીએ છીએ, પિંડ આપીએ છીએ અથવા શ્રાદ્ધ કરીએ છીએ તો આપણે બ્રાહ્મણો, કાગડા કે ગાયને ભોજન અર્પણ કરીએ છીએ, તેનાથી નિમિત્ત જે આપણા પિતૃઓ સુધી તે ભોજન કેવી રીતે પહોંચાડે છે, એની જિજ્ઞાસા આપણા મનમાં રહે છે, અર્યમા દેવતાને શ્રીભગવાને એ કાર્યનો ભાર સોંપેલો છે, આપણા પિતૃઓ જે કોઈપણ યોનિમાં હોય આપણા દ્વારા અર્પિત દાન તેમના સુધી પહોંચાડવાનું વિશિષ્ટ કાર્ય અર્યમા દેવતા કરે છે. તે પશુ યોનિમાં છે, તો માંસના રૂપમાં તેમના સુધી પહોંચે છે, દેવતા યોનિમાં હશે તો હવિષ્યના રૂપમાં અને મનુષ્ય યોનિમાં ભોજનના રૂપમાં તેમના સુધી પહોંચશે, ચંદ્રમાના ઉર્ધ્વ ભાગમાં પિતૃલોક સ્થિત છે, મનુષ્ય લોકના 30 દિવસની તુલનામાં પિતૃઓને એક દિવસ હોય છે, અને આપણા છ માસ દેવતાઓનો એક દિવસ હોય છે.

પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં(ઙ્), કાલઃ(ખ્) કલયતામહમ્।
મૃગાણાં(ઞ્) ચ મૃગેન્દ્રોઽહં(વ્ઁ) વૈનતેયશ્ચ પક્ષિણામ્॥૧૦.૩૦॥
હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુંડ છું.
પ્રહલાદ દૈત્ય વંશમાં જન્મ લઈને પણ દેવભક્તિ પ્રાપ્ત કરે છે, તે શ્રીભગવાનની વિભૂતિ છે. જ્યોતિષ જ્યારે કાળ, નક્ષત્રની ગણના કરે છે ત્યારે ક્ષણ,વાર આદિ વગેરેનું અવલોકન કરે છે, આ બધામાં સમય શ્રીભગવાન સ્વયં છે, મૃગ શબ્દનો તાત્પર્ય માત્ર હરણ નથી, પરંતુ ચાર પગવાળા બધા પ્રાણીઓને મૃગ કહેવામાં આવે છે, મૃગના ઇન્દ્ર સિંહ છે, અને પક્ષીઓમાં ગરુડ, ગરુડની સૌથી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય છે, તે સૌથી ઊંચું ઉડી શકે છે અને પક્ષીઓમાં સૌથી શક્તિશાળી છે.
પવનઃ(ફ્) પવતામસ્મિ, રામઃ(શ્) શસ્ત્રભૃતામહમ્।
ઝષાણાં(મ્) મકરશ્ચાસ્મિ, સ્રોતસામસ્મિ જાહ્નવી॥૧૦.૩૧॥
હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓ માં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રીભાગીરથી ગંગાજી છું.
પવતામસ્મિ - જ્યારે આપણે કોઈ પાત્રને પાણીથી ધોઈએ છીએ તો માત્ર તેમાંથી એંઠાપણું નીકળે છે, પણ પાત્ર વાયુથી સુકાય ત્યારે જ પવિત્ર થાય છે, ભીના વાસણનો ઉપયોગ નિષેધ છે, જ્યાં સુધી તે વાયુથી કે કપડાંથી લૂછીને સુકાવવામાં ન આવે, જળ અથવા માટીથી શુદ્ધ થાય છે, વાયુથી પવિત્રતા આવે છે, તેમાં કેટલા વિધાન ઉલ્લેખિત છે, સોનાના પાત્રને જળથી ધોવાની આવશ્યકતા નથી, માત્ર વાયુ દ્વારા સૂકવવા માત્રથી તે પવિત્ર થઈ જાય છે, રજતનું પાત્ર જળથી ધોવાય અને વાયુથી સુકાઈ જવાથી તે પવિત્ર થઈ જાય છે. અન્ય ધાતુઓના પાત્ર માટી, રાખ કે સાબુથી માંજીએ અને ધોઇ નાખી અને સુકવવા દઈએ તે પછી ઉપયોગમાં લઈ શકાય છે.
રામ: શસ્ત્રભૃતામહમ - શસ્ત્ર ધારણમાં શ્રીભગવાન રામ છે, માત્ર શ્રીરામની પાસે જ એવું શસ્ત્ર છે જે વાર કર્યા પછી પાછું આવે છે.
ગંગાજીના ઉદ્ગમ સ્થળથી બંગાળની ખાડી સુધી ગંગાજીની લંબાઈ 2525 કિલોમીટર છે, ગંગોત્રીથી ઋષિકેશ સુધી ગંગાજી પહાડ પર છે અને તેમાં 14 સ્થાનો પર તે પ્રગટ થઈ જેને 14 પ્રયાગ કહેવાય છે, વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ, સોમપ્રયાગ વગેરે આ બધા પ્રયોગોમાં સ્નાન કરવાનું વિશેષ પુણ્ય છે, ગંગાજી જ્યારે મેદાનમાંથી નીકળી તો ત્રણ તીર્થ બન્યા હરિદ્વાર, પ્રયાગ અને ગંગા સાગર આ ત્રણ સ્થળ પર ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે.
