विवेचन सारांश
વિભૂતિઓનો સાક્ષાત્કાર
ગીતા પરિવારની પરંપરા મુજબ હનુમાન ચાલીસાનું પઠન થયું. શરૂઆતની પ્રાર્થના અને દીપ પ્રજ્વલન પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. ગુરુ વંદના, જ્ઞાનેશ્વર મહારાજને શત્ શત્ પ્રણામ, ગંગા માતાને અને સરસ્વતી માતાને પ્રણામ, ગીતામૈયાને વંદન, ભગવાન વેદવ્યાસજી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજના ચરણોમાં કોટી-કોટી વંદન સાથે વિવેચનની શરૂઆત થઈ.
ભગવાનની અતિશય મંગલમય કૃપા આપણાં સૌ પર વરસી રહી છે, જેનાથી આપણે આ માનવ જીવનને સફળ અને સાર્થક બનાવી શકીએ. આ જીવનના પરમ ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, આ જીવનને વિજયી બનાવવા માટે, અને તેને સિદ્ધિ સુધી પહોંચાડવા માટે, જો આપણે ભગવદ્ગીતામાં પ્રવૃત્ત થઈએ, એને વાંચવા, કંઠસ્થ કરવા, સૂત્રોને જાણવાનો પ્રયાસ કરવામાં લાગીએ અને આપણાં જીવનમાં ઉતારવા લાગીએ તે આપણું સદ્ભાગ્ય છે. શા માટે આપણને આ સુવર્ણ અવસર મળ્યો? કદાચ આ આપણા કોઈ આ જન્મના સુકૃત છે, કોઈ પૂર્વ જન્મના સુકૃત છે કે પિતૃઓના કોઈ પુણ્યફળ છે અથવા કોઈ જન્મમાં કોઈ સંત મહાપુરુષની કૃપાદૃષ્ટિ આપણ પર પડી છે, આપણા ભાગ્યોદય માટે અમુક શુભ સંયોગો બનેલા છે જેનાથી આપણે ગીતા વાંચવા માટે પસંદ કરાયેલા છીએ. આવા વિચારે મનમાં વારંવાર એ દ્રઢવિશ્વાસ જગાવવો જોઈએ કે આપણે ગીતા પસંદ કરી નથી, ગીતાજીએ આપણને પસંદ કર્યા છે. ભગવાનની અતિશય મંગલમય કૃપાથી જ ભગવદ્ગીતા મેળવવી શક્ય બને છે.
ભગવાન અર્જુનને બધા પ્રકારના ઉપદેશ આપે છે. નવમાં અધ્યાયમાં ભગવાને અત્યંત ગૂઢ વાત અર્જુનને કહી છે અને અર્જુન સમજી પણ રહ્યા છે. હવે અર્જુનને શંકા થવા લાગી છે કે જેમને હું મારા પરમ પ્રિય મિત્ર, ભાઈ, સખા માનતો હતો તે અત્યંત શ્રેષ્ઠ મહાપુરુષ છે. શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ વક્તા છે, શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ છે, ધર્મજ્ઞ છે, પાંડવોના પરમ હિતેચ્છુ છે એ તો હું જાણતો હતો પણ એ મહામાનવ તો નથી? ભગવાન તો નથી?
જ્યારે લાક્ષાગૃહનો પ્રસંગ બન્યો હતો ત્યારે ભગવાન પહેલીવાર અર્જુનને મળ્યા હતા એનો 54 વર્ષ જૂનો સંબંધ છે બંને એકબીજાને ખૂબ નજીકથી જાણે છે. સાથે ઉઠવું, બેસવું, ખાવું, સૂવું વગેરે કર્યું છે પણ જ્યારે ભગવાન ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે અર્જુનને લાગે છે કે શું હું એમને પૂરેપૂરા જાણું છું? એ કોણ છે?
ચોથા અધ્યાયમાં જ્યારે ભગવાન અર્જુનને કહે છે,
" ईमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्ममवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥”
ભગવાન કહે છે કે આ અવિનાશી યોગ સૃષ્ટિની આદિમાં મેં સૂર્યને કહ્યો હતો. ત્યારે અર્જુન કહે છે કે આ તમે આ શું બોલી રહ્યા છો? તમે મારા કરતાં ચાર પાંચ વરસ જ મોટા છો અને તમે સૂર્યને આ જ્ઞાન આપ્યું હતું એમ કહો છો? સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે, કલ્પના આરંભે થયો છે! તમે ક્યારે એમને આ જ્ઞાન આપ્યું?
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥”
શ્રીભગવાન કહે છે,
“ बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥”
હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે. એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું.
હવેના પાંચ શ્લોકમાં ભગવાન પોતાનો પરિચય આપે છે.
“ अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥”
“ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥”
ભગવાન કહે છે કે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સાકારરૂપે હું લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. તું મને જેવો-તેવો ન સમજ!
“ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥”
ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે-યુગે જન્મ લઉં છું.
“ जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥”
મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે.
“ वितरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥”
જેમના રાગ, ભય, ક્રોધ સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેઓ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહે છે તે મને પામે છે.
ઉપરના પાંચ શ્લોકોમાં ભગવાન પોતાનો પરિચય આપે છે પરંતુ અર્જુન માટે આ પચાવવું સહેલું નથી! એ એમને યોગી, જ્ઞાની, શ્રેષ્ઠતમ માનતા હતા પણ ભગવાન માની લેવા એમને માટે અઘરું હતું! ભગવાને થોડાઘણાં ચમત્કાર કર્યા હતા પણ એવી સિદ્ધિ તો ઘણાંને પ્રાપ્ત છે એમ અર્જુન માને છે. અર્જુન હતપ્રભ છે.
દસમા અધ્યાયમાં અર્જુન ભગવાનને કહે છે, મારે તમને વધુ જાણવા છે! તમે સાચે જ પરબ્રહ્મ પરમાત્મા છો? અર્જુન પ્રશ્ન કરે છે અને ભગવાન પોતાની વિભૂતિઓ બતાવે છે.
ભગવાન કહે છે, " વાસુદેવમ સર્વમિતિ."
પરમાત્મા ક્યાં નથી કે કોઈ એક જગ્યાએ એમને બતાવીએ! બધી જગ્યાએ હોવા છતાં કોઈ એક જગ્યા પર એની પ્રધાનતા હોય છે. હવામાં અગ્નિ છે, બે પથ્થર ઘસવાથી કે બે લોખંડ ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે. અહીંયા નથી એવું નથી પણ પ્રગટાવવા માટે પ્રયત્ન કરવા પડે છે. પાણીની વૈજ્ઞાનિક સંજ્ઞા છે H2O. હવામાં હાઈડ્રોજન અને ઓક્સિજન છે પણ તરસ લાગે તો પાણી જ પીવું પડે છે! હવાને શ્વાસમાં લેવાથી પાણીનો અનુભવ નથી થતો. આ બધું અનુભવવા માટે કોઈ વિશિષ્ટ સ્થાન જરુરી છે, વિશિષ્ટ પ્રક્રિયા જરુરી છે. પરમાત્મા કણ-કણમાં છે.