14મી જાન્યુઆરી 2025 માં પ્રયાગરાજમાં મહાકુંભ પ્રારંભ થશે આ વિશ્વમાં સૌથી વિશાળ જનએકત્રિકરણ દિવસ છે, પરમ પૂજ્ય સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજે આજે પ્રાતઃ ઇન્ડિયા ટીવી પર સાક્ષાત્કારમાં એક વિશેષ પ્રસંગનું વિવરણ આપ્યું. કેટલાક વર્ષ પૂર્વ માનનીય મદનમોહન માલવીઆજીને એક અમેરિકન પત્રકારે કુંભમાં એકત્રિત જન માનસના વિશાળ સમૂહ જોઈ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરી અને તે પ્રબંધમાં પ્રશ્ન પૂછ્યો. તે પત્રકાર એ જાણવા માટે ઉત્સુક હતો કે આટલી અપાર સંખ્યામાં જનમાણસને એકત્રિત કરવા માટે કેવા પ્રકારનો પ્રચાર કરવામાં આવે છે! તેના ઉત્તરમાં મદન મોહનજીએ તેને તે દિવસના પંચાંગનો એક કાગળ એમના ખિસ્સામાંથી કાઢી બતાવ્યો. તે તિથિ સમક્ષ લિખિત મૌની અમાસની તરફ સંકેત કરી તેમણે કહ્યું કે માત્ર આ દિવસનું મહત્વ વાંચીને આટલી વિશાળ મેદની આ પુણ્યફળને પ્રાપ્ત કરવા અહીં એકત્રિત થઈ જાય છે. અહીં પરંપરા નવીન નથી પરંતુ હજારો વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવતી અમારી સંસ્કૃતિ છે. હરિદ્વાર પ્રયાગ અને ગંગા સાગરમાં ગંગા સ્નાનનું વિશેષ પુણ્ય છે.

સર્ગાણામાદિરન્તશ્ચ, મધ્યં(ઞ્) ચૈવાહમર્જુન।
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં(વ્ઁ) વાદઃ(ફ્) પ્રવદતામહમ્॥૧૦.૩૨॥
હે અર્જુન! સૃષ્ટિનો આદિ, અંત તથા મધ્ય પણ હું જ છું, હું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પરવાદ કરનારાઓનો તત્ત્વનિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું.
હું જ સૃષ્ટિનો આદિ, મધ્ય તથા અંત છું. શ્રીમદ્ભગવદ્ગીતાની
મૌલિકતાને જાણવા માટે બુદ્ધિને સૂક્ષ્મ કરી તેમાં છુપાયેલા ગુઢ રહસ્યને ઓળખવા પડશે, સૃષ્ટિના આદિ, મધ્ય તથા અંત કેવી રીતે થઈ શકે છે, જ્યારે શ્રીભગવાને સ્વયં કહ્યું છે,नान्तो न चादिर्न च संप्रतिष्ठा।15.3।।
જે સૃષ્ટિનો ન અંત છે, ન આદિ છે, તો મધ્ય કેવી રીતે થઈ શકે છે?
સંતોના કહેવા અનુસર પહેલો ભાવ તેમાં સૃષ્ટિના આકારનો છે.
એક પ્રસંગ હરિયાણાના ગામમાં જાટ લોકોનો છે, તેમનામાં વિવાદ છેડાઈ ગયો કે પૃથ્વીનો મધ્ય ક્યાં છે, એક પ્રધાન જાટ એમણે કહ્યું જે પૃથ્વીનો મધ્ય સ્પષ્ટ કરશે મારી શેરડી તેની! એક જાટે આ સાંભળી અને પોતાની લાકડી માટીમાં ખોસી લીધી અને કહ્યું આ જ છે પૃથ્વીનો મધ્ય. તેની પુષ્ટિ માટે પાઠશાળાના માસ્તરજીને બોલાવવામાં આવ્યા. ગામના સૌથી ભણેલા ગણેલા તો અધ્યાપકને જ સમજવામાં આવે છે! માસ્તરજી ને જયા રે પૂછવામાં આવ્યું કે કેવી રીતે જાણી શકાય કે આ જ પૃથ્વીનો મધ્ય છે તો માસ્તરજીએ થોડો વિચાર કર્યો અને કહ્યું કે પૃથ્વી ગોળ છે, એટલે પૃથ્વીનો મધ્ય તો માનવો જ પડે, જ્યાં પણ લાકડી ખોસીએ અને માની લઈએ કે આ મધ્ય છે તો તે જ મધ્ય બની જાય છે.
વિજ્ઞાન અને અધ્યાત્મનો સૃષ્ટિની વિસ્તૃતતા માટે એક જ મત છે. માનીએ કે સૃષ્ટિ અનંત છે, સૃષ્ટિના વિષયમાં વેદ પણ નેતી-નેતી કહે છે જેનો કોઈ અંત નથી. 93 અરબ પ્રકાશ વર્ષ સુધીની શોધ વૈજ્ઞાનિકોએ કરી લીધી છે, આપણે માની લઈએ કે 46 અરબ એક અને એક શેષ 46 બીજી અને એક વધુ આ પ્રકારે વ્યાસમાં 93 અરબને જાણી લીધું તો પૃથ્વી બ્રહ્માંડના મધ્યમાં સ્થિત છે.
બીજો ભાવ છે સૃષ્ટિને બનાવવી અને બગાડવી તેમાં ‘કાળનો ભાવ’ આપણા ગ્રંથમાં આદિશક્તિ દુર્ગાનું વર્ણન આવે છે, આદિશક્તિ એટલે સર્વ પ્રથમ શક્તિ એટલે કાળ સંબંધિત, આપણી કલ્પનામાં આ અવતાર ત્રેતા યુગમાં આવ્યો.
ત્રીજો ભાવ છે ઉત્પત્તિનો, સર્વપ્રથમ આ બ્રહ્માંડ ક્યારે બન્યું.
વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી સૃષ્ટિની ઉત્પત્તિ (big bang theory) બીગ બેંગ થિયરીથી થઈ, ભાગવતજીમાં જોઈએ તો કલ્પના અંતમાં પુનઃ રચના થઈ. મહાતત્ત્વ છે પંચતત્વ. પાંચ તત્વથી પંચ મહાભૂત વગેરે
શ્રીભગવાન અર્જુનને કહે છે કે બનવું અને બગડવું, આદિ મધ્ય અને અંત માત્ર સમજવાનો વિષય છે, લઘુરૂપમાં આદિ અને અંતની સ્પષ્ટતા રહે છે, વિસ્તૃત આકારમાં આ સંભવ જ નથી.
કોટી-કોટી બ્રહ્માંડ છે, કરોડો સૂર્ય પ્રતિદિન બને છે અને વિલુપ્ત થાય છે, દરેક ક્ષણ પ્રલય અને સૃજન નિરંતર ચાલતું રહે છે.
સામાન્ય રીતે આ તથ્યને સમજીયે તો એક કલમનો આદિ અને અંત તેની નિર્માણ, તિથિ અને શાહી સુકાઈ જાય એટલે તેની અંત્યેષ્ટિ માની શકાય, વ્યવહાર દ્રષ્ટિથી આપણને એ સમજાશે. ગૂઢતાથી સમજીએ તો પેનના ધાતુ તો સંસારમાં હંમેશા વિદ્યમાન હતા. ન કોઈ વસ્તુની ઉત્પત્તિ હોય કે ન સમાપ્તિ હોય, માત્ર તેનું રૂપ પરિવર્તન થતું રહે છે, પાર્થિવ શરીર બળી જવાથી નષ્ટ નથી થતું, તેનું પંચતત્વ સૃષ્ટિના પંચતત્વોમાં વિલીન થઈ જાય છે. પ્રાણીઓના જન્મ મરણનો પ્રભાવ પૃથ્વીના ભારને પરિવર્તિત નથી કરતા.
એક તેજસ્વી બાળક સમુદ્ર કિનારે ઉભો હતો અને એક પાત્રમાં સમગ્ર સમુદ્રને સમાવી દેવાનો ઉપાય વિચારી રહ્યો હતો! તેણે શાસ્ત્રોમાં એ વાંચ્યું હતું અને સ્વયંમ આ પ્રમાણ જોવા માંગતો હતો. એક સંત મહાત્મા ત્યાંથી જઈ રહ્યા હતા. બાળકની સહાયતા માટે તેની નજીક ગયા, તેની દુવિધાને સમજ્યા, અને તેને કહ્યું કે સમુદ્રને પાત્રમાં ભરી દઈએ પણ પછી પાત્રને ખાલી નહીં કરી શકાય, પાત્ર પાછું નહીં મળે. આ સાંભળી તે બાળક ખૂબ પ્રસન્ન થઈ ગયો અને સંતને વિનંતી કરી કે પાત્રની આવશ્યકતા નથી, માત્ર મારા મનમાં જે ગાંઠ પડી છે તે ખોલી આપો, સંતે પાત્રને તીવ્રતાથી ફેરવી દૂર ઉછાળી દીધું, પાત્ર સમુદ્રના તળિયે પહોંચી ગયું અને સમસ્ત સાગર તેમાં સમાહિત થઈ ગયો અને એવા દર્શન થયા. આ ભાવ ઈશ્વરને સમજવા માટે અનિવાર્ય છે, આપણે આપણી સીમિત બુદ્ધિથી ઈશ્વરને સમજવા માંગીએ તો શું આ સંભવ છે? બુદ્ધિનો વિલય સમુદ્રમાં કરવો પડે છે.
जानत तुम्हहि तुम्हइ होइ जाई।
બુદ્ધિથી પરમાત્માને જાણી નથી શકાતા અને એકવાર પરમાત્માને જાણી લઈએ તો પાત્ર સ્વયંમ વિલુપ્ત થઈ જાય છે, પાત્ર સમુદ્રમાં જ્યાં સુધી ડૂબે નહીં તેને પોતાની અંદર સમાહિત નથી કરી શકાતું, આપણે સામાન્ય બુદ્ધિથી કામ કરીએ છીએ, અનંતને સમજવાની ચેષ્ટા નથી કરતા, જન્મ મરણના વ્યૂહમાં જકડાઈ રહીએ છીએ, આપણે આકાશગંગાઓની ચર્ચા કરીએ છીએ, પણ અનંત આકાશગંગાઓની કલ્પના પણ નથી કરી શકતા, અનંતને સમજવાની ક્ષમતા માનવ બુદ્ધિમાં નથી.
તત્ત્વજ્ઞાની મહાત્મા પોતાની બુદ્ધિને તેમાં વિલય કરી તેને તત્ત્વદ્રષ્ટિથી સમજી લે છે.
ભીષ્મ પિતામહ બાણશૈયા પર સુતા હતા અને શ્રીકૃષ્ણને પોતાના વિવાહ માટે આગ્રહ કરે છે, તેમના આ વ્યવહારથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા, સંપૂર્ણ બ્રહ્મચર્ય જીવનનું નિર્વાહ કરી અંત સમય ભીષ્મપિતામહની આ અનોખી માંગ કોઈને સમજાતી નથી, કેશવ ત્યાં હસતાં ઉભા હતા, તે પિતામહને વિવાહનું રહસ્ય પ્રગટ કરવા માટે કહે છે, ત્યારે પિતામહ કહે છે કે પોતાની બુદ્ધિનો વિવાહ તમારી સાથે કરવા માંગુ છું, તમે મારી બુદ્ધિ હરી લો, જેથી હું તમને જાણી શકું. તમારું હજાર નામથી સ્મરણ કરું કે લાખ નામથી તમારી સ્તુતિ કરું પણ હું તમને નથી જાણી શક્યો, તમને જાણવા માટે સ્વયંમને ખોઈ દેવું જરૂરી છે.
जानत तुम्हहि तुम्हइ होइ जाई।
एको अहम् द्वितीयो नास्ति
એકત્ત્વ ત્યારે આવશે, જ્યારે હું વિલીન થઈ જઉ, બુદ્ધિના ખેલથી તત્વજ્ઞાન ક્યાં પ્રાપ્ત થઈ શકે છે? તે અસંભવ છે.
બુદ્ધિની વાટકીને ઈશ્વરમાં ફેંકી દો, જેમ ધાતુની વાટકીને સમુદ્રમાં ફેંકી હતી, પછી માત્ર ઈશ્વર વધશે બીજું કોઈ નહીં.
આપણે આપણી બુદ્ધિને ઈશ્વરમાં સ્થિત કરી શકીએ છીએ, ઈશ્વરને બુદ્ધિમાં નહીં!