આદિ શંકરાચાર્ય કહે છે,
10.15
સ્વયમેવાત્મનાત્માનં(વ્ઁ) વેત્થ ત્વં(મ્) પુરુષોત્તમ।
ભૂતભાવન ભૂતેશ, દેવદેવ જગત્પતે॥૧૦.૧૫॥
અર્જુન કહે છે હે બધા વિશ્વના સર્જનહાર, હે બધા ભૂતોના ઈશ્વર! હે દેવોના દેવ! હે નિર્માણકર્તા, વિશ્વના નિયંતા, જગતના સ્વામી, હે પુરુષોત્તમ! આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. તમને ૫૪ વર્ષમાં હું જાણી ન શક્યો!
“ सोई जानइ जेहु देही जनाई ॥”તમારી કૃપાથી જ તમને જાણી શકાય છે.
વક્તુમર્હસ્યશેષેણ, દિવ્યા હ્યાત્મવિભૂતયઃ।
યાભિર્વિભૂતિભિર્લોકાન્, ઇમાંસ્ત્વં(વ્ઁ) વ્યાપ્ય તિષ્ઠસિ॥૧૦.૧૬॥
અર્જુન કહે છે કે થોડું સમજવા છતાં હું ગુંચવાયેલો છું. તમારા સિવાય કંઈ છે જ નહીં એ તમે નવમા અધ્યાયમાં કહ્યું. બધા ભૂતમાત્રને હું જ ઉત્પન્ન કરું છું અને વળી કહો છો કે હું બધામાં વ્યાપ્ત છું પણ બધાં મારામાં નથી. હું બરાબર સમજી શકતો નથી. એટલે આપ જ આપની વિભૂતિઓ કહેવા માટે સમર્થ છો બીજું કોઈ નહીં!
કથં(વ્ઁ) વિદ્યામહં(ય્ઁ) યોગિંસ્, ત્વાં(મ્) સદા પરિચિન્તયન્।
કેષુ કેષુ ચ ભાવેષુ, ચિન્ત્યોઽસિ ભગવન્મયા॥૧૦.૧૭॥
रामायुध अंकित गृह सोभा बरनि न जाइ।
જ્યાં રામ-રામ-રામ લખેલું હતું, એનો અર્થ કે કોઈ ભક્તનું ઘર છે. આપણે ચિન્હથી કોઈ વસ્તુનું અનુમાન કરીએ છીએ.
અર્જુન એમ કહેવા માંગે છે કે પરમાત્માનું ચિંતન કરવું હોય તો હું કયા ચિન્હથી પરમાત્માનું ચિંતન કરું? કંઈ તો ચિન્હ જોઈએ!
વિસ્તરેણાત્મનો યોગં(વ્ઁ) વિભૂતિં(ઞ્) ચ જનાર્દન।
ભૂયઃ(ખ્) કથય તૃપ્તિર્હિ, શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્॥૧૦.૧૮॥
ભગવાન અહીંયા ભક્તનું ઉત્તમ લક્ષણ બતાવે છે.
ભગવાન રામ વનમાં ગયા ત્યારે રામે વાલ્મીકિ ઋષિને કહ્યું કે હું ક્યાં રહી શકું? મને વનનો કોઈ અનુભવ નથી, હું રાજમહેલમાં રહેનાર છું, તમે વનમાં જ રહો છો તો તમે મને રહેવા લાયક હોય તે સ્થળ જણાવો.
વાલ્મિકીએ રામને કહ્યું,
भरहिं निरंतर होहिं न पूरे। तिन्ह के हिय तुम्ह कहुँ गुह रूरे॥
भरे निरन्तर होय न पूरे ।
तिन के हीय तुम कहुं गृह ह्ररे ॥
ગમે તેટલી નદીઓ સમુદ્રમાં મળે એની સપાટી વધતી નથી! તમારી કથા સાંભળતા-સાંભળતા કાન થાકતાં નથી!
આપણે શિવજી માટે સાંભળ્યું છે કે જો એમને રામ કથા સાંભળવાવાળો કોઈ મળી જાય તોય રામકથા સંભળાવવા બેસી જતા અને જો કોઈ રામકથા કહેવાવાળો મળી જાય તો એ રામકથા સાંભળવા બેસી જતાં! હજારો વાર રામ કથા કહી છે ને હજારો વાર સાંભળી છે તો પણ કંટાળ્યા નથી. અર્જુન આ જ ધારામાં આવી ગયા. તમારા અમૃતમય વચનો સાંભળતાં હું ધરાતો નથી! એમને વધુ જાણવું છે.
" राम चरित जे सुनत अघाहिं।
रस विशेष जाना तिन नाहीं।।"
કોઈના કાન રામકથા સાંભળવાથી ભરાતા જ નથી. જે રામકથા સાંભળીને કંટાળી ગયા હોય તેમણે જાણવું કે તે કથા રસ લઈને સાંભળી જ નથી! જ્યારે તેમને રામમાં રસ લાગવા લાગશે ત્યારે કંટાળો નહીં આવે.
શ્રીભગવાન અર્જુનને કહે છે, દરેક ક્ષણ, દરેક સમય તું મારું ચિંતન કર્યા કર અને તારું કર્તવ્ય કર્મ કર. હવે તેનું ચિંતન કરવાનું કહે છે તો ભગવાનની વિભૂતિ વિસ્તારથી જાણવા માંગે છે. ભગવાનને લાગે છે કે આ યુદ્ધભૂમિમાં હવે વિસ્તારથી વિભૂતિ જણાવવી અઘરી છે.
શ્રીભગવાનુવાચ
હન્ત તે કથયિષ્યામિ, દિવ્યા હ્યાત્મવિભૂતયઃ।
પ્રાધાન્યતઃ(ખ્) કુરુશ્રેષ્ઠ, નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે॥૧૦.૧૯॥
અહીંયા તો 45 મિનિટમાં યુદ્ધ શરૂ કરવું છે એટલે બધી વિભૂતિઓ વિશે કહેવું શક્ય નથી. ભગવાને પોતાની વિભૂતિઓ કહેવાનું ચાલુ કર્યું એનો અર્થ એમ નથી કે એ બીજે નથી પણ અહીં જ છે! અહીં ભગવાનનું સત્ત્વ વિશેષ રૂપથી દેખાય છે, જલ્દીથી પ્રગટ થઈ જાય છે.
ભગવાન કહે છે કે હું તને વિભૂતિ સંભળાવ્યા જ કરીશ અને તું સાંભળતો જ રહીશ! એનો કોઈ અંત જ નથી તે અનંત છે, તે દિવ્ય છે. એને પ્રધાનતા આપીને તને સંભળાવીશ જે મુખ્ય રૂપથી સમજવા જેવી છે.
હવે ભગવાને પોતાની વિભૂતિઓ કહેવાનું શરુ કર્યું.
અહમાત્મા ગુડાકેશ, સર્વભૂતાશયસ્થિતઃ।
અહમાદિશ્ચ મધ્યં(ઞ્) ચ, ભૂતાનામન્ત એવ ચ॥૧૦.૨૦॥
આદિત્યાનામહં(વ્ઁ) વિષ્ણુ:(ર્), જ્યોતિષાં(મ્) રવિરંશુમાન્।
મરીચિર્મરુતામસ્મિ, નક્ષત્રાણામહં(મ્) શશી॥૧૦.૨૧॥
આદિત્યના ૧૨ પુત્રોમાં, વિષ્ણુ, પ્રકાશમાં સૂર્ય છું, ૪૯ વાયુ દેવતાઓમાં, હું તેજ અને તારાઓનો સમુદ્ર છું. હું ચંદ્ર છું. આપણે ૩૩ કોટી દેવતાઓ વિશે સાંભળ્યું છે તે ૩૩ પ્રકારના દેવતાઓ, કેટલાક લોકો કોટીનો અર્થ કરોડ પણ કરે છે, પરંતુ ૩૩ કરોડ નથી, ૩૩ કોટી એટલે કે ૩૩ પ્રકારના છે, તેના અર્થ, પ્રકાર અને કરોડ બંને હોઈ શકે છે, તેથી શાસ્ત્રોમાં ૩૩ કયા પ્રકાર છે? કયા દેવો છે, આપણે જાણવું જોઈએ.