વાદ: પ્રવદતામહમ -સંવાદ ચાર પ્રકારના હોય છે.
1. જલ્પ - પોતાનું મંડન બીજાનું ખંડન
सुनि सुर बचन काल वत्स जाना
बिहसि वचन कर कृपा निधाना
सत्य सत्य सब तव प्रभुताई।
जल्पसि जनि देखाउ मनुसाई ॥
શ્રીરામે રાવણને કહ્યું કે તું જલ્પ કરે છે, માત્ર પોતાના જ ગુણગાન કરી રહ્યો છે.
2. વિતંડા - બીજાના ખંડન પર પોતાના મંડન માટે કંઈ નહીં, જેમ વિપક્ષની રાજનીતિ સિત્તેર વર્ષના શાસન ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની ઉપલબ્ધિઓની સૂચિ નામ માત્ર છે, પરંતુ વર્તમાન પ્રધાનમંત્રી મોદીજીના વિરોધમાં કોઈ અવસર નથી ત્યાગતા.
3. વાદ - બંને પક્ષ પોતાનો તર્ક મૂકે જેનો તર્કનો વિજય થાય તે માનવામાં આવે, આ વાતમાં ઈશ્વરનો વાસ છે.
4. વિવાદ - પહેલાથી જે નિશ્ચિત છે કે બીજાનો પક્ષ અસ્વીકાર્ય છે, હું સાચો છું માત્ર એટલું માન્ય છે.
અક્ષરાણામકારોઽસ્મિ, દ્વન્દ્વઃ(સ્) સામાસિકસ્ય ચ।
અહમેવાક્ષયઃ(ખ્) કાલો, ધાતાહં(વ્ઁ) વિશ્વતોમુખઃ॥૧૦.૩૩॥
અક્ષરોમાં અકાર છું અને સમાસમાં દ્વન્દ્વ નામનો સમાસ છું, અક્ષયકાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ-પોષણ કરનાર પણ હું જ છું.
અક્ષરોમાં ઓમકારમાં શ્રીભગવાન છે, જ્યારે વાણી ન હતી, લિપિ ન હતી ત્યારે પણ ઓમકાર હતો, શિવજીના ડમરુથી બધા વર્ણ બન્યા. ક, ખ, ગ વગેરે નીકળ્યા, ઓમકાર આ સૌથી પહેલા પણ હતો અને પછી પણ રહેશે.
દ્વંદ્વ સમાસમાં ઈશ્વર છે, સમાસ ચાર પ્રકારના હોય છે.
1.અવ્યયી ભાવ સમાસ જેમાં પ્રથમ પદ પ્રધાન હોય છે, બીજાનું મહત્વ ન હોય યથાશક્તિ, પ્રતિક્ષણ, બેશર્મ
2. તત્પુરુષ સમાસ - જેમાં દ્વિતીય પદ પ્રધાન હોય છે, અકાળપીડિત, આરામ ખુરશી
૩. બહુબ્રીહિ સમાસ - તેમાં બંને પદોની પ્રધાનતા નથી હોતી, તે કોઈ અન્યને ધ્યોતક હોય છે,
દશાનન - દસ આનન છે જેના એટલે રાવણ
દિગંબર - જે વસ્ત્ર ન ધારણ કરે જૈન મુનિ 3.ધનંજય - અર્જુન
4. દ્વંદ્વ સમાસ - તેમાં બંને પદ પ્રધાન હોય છે, સુખ-દુઃખ, રાજા-રંક, અન્ન-જળ
શ્રીભગવાને શ્રીમદ્ભગવદ્ગીતામાં દ્વંદ્વાતીત થવાનું કહ્યું છે.
શ્રીભગવાન કહે છે કે કાળ હું છું, મૃત્યુ હું છું, મૃત્યુનું ઉલ્લંઘન કોઈ નથી કરી શકતું, લાખો વર્ષ તપસ્યા પછી પણ કાળ નિશ્ચિત છે, કરોડોની ધન રાશિ પણ મૃત્યુ ટાળી નથી શકતી.
आया है सो जाएगा, राजा रंक फकीर
વિશ્વતોમુખ: ધાતા - સૌનું પાલન પોષણ કરનારો પણ ઈશ્વર જ છે, મૂળમાં શ્રીભગવાન સ્વયં છે, જે વૃક્ષને સિંચ્યુ નથી, જે માછલીને દાણા નથી, જે બાળકોના માતા પિતા નથી સૌનો ધાતા તે છે.

મૃત્યુઃ(સ્) સર્વહરશ્ચાહમ્, ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ્।
કીર્તિઃ(શ્) શ્રીર્વાક્ચ નારીણાં(મ્), સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા॥૧૦.૩૪॥
હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું; તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું.
GOD - Generator, Operator, Destroyer
શ્રીભગવાન કહે છે ઉત્પત્તિનું કારણ હું છું અને સૌને નષ્ટ કરનારો પણ હું જ છું.
દેવતાઓની સાત સ્ત્રીઓના નામ શ્રીભગવાને કહ્યા.
રાજા દક્ષની પુત્રીઓ છે - સ્મૃતિ, મેઘા, ક્ષમા, ધૃતિ, કીર્તિ
બ્રહ્માજીની પુત્રી વાક છે - સરસ્વતી
ભૃગુની પુત્રી છે - શ્રી
શ્રીનો અર્થ લક્ષ્મી સાથે જોડાયેલો છે અને ઐશ્વર્યનું પ્રતિક છે, એટલે આપણા ત્યાં નામોની આગળ શ્રીનો પ્રયોગ થાય છે શ્રીમાન, શ્રીમતી
ચાર અંતઃ ગુણ છે - સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા
અને ત્રણ બાહ્ય ગુણ છે શ્રી, કીર્તિ અને વાણી
શ્રીભગવાને કહ્યું આ સાત દેવતાઓની સ્ત્રીઓ પણ હું જ છું.

બૃહત્સામ તથા સામ્નાં(ઙ્), ગાયત્રી છન્દસામહમ્।
માસાનાં(મ્) માર્ગશીર્ષોઽહમ્, ઋતૂનાં(ઙ્) કુસુમાકરઃ॥૧૦.૩૫॥
તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત્ નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું; તથા મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંત હું છું.
સવિતા દેવીની સ્તુતિમાં ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે, અને આ વિશ્વામિત્ર મુનિની દેન છે, આ સંસારમાં વિશ્વામિત્ર મુનિએ આ મંત્રને સિદ્ધ એટલે પ્રગટ કર્યો હતો, મહાભારત કાળમાં માર્ગશીર્ષ માસમાં નવા વર્ષનો આરંભ થાય છે, અને એ માસમાં શ્રીભગવાનના મુખારવિંદથી શ્રીમદ્ભગવદ્ગીતા પ્રસ્ફૂટિત થઈ.
દ્યૂતં(ઞ્) છલયતામસ્મિ, તેજસ્તેજસ્વિનામહમ્।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ, સત્ત્વં(મ્) સત્ત્વવતામહમ્॥૧૦.૩૬॥
છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું; હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્ત્વિક માણસોનો સાત્ત્વિક ભાવ છું.
શ્રીભગવાને નકારાત્મક કે ત્યાજ્ય વિષયોનું પણ વર્ણન કર્યું, કારણકે શેતાનની ઉત્પત્તિ પણ અહીંથી જ છે, શ્રીભગવાનને તમોગુણનું પ્રાગટ્ય જુગારમાં દેખાય છે, જુગાર રમવો તમોગુણનું પ્રચંડ પ્રતીક છે, આત્મહત્યા કરનારામાં જુગાર રમનારાઓની સંખ્યા સૌથી વધુ હોય છે, શ્રીભગવાન તેજસ્વીઓના તેજમાં જીતનારાઓના વિજયમાં અને સાત્ત્વિક મનુષ્યના સાત્ત્વિક ભાવમાં વિદ્યમાન છે.
વૃષ્ણીનાં(વ્ઁ) વાસુદેવોઽસ્મિ, પાણ્ડવાનાં(ન્) ધનઞ્જયઃ।
મુનીનામપ્યહં(વ્ઁ) વ્યાસઃ(ખ્), કવીનામુશના કવિઃ॥૧૦.૩૭॥
વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું.
શ્રીભગવાન કહે છે વૃષ્ણિ વંશિઓમાં તે સ્વયં વિભૂતિ અને પાંડવોમાં અર્જુન વિભૂતિ છે, મુનિયોમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય તે જ છે.
સંસ્કૃત ભાષામાં કવિથી તાત્પર્ય કવિતા લખનારા નહીં, પરંતુ ત્રિકાળજ્ઞાનથી છે, ભૂત, વર્તમાન, ભવિષ્યના જ્ઞાતા ત્રિકાળજ્ઞ, વેદ્વિદ શાસ્ત્રજ્ઞને કવિ કહેવાય છે.
સંસ્કૃત ભાષામાં કવિથી તાત્પર્ય કવિતા લખનારા નહીં, પરંતુ ત્રિકાળજ્ઞાનથી છે, ભૂત, વર્તમાન, ભવિષ્યના જ્ઞાતા ત્રિકાળજ્ઞ, વેદ્વિદ શાસ્ત્રજ્ઞને કવિ કહેવાય છે.
દણ્ડો દમયતામસ્મિ, નીતિરસ્મિ જિગીષતામ્।
મૌનં(ઞ્) ચૈવાસ્મિ ગુહ્યાનાં(ઞ્), જ્ઞાનં(ઞ્) જ્ઞાનવતામહમ્॥૧૦.૩૮॥
હું દમન કરનારાઓનો દંડ અર્થાત્ દમન કરનારીશક્તિ છું, વિજય ઇચ્છનારાઓની નીતિ છું, ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાની જનોને તત્ત્વજ્ઞાન હું જ છું.
શ્રીભગવાને કોઈ વાત ગુપ્ત રાખવા માટે મૌન ધારણ કરવાનું કહ્યું છે, પરંતુ આપણે એક નવો ઢંગ શોધી લીધો છે, કોઈને કહી દેવું અને તેને આગ્રહ કરીશું કે તે આગળ કોઈને ન કહે, અને જ્યારે વાત છુપી નથી રહેતી તો આપણે વિશ્વાસઘાતનો આરોપ તેના પર મૂકીએ છીએ, સ્વયંમ જ રહસ્ય છુપાવી નથી શકતા તો પછી બીજાની પાસે આ અપેક્ષા કેમ?
યચ્ચાપિ સર્વભૂતાનાં(મ્), બીજં(ન્) તદહમર્જુન।
ન તદસ્તિ વિના યત્સ્યાન્, મયા ભૂતં(ઞ્) ચરાચરમ્॥૧૦.૩૯॥
અને હૈ અર્જુન! જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે, એ પણ હું જ છું; કેમકે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી, જે મારા વિનાનું હોય.
10.39 writeup
નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં(વ્ઁ) વિભૂતીનાં(મ્) પરન્તપ।
એષ તૂદ્દેશતઃ(ફ્) પ્રોક્તો, વિભૂતેર્વિસ્તરો મયા॥૧૦.૪૦॥
હે પરંતપ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી ; મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એકદેશરૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે.
વીસમાં શ્લોકથી અડતાલીસમાં શ્લોક સુધી શ્રીભગવાને 82 વિભૂતિઓ કહી છે પણ એ નામ માત્ર છે, કારણ કે શ્રીભગવાનની વિભૂતિઓનો અંત જ નથી, મહાભારતના 1,00,000 એકલાખ શ્લોક પણ વર્ણન કરવા માટે ઓછા પડી જશે, માત્ર ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે અને સમજાવા માટે સંક્ષેપમાં કેટલાક વિષય કહ્યા છે જે સાંસારીક વિષયોનું તમને જ્ઞાન છે, માત્ર તે જ વિભૂતિઓનું વર્ણન કર્યું છે, કોટી-કોટી બ્રહ્માંડોમાં કેટકેટલા બ્રહ્માજી અને કેટલા દેવ તત્ત્વ હશે જેનું આપણને રતીભર જ્ઞાન નથી.