તેમાં ૧૨ આદિત્ય, ૧૧ રુદ્ર, આઠ વસુ, બે અશ્વિની કુમાર, તે બધા મુખ્ય ૩૩ દેવો બને છે. કોઈ-કોઈ જગ્યાએ બાર આદિત્યોમાં ઈંદ્ર અને પ્રજાપતિને લીધા તો બે અશ્વિનીકુમારોને જુદા લે છે અને જો બંનેને આદિત્યોમાં ન લે તો એ બંનેનો અશ્વિનીકુમારના સ્થાન પર લે છે. આવું વર્ણન ઘણાં શાસ્ત્રોમાં છે.
અદિતિ અને દિતી કશ્યપ ઋષિની બે પત્નીઓ છે. દિતીથી જન્મેલાને દૈત્ય અને અદિતિથી જન્મેલાને દેવતા કહેવામાં આવે છે.
દિતીથી જન્મેલા દેવો, બલિ, વિરોચન, પ્રહ્લાદ દૈત્ય કહેવાયા.
અદિતીથી જન્મેલા આ ૧૨ આદિત્ય કોણ છે?
પ્રથમ ઇન્દ્ર,
બીજો ધાતા એટલે કે બ્રહ્મા, પ્રજાપતિ,
ત્રીજો પર્જન્ય જે મેઘોમાં શક્તિ છે,
ચોથો તુષ્ટા છે જે વનસ્પતિનું તેજ છે,
પાંચમો પૂસા જે અન્નમાં રહે છે, એટલે આપણે કહીએ છીએ, તમે અન્ન ખાવાથી પૌષ્ટિક બનશો. વેદોમાં પૂસા દેવતાઓનું પ્રાધાન્ય છે.
છઠ્ઠો અર્યમા જે વાયુસ્વરૂપે પ્રાણશક્તિ છે, પિતૃલોકના પણ દેવતા છે
સાતમો વિવસ્વાન જે આપણી જઠરાગ્નિ છે, સૂર્યને પણ વિવસ્વાન કહે છે.
આઠમો ભગ જે સ્ત્રીની યોનિ છે, જેનાથી સ્ત્રી બહેન કહેવાય છે,
નવમો - ભગવાન જે પુરુષ છે,
દસમો ભગવતી એટલે સ્ત્રી
અગિયારમો - વામન , વિષ્ણુ - જે વામન અવતાર છે.
બારમો અંશુમાન - મિત્ર
આમ બાર આદિત્યો છે.
ગુરુ શુક્રાચાર્ય દાનવોના ગુરુ છે અને બૃહસ્પતિજી દેવતાઓના ગુરુ છે. શુક્રાચાર્ય અને બૃહસ્પતિ બંને ભાઈઓ છે.
જ્યારે બલી રાજા પોતાનું સર્વસ્વ વામન અવતારમાં રહેલા વિષ્ણુજીને આપવા તૈયાર થઈ ગયો ત્યારે અહીં શુક્રાચાર્ય નીતિનો ઉપદેશ છે. અહીં શુક્રાચાર્યએ કહ્યું કે તમે તમારી બધી કમાણી આપી શકતા નથી, તમારે તેને પાંચ ભાગમાં વહેંચવું જોઈએ અને પાંચ ભાગોમાંથી તમે આનંદ માટે પ્રથમ ભાગનો ઉપયોગ કરો. ભોગ માટે ૨૦% તમને આપવામાં આવે છે, બાકીનામાંથી ૨૦% તમારા વ્યવસાયને વધારવા માટે ભેગા કરો. ત્રીજા ભાગના ૨૦% આપણા પરિવારના સભ્યો, સ્વજનો અને સમાજના કલ્યાણ માટે ખર્ચવા જોઈએ. આપણે જો ભાઈ, પરિવારજનોને આપવાના હોય તો આપતા નથી અને જો આપવાના હોય તો આપણે તેનો ધંધો કરીશું. આ બહુ ખોટું છે, જરૂર પડે તો પહેલા તમારા પરિવારને આપો પછી તમારા સંબંધીઓને આપો અને પછી સમાજને આપો. આપણે તેનાથી વિરુદ્ધ કરીએ છીએ. આપણે સમાજને પહેલા આપીએ છીએ અને પછી જો જરૂર હોય તો સંબંધીઓને આપીએ અને આપણા પોતાના પરિવારને ક્યારેય ન આપીએ. આપણા ભાઈઓ, કાકાને આપવું પડે તો ઘણું દુઃખ થાય છે. શુક્રાચાર્ય કહ્યું કે ૨૦% પર તેમનો અધિકાર છે અને ૨૦% આપત્તિકાળ માટે રાખવો જોઈએ અને સમાજ માટે ૨૦% દાન કરી શકો છો. પહેલાં બતાવ્યું કુળ માટે, સબંઘીઓ માટે તે દાન નથી, તે આવશ્યક કર્મ છે. જો તમારે દાન કરવું જ હોય તો તમે ફક્ત ૨૦% દાન કરી શકો છો, પૂરું ન આપી શકો!
રાખડી એ રક્ષાનું આ પ્રતીક લક્ષ્મીમાતા અને બલીથી શરૂ થયું અને તેથી બ્રાહ્મણો પણ રક્ષાસૂત્ર બાંધતી વખતે આ જ શ્લોક કહે છે. યજ્ઞ કરો અને તેમના યજમાનને રક્ષાસૂત્ર બાંધો.
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वाम् प्रति बद्धनामि रक्षे माचल माचल:॥
જે દોરાથી મહારાજ બલિને બાંધવામાં આવ્યા હતા, આ દોરાથી હું તમને બાંધું છું, હે રક્ષક, અડગ રહેજો, આ યજ્ઞની પરંપરા છે, અદિતિના ૧૨ પુત્રોમાંથી એક છે, વામન, અને તે વામન હું વિષ્ણુ છું, જ્યોતિના કિરણોમાં સૂર્ય હું છું, વાયુ દ્વારા જે જીવનમાં જાગૃતિ છે તે હું છું.
પાણીના મુખ્ય દેવતા વરુણ હું છું.
અંશુમાન જે તપસ્યા કરનારના મિત્ર છે તે હું છું.
કૌશિક ઋષિ જ્યારે અત્યંત જ તેજથી ભરાઈ ગયા ત્યારે એ વિશ્વામિત્ર કહેવાયા! વિશ્વામિત્ર ઋષિએ જ સવિતા દેવીને પ્રસન્ન કરીને ગાયત્રી મંત્રને સિદ્ધ કર્યો.
જ્યારે દિતી ગર્ભવતી થઈ હતી, ત્યારે ઈન્દ્રએ તેના ગર્ભના સાત ટુકડા કરી નાખ્યા હતા અને સાત ટુકડાઓના બીજા સાત-સાત ટૂકડા થયા હતા. એટલે ૪૯ ટુકડાઓ થયા. આ ટુકડા ૪૯ પ્રકારની હવા બની અને ૪૯નું તેજ હું જ છું.