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં(મ્), શ્રીમદૂર્જિતમેવ વા।
તત્તદેવાવગચ્છ ત્વં(મ્), મમ તેજોંઽશસમ્ભવમ્॥૧૦.૪૧॥
જે-જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્યસંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે, એને-એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ.
જે પણ શક્તિયુક્ત, કાંતિયુક્ત અને ઐશ્વર્યયુક્ત દેખાય તે મારા તેજના પ્રભાવથી છે, જેણે મારા સત્ત્વને જેટલું ધારણ કર્યું તેને શક્તિ, કાંતિ અને ઐશ્વર્યની વૃદ્ધિ થઈ, શ્રીભગવાન સત્ત્વનું પ્રતીક છે અને જેણે પોતાના જીવનમાં સત્ત્વની વૃદ્ધિ કરી હશે તે અધિક શક્તિવાન, અધિક કાંતિવાન અને ઐશ્વર્યવાન થતા જશે.
અથવા બહુનૈતેન, કિં(ઞ્) જ્ઞાતેન તવાર્જુન।
વિષ્ટભ્યાહમિદં(ઙ્) કૃત્સ્નમ્, એકાંશેન સ્થિતો જગત્॥૧૦.૪૨॥
અથવા હે અર્જુન! આ વધારે જાણીને તારે શું કરવું છે? સારરૂપે સમજી લે કે હું આ આખાય બ્રહ્માંડને પોતાની યોગ-શક્તિના એક અંશમાત્રથી ધારણ કરીને સ્થિત છું.
દાગીના જોઈએ તો સોના પર ધ્યાન ટકેલું રહે આ તત્ત્વદ્રષ્ટિ છે, શ્રીભગવાન અર્જુનને કહે છે કે તું મને શું જાણી શકીશ, એટલું વિસ્તૃત બ્રહ્માંડ પણ મારા અંશ માત્ર છે, શેષ તો તારી કલ્પનાથી પણ વધુ છે.
93 અરબ (billion) light years સુધીની શોધ વૈજ્ઞાનિકોએ કરી છે. humble’s telescopeથી કેટલાય ચિત્ર પ્રાપ્ત થઈ ગયા, તે પણ મારા તેજનો નાનકડો અંશ છે, વિભૂતિ બતાવવાનો પ્રયોજન શ્રીભગવાને માત્ર વ્યવહાર દ્રષ્ટિથી કર્યું, તત્ત્વદ્રષ્ટિમાં તેમનુ કોઈ મહત્વ નથી.
આજનો અધ્યાય અહીં સમાપ્ત થયો અને પ્રશ્નોત્તરી સત્ર શરૂ થયું.
પ્રશ્નોત્તરી
સવાલ : ૧. પદ્મિનીદીદી
તમે કહો છો કે કમરી બુદ્ધિ ભગવાન માં વિલીન કરો પણ એવું કરતી વખતે મનમાં અનેક પ્રશ્નો આવે છે, તર્કો આવે છે તો શું કરવું?
જવાબ :
એ અધ્યાત્મ બુદ્ધિ નહીં પણ બાળકબુદ્ધિ કહેવાય! મનમાં પ્રશ્નો ઉઠે એનો અર્થ એક પાત્રમાં સમુદ્ર ભરવા જેવો છે. બુદ્ધિને ઈશ્વરને અર્પણ કરો. પરમાત્મા મારાથી જુદો નથી એ જ્યારે સમજાશે ક્યારે મનમાં પ્રશ્નો નહીં ઉત્પન્ન થાય. રસગુલ્લા ખાધા વગર એનો સ્વાદ ન સમજાય એ રીતે પરમાત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પરમાત્માને સમજી ન શકીએ.
સવાલ : ૨ હનુમાન પ્રસાદભૈયા

કૃપા કરીને ફરી એકવાર સમજાવો કે તમે જે બત્રીસમો શ્લોકનો ઉલ્લેખ કર્યો છે, તેમાં બ્રહ્માંડના વિસ્તરણ વિશે શ્રી ભગવાન શું કહે છે?
જવાબ: બત્રીસમો શ્લોક છે:
सर्गाणामादिरन्तश्च, मध्यं(ञ्) चैवाहमर्जुन।
अध्यात्मविद्या विद्यानां(व्ँ) वादः(फ्) प्रवदतामहम्॥१०.३२॥
શ્રી ભગવાન કહે છે કે હું સૃષ્ટિનો આરંભ, મધ્ય અને અંત છું, પણ જ્યારે આપણે માનીએ છીએ કે સૃષ્ટિ અનંત છે ત્યારે આપણા મનમાં વિચાર આવે કે તેનો આરંભ અને અંત કેવી રીતે હોઈ શકે?
એ સાચું છે કે બ્રહ્માંડ બહુ મોટું છે. તેમ છતાં, ભગવાન બ્રહ્માંડની શરૂઆત અને અંત છે. આને સમજાવવા માટે, ચર્ચા સમયે તમામ બાબતો કહેવામાં આવી છે. બ્રહ્માંડનું સર્જન અને વિનાશ દરેક ક્ષણે થઈ રહ્યો છે. કરોડો અને કરોડો બ્રહ્માંડોનું સર્જન થઈ રહ્યું છે અને કરોડો અને કરોડોનો નાશ થઈ રહ્યો છે. તે એક સતત પ્રક્રિયા છે. It is a constant process happening around.તે આજુબાજુ થતી સતત પ્રક્રિયા છે. આપણે જે બ્રહ્માંડમાં છીએ તેની પણ ચોક્કસ વય છે. થોડા સમય પછી આ પણ ખતમ થઈ જશે.
પ્રશ્નકર્તા- બજરંગ ભૈયા
પ્રશ્ન - મનમાં રહેલો ભય, ચિંતા અને બેચેની કેવી રીતે દૂર કરવી?