આ રીતે સત્તાવીસ નક્ષત્ર બન્યા. તેમના પિતા દક્ષ છે. અશ્વિન નક્ષત્ર, ભરણી નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર, મૃગશિરા નક્ષત્ર, આર્દ્રા નક્ષત્ર, પુનર્વસુ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, મઘા નક્ષત્ર, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, વિશાખા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, મૂળ નક્ષત્ર વગેરે. અઠ્ઠાવીસમો અભિજીત નક્ષત્ર મુહૂર્ત છે. એ ક્યારેક-ક્યારેક જ દેખાય છે. આપણા જન્મ સમયે ચંદ્ર છે નક્ષત્રમાં કે રાશિમાં હોય તે રાશિ આપણી હોય છે. ૨૭ નક્ષત્રમાં એમનો જે અધિપતિ છે તે ચંદ્ર છે તે હું જ છું. ભગવાનની જેટલી વિભૂતિઓ છે તેની સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે.
વેદાનાં(મ્) સામવેદોઽસ્મિ, દેવાનામસ્મિ વાસવઃ।
ઇન્દ્રિયાણાં(મ્) મનશ્ચાસ્મિ, ભૂતાનામસ્મિ ચેતના॥૧૦.૨૨॥
ભગવાને કહ્યું, વેદોમાં હું સામવેદ છું, દેવતાઓમાં હું ઈન્દ્ર છું, ઈન્દ્રિયોમાં હું મન છું અને ભૂતોમાં હું ચેતનાની શક્તિ એટલે કે પ્રાણશક્તિ છું. વેદોમાં સામવેદ છું. એવું નથી કે વેદ ચાર અલગ-અલગ ગ્રંથો છે. અગાઉ કેટલીક ચર્ચામાં આપણે ધ્યાનમાં રાખ્યું છે કે જેની રચના એવી રીતે કરવામાં આવી હતી કે તેને ગાઈ શકાય તેને સામવેદ કહેવામાં આવે છે. નિશ્ચિત અંકો ધરાવતા મંત્રોને ઋગ્વેદ કહેવામાં આવે છે. યજ્ઞોને લાગતી વિદ્યાને યજુર્વેદ કહેવામાં આવે છે. પછી ભગવાને કહ્યું કે દેવતાઓમાં દેવોનો રાજા ઇન્દ્ર હું છું. બધી ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો)નો સ્વામી, મન હું છું.
રુદ્રાણાં(મ્) શઙ્કરશ્ચાસ્મિ, વિત્તેશો યક્ષરક્ષસામ્।
વસૂનાં(મ્) પાવકશ્ચાસ્મિ, મેરુઃ(શ્) શિખરિણામહમ્॥૧૦.૨૩॥
અર્જુન! અગિયાર રુદ્રોમાં શંકર હું છું અને યક્ષ રાક્ષસોમાં કુબેર એટલે કે ધનનો સ્વામી હું છું. આઠ વસુઓમાં હું અગ્નિ છું. શિખર પર્વતોમાં સુમેરુ પર્વત હું છું.
પુરોધસાં(ઞ્) ચ મુખ્યં(મ્) માં(વ્ઁ) વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્।
સેનાનીનામહં(મ્) સ્કન્દઃ(સ્), સરસામસ્મિ સાગરઃ॥૧૦.૨૪॥
અર્જુન! પુરોહિતોમાં બૃહસ્પતિ તું મને માન. બૃહસ્પતિ દેવોના ગુરુ છે, સામુદ્રિક જ્યોતિષના વ્યાખ્યાતા છે, જ્યારે પણ બધા દેવતાઓને કંઇક પૂછવું હોય ત્યારે તેઓ ગુરુને જ પૂછે છે.
દેવવ્રત એટલે ભીષ્મપિતામહ અને પરશુરામના ગુરુ બૃહસ્પતિ જ હતા. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે, તર્જની આંગળીના છેલ્લા ભાગમા જો ઊભાર હોય તો, જેનો ગુરુ બળવાન છે તેની આજ્ઞા બધાએ માનવી પડે છે. કારણ કે ગુરુ ગુરુનું સ્વરૂપ છે, ભગવાન કહે છે, ભગવાન બૃહસ્પતિ, મને જાણો અને સેનાપતિઓમાં, સ્કંદ, મને જાણો. બધા 18 પુરાણોમાં સૌથી મોટુ પુરાણ કયું છે? સ્કંદ પુરાણ સૌથી મોટું પુરાણ છે.
તાડકાસુર નામનો એક રાક્ષસ હતો અને આ રાક્ષસ બેફામ બની ગયો અને શક્તિશાળી બની ગયો. બ્રહ્માજી વગેરેના વરદાનને લીધે તે એટલો બળવાન બની ગયો હતો કે, માણસને છોડી દો, તેને કોઈ દેવતાઓ પણ મારી શકે તેમ ન હતા. બધા ઉપાયો કર્યા પછી એક જ ઉપાય બચ્યો હતો કે જો ભગવાન શંકરના વીર્યથી, ભગવાન શિવની શક્તિથી બાળકનો જન્મ થાય તો જ આ તાડકાસુરનો અંત આવી શકે અને તેને કોઈ મારી શકે. હવે ભગવાન શંકર પાસે દેવતાઓ પહોંચ્યા. મહાદેવ તો સમાધિમાં લીન હતા. દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી કે “તમે એક પુત્રને જન્મ આપો અને તે પુત્ર દ્વારા અમે સમગ્ર સૃષ્ટિને દુઃખી કરી રહેલા તાડકાસૂરને મારીને બધાનો ઉદ્ધાર કરો.” ભગવાન શિવ સમાધિમાં તલ્લીન હતા. તેથી, તેમને આ કાર્યમાં બિલકુલ રસ ન હતો, પરંતુ દેવતાઓનો સખત આગ્રહ હતો, તેથી તેણે ભગવાન શિવના વીર્યનું સ્ખલન કર્યું, એ વીર્યને કોઈ સંભાળી શક્યું નહીં. ત્યારે ગંગાજી પાસે આ વીર્ય આવ્યું પણ તેઓ પણ આ સંભાળી શક્યા નહીં અને ગંગાજીએ તેને ઝાડીઓ તરફ ફેંકી દીધુ, જ્યારે તે વીર્ય ઝાડીઓમાં પડ્યું, ત્યારે તે ઝાડીઓમાં એક ખૂબ જ તેજસ્વી બાળકનો જન્મ થયો. તે બાળક ખૂબ તેજસ્વી હતો. ગાઢ જંગલની ઝાડીઓમાં તે બાળકના તેજને કારણે, આખું જંગલ પ્રકાશિત થઈ ગયું, તેનું તેટલું તેજ અદ્ભુત હતું, અચાનક આટલો પ્રકાશ ઉત્પન્ન થતાં સપ્તઋષિઓની સાત પત્નીઓ પૈકી છ પત્નીઓ એ સમયે સંયોગથી તે જગ્યાએથી પસાર થતી હોવાને કારણે ત્યાં એકઠી થઈ ગઈ. આ અત્યંત તેજસ્વી, કોમળ અને મોહક બાળકને જોઈને તે છ માતાઓના હૃદયમાં અપાર પ્રેમ જાગ્યો. આ નવજાત બાળક અહીં એકલું પડ્યું છે તેને દૂધની જરૂર પડશે. અમે તેને સ્તનપાન કરાવીશું. સ્કંદ એટલો તેજસ્વી હતો કે, તેણે છ મુખનો આકાર લીધો અને છ માતાઓના સ્તનોને ચૂસવા લાગ્યો. છ મોઢાના સ્તન ચૂસીને અને માત્ર થોડું દૂધ પીધા પછી તે અચાનક મોટો થવા લાગ્યો. સપ્તઋષિની પત્નીઓ સમજી ગયા કે આ બાળક ભગવાન શિવનો પુત્ર છે, તેથી તેઓ તે બાળકને પ્રેમ કરતા હતા. છ બાળકો લઈ કૃતિકા (સપ્ત ઋષિની પત્નીઓ) ભગવાન શિવ પાસે ગઈ. કૃતિકાનું દૂધ પીધું હતું, તેથી તેમનું નામ કાર્તિકેય પડ્યું. છ બાળકો જ્યારે લઈને શિવજી પાસે પહોંચ્યા, ત્યારે પાર્વતીજીએ તેમને ત્યાં જોયા. શિવજીને કહ્યું કે, “અમે તમારા પુત્રને લઈને આવ્યા છીએ.” પાર્વતીજીએ પૂછ્યું, “હું અહીં બેઠી છું, તમે કોનો પુત્ર લાવ્યા છો?” પરંતુ પાર્વતીજીને તપથી સમજાયું કે આ બાળકનો જન્મ ભગવાન શિવની શક્તિથી થયો છે, તેથી તે મારું બાળક છે. જ્યારે પાર્વતીજીએ તે છ બાળકોને અત્યંત સ્નેહથી ભેટી પડ્યા ત્યારે છ બાળકોના ધડ એક થઈ ગયા અને તેમને છ માથા હતા. તેથી જ કાર્તિકેય બન્યા. સ્કંદ એટલા તેજસ્વી હતા કે, દેવતાઓ તેમની સ્તુતિ કરવા આવતા હતા. ઈન્દ્રએ સ્કંદની પ્રશંસા કરી. અહી એક યુદ્ધનું પણ વર્ણન છે, ઈન્દ્રને તેના હાથે પરાજિત કરવામાં થયા હતા, ત્યારે ઈન્દ્રએ કહ્યું, “તો પછી તમે જ ઈન્દ્ર બની જાઓ, તમે મને હરાવ્યો છે અને આ સમયે તમારી જરૂર છે, ફક્ત તાડકાસૂરને તમારા હાથે મારી શકાય છે. હું તે રાક્ષસને મારી શકતો નથી. માટે તમે ઇન્દ્રનું પદ ધારણ કરો.” સ્કંદે કહ્યું, "મને ઈન્દ્રના પદમાં કોઈ રસ નથી અને તમે તેનું ધ્યાન રાખો." ઇન્દ્રએ કહ્યું, "પણ તમે અમારી સેનાના સેનાપતિ બનવાનું સ્વીકારો અને દેવ સેનાના સેનાપતિ તરીકે, તમે તે તાડકાસૂરને મારી નાખો." સ્કંદે આ વાત સ્વીકારી લીધી અને તે દેવતાઓનો સેનાપતિ બન્યો. ભગવાને કહ્યું કે, હું સેનાપતિઓમાં સ્કંદ છું.
શબ્દોમાં એકાક્ષર એટલે ઓમકાર હું છું. ઓમકાર બધા શબ્દોનું મૂળ છે.
ત્રણ પ્રકારની વાણી હોય છે. પરા, મધ્યમા અને વૈખરી.
પરા જે હોઠથી બોલાય છે, મધ્યમા એની વચ્ચેથી અને વૈખરી કંઠથી બોલાય છે.
મહર્ષીણાં(મ્) ભૃગુરહં(ઙ્), ગિરામસ્મ્યેકમક્ષરમ્।
યજ્ઞાનાં(ઞ્) જપયજ્ઞોઽસ્મિ, સ્થાવરાણાં(મ્) હિમાલયઃ॥૧૦.૨૫॥
અર્જુન! મહર્ષિઓમા હું ભૃગુ છું. ભૃગુ શુક્રાચાર્ય અને લક્ષ્મીજીના પિતા છે. એકવાર બધા ઋષિમુનિઓમાં ચર્ચા ચાલી કે શ્રેષ્ઠ ભગવાન કોણ છે? શું તે શિવજી છે, બ્રહ્માજી છે કે વિષ્ણુજી છે? હવે ઋષિઓ એકબીજાની વચ્ચે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. કેટલાક ભગવાન શિવના સમર્થક બન્યા, કેટલાક વિષ્ણુના સમર્થક બન્યા, કેટલાક બ્રહ્માજીના સમર્થક બન્યા. તેથી બધાએ મળીને ભૃગુને એમની પરીક્ષા લેવા નિમણૂક કર્યા અને ત્રણેય દેવોમાં કોણ શ્રેષ્ઠ છે તે જણાવવા માટે પરીક્ષા લેવા કહ્યું. આ ત્રણેયની પરીક્ષા લેવાનું કાર્ય ખૂબ જ કપરું હતું. બધા ઋષિઓએ મહર્ષિ ભૃગુને કહ્યું કે, “તમે સૌથી મોટા છો, તો તમે આ કાર્ય કરો.” ભૃગુ ઋષિએ કહ્યું, “તમે જે કહો તે હું કરીશ.” ઋષિ પહેલા બ્રહ્માલોકમાં બ્રહ્માજી પાસે પહોંચ્યા. તેઓ ભગવાન બ્રહ્મા કરતાં ઊંચા આસન પર બેઠા. તેમણે કોઈ નમસ્કાર કર્યા નહિ અને જઈને બેસી ગયા અને ભગવાન બ્રહ્માને તિરસ્કારથી જોઈ પોતાનું કોઈ કામ કરવા લાગ્યા. બ્રહ્માજીને ખૂબ જ ખરાબ લાગ્યું. “ભગુ, તું મારો દીકરો છે, તારામાં એટલો વિવેક નથી, તારામાં એટલી પણ નિષ્ઠા નથી કે તું જઈને મને વંદન ન કરે? તું મારાથી ઉપરના આસન પર જઈને બેઠો છે, તું મને તુચ્છ ગણે છે? ભૃગુએ, પ્રણામ કરીને કહ્યું, માફ કરશો, હું બીજા કોઈ કામ માટે આવ્યો હતો. હું પછી આવીને તમારી સાથે વાત કરીશ. બસ મને માફ કરો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ભૃગુ મહર્ષિ મનોમન કહેવા લાગ્યા, “બ્રહ્માજી પોતાના ગુસ્સાને થોડો પણ કાબૂમાં રાખી શક્યા નહીં."