જવાબ - શ્રી ભગવાનનો જેટલો આશ્રય વધશે તેટલો ભય અને ગભરાટ દૂર થશે. ભગવાન શિવનો આશ્રય લેવાથી અજ્ઞાત ભય દૂર થાય છે. યોગક્ષેમમ એ આપણા મનમાં ભય અને ગભરાટનું વિશેષ કારણ છે. મારી પાસે જે નથી, તે મને મળવું જોઈએ અને મારી પાસે જે છે તે કદાચ જતું નથી. આનું મુખ્ય કારણ એ છે કે આપણે માની લીધું છે કે આપણી પાસે જે કંઈ છે તે મારું જ છે, જ્યારે આ જગતમાં કંઈ પણ કાયમી નથી. કશું કાયમ માટે રહેવાનું નથી. જ્યારે હું કાયમ રહેવાનો નથી ત્યારે મારે બીજી કોઈ ચિંતા ન કરવી જોઈએ. મારી પાસે આ બધું કાયમ રહેશે એવું વિચારવું ખૂબ જ અવ્યવહારુ છે. જેટલી ભગવાનની ભક્તિ વધશે એટલી આ લાગણી દૂર થશે. કોઈ પણ વસ્તુ મારી સાથે આવે અને જાય કે રહી જાય તેનાથી મને કોઈ ફરક નહીં પડે.
રામે જે આયોજન કર્યું હતું તે જ થયું છે.
જ્યારે આ વાત મનમાં સ્થિર થઈ જશે, તો કંઈપણ ગુમાવવાનો ડર રહેશે નહીં અને મનમાંથી ડર, ચિંતા અને બેચેની દૂર થઈ જશે. ન તો પૈસા ગુમાવવાથી, ન વ્યક્તિ ગુમાવવાથી, ન હોદ્દા ગુમાવવાથી, ન ખ્યાતિ ગુમાવવાથી. જ્યારે ડર નહીં હોય ત્યારે મન શાંત થઈ જશે.
હું અત્યારે સુખમાં જીવી રહ્યો છું એ બધું વિચારીને, આ લાગણી મારાથી દૂર ન થવી જોઈએ, આ લાગણી દૂર કરવી પડશે.
કોઈ કે કંઈક મને મળે કે મારાથી દૂર જાય તો પણ મારી મજા તો એવી જ રહેવાની છે. જ્યારે તમે તમારા મનને આ રીતે બનાવશો તો પછી કોઈ ગભરાટ નહીં રહે. ભગવાનમાં તમારી શ્રદ્ધા જેટલી વધુ મજબૂત થશે, તેટલા તમે ફરીથી ખુશ થશો.
જેટલો તમે દુનિયાનો આશ્રય લેશો, તેટલો તમારો ભય વધશે. તમે જેટલું પ્રભુનું શરણ લેશો, તેટલો બધો ભય અને ચિંતા દૂર થશે.
તેનો પુરાવો એ છે કે જો જીવનમાં ચિંતાઓ ઓછી થતી હોય તો તેનો અર્થ એ છે કે શ્રી ભગવાનનો આશ્રય વધ્યો છે. સમજો કે તમને જેટલી ચિંતાઓ થાય એટલી ઓછી તમે પ્રભુનો આશ્રય લઈ રહ્યા છો.
જો તમે શ્રી ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા ધરાવો છો, તો તમને ભય, ગભરાટ અને બેચેનીમાંથી આપોઆપ મુક્તિ મળી જશે.
પ્રશ્નકર્તા- બજરંગ ભૈયા
પ્રશ્ન - ભગવાન શ્રીએ અર્જુનને જગત સ્વરૂપના દર્શન પણ કરાવ્યા હતા. ભગવાન શ્રીને બધા પાંડવો ખૂબ પ્રિય હતા, છતાં પાંડવોને જ સ્વર્ગ મળ્યું, તેમને મોક્ષ કેમ ન મળ્યો?
જવાબ - શ્રી ભગવાને કહ્યું છે -
"यतन्तो योगिनश्चैनं(म्), पश्यन्त्यात्मन्यवस्थितम्।
यतन्तोઽप्यकृतात्मानो, नैनं(म्) पश्यन्त्यचेतसः॥१५.११॥”
આટલું બધું જ્ઞાન હું તમને બતાવીશ તો પણ કંઈ થશે નહીં. આ અંતઃકરણને શ્રેષ્ઠ સ્તરે લઈ જઈને શુદ્ધ કરવું પડશે. અર્જુનની ઈચ્છાઓ હજુ પૂરી થઈ નથી. જ્યાં સુધી હૃદયમાં ઈચ્છાઓ છે ત્યાં સુધી ઈશ્વર હૃદયમાં આવતો નથી. શ્રી ભગવાન સાથે મિત્રતા થઈ ગઈ હોય તો પણ નહિ. મોક્ષ માટે અલગથી પ્રયત્નો કરવા પડશે. કોઈપણ વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષ મેળવવો મુશ્કેલ છે.
પ્રશ્નકર્તા- રોહિણી દીદી
પ્રશ્ન: આપણે બધા જાણીએ છીએ કે આપણે સત્ય બોલવું જોઈએ, પરંતુ જો કોઈ પણ પરિસ્થિતિમાં જૂઠું બોલવું પડે તો શું કરવું જોઈએ?
જવાબ - જૂઠું બોલવામાં હંમેશા ખામી હોય છે.
યુધિષ્ઠિર મહારાજ કોઈ કારણસર જૂઠ બોલ્યા, છતાં તેમને નરકમાં જવું પડ્યું. યુધિષ્ઠિર મહારાજ પાસે મોટું કારણ હતું. તેણે ધાર્મિક યુદ્ધ જીતવું હતું અને દ્રોણાચાર્યની હત્યા કરવી હતી. તેણે કહ્યું-
अश्वत्थामा हतो नरो वा कुंजरो' का मतलब है, 'अश्वत्थामा मारा गया, लेकिन हाथी'।
આ વાક્ય ધર્મરાજા યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યને કહ્યું હતું. તેણે સાચું કહ્યું પણ અડધું સત્ય છુપાવ્યું. તેનો ઈરાદો સાચો નહોતો. તેણે કુંજરો શબ્દ ખૂબ ધીમેથી કહ્યો અને તેથી જ તેણે નરક જોવું પડ્યું. જ્યાં સત્ય બોલવાથી પીડા અથવા અસ્વસ્થતા થાય છે, ત્યાં વ્યક્તિએ મૌન રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા- લતા દીદી
પ્રશ્ન- અમારો કાન્હાજી માટે અતૂટ પ્રેમ છે, છતાં પણ મનમાં અશુદ્ધ વિચારો આવે છે, એવું શા માટે?