મહર્ષિ પછી ભગવાન શિવ પાસે પહોંચ્યા. ભગવાન શિવ કરતાં ઊંચા આસન પર બેઠા. શિવજી કંઈ બોલ્યા નહિ, પણ હવે પરીક્ષા આપવાની હતી. તો ભૃગુએ કહ્યું, “હે શિવ, આજે હું તમારી સાથે કેટલીક વાતોનો ખુલાસો કરવા આવ્યો છું. તમે કંઈ સમજતા નથી, તમારામાં વિવેક નથી, તમે શિવની બનીને બેઠા છો, એનો અર્થ એ છે કે તમે ઈચ્છો તે વરદાન આપો. જે રાક્ષસ આવે છે તે ગમે તે વરદાન લઈ જાય છે. પછીથી અમે તેને સંભાળતા ફરતા હોઈએ છીએ. આ કઈ પદ્ધતિ છે? તમારામાં કોઈ સમજણ અને ડહાપણ છે કે નહીં?” તેણે ભગવાન શિવને આવા કઠોર શબ્દો કહેવાનું શરૂ કર્યું. શિવજીએ થોડીવાર સાંભળ્યું, પછી જેમ-જેમ શિવજીની ત્રીજી આંખ ચમકવા લાગી અને શિવજીએ એ બાજુ તરફ જોયું, તો ભૃગુ સમજી ગયા કે, હવે ગડબડ થઈ શકે છે. તરત જ તેણે હાથ જોડીને કહ્યું, "હું થોડો અસ્વસ્થ હતો, હું કોઈ બીજા સાથે ઝઘડો કરીને પાછો આવ્યો હતો અને મેં તમારા પર ગુસ્સો ઠાલવ્યો, કૃપા કરીને દેવ મને માફ કરો, હું ચાલ્યો જાઉં છું, હું પછી આવીશ."
મહર્ષિ ભૃગુની બે દેવતાઓની કસોટી થઈ ગઈ. હવે તેમણે વિષ્ણુ પાસે પહોંચવાનું હતું, ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં શેષનાગની ઉપર સૂતા હતા. લક્ષ્મીજી તેમના પગ દબાવી રહ્યા હતા અને પગ દબાવતી વખતે તેમણે જોયું કે, તેમના પિતા ભૃગુ આવ્યા છે, આ જોઈને લક્ષ્મીજી હસ્યા અને દૂરથી જ તેમને નમસ્કાર કર્યા. મહર્ષિ ભૃગુ ભગવાન વિષ્ણુની પાસે ઊભા હતા. લક્ષ્મીજીને ભગવાનને જગાડવાનું કહ્યું. લક્ષ્મીજીએ કહ્યું, “શું વાત કરો છો? નારાયણ સૂતા છે, તેને કોણ જગાડે? જ્યારે તેઓ જાગશે ત્યારે તમે વાત કરજો.” ભગવાન વિષ્ણુ સુતા હતા તેથી આ વાત થોડીવાર ચાલતી રહી. હવે ભૃગુને લાગ્યું કે આ પરીક્ષા પણ પૂરી કરવાની છે. અચાનક તે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, "આ સૂઈ રહ્યા છે, કોઈ મહેમાન આવ્યા છે અને તમે અહીં સૂતા રહેશો?" એમ કહીને તેણે ભગવાન વિષ્ણુની છાતી પર લાત મારી. ભગવાન વિષ્ણુને છાતીમાં લાત મારતાની સાથે જ તેઓ જાગી ગયા, પરંતુ જાગ્યા પછી ગુસ્સે થયા નહીં. તરત જ મહર્ષિએ ભૃગુના પગ પકડી લીધા. “હે મહર્ષિ, તમને કઈ લાગ્યું તો નથી ને? તમારા પગ બહુ કોમળ છે; મારી છાતી ખૂબ સખત છે. તમે પગ માર્યો, તમારા પગ દુખ્યા હશે, તમને ફટકો નથી પડ્યો?" ગુસ્સો કરવાને બદલે, ભગવાન વિષ્ણુને ભૃગુની ચિંતા થઈ, તેથી ભૃગુ ખુશ થઈ ગયા. મહર્ષિ ભૃગુએ કહ્યું, “જે કામ માટે હું આવ્યો હતો તે પૂર્ણ થઈ ગયું છે. નારાયણ, તમારાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે. બાકી, મેં બીજા દેવતાઓ સાથે થોડા કઠોરતાથી વહેવાર કર્યો અને તેઓ એટલા ગુસ્સે થયા. આ બાજુ મેં તમને લાત મારી, છતાં તમે ગુસ્સે ન થયા અને તમને મારા પગની ચિંતા છે.” ભગવાન નારાયણે કહ્યું, “હું માત્ર ચિંતા જ નથી કરતો, આજથી હું હંમેશા તમને ચરણોના રૂપમાં ધારણ કરીશ.” તેથી ભગવાન નારાયણના વિગ્રહને જોશો તો અહીં ભૃગુલતાના ચરણ બનેલા જોવા મળે છે. તેને ભગુલતા કહે છે. હવે વિષ્ણુ તો ભગવાન વિષ્ણુ હતા પરંતુ લક્ષ્મીજી આ સહન ન કરી શક્યા. લક્ષ્મીજીએ કહ્યું, "પિતાજી, તમે દેવતાઓની કસોટી કરવા માટે આમ કર્યું. તમે તે બરાબર ન કર્યું. વિષ્ણુ તમારા જમાઈ છે અને તમે તમારા પગથી લાત મારી આ સાવ અનૈતિક છે. આજથી હું તમારી અને તમારા પરિવારની નજીક રહીશ નહીં.” ભૃગુએ વિચાર્યું, “હું પૈસા વિના વ્યવસ્થા કરી લઈશ, પરંતુ જો મારા વંશમાં જન્મેલા બધા ભૃગુવંશી બ્રાહ્મણો ગરીબ રહે તો તે એક મોટી ભૂલ હશે.” હવે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણો બૂમો પાડવા માંડી, “તમે શું ગડબડ કરી છે? લક્ષ્મીજી વિના આપણું કામ કેવી રીતે ચાલશે? આપણે બધા ગરીબ રહીશું.” ભૃગુએ કહ્યું, "કોઈ વાંધો નહીં, જો મારા દ્વારા કંઈક ખોટું થયુ છે, તો હું તેનો ઉકેલ શોધીશ" અને ભૃગુએ પછીથી ભૃગુ સંહિતા લખી. ભગુ સંહિતા એટલે જ્યોતિષ શાસ્ત્ર. ભૃગુએ કહ્યું, "જે બ્રાહ્મણ આ જ્યોતિષનો ઉપયોગ કરશે, તેનો અભ્યાસ કરશે અને તેને સ્વીકારશે, તે બ્રાહ્મણને ક્યારેય લક્ષ્મીની કમી નહીં થાય." તે સમયે ભગુએ જે વાત કહી હતી તે આજે પણ સિદ્ધ છે. જ્યોતિષની મદદ લેવાથી કોઈ બ્રાહ્મણ ગરીબ નહીં રહે અને આ વિચાર આજે પણ આગળ વધ્યો છે. પાછળથી ભૃગુમાંથી ભાર્ગવ વંશનો જન્મ થયો. પોતાના નામની આગળ ભાર્ગવનો ઉપયોગ કરનારા બધા બ્રાહ્મણો ભૃગુવંશી છે.
ભગવાને કહ્યું, "હું યજ્ઞોમાં નામજપ હું છું." ગીતામાં ભગવાને ચોથા અધ્યાયમાં 12 યજ્ઞોનો ઉલ્લેખ કર્યો છે અને એ પણ કહ્યું છે કે, વેદોમાં 100થી વધુ યજ્ઞો છે. પણ અહીં દસમા અધ્યાયમાં ભગવાને જપને પોતાની વિભૂતિ ગણાવી છે. ગોસ્વામીજીએ નામ જપનો એટલો મહિમા ગાયો છે. કળિયુગમાં એકમાત્ર સુલભ માધ્યમ નામજપ છે.એક લાખ નામનો જાપ કરવામાં દિવસમાં લગભગ આઠ કલાક લાગે છે. બીજું કંઈ કર્યા વિના રોજ એક લાખ નામનો જાપ કરો, જો તમે આ તમારા જીવનમાં કરશો તો તમારો મોક્ષ નિશ્ચિત છે.
ભગવાન આગળ કહે છે સ્થિર રહેનારાઓમાં હિમાલય હું છું. હિમાલયનું લૌકિક અને અલૌકિક સ્વરૂપ છે તેથી જ હિમાલયને સ્વર્ગનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. બઘી નદીઓનો મૂળ સ્ત્રોત્ર પણ હિમાલય જ છે.
અશ્વત્થઃ(સ્) સર્વવૃક્ષાણાં(ન્), દેવર્ષીણાં(ઞ્) ચ નારદઃ।
ગન્ધર્વાણાં(ઞ્) ચિત્રરથઃ(સ્), સિદ્ધાનાં(ઙ્) કપિલો મુનિઃ॥૧૦.૨૬॥
વૃક્ષોમાં હું પીપળો છું. પીપળ એક માત્ર એવું વૃક્ષ છે જે બહુ ચંચળ છે, પવન ન હોય ત્યારે પણ એના પાંદડા હાલે છે અને જે 24 કલાક ઓક્સિજન આપે છે, રાત્રે પણ કાર્બન ડાયોક્સાઈડ છોડતું નથી. અશ્વત્થ વૃક્ષની વાત ભગવાને બે વાર કરી છે. અધ્યાય 10મા અહીં અને અધ્યાય 15માં, ભગવાને આ બ્રહ્માંડની તુલના અશ્વત્થ વૃક્ષ સાથે કરી છે.
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्।
હું દેવર્ષિમાં નારદ મુનિ છું. આપણે નારદજી વિશે સમજવું જોઈએ. નારદજી કોઈ વ્યક્તિ નથી, નારદીય પરંપરા છે. ઈંદ્ર પણ પદ છે અને અગ્નિ પણ પદનું નામ છે. જેમ આપણા પ્રધાનમંત્રી પણ પદ છે, એની પર બેસનારા બદલાય છે. તેથી જ નારદના ઘણા પ્રકાર છે. પરંતુ ભગવાન, જે અહીં નારદ ભક્તિ સૂત્રમાં વર્ણવેલ છે, તેના વિષે કહે છે કે; હું દેવતાઓમાં નારદ મુનિ છું.
હું ગાંધર્વમાં ચિત્રરથ છું. ચિત્રરથ, તે ગાંધર્વનો રાજા છે. અર્જુનનો મિત્ર છે. અર્જુને તેની બહેન ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા છે.
સિદ્ધોમાં હું કપિલ મુનિ છું. બીજા અધ્યાયની ચર્ચામાં કપિલ મુનિની વાર્તા વર્ણવવામાં આવી હતી. કપિલ મુનિ પ્રજાપતિની પુત્રી દેવહુતિ અને તે સમયના ઋષિઓમાં શ્રેષ્ઠ ઋષિ કર્દમના પુત્ર તરીકે અવતાર પામ્યા હતા. બ્રહ્માજીએ કર્દમ મુનિને ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપ્યો. કર્દમ ઋષિએ કહ્યું કે તેમને ગૃહસ્થ જીવનમાં પ્રવેશવાની કોઈ ઈચ્છા નથી. બ્રહ્માજીએ કહ્યું કે જ્યાં સુધી તમને પુત્ર ન થાય ત્યાં સુધી તમારે ગૃહસ્થ તરીકે રહેવું જોઈએ. દેવહુતિના માતાપિતા તેને કર્દમ ઋષિના આશ્રમમાં લઈ ગયા. કર્દમ ઋષિએ તેમનું સ્વાગત કર્યું અને તેમને બેસવા કહ્યું. મનુ અને શતરૂપા આસન પર બેઠા. દેવહુતિએ વિચાર્યું કે કર્દમ ઋષિ ઝાડ નીચે આસન વગર બેઠા છે તો હું આસન પર કેવી રીતે બેસી શકું? હું તેને મારા પતિ તરીકે સ્વીકારવા આવી છું. તેઓ એક મહાન ઋષિ પણ છે. જો હું આસન પર બેસું અને તે આસન વગર બેઠા છે તો તે તેમનો અનાદર થશે, પરંતુ તેમણે આસન પર બેસવાનું કહ્યું છે. જો હું આ બેઠક ન સ્વીકારું તો પણ તે તેમના આદેશનો અનાદર હશે. આમ વિચારીને, દેવહુતિએ પોતાનો એક હાથ તે આસન પર મૂક્યો અને પોતે આસન પાસે જમીન પર બેસી ગઈ. દેવહુતિના સારા વર્તનથી કર્દમ ઋષિ ખૂબ જ ખુશ થયા. દેવહુતિ ઋષિની કસોટીમાં સફળ થયા. કર્દમ ઋષિએ તેની સાથે લગ્ન કર્યા. ઘણા વર્ષો વીતી ગયા પણ તેણે તેને જોયા પણ નહીં. તેઓ તો ભૂલી ગયા કે મેં તેની સાથે લગ્ન કર્યા છે. દેવહુતિ તેના માટે બધી વ્યવસ્થા કરતાં અને તે તેની સામાન્ય દિનચર્યા ચાલુ રાખતાં; તેમનો ત્યાગ સ્વાભાવિક હતો. એક દિવસ, જ્યારે તેઓ પુસ્તક લખી રહ્યા હતા, ત્યારે દીવામાં તેલ ખલાસ થઈ ગયું અને જ્યારે દેવહુતિએ દીવામાં તેલ રેડ્યું, ત્યારે કર્દમ મુનિએ દીવાની વધેલી જ્યોતમાં એક પાતળી અને વૃદ્ધ સ્ત્રી જોઈ. ઋષિએ પૂછ્યું, "દેવી! તમે કોણ છો?" દેવહુતિએ કહ્યું, "હું મનુ અને શતરૂપાની પુત્રી છું અને હું તમારી પત્ની છું. બ્રહ્માજીના આદેશથી આપણાં લગ્ન થયા હતા." ઋષિને અચાનક બધું યાદ આવ્યું. કર્દમ ઋષિને યાદ આવ્યું કે તે તેના લગ્ન સમયે ખૂબ જ સુંદર હતી. આજે તું ખૂબ જ કૃષકાય થઈ ગઈ છે. ઋષિ ખૂબ જ આશ્ચર્યચકિત અને ખુશ થયા. તેણે તેની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, "હું તમારી તપસ્યા, ભક્તિ અને સેવાભાવથી ખૂબ જ પ્રસન્ન છું." ઋષિએ દેવહુતિને વરદાન માંગવા કહ્યું. દેવહુતિના મનમાં વિચાર આવ્યો કે તેની ઝૂંપડીમાં એવું શું છે કે તે મને વરદાન માંગવા કહી રહ્યા છે? ઋષિ સર્વજ્ઞ હતા. તેમણે દેવહુતિને તળાવમાં સ્નાન કરવા કહ્યું. દેવહુતિએ ડૂબકી લગાવતાની સાથે જ પોતાને પહેલાની જેમ એક યુવતીમાં રૂપાંતરિત કરી. તેણીએ શાહી વસ્ત્રો પહેર્યા હતા અને ઘરેણાંથી શણગારેલા હતા. તેણે આવીને ઋષિને પ્રણામ કર્યા. ઋષિએ ફરીથી પૂછ્યું, "મને કહો! તમારે શું જોઈએ છે?" દેવહુતિ વિચારવા લાગી કે મારે શું માંગવું? તેમની માનસિક સ્થિતિ જોઈને ઋષિએ કહ્યું કે દુનિયામાં એવું કંઈ નથી જે હું આપી ન શકું. ઋષિએ ઇચ્છા સમજી અને હાથથી ઈશારો કર્યો કે તરત જ ત્યાં એક સુવર્ણ મહેલ દેખાયો.