ઉત્તર : આપણા અનેક જન્મોના સંસ્કારોને કારણે આવું થાય છે. તે ફક્ત તમારી સાથે જ થતું નથી
આના બે કારણો છે - આપણા પૂર્વજન્મના સંસ્કારો અને આપણી વર્તમાન ઈચ્છાઓ અને ઈચ્છાઓ. આ બંને પર વિજય મેળવવો પડશે. આવા વિચારો મનમાં આવે ત્યારે ગુસ્સો આવે એ સારી વાત છે.
આવી સ્થિતિમાં મન વિચલિત થઈ જાય તો સારું. તો એનું કારણ શોધવું જોઈએ કે મારી વાસના અને ઈચ્છાઓ ક્યાં હતી? મારો ગુસ્સો અને દ્વેષ ક્યાં હતો? જેના કારણે મારા મનમાં આવો વિચાર આવ્યો.
એ વાસના, ઈચ્છા અને અપરાધ પર વિજય મેળવવો પડશે. જો આ જીતી લેવામાં આવે તો આ ખરાબ લાગણીઓને હૃદયમાંથી દૂર કરી શકાય છે. આ પ્રકારની સમસ્યા મહાન સંતોના જીવનમાં પણ જોવા મળે છે. તેઓ ભગવાન શ્રી ભગવાન સમક્ષ રડે છે કે આ દોષ આપણા મનમાં કેમ રહી ગયો છે. આ પૂર્વજન્મના સંસ્કારો છે. આ દૂર કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. ભગવાનની સામે રડવાથી મન સાફ થાય છે.
પ્રશ્નકર્તા- રાજપાલ ભૈયા
પ્રશ્ન: મારા કુટુંબમાં દાદાના ભાઈના પૌત્રનું અવસાન થયું છે. શું મને સુતક લાગે છે? શું મારે આ સમયે પૂજા ન કરવી જોઈએ?
શું તે મારો પરિવાર ગણાશે?
જવાબ: હા, તે તમારો પરિવાર ગણાશે. ત્રણ પેઢી સુધીના પરિવારે પૂજા ન કરવી જોઈએ. મંદિરમાં પણ ન જવું જોઈએ.
તમારા ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો. જો તમારી પાસે પુત્રી હોય, તો તેને બાળી નાખો અથવા જો તમારો નજીકનો પાડોશી અથવા સંપર્ક હોય, તો તેને બાળી નાખો.
આ દિવસોમાં મંદિરમાં રાખેલા ધાર્મિક ગ્રંથોનો પાઠ ન કરવો જોઈએ. તમે ગીતા વાંચતા હોવ તો વાંચતા રહો, એમાં કોઈ દોષ નથી. માળાનો જાપ કરતી વખતે પણ જો કોઈ મંત્રનો જાપ કરે તો તે ન કરવો જોઈએ. જો તમે નામનો જપ કરો છો તો તેને ચાલુ રાખવામાં કોઈ નુકસાન નથી.
પ્રશ્નકર્તા – મંજુષા દીદી
પ્રશ્ન - હું પોતે ગીતા પરિવાર સાથે જોડાયેલો છું. મારો મિત્ર પણ મારી વાત સાથે જોડાયેલો નથી. જ્યારે અમે અમારા પરિવારના સભ્યોને કહીએ છીએ, ત્યારે મારા પતિ અથવા અન્ય લોકો પણ માનતા નથી. તેમને ગીતાજી સાથે જોડવા મારે શું કરવું જોઈએ?
જવાબ: દરેક મનુષ્યને શ્રી ભગવાને તેની બુદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત કરવાના સાધન આપ્યા છે. ભગવાન શ્રીએ આપણને આપણા જીવનનું કલ્યાણ અને મોક્ષ કરવાનો જ કરાર આપ્યો છે. અમે બાળકોના વાલી છીએ. અમે તેમના માસ્ટર નથી. આપણા બાળકોને સારા સંસ્કાર આપવા એ આપણી ફરજ છે. તેઓ શું કરશે? કેવી રીતે કરવું? આના પર અમારો કોઈ અધિકાર નથી. ભગવાને તેમને આ સ્વતંત્રતા આપી છે અને આપણે પણ તેનું સન્માન કરવું જોઈએ. ઘણી વખત તેઓ હવે પાઠ કરતા નથી કારણ કે તમે તેમને પૂછો છો, પરંતુ તે પછીથી કરવાનું શરૂ કરો. સમય આવે ત્યારે શાણપણ ખુલે છે. આપણે ધીરજથી આ જોવું જોઈએ અને આપણી મિત્રતા જાળવી રાખવી જોઈએ.
જે ગીતાજીના માર્ગે નથી ચાલતો તે મારો દુશ્મન છે, મારો મિત્ર નથી, એવો વિચાર મનમાં ન આવવો જોઈએ. આવા વ્યક્તિ માટે મારે સમાન પ્રેમ હોવો જોઈએ. તે ખરાબ કે દુષ્ટ વ્યક્તિ નથી. આવી લાગણીઓને મનમાંથી કાઢી નાખો. તેની બુદ્ધિ ખરાબ નથી. તેઓ તેમના અંતરાત્માને અનુસરે છે. તેની ચિંતા કરશો નહીં. તમારી ભક્તિ પર ધ્યાન આપો.
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિભૂતિયોગો નામ દશમોઽધ્યાયઃ ॥૧૦॥
આ રીતે ૐ, તત્, સત્-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “વિભૂતિયોગ" નામનો દસમો અધ્યાય પૂરો થયો. ॥૧૦॥