જેમાં ઘણા ગુલામો અને દાસીઓ ઉપલબ્ધ હતી. દેવહુતિએ કહ્યું, "હું આનું શું કરું? મને એક પુત્ર જોઈએ છે. હું ઈચ્છું છું કે તમે મને તમારી પત્ની તરીકે સ્વીકારો." કર્દમ ઋષિએ તેમની ઇચ્છા સ્વીકારી. આ પછી, ઋષિના સંકેત પર, એક સુંદર દિવ્ય વિમાન ત્યાં દેખાયું. આ વિમાનની ટેકનોલોજીનું વર્ણન ભાગવતજીના અધ્યાયમાં જોવા મળે છે. તેની અંદર, અનેક પ્રકારના કૃત્રિમ વૃક્ષો અને છોડ, અનેક પ્રકારના કૃત્રિમ રોબોટિક હરણ, મોર વગેરે જેવા પ્રાણીઓ અને સર્વકાલે સુખીનહ જેવી સુવિધાઓનું વર્ણન છે. તે વિમાન મનની ગતિ જેટલી જ ગતિએ ઉડવાનું હતું. ઋષિએ દેવહુતિને વિમાનમાં નવ વર્ષમાં નવ દિવ્ય લોકની યાત્રા કરાવી.
કર્દમ ઋષિ અને દેવહુતિને નવ પુત્રીઓ હતી. નવ વર્ષ પછી, જ્યારે ઋષિ કર્દમ આશ્રમમાં પાછા ફર્યા, ત્યારે તેમણે દેવહુતિને કહ્યું કે હવે તે તેની પુત્રીઓ સાથે આ મહેલમાં આરામથી રહી શકે છે. દેવહુતિએ તેને પોતાના પુત્રની યાદ અપાવી. ઋષિએ કહ્યું, તારી વાત સાચી છે, પણ તારે જાણવું જોઈએ કે જ્યારે સમય આવશે ત્યારે ભગવાન નારાયણ પોતે તારા પુત્ર તરીકે જન્મ લેશે. તે ભાગ પ્રાપ્ત કરવા માટે તમારે સાધના કરવી પડશે. તેમણે તેમને એક વર્ષની કઠોર સાધનાના નિયમો કહ્યા. તે સાધનાના પરિણામે, કપિલ મુનિનો જન્મ થયો.
જ્યારે સમય આવ્યો અને પુત્રનો જન્મ થયો, ત્યારે ઋષિએ કહ્યું, હવે શરત પૂરી થઈ ગઈ છે. મારે હવે જવું પડશે. દેવહુતિએ તેમને કહ્યું કે તેમણે થોડા સમય માટે તેમના પુત્રનો સાથ માણવો જોઈએ, પછી ઋષિએ કહ્યું કે તેઓ તેમના પુત્રનું સુખ ઇચ્છતા નથી. દેવહુતિ રડવા લાગી અને બોલી, મને પણ તમારી સાથે લઈ જાવ. કર્દમ ઋષિએ કહ્યું કે જે પુત્રનો જન્મ થયો છે તે સ્વયં ભગવાન નારાયણ છે. તે દુનિયાને એક નવો યોગ આપવા આવ્યા છે. જ્યારે આ દીકરો મોટો થશે, ત્યારે તે પોતે તને સાંખ્ય શાસ્ત્ર શીખવશે.
જ્યારે કપિલ મુનિ અગિયાર વર્ષના થયા, ત્યારે દેવહુતિએ તેમની પાસે સલાહ માંગી. તે ઉપદેશ સાંભળીને તેણીને સમાધિ પણ પ્રાપ્ત થઈ. આ યોગ સાંખ્ય દર્શનના નામથી વિશ્વમાં પ્રખ્યાત થયો.
આજના ચર્ચા સત્રનો અંત હરિનામ સંકીર્તન સાથે થયો અને પ્રશ્ન-જવાબ સત્રનો પ્રારંભ થયો.
પ્રશ્નોત્તરી
પ્રશ્નકર્તા - નિર્મલ ભૈયા
પ્રશ્ન: કયા ભગવાનનું નામ જપવું જોઈએ?
જવાબ: જેનામાં તમને શ્રદ્ધા હોય અને જે તમને સાચા લાગે. કોઈનું નામ મોટું કે નાનું કહેવું એ ગુનો છે. જે નામ તમને ભગવાન સાથે જોડે છે અથવા તમારા ગુરુ દ્વારા આપવામાં આવેલ નામ નામનો જાપ કરવો તમારા માટે શ્રેષ્ઠ છે.
પ્રશ્નકર્તા - મનીષા દીદી
પ્રશ્ન- કાર્તિકેયનું નામ સ્કંદ કેમ રાખવામાં આવ્યું?
જવાબ: ભગવાન શિવનું વીર્ય સ્ખલન થયું અને તે જંગલમાં લતાઓમાં પડ્યું અને સ્કંદનો જન્મ થયો. તે સ્ખલનથી ઉત્પન્ન થયું હતું, તેથી તેનું નામ સ્કંદ રાખવામાં આવ્યું છે.
પ્રશ્નકર્તા - નીરુ દીદી
પ્રશ્ન- શું આપણે ઓમનો જાપ કરી શકીએ?
જવાબ: ઓમકારનો જાપ કરવાનો અધિકાર ફક્ત સંન્યાસીને જ છે. તમે આનો જાપ કરી શકતા નથી.
પ્રશ્નકર્તા - અનંત ભૈયા
પ્રશ્ન- મનનો અર્થ શું છે?
જવાબ: મન, બુદ્ધિ, અંતરાત્મા અને અહંકાર એ અંતરાત્માની સ્થિતિઓ છે. જ્યારે તે સંકલ્પ કરે છે ત્યારે તેને મન કહેવાય છે, જ્યારે તે નિર્ણય લે છે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે, જ્યારે તે ધારણા છે ત્યારે તેને ચિત્ત કહેવાય છે અને જ્યારે તે અનુભવે છે ત્યારે તેને અહંકાર કહેવાય છે.
પ્રશ્નકર્તા - અનંત ભૈયા
પ્રશ્ન- વિભૂતિનો અર્થ શું છે?
જવાબ- વિભૂતિ એટલે વિશેષતા.
પ્રશ્નકર્તા - દિવ્યા બહેન
પ્રશ્ન – તેત્રીસ કરોડ દેવતાઓ કોણ છે?
જવાબ- તેત્રીસ કરોડ નહીં પણ તેત્રીસ પ્રકારના દેવતાઓ છે. અગિયાર રુદ્ર, બાર આદિત્ય, આઠ વસુ અને બે અશ્વિની કુમાર.
પ્રશ્નકર્તા- કેકે શ્રીવાસ્તવ ભૈયા
પ્રશ્ન- ક્ષીર સાગરનું વર્ણન કરો.
જવાબ: જે સમુદ્રનું પાણી દૂધ જેવું છે, જે અનંત છે. તેમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